Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત કોંગ્રેસને ઝટકા પર ઝટકો, હવે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ પાર્ટીમાંથી આપ્યું...

    ગુજરાત કોંગ્રેસને ઝટકા પર ઝટકો, હવે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

    ઉલ્લેખનીય છે કે ઝાલોદની અનામત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભાવેશ કટારાએ ગત વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 86077 મત મેળવ્યા હતા. તેઓએ આ બેઠકના કુલ મત 224394 પૈકીના 56.63 ટકા મતો પર પંજો છાપ્યો હતો.

    - Advertisement -

    આમતો ચૂંટણીઓ પહેલા રાજકીય ઉથલપાથલ થવી સામાન્ય બાબત છે, પરંતુ કોંગ્રેસને છેલ્લા બે દિવસથી મોટા મોટા ઝટકાઓ વાગી રહ્યા છે, તેવામાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાનું રાજીનામું આપવાની ખબરોથી પાર્ટીને વધુ એક ઝટકો વાગ્યો છે, ભાવેશ કટારાએ વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યને પોતાનું રાજીનામું સોપ્યું હતું.

    મળતા અહેવાલો અનુસાર વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાનું રાજીનામું સ્વીકાર્યું હતું, ગુજરાતમાં કોંગ્રેસમાંથી મોહનસિંહ રાઠવા, ભગવાન બારડ પછી આ ત્રીજું એવું નામ છે જેના રાજીનામાંની ખબરોથી કોંગ્રેસ પાર્ટી હચમચી ઉઠી છે, ગુજરાત કોંગ્રેસે હાલમાં જ પોતાના કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરી તે પછી કોંગ્રેસના ચાલુ ધારાસભ્યોમાંથી કોણ કોણ રિપિટ થશે તે માટે પ્રશ્નો ઊભા હતા ત્યાં જ કોંગ્રેસ માટે સતત ત્રણ દિવસથી મોટા નામોના રાજીનામા મોટા ભુકંપ સમાન બની ગયા છે.

    શું છે ભાવેશ કટારાની રાજકીય કુંડળી

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ઝાલોદની અનામત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભાવેશ કટારાએ ગત વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 86077 મત મેળવ્યા હતા. તેઓએ આ બેઠકના કુલ મત 224394 પૈકીના 56.63 ટકા મતો પર પંજો છાપ્યો હતો. જોકે આ બેઠક પર 5265 મતો નોટામાં પડ્યા હતા પરંતુ 25410 મતોની મોટી લીડથી કટારા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતા. જેના કારણે કોંગ્રેસ માટે તે અતિ મહત્વના નેતા હતા. કટારા સામે વર્ષ 2017માં મહેશ બારિયા ભાજપમાંથી લડ્યા હતા જેમને 60667 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ એક એવી બેઠક હતી જેમાં માત્ર તે બંને જ ઉમેદવારો હતા. આ બેઠક પર 67.74 ટકા મતદાન થયું હતું.

    છેલ્લા 2 દિવસમાં કોંગ્રેસને તરછોડનાર નેતાઓ

    ગઈકાલે સૌપ્રથમ આદિવાસી નેતા અને છેલ્લા 55 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય, છોટા ઉદેપુરથી 11 વખત ધારાસભ્ય ચૂંટાયેલા મોહનસિંહ રાઠવાનું રાજીનામું પડ્યું હતું, અને તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાની તાલાલા બેઠકના ધારાસભ્ય અને આહીર સમાજના અગ્રણી ભગાભાઇ બારડ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ત્યારે કાલે મોડી રાત્રે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં