અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છે. ત્યારે હવે એમની નજર અમેરિકામાં રહેતા એવા વિદ્યાર્થીઓ પર છે જે દેશમાં રહીને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. તાજેતરમાં જ અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ (Marco Rubio) જણાવ્યું હતું કે અમેરિકા કેટલાક ચીની વિદ્યાર્થીઓના વિઝા (Revoke Chines Students Visa) રદ્દ કરશે, ખાસ કરીને સંવેદનશીલ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા અથવા ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party) સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના વિઝા રદ્દ કરવામાં આવશે.
The U.S. will begin revoking visas of Chinese students, including those with connections to the Chinese Communist Party or studying in critical fields.
— Secretary Marco Rubio (@SecRubio) May 28, 2025
માર્કો રુબિયોએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ્દ કરવાનું શરૂ કરશે, જેમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાણ ધરાવતા અથવા સંવેદનશીલ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.”
US To "Aggressively" Revoke Visas Of Chinese Students Amid Rising Crackdown @VishalV054 reports pic.twitter.com/AaKbFbk0q8
— NDTV (@ndtv) May 29, 2025
નોંધનીય છે કે અમેરિકામાં ભારત પછી સૌથી વધુ વિદ્યાર્થીઓ ચીનના છે. 2023-2024 દરમિયાન, ચીનના 270,000થી વધુ વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા હતા, જે તમામ વિદેશી વિદ્યાર્થીઓના લગભગ ચોથા ભાગના છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટતંત્રએ સ્ટુડન્ટ વિઝા માટેના ઈન્ટરવ્યુ સ્થગિત કરી દીધા હતા. આ ઉપરાંત સ્ટુડન્ટ વિઝાના માધ્યમથી અમેરિકામાં રહી રહેલ અને પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવાના આદેશ પણ આપ્યા છે.
‘લિબરેશન ડે’ ટેરિફને લઈને કોર્ટની ટિપ્પણી
અમેરિકાની એક વેપાર કોર્ટે બુધવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘લિબરેશન ડે’ ટેરિફ્સ (આયાત પરના ટેક્સ) લાગુ થતા અટકાવ્યા. કોર્ટે કહ્યું કે ટ્રમ્પે આ ટેક્સ લગાવવા માટે પોતાના અધિકારનો દુરુપયોગ કર્યો. આ ટેરિફ્સ એવા દેશો પર લગાવવામાં આવ્યા હતા જે અમેરિકાને વધુ માલ વેચે છે પણ ઓછું ખરીદે છે, ખાસ કરીને ચીન અને યુરોપિયન યુનિયન.
US Court Blocks Trump Tariffs, Rejects "India-Pak Conflict" Argument
— NDTV (@ndtv) May 29, 2025
Senior Lawyer Swapnil Kothari shares his views pic.twitter.com/YTRjYiEw8U
ટ્રમ્પની ટીમે કહ્યું હતું કે આ ટેક્સથી ચીન સાથે વેપાર સમજૂતી અને ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ લાવવામાં મદદ મળી. તેમણે દાવો કર્યો કે એપ્રિલમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ માટે ટેરિફ્સનો ઉપયોગ થયો. પરંતુ કોર્ટે આ દલીલો નકારી કાઢી હતી.
ન્યૂયોર્કની કોર્ટે કહ્યું કે ટ્રમ્પે આ ટેક્સ લગાવવા માટે ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) નામના કાયદાનો ઉપયોગ કર્યો, પરંતુ આ કાયદો માત્ર ખૂબ મોટી ઈમરજન્સીમાં જરૂરી પગલાં લેવાની છૂટ આપે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમેરિકન બંધારણ અનુસાર, વેપાર નિયમો બનાવવાનો અધિકાર ફક્ત કોંગ્રેસને છે અને રાષ્ટ્રપતિ આવા ટેક્સ લગાવી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે આવા અમર્યાદિત અધિકાર આપવા ગેરકાયદેસર છે.