Tuesday, November 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ચૂંટણીમાં ટિકિટ આપવાની લાલચે મહિલાનું શોષણ કર્યું’: ‘આપ’ પ્રભારી અને દિલ્હીના MLA...

    ‘ચૂંટણીમાં ટિકિટ આપવાની લાલચે મહિલાનું શોષણ કર્યું’: ‘આપ’ પ્રભારી અને દિલ્હીના MLA ગુલાબસિંહ યાદવ સામે કોંગ્રેસનો આરોપ, એક વિડીયો પણ જારી કર્યો

    કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના નેતા પર આરોપ લગાવ્યા, કહ્યું- તેમના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા.

    - Advertisement -

    ગુજરાતમાં સતત વિવાદો અને ચર્ચામાં રહેતી આમ આદમી પાર્ટીની મુશ્કેલી હજુ વધી છે. કોંગ્રેસ પાર્ટીનાં પ્રવક્તા પ્રગતિ આહીરે આમ આદમી પાર્ટીના (આપ) ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ પર ટિકિટ આપવાના બહાને મહિલાઓનું યૌન શોષણ કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ આરોપ લગાવ્યા હતા. 

    કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર, રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા અને અન્ય નેતાઓએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને એક વિડીયો પણ જારી કર્યો હતો. જેમાં એક મહિલા આરોપ લગાવીને કહેતી સંભળાય છે કે આપ નેતા ગુલાબસિંહ યાદવે તેનું શારીરિક શોષણ કર્યું હતું. 

    કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી દંગા, દારૂ અને ડ્રગ પર ચાલતી હતી અને હવે વધુ એક D- દુષ્કર્મ પર ચાલે છે. તેઓ શિક્ષણ અને આરોગ્યની વાતો કરે છે પરંતુ તેમના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા છે. તેમણે એમ પણ કહ્યું કે, આ કૃત્ય દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ દ્વારા કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતાએ ઉમેર્યું કે, ગુજરાતની જનતા અને મહિલાઓ આમ આદમી પાર્ટીને જવાબ આપશે. તેમણે એ પણ પ્રશ્ન કર્યો હતો કે આમ આદમી પાર્ટી કયા મોઢે લોકો પાસે મત માંગવા જશે. સાથે તેમણે ગુજરાતની મહિલાઓને અપીલ કરતાં કહ્યું હતું કે, લાલચો આપવામાં આવે કે વાયદાઓ કરવામાં આવે પરંતુ આ પ્રકારના હીન કૃત્યો કરનારાઓથી તેઓ દૂર રહે. 

    તેમણે કહ્યું કે, ટિકિટ આપવાની લાલચે મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોય એવો આ એક જ કિસ્સો સામે આવ્યો છે, બની શકે કે ભવિષ્યમાં આવા બીજા કિસ્સાઓ પણ સામે આવી શકે છે. 

    તેમણે વધુ જાણકારી આપતાં કહ્યું કે, આ મહિલાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાની અને સંગઠનમાં સારો હોદ્દો આપવાની વાત કરવામાં આવી હતી. સાથે પોલીસ અને ગૃહ વિભાગને અપીલ કરી કે તેઓ પીડિત મહિલાની ફરિયાદ સાંભળીને તેમને રક્ષણ આપે. 

    મીડિયા દ્વારા પૂછવામાં આવતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ વિડીયો મીડિયાના માધ્યમથી તેમની પાસે આવ્યો હતો. તેમણે કહ્યું કે, કાયદાના કારણે મહિલાની વિગતો સાર્વજનિક કરવામાં આવી નથી, પરંતુ તેઓ જાણે છે કે આ મહિલા કોણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં