2002ના ગોધરાકાંડથી લઈને 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણો, પહલગામનો ઇસ્લામી આતંકી હુમલો અને ઉદયપુરના કન્હૈયાલાલની હત્યા સુધીની તમામ ઘટનાઓમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળી છે. દર વખતે લેફ્ટ-કટ્ટરપંથી ગેંગ દ્વારા ઇસ્લામી હુમલાઓને ગૌણ અથવા સામાન્ય ઘટના તરીકે દર્શાવવામાં આવે છે અને તેના જવાબમાં ઉઠેલા સ્વાભાવિક હિંદુ આક્રોશને જ દેશ માટે મોટો ખતરો ગણાવવાનો પ્રયાસ થાય છે. તાજેતરમાં ઉત્તમ નગરમાં મુસ્લિમ ટોળા દ્વારા તરુણ કુમારની નિર્મમ લિંચિંગના મામલામાં પણ લેફ્ટ પોર્ટલ ‘ધ વાયર’ અને પ્રોફેસર અપૂર્વાનંદે ‘મુસ્લિમ વિક્ટિમહુડ’ ઊભો કરીને વાસ્તવિક ઘટના પરથી વિશ્વનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો છે.
18 માર્ચ 2026ના રોજ પ્રકાશિત લેખમાં પ્રોફેસર અપૂર્વાનંદે મુસ્લિમોને અસુરક્ષિત બતાવવાનો જૂનો રાગ આલાપ્યો છે. તેમણે એક લેખ લખ્યો છે જેનું શીર્ષક છે: ‘દિલ્હી કે ઉત્તમ નગર મેં નફરત આઝાદ હૈ, લેકિન મુસ્લિમ સુરક્ષા નહીં.’ નવાઈની વાત એ છે કે આ પ્રોપગન્ડા લેખ ત્યા રેલખવામાં આવ્યો જ્યારે વાસ્તવિકતામાં એક નિર્દોષ હિંદુ પરિવારે પોતાનો જુવાન દીકરો ગુમાવ્યો છે. ઉત્તમ નગરમાં માત્ર હોળીનો રંગ લાગવા જેવી અત્યંત સામાન્ય બાબતે એક મુસ્લિમ મહિલાએ ભીડ ઉશ્કેરી અને તે હિંસક ટોળાએ તરુણ કુમારની લોખંડના સળિયા વડે નિર્દયતાથી હત્યા કરી નાખી. આમ છતાં અપૂર્વાનંદ જેવા બુદ્ધિજીવીઓ આ ક્રૂર હત્યા પર પડદો નાખીને ઉલટાનું હિંદુ સમાજને જ દોષી ઠેરવી રહ્યા છે, જે પીડિત અને ગુનેગાર વચ્ચેના તફાવતને ભૂંસી નાખવાનું પૂર્વ-આયોજિત કાવતરું છે.
અપૂર્વાનંદે પોતાના લેખમાં અત્યંત વાંધાજનક દાવો કર્યો છે કે વહીવટીતંત્ર માત્ર એટલા માટે પ્રશંસાને પાત્ર છે કારણ કે તેણે તે ‘હિંદુ ભીડ’ને રોકી રાખી છે, જે મુસ્લિમોનો નરસંહાર કરવા માંગે છે. તેમણે હિંદુઓના ન્યાય માટેના પ્રદર્શનને ‘હિંસક’ ગણાવ્યું અને 15 મિનિટ માટે પોલીસ હટાવવાની કથિત માંગને ઉછાળીને આંતરરાષ્ટ્રીય સ્તરે હિંદુ સમાજની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. એક હિંદુ યુવકની હત્યા જેવી ભયાનક ઘટનાને ‘નાની અમથી વાત’ ગણાવીને ગુનેગારોનો બચાવ કરવો એ તેમની પક્ષપાતી માનસિકતા છતી કરે છે. આ રીતે અસલી પીડિતોને જ હિંસક સાબિત કરવા એ આ લેફ્ટ-લિબરલ ઇકોસિસ્ટમનો કાયમી એજન્ડા રહ્યો છે.

‘સર તન સે જુદા’ પર મૌન, હિંદુ આક્રોશ પર ‘નરસંહાર’નો શોર: ‘ધ વાયર’નો બેવડો ચહેરો
‘ધ વાયર’ના લેખક અપૂર્વાનંદનાં લખાણ પરથી એવું લાગે છે કે તરુણ કુમાર ખટીકની નિર્મમ હત્યા બાદ પણ હિંદુઓએ ચૂપચાપ ઘરે બેસી રહેવું જોઈએ. તેમના મતે હત્યારાઓ વિરુદ્ધ ન્યાય માંગવો એ દેશના ‘ભાઈચારા’ માટે ખતરો છે. નવાઈની વાત એ છે કે એક તરફ તેઓ દિલ્હી પોલીસ પર હિંદુ પ્રદર્શનકારીઓ સાથે ‘મિલીભગત’નો આરોપ લગાવે છે તો બીજી તરફ તેઓ પોતે જ સ્વીકારે છે કે પોલીસે પ્રદર્શનકારીઓની કોઈ માંગ સ્વીકારી નથી. આ વિરોધાભાસ સ્પષ્ટ કરે છે કે તેમનો હેતુ માત્ર હિંદુઓને બદનામ કરવાનો અને પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવવાનો છે.
આ સમગ્ર ઘટનામાં હિંદુ પ્રદર્શનકારીઓ અને કટ્ટરપંથી ટોળા વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે. જ્યાં હિંદુ સમાજ વહીવટીતંત્ર પર કાયદેસરની સજા માટે દબાણ કરી રહ્યો છે, ત્યાં બીજી તરફ ઘણીવાર કટ્ટરપંથી ટોળું પથ્થરમારો અને ‘સર તન સે જુદા’ જેવા હિંસક માર્ગો અપનાવે છે. વર્ષ 2022ના નૂપુર શર્માના કિસ્સામાં પણ આ જ જોવા મળ્યું હતું. નૂપુર શર્માએ માત્ર મજહબી ગ્રંથોનો ઉલ્લેખ કર્યો હતો, છતાં કટ્ટરપંથીઓએ રમખાણો ભડકાવ્યા અને કન્હૈયાલાલ જેવા નિર્દોષોની હત્યા કરી હતી. તેમ છતાં લેફ્ટ બુદ્ધિજીવીઓએ નૂપુર શર્માને જ દોષી ઠેરવી એવો સંદેશ આપ્યો કે હિંદુઓનું બોલવું એ ગુનો છે, પણ હિંસક ટોળાનું ગળા કાપવું જાણે વ્યાજબી હોય.
ઉત્તમ નગરની વર્તમાન ઘટનામાં આરોપી ઉમરદીન અને તેના પુત્ર મુઝફ્ફરે માત્ર પાણીનો ફુગ્ગો પડવા જેવી સામાન્ય વાત પર તરુણ કુમારની નિર્દયતાથી હત્યા કરી દીધી. આશ્ચર્યની વાત એ છે કે ‘ધ વાયર’ના આખા લેખમાં આ ક્રૂર લિંચિંગ કરનારા અસલી ગુનેગારોના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી, જે તેમની પક્ષપાતી માનસિકતા છતી કરે છે.
1984ના રમખાણોને ‘હિંદુ વિરુદ્ધ શીખ’ રંગ આપવાનો પ્રયાસ: અપૂર્વાનંદનો નવો એજન્ડા
નવાઈની વાત એ છે કે ‘ધ વાયર’ના લેખક અપૂર્વાનંદે ઉત્તમ નગરમાં એક હિંદુ યુવકની લિંચિંગનાં સાંપ્રદાયિક પાસાંને જાણીજોઈને દબાવી દીધું છે. તેના બદલે તેઓ 1984ના શીખવિરોધી રમખાણોનો હવાલો આપીને એક ખોટો નેરેટિવ ગઢી રહ્યા છે કે ‘હિંદુ ટોળાએ શીખો પર હુમલો કર્યો હતો’, જ્યારે વાસ્તવિકતામાં તે એક રાજકીય હિંસા હતી. એટલું જ નહીં, અપૂર્વાનંદે હિંદુ સમાજની સાથે-સાથે પોલીસ અને સેનાને પણ મુસ્લિમો વિરુદ્ધ ‘હિંસક હિંદુ ટોળાના મદદગાર’ ગણાવી દીધા છે.
અપૂર્વાનંદ લખે છે, “1984માં માત્ર દિલ્હી જ નહીં, પરંતુ ભારતના અન્ય ભાગોમાં પણ પોલીસે ઇન્દિરા ગાંધીની હત્યાથી નારાજ હિંદુઓને શીખોને લૂંટવા અને મારવાની પૂરી છૂટ આપી. ઘણા કિસ્સાઓમાં તો પોલીસે પોતે લૂંટારુઓ અને હત્યારાઓની મદદ કરી.” તેઓ આગળ હાશિમપુરા કાંડનો ઉલ્લેખ કરતા આરોપ લગાવે છે કે સેના અને પોલીસે માત્ર ભીડને પરવાનગી જ ન આપી, પરંતુ પોતે પણ મુસ્લિમોની હત્યા કરી. તેમના મતે આઝાદી પછી મુસ્લિમોનો એવો અનુભવ રહ્યો છે કે પોલીસ અવારનવાર તેમના પર થતી હિંસામાં ‘હિંદુ ટોળા’ સાથે ભળી જાય છે.

તરુણ હત્યાકાંડના મામલામાં એ સ્પષ્ટ છે કે જે મુસ્લિમ મહિલા પર ભૂલથી હોળીનો રંગ પડ્યો હતો, તેણે પડોશના હિંદુ બાળકોની આ માસૂમ ભૂલને સહન ન કરી. તેના બદલે તેણે એક હિંસક ટોળું ભેગું કરીને તરુણ કુમાર ખટીક જેવા નિર્દોષ હિંદુ યુવક પર હુમલો કરાવી દીધો.
તેનાથી વિપરીત 1984ના શીખવિરોધી રમખાણો એ હિંદુઓ અને શીખો વચ્ચેનો કોઈ સ્વાભાવિક સંઘર્ષ નહોતો, પરંતુ તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસ દ્વારા પ્રાયોજિત એક સુનિયોજિત નરસંહાર હતો. 2004ના નાણાવટી આયોગના રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયું છે કે કોંગ્રેસી નેતાઓએ જ ભીડને ઉશ્કેરી હતી અને હથિયારો પૂરા પાડ્યાં હતાં. આ કપરા સમયમાં ભાજપ અને RSSના કાર્યકરોએ જ પોતાના જીવના જોખમે શીખોને આશરો આપી તેમનું રક્ષણ કર્યું હતું. આમ છતાં અપૂર્વાનંદ જેવા લેખકો વાસ્તવિકતા છુપાવીને હિંદુ સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.
તેવી જ રીતે 1987નો ‘હાશિમપુરા કાંડ’ એ હિંદુ-પોલીસની મિલીભગત નહીં, પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારના ઈશારે PAC દ્વારા આચરવામાં આવેલો એક ગંભીર ગુનો હતો. કટ્ટરપંથીઓનો પક્ષ લેનારા બુદ્ધિજીવીઓ ક્યારેય 1966ના સાધુ નરસંહાર કે 1990માં અયોધ્યામાં કારસેવકો પર થયેલા પોલીસ ફાયરિંગનો ઉલ્લેખ નથી કરતા. આ ઘટનાઓ સાબિત કરે છે કે જ્યારે નિશસ્ત્ર હિંદુઓ પર સરકારી દમન થયું, ત્યારે આ લેખકોએ મૌન સેવી લીધું હતું.
2020ના દિલ્હી રમખાણો દરમિયાન જ્યારે હિંદુઓએ પોલીસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા, ત્યારે તેને ‘હિંસક ગઠબંધન’ તરીકે રજૂ કરવામાં આવ્યું. વાસ્તવમાં પોલીસ પાસે મદદની અપેક્ષા હંમેશા પીડિતો જ રાખે છે. જે ટોળું પથ્થરમારો કરી રહ્યું હતું તે ક્યારેય પોલીસની મદદ નહીં માંગે. લેફ્ટ-કટ્ટરપંથી વિચારકોનો એકમાત્ર એજન્ડા ભારતીય પોલીસને ‘સાંપ્રદાયિક’ જાહેર કરીને મુસ્લિમોને હંમેશા ‘પીડિત’ (Victim) તરીકે રજૂ કરવાનો છે. 2019ના જામિયા રમખાણો વખતે પણ લિબરલ ટોળકીએ હિંસા કરનારાઓને બચાવવા માટે પોલીસ પર જ પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા.

વધુમાં, ‘ધ વાયર’ જેવા પોર્ટલને ભારતીય મુસ્લિમો દ્વારા ઈરાનના સમર્થનમાં થતા પ્રદર્શનો પર રોક લગાવવામાં પીડા થાય છે. લેખક તે હકીકત છુપાવે છે કે આ પ્રદર્શનોમાં પ્રદર્શનકારીઓ વિદેશી સત્તા માટે યુદ્ધમાં ઉતરવાની વાતો કરતા હતા અને પોતાની જ સરકાર પર આરોપો લગાવતા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ બુદ્ધિજીવીઓને પોતાના દેશ કરતાં વિદેશી મજહબી નેતાઓ પ્રત્યેની વફાદારીમાં કોઈ વાંધો નથી જણાતો. આ આખી ‘લિબરલ-સેક્યુલર’ ઇકોસિસ્ટમની જૂની પદ્ધતિ છે કે કટ્ટરપંથીઓની ઉગ્રતા પર મૌન રહેવું અને જ્યારે હિંદુઓ પ્રતિક્રિયા આપે ત્યારે તેને મોટો ગુનો ગણાવી પ્રોપગન્ડા ચલાવવો.
કસાઈ (કસાબ) પ્રત્યે મોહ અને દિલ્હી રમખાણો: પ્રોફેસર અપૂર્વાનંદના જેહાદી કનેક્શન પર સવાલ
મુસ્લિમોને ‘પીડિત’ દર્શાવતો આવો પ્રોપગન્ડા અપૂર્વાનંદ જેવી વ્યક્તિ તરફથી આવવો એ કોઈ નવાઈની વાત નથી. આ એ જ વ્યક્તિ છે જેનો ઇતિહાસ 26/11ના મુંબઈ હુમલાના દોષિત અજમલ કસાબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો રહ્યો છે. દિલ્હી યુનિવર્સિટીનો આ પ્રોફેસર, જે આજે પોલીસ પર ‘હિંદુ ટોળા’નો સાથ આપવાનો આરોપ લગાવી રહ્યો છે, તે પોતે 2020ના હિંદુવિરોધી દિલ્હી રમખાણોનો આરોપી છે.
દિલ્હી રમખાણોના મુખ્ય આરોપીઓ પૈકીની એક ગુલફિશા (ઉર્ફે ગુલ), જેની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી છે, તેણે દિલ્હી પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે પ્રોફેસર અપૂર્વાનંદ જ દિલ્હીમાં રમખાણો ભડકાવવાનો અસલી માસ્ટરમાઇન્ડ હતો. તેના માર્ગદર્શન હેઠળ જ રમખાણોની આખી યોજના તૈયાર કરવામાં આવી હતી. ગુલફિશાએ પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે અપૂર્વાનંદે તેને નિર્દેશ આપ્યો હતો કે ‘જામિયા કોઓર્ડિનેશન કમિટી’ (JCC) દિલ્હીમાં 20-25 જગ્યાઓ પર આંદોલન ઊભું કરશે.
તરુણની લિંચિંગને ‘બે પરિવારોનો ઝઘડો’ ગણાવ્યો: અપૂર્વાનંદનું સફેદ જૂઠ
જ્યારે પણ ભારતમાં મુસ્લિમોને ‘પીડિત’ (Victim) તરીકે દર્શાવવાની તક મળે છે ત્યારે લેફ્ટ પ્રોપગન્ડા ફેલાવનારી ગેંગ જૂઠનું જાળું ગૂંથવામાં જરાય પાછી પાની કરતી નથી, પછી ભલે વાસ્તવિકતામાં અત્યાચારનો શિકાર હિંદુ જ કેમ ન હોય. ‘ધ વાયર’ અને લેખક અપૂર્વાનંદે ઉત્તમ નગરના તરુણ કુમારની નિર્મમ ‘મોબ લિંચિંગ’ના મામલામાં પણ આ જ પક્ષપાતી રમત રમી છે. તેણે એક નિર્દોષ હિંદુ યુવકની હત્યાને માત્ર બે પાડોશી પરિવારો વચ્ચેનો ‘સામાન્ય ઝઘડો’ ગણાવીને ઘટનાની ગંભીરતાને હળવી કરવાનો પ્રયાસ કર્યો છે.
અપૂર્વાનંદ પોતાના લેખમાં એવો તર્ક આપે છે કે આ ઘટનામાં બંને પક્ષે લોકો ઘાયલ થયા હતા અને તપાસ બાદ સત્ય બહાર આવશે. તેના મતે મુસ્લિમ પરિવારના સભ્યોની ધરપકડ એ જાણે અત્યાચાર હોય તેમ રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારના તર્કો દ્વારા એક સુનિયોજિત હત્યાને સાધારણ વિવાદનું સ્વરૂપ આપીને આરોપીઓનો બચાવ કરવાની કોશિશ કરવામાં આવી છે. વધુમાં તેણે એવો દાવો પણ કર્યો કે સ્થાનિક હિંદુઓમાં કોઈ રોષ નથી અને માત્ર ‘બહારના લોકો’ વાતાવરણ બગાડી રહ્યા છે. જોકે, વાસ્તવિકતા એ છે કે જ્યારે ‘ઑપઇન્ડિયા’ એ સ્થાનિક હિંદુઓ સાથે વાત કરી, ત્યારે આ પૂર્વ-આયોજિત કાવતરા પ્રત્યે તેમનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ઘટનાની હકીકત એ છે કે હોળીના દિવસે એક 11 વર્ષની બાળકી દ્વારા ભૂલથી ફેંકાયેલા પાણીના ફુગ્ગાના કારણે આ વિવાદ શરૂ થયો હતો. હિંદુ પરિવારે માફી માંગી લીધી હોવા છતાં તે જ સાંજે 40-50 લોકોના હિંસક ટોળાએ તરુણ કુમારને ઘેરી લીધો અને લોખંડના સળિયા તથા પથ્થરોથી હુમલો કરીને તેની હત્યા કરી નાખી. અપૂર્વાનંદે આ સાંપ્રદાયિક હિંસાને છુપાવવા માટે ‘મુસ્લિમો પણ પીડિત છે’ તેવો નેરેટિવ ચલાવ્યો છે. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે હત્યારાઓના ડરને જ ‘પીડા’ તરીકે રજૂ કરી એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે મુસ્લિમ પરિવારો ધરપકડ કે આક્રોશના ડરથી વિસ્તાર છોડી રહ્યા છે.
લેખમાં એવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે શું મુસ્લિમો ક્યારેય હિંદુઓનાં ઘર તોડવાની માંગ કરે છે અથવા મીડિયા તેની વિરુદ્ધ પ્રોપગન્ડા ચલાવે છે? આ સવાલો દ્વારા લેખક એવું દર્શાવવા માંગે છે કે માત્ર હિંદુઓ જ આક્રમક હોય છે. પરંતુ તેઓ કન્હૈયાલાલ, ઉમેશ કોલ્હે, રતન લાલ અને અંકિત શર્મા જેવા અસંખ્ય હિંદુઓની નિર્મમ હત્યાઓની યાદીને ભૂલી જાય છે, જેમને માત્ર તેમની ધાર્મિક ઓળખના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળની હિંસા હોય કે અમાનતુલ્લા ખાન જેવા રાજકારણીઓ દ્વારા તોફાની તત્વોનો બચાવ, આ બધું સાબિત કરે છે કે એક આખી ઇકોસિસ્ટમ કાર્યરત છે જે હિંદુવિરોધી નેરેટિવ ગઢે છે. ‘ધ વાયર’ જેવા પોર્ટલ હંમેશા ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ જેવા તત્વોને મંચ પૂરું પાડે છે. આ લેફ્ટ વિચારધારા માટે મુસ્લિમો વિરુદ્ધની નફરત ગુનો છે, પણ હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓકવું એ અભિવ્યક્તિની આઝાદી છે. તેમનો રસ્તો હંમેશાથી એ જ રહ્યો છે – અસલી ગુનેગારને પીડિત સાબિત કરવો અને સાચા પીડિતને જ અપરાધીના કઠેડામાં ઊભો કરવો.
ગોધરાકાંડથી તરુણ હત્યાકાંડ સુધી: મુસ્લિમોના ગુનાઓને હિંદુઓના માથે ચડાવવાની લેફ્ટ રમત
એપ્રિલ 2025ના પહલગામ આતંકી હુમલામાં જ્યારે હિંદુઓને વીણી-વીણીને નિશાન બનાવવામાં આવ્યા, ત્યારે દેશભરમાં સ્વાભાવિક રોષ હતો. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે લેફ્ટ-લિબરલ ગેંગએ આ મજહબી નફરતથી પ્રેરાયેલા હુમલાને વખોડવાને બદલે ‘ઇસ્લામોફોબિયા’નું નામ આપી દીધું. આ રણનીતિ 2002ના ગોધરાકાંડથી ચાલી આવે છે, જેમાં મુખ્ય ગુના પર પડદો પાડીને માત્ર પ્રતિક્રિયાત્મક ઘટનાઓને જ ઉછાળવામાં આવે છે. નવેમ્બર 2025ના લાલ કિલ્લા બ્લાસ્ટ પછી પણ આવું જ પક્ષપાતી વલણ જોવા મળ્યું હતું.
લેફ્ટ અને કટ્ટરપંથી ગેંગ હંમેશા એવા લેખો લખે છે જેમાં હિંદુઓને જ ‘અસહિષ્ણુ’ સાબિત કરવામાં આવે છે. આનું એક વરવું ઉદાહરણ પવિત્ર ગંગા નદીમાં નાવ પર ઇફ્તાર પાર્ટી અને માંસાહારની ઘટના છે. જ્યારે આસ્થાના અપમાનનો વિરોધ થયો, ત્યારે ઉદારવાદીઓએ અસ્થિ વિસર્જન સાથે તેની સરખામણી કરીને કુતર્ક રજૂ કર્યો હતો. ટૂંકમાં, આ ઇકોસિસ્ટમ એવું ઈચ્છે છે કે કટ્ટરપંથીઓ ભલે ગમે તેટલા જેહાદી હુમલા કે આસ્થાનું અપમાન કરે, હિંદુઓએ ક્યારેય તેનો વિરોધ ન કરવો જોઈએ અને બધું જ મૂંગા મોઢે સહન કરવું જોઈએ.
અપૂર્વાનંદનો ‘ધ વાયર’માં પ્રકાશિત લેખ આ જ જૂના પ્રોપગન્ડાનો ભાગ છે. તેણે ઉત્તમ નગરના તરુણ હત્યાકાંડ જેવા ગંભીર ગુનાને છુપાવીને મુસ્લિમ સમુદાયને ‘પીડિત’ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે લેખના અંતે સવાલ કર્યો કે શું પાડોશી તહેવારની રાહ ડરથી જુએ તે ગૌરવની વાત છે? વાસ્તવમાં આ સવાલ મુસ્લિમોને પૂછવો જોઈએ કે શું હોળી જેવા તહેવાર પર કોઈ હિંદુ પરિવારે પોતાનો જુવાન દીકરો ગુમાવવો પડે તે ગૌરવની વાત છે? જો લેફ્ટ-લિબરલો આ સવાલ સીધો જ તે લોકોને પૂછે જેમનો તેઓ બચાવ કરે છે તો તેમની ‘શાંતિ’ અને ‘સેક્યુલરિઝમ’ના તમામ ભ્રમ એક જ ક્ષણમાં ચકનાચૂર થઈ જશે.
(આ રિપોર્ટ મૂળરૂપે અંગ્રેજીમાં શ્રદ્ધા પાંડેએ લખ્યો છે અને તેનો હિન્દીમાં ભાવાનુવાદ થયેલ છે.)


