Thursday, March 28, 2024
More
    હોમપેજરાજકારણગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન: કોંગ્રેસે NCP માટે...

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન: કોંગ્રેસે NCP માટે 3 બેઠકો છોડી

    જગદીશ ઠાકોરે આ વિશે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એનસીપી કોંગ્રેસના ગઠબંધનની જાહેકાત કરાઈ છે. બન્ને પાર્ટીઓ ત્રણ બેઠક પર ગઠબંધન કર્યું છે. જેમાં ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયાનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી ગુજરાતના રાજકરણમાં રોજ એક નવો વળાંક આવતો જોવા મળી રહ્યો છે. ક્યાંક કોઈ મોટા નેતાઓ પાર્ટી બદલાતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક જેને અપેક્ષા ન હોય એમને ટિકિટો મળી રહી છે. હવે ગુજરાતના રાજકારણને લગતા વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર કોંગ્રેસ અને એનસીપી આ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડી શકે છે.

    અહેવાલો મુજબ જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચેની બેઠક સફળ સાબિત થઈ છે. બંને પક્ષો વચ્ચે ત્રણ બેઠક માટે ગઠબંધન થયું છે. જેમાં ઉમરેઠ, દેવગઢ બારિયા અને નરોડા બેઠકોનો સમાવેશ થાય છે.

    કોંગ્રેસ અને એનસીપીના આ ગઠબંધનથી ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયાની બેઠકો એનસીપીને ફાળવતા ગોંડલથી રેશ્મા પટેલ અને કુતિયાણાથી કાંધલ જાડેજાની દાવેદારી પર પ્રશ્નાર્થ ઉઠ્યો છે. ગઠબંધનની જાહેરાત કરતાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ફક્તા આ ત્રણ બેઠકો માટે જ બંને પક્ષો વચ્ચે ગઠબંધન સધાયું છે.

    - Advertisement -

    NCP નેતા જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, “જગદીશ ભાઇ ધોની સ્ટાઇલમાં બેટીંગ કરી રહ્યા છે, અને અમારો તેમને ટેકો છે. યુપીએના બધા ઘટક દળો ખસી ગયા છે. એનસીપીના શરદ પવાર, સોનિયા ગાંધી સાથે ખભેખભો મિલાવી લડી રહ્યા છે. અમે ત્રણ બેઠકો માટે લડી રહ્યા છીએ. તમામ બેઠક એનસીપીના મેન્ડેટ પર લડાવવામાં આવશે. કાંધલ જાડેજાની વાત ચાલે છે. કોંગ્રેસ કહેશે તો આગળ વિચારીશું.”

    તેમણે ઉમેર્યું હતું કે, “અમારો કોઇ ઉમેદવાર અપક્ષ ઉભા રહે તો અમારો ટેકો નહી હોય. કુતિયાણા બેઠક પર કોંગ્રેસ ગ્રિન સિગ્નલ આપશે તો અમે મેન્ડેન્ટ આપીશું. જો કોઇ અપક્ષ ઉમેદવારી કરશે તો તેને છ વર્ષ માટે પાર્ટી માટે સસ્પેન્ડ કરાશે. નિકુલ તોમર કોંગ્રેસના કે એનસીપીના સીમ્બોલ પર લડશે તે ચુંટણી પંચના નિયમો જોઇ નક્કી કરાશે.”

    મહત્વનું છે કે આ પહેલા પણ અહેવાલો આવ્યા હતા કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. જે અંગે બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ રઘુ શર્મા, જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈના અહેવાલ સામે આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં