અમેરિકાની (America) સરકારી એજન્સી USAID વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. USAID પર તાલિબાનને કોન્ડોમ માટે પૈસા આપવાના, નેપાળમાં (Nepal) નાસ્તિકતા ફેલાવવા માટે લાખો રૂપિયા આપવાના અને LGBTને પ્રોત્સાહન આપતી કોમિક્સ પર મોટી માત્રામાં પૈસા ખર્ચવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ સિવાય પણ USAIDએ કરેલ આ પ્રકારેના ઘણા ખર્ચાઓ ઉજાગર થઈ રહ્યા છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી આ મામલે ખુલાસા થવા લાગ્યા છે. વર્તમાનમાં USAID ઓફિસને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. જેની તપાસ ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળનો DOGE નામક વિભાગ કરી રહ્યો છે. આ વિભાગનું નિર્માણ કરવું એ ઈલોન મસ્કનો જ આઈડિયા છે. અમેરિકાની એક સંસદીય સમિતિએ પણ USAID પર અનેક ખુલાસા કર્યા છે.
તાલિબાનને કરોડો આપ્યા, અફીણ ઉગાડવામાં પણ કરી મદદ
USAID પર કોન્ડોમ માટે તાલિબાનને $15 મિલિયન (₹120 કરોડથી વધુ) આપવાનો આરોપ છે. યુએસ સાંસદ બ્રાયન માસ્ટે આરોપ લગાવ્યો કે તાલિબાનને ફાલતુંમાં પૈસા આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાલિબાન સતત મહિલાઓનું ઉત્પીડન કરે છે આ સિવાય અફઘાનિસ્તાનમાં પણ અમેરિકાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. USAIDના કોન્ડોમ ખર્ચ અંગે માસ્ટે કહ્યું કે હવે જ્યારે અમે પૈસા નથી આપી રહ્યા છતાં કોઈ મરી નથી રહ્યું. તેમણે આ ખર્ચને ફાલતુ ખર્ચ ગણાવ્યો હતો.
વધુમાં, USAIDએ અફઘાનિસ્તાનમાં નહેરો, કૃષિ સાધનો અને ખાતર પર કરોડો ડોલર ખર્ચ્યા હોવાના અહેવાલ છે. પાછળથી આ બધી સુવિધાઓનો ઉપયોગ તાલિબાનો કરતા હતા તથા ત્યાં અફીણ ઉગાડવા લાગ્યા. અફીણ ઉગાડીને તેનાથી હેરોઈન બનાવ્યું અને તેને વેચવા લાગ્યા જેના પરિણામે USAIDના આ ફંડિંગના કારણે ડ્રગ્સની હેરાફેરીમાં વધારો થયો.
નેપાળમાં નાસ્તિકતા ફેલાવવા ફન્ડિંગ
80%થી વધુ હિંદુ વસ્તી ધરાવતા નેપાળમાં નાસ્તિકતા ફેલાવવા માટે USAID એ ઘણા પૈસા ખર્ચ્યા. નેપાળમાં નાસ્તિકતાને પ્રોત્સાહન આપવા માટે USAID $400,000 (₹3 કરોડથી વધુ) આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે નેપાળમાં નાસ્તિકતા ફેલાવવા ઉપરાંત, ખ્રિસ્તી ધર્મને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે USAIDના આ ફંડિંગની ટીકા એ આધારે કરવામાં આવી રહી છે કે પહેલાં હિંદુ વસ્તીને નાસ્તિક બનાવવામાં આવશે અને પછી મિશનરીઓ તેમને પોતાની તરફ વાળીને તેમનું ધર્માંતરણ કરાવશે.
LGBTને પ્રોત્સાહન આપવા ખર્ચાયા લાખો ડોલર
USAID સૌથી વધુ ફંડિંગ વિશ્વભરમાં જેન્ડર આઇડીયોલોજીને પ્રોત્સાહન આપવા માટે કર્યું છે. આ અંતર્ગત, કેરેબિયન દેશોમાં કોઈ વ્યક્તિ LGBT તરીકે પોતાની ઓળખ આપે તો તેને $3 મિલિયન (₹2.5 કરોડથી વધુ) સુધીનું ઇનામ આપવામાં આવતું હતું. એટલે કે, જો તે પુરુષ કે સ્ત્રી પોતાની જેન્ડર ઓળખમાંથી બહાર આવશે, તો તેને એવોર્ડ મળશે. આ ઉપરાંત, કોલંબિયામાં ટ્રાન્સજેન્ડર ઓપેરા માટે ₹40 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સિવાય, એડલ્ટ શો માટે ઇક્વાડોરમાં ₹ 65 લાખથી વધુની રકમ આપવામાં આવી હતી.
આ જ ક્રમમાં, આફ્રિકામાં ફ્રેન્ચ બોલતા LGBTQને પ્રોત્સાહન આપવા માટે ₹8 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગ્વાટેમાલામાં સેક્સ ચેન્જિંગ માટે USAIDએ ₹17 કરોડથી વધુનું ભંડોળ પૂરું પાડ્યું. પેરુના LGBTQ પાત્રો દર્શાવતા એક કોમિકને પણ ₹27 લાખથી વધુનું ફન્ડિંગ કરવામાં આવ્યું. USAIDએ સીરિયામાં અલ કાયદાના લડવૈયાઓ માટે ખોરાકનો ખર્ચ પણ ઉઠાવ્યો. ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા લોકોને ₹90 કરોડથી વધુ મૂલ્યના વાઉચર આપવામાં આવ્યા હતા, જેથી તેઓ ખરીદી કરી શકે.