Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસને અત્યાર સુધીનું સૌથી મોટો ફટકો, સતત વધુ વખત ચૂંટાઈ આવેલા પાર્ટીના...

  કોંગ્રેસને અત્યાર સુધીનું સૌથી મોટો ફટકો, સતત વધુ વખત ચૂંટાઈ આવેલા પાર્ટીના સહુથી મોટા કદના નેતા મોહનસિંહ રાઠવાનું રાજીનામું

  મોહનસિંહ છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી છેલ્લી 11 ટર્મથી એટલે કે 1972થી અત્યાર સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.

  - Advertisement -

  આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઉપરા-ઉપરી ફટકા પડી રહ્યા છે, હજુ એક નુકસાનમાંથી કળ વળે તે પહેલા પાર્ટી માટે બીજો ઘા જાણે તૈયાર જ હોય તેમ હવે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાનું રજીનામું આપ્યાની ખબરોએ ગુજરાત કોંગ્રેસને હચમચાવી નાંખ્યું છે. રાઠવાના રાજીનામાથી રાજકીય ગલીયારાઓમાં કોંગ્રેસના વળતા પાણી નક્કી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.

  અહેવાલો અનુસાર કોગ્રેસના વરિષ્ઠ નેતા અને છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પાર્ટી અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે, કોંગ્રેસના સૌથી સીનીયર અને કદાવર નેતા મોહનસિંહ 137-છોટાઉદેપુર વિધાન સભાના સૌથી વધુ વાર ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે, તેમણે પાર્ટી અધ્યક્ષ જગદીશ ઠાકોરના નામે રાજીનામું લખ્યું હતું, તેમણે છોટાઉદેપુર-137 ધારાસભ્ય તરીકે તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય પદ સહીતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના મોહનસિંહ રાઠવાનું રજીનામું પાર્ટીને મોટું નુકસાન કરશે તે વાત નક્કી છે.

  અત્ર ઉલ્લેખનીય છે કે મોહનસિંહ રાઠવા ભૂતકાળમાં આદિજાતિ વિકાસ, વન, મત્સ્યોદ્યોગ, તેમજ સમાજ સુરક્ષા મંત્રી રહી ચુક્યા છે, ઉપરાંત ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતીના તેઓ ચેરમેન પણ રહીં ચુક્યા છે.

  - Advertisement -

  મોહનસિંહ રાઠવા છોટાઉદેપુર બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય મોહન રાઠવા સૌથી વધુ વાર ધારાસભ્ય બનવાનો રેકોર્ડ પણ ધરાવે છે. છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પરથી છેલ્લી 11 ટર્મથી એટલે કે 1972થી અત્યાર સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.

  ગુજરાતમાં સતત 9 વખત ચૂંટાઈને વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેનારા મોહનસિંહ રાઠવા 2012માં સતત વધુ વખત ચૂંટાવાનો વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે તેઓ 10મી વખત ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા, 2017માં પોતાનો જ વિક્રમ પોતે તોડીને ગુજરાતમાં વધુ વખત શપથ લેનારા ધારાસભ્ય બન્યા હતા.

  મોહનસિંહ રાઠવાની અત્યાર સુધીની જીત

  મોહનસિંહ રાઠવાનો છોટઉદેપુર બેઠક પર સૌથી વધુ વખત જીત્યા છે. તેઓ 1972-74ની ચોથી વિધાનસભા, 1975-80ની પાંચમી વિધાનસભા, 1980-85ની છઠ્ઠી વિધાનસભા, 1985-90ની સાતમી વિધાનસભા, 1990-95ની આઠમી વિધાનસભા, 1995-97ની નવમી વિધાનસભા, 1998-2002ની દશમી વિધાનસભા, 2007-2012ની બારમી વિધાનસભા, 2012-2017ની તેરમી વિધાનસભા, 2017-2022ની ચૌદમી વિધાનસભા સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પૈકીના એક નેતા એવા મોહનસિંહ રાઠવાએ પહેલાજ પોતાનો રાજકીય સન્યાસ જાહેર કરીને 2022 માં ચૂંટણી નહી લડવા માટેનો નિર્ણય લઇ લીધો હતો, તેવામાં તેમના રાજીનામાં બાદ કોંગ્રેસને ભરપાઈ ન થઇ શકે તેવી મોટી નુકસાની થઇ શકે તેમ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં