Monday, June 23, 2025
More

    અમેરિકાએ સ્થગિત કર્યા સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યુ: પ્રોસેસ બનાવી વધુ કડક, તપાસસે અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

    અમેરિકામાં (America) ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) નેતૃત્વ હેઠળના નવા વહીવટે વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ યુએસ એમ્બેસીઓ અને કોન્સ્યુલેટ ઓફિસોને સ્ટુડન્ટ વિઝા (Student Visa) એપ્લાય કરનારાઓ માટે નવા ઈન્ટરવ્યુ શેડ્યૂલ કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે.

    આ નિર્ણય ટ્રમ્પ વહીવટની એક નવી યોજનાનો ભાગ છે, જેમાં વિઝા અરજદારોના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની કડક તપાસ કરવાની વાત ચાલી રહી છે. અહેવાલ અનુસાર કોન્સ્યુલર અધિકારીઓ પાસેથી Instagram, TikTok અને X જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ્સ, લાઈક્સ, કમેન્ટ્સ અને શેર્સ ચેક કરવામાં આવશે. જેથી રાષ્ટ્રીય સુરક્ષા મામલેની તકેદારી રાખી શકાય.

    નોંધનીય છે કે માર્ચ મહિનાથી, કોન્સ્યુલર અધિકારીઓ પેલેસ્ટિનિયન તરફી વિરોધ પ્રદર્શનોમાં જોડાનારા વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયાની તપાસ કરી રહ્યા છે, ‘સંભવિત રીતે અપમાનજનક’ ગણાતી પોસ્ટના સ્ક્રીનશોટ લઈ રહ્યા છે, ભલે તે પોસ્ટ પાછળથી ડીલીટ કરવામાં આવી હોય. નોંધનીય છે કે આ નવો નિયમ દરેક લોકોને લાગુ પડે છે જેમણે અમેરિકન સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું છે.