Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ઇન્દિરા ગાંધીએ PM બનતાંની સાથે મારા પિતાને હટાવી દીધા હતા’: વિદેશ મંત્રી...

    ‘ઇન્દિરા ગાંધીએ PM બનતાંની સાથે મારા પિતાને હટાવી દીધા હતા’: વિદેશ મંત્રી એસ જયશંકર, ચીન મુદ્દે રાહુલ ગાંધીને પણ આડેહાથ લીધા

    1962માં ચીને કબજે કરી લીધેલા કોઈ બ્રિજ માટે હવે તમે 2023માં મોદી સરકારને દોષ આપો છો પરંતુ 1962માં શું થયું તે જોવાની પ્રામાણિકતા હોવી જોઈએ: વિદેશ મંત્રી

    - Advertisement -

    વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યૂઝ એજન્સી ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અનેક મુદ્દે વાતચીત કરી હતી. દરમ્યાન તેમણે ચીન મુદ્દે રાહુલ ગાંધી દ્વારા સતત આપતાં રહેતાં નિવેદનોને પણ ટાંક્યાં તો ઇન્દિરા ગાંધી દ્વારા તેમના પિતાને હટાવવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, તેમના પિતા ડૉ. કે સુબ્રમણ્યમ કેબિનેટ સેક્રેટરી હતા પરંતુ 1980માં ઇન્દિરા ગાંધીએ ફરીથી સત્તામાં આવ્યા બાદ તેમને હટાવી દીધા હતા. ઇન્ટરવ્યૂમાં તેમણે પિતાને હટાવવાથી લઈને તેમની જગ્યાએ જુનિયર અધિકારીને નિયુક્ત કરવાને લઈને વાત કરી હતી. 

    તેમણે કહ્યું, “મારા પિતા બ્યુરોક્રેટ હતા અને કેબિનેટ સેક્રેટરી બન્યા હતા, પરંતુ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેઓ તે સમયે 1979માં જનતા સરકારમાં સૌથી યુવાન સેક્રેટરી હતા.”

    - Advertisement -

    તેમણે કહ્યું, “મારા પિતા કેબિનેટ સેક્રેટરી હતા પરંતુ 1980માં ઇન્દિરા ગાંધી ફરીથી ચૂંટાઈને સત્તા પર આવ્યાં તો તેમણે સૌથી પહેલાં મારા પિતાને પદ પરથી હટાવી દીધા. મારા પિતા સિદ્ધાંતો પર ચાલતા વ્યક્તિ હતા અને કદાચ એ જ સમસ્યા હતી. ત્યારબાદ તેઓ ક્યારેય સેક્રેટરી ન બન્યા. તેમના પછી રાજીવ ગાંધીના કાર્યકાળમાં મારા પિતાના જુનિયર અધિકારીને કેબિનેટ સેક્રેટરી બનાવવામાં આવ્યા. 

    ચીન મુદ્દે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન 

    રાહુલ ગાંધી સતત LAC (ભારત-ચીનની સરહદ) મુદ્દે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા રહે છે અને ચીન સામે સરકાર નરમ વલણ દાખવી રહી હોવાનું રટણ કરતા રહે છે. જેના જવાબમાં મંગળવારે વિદેશ મંત્રીએ કહ્યું કે, વિપક્ષે એ જોવું જોઈએ કે 1962માં શું થયું હતું અને એમ પણ કહ્યું કે LAC પર સેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ મોકલી હતી રાહુલ ગાંધીએ નહીં. 

    તેમણે કહ્યું, “એ વિસ્તાર ચીનના નિયંત્રણમાં ક્યારે આવ્યો હતો? તેમને (કોંગ્રેસ) ‘C’થી શરૂ થતા શબ્દો સામે કોઈ વાંધો હોવો જોઈએ. મને લાગે છે કે તેઓ જાણીજોઈને પરિસ્થિતિનનુ ખોટું આકલન કરી રહ્યા છે. ચીનીઓ સૌથી પહેલાં 1958માં આવ્યા હતા અને ઓક્ટોબર 1962માં કબજો મેળવી લીધો હતો. 1962માં ચીને કબજે કરી લીધેલા કોઈ બ્રિજ માટે હવે તમે 2023માં મોદી સરકારને દોષ આપો છો પરંતુ 1962માં શું થયું તે જોવાની પ્રામાણિકતા હોવી જોઈએ.

    કોંગ્રેસના આરોપોને નકારી કાઢતાં વિદેશ મંત્રીએ કહ્યું કે, ચીનની સરહદે અત્યાર સુધીની સૌથી વધુ મોટી સેના તહેનાત કરવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં