Thursday, April 25, 2024
More
  હોમપેજરાજકારણ'આપ' સાથે છેડો ફાડી ચૂકેલા મહેશ સવાણી ભગવો ખેસ પહેરીને ભાજપનો પ્રચાર...

  ‘આપ’ સાથે છેડો ફાડી ચૂકેલા મહેશ સવાણી ભગવો ખેસ પહેરીને ભાજપનો પ્રચાર કરતા દેખાયા: બોટાદના ભાજપ ઉમેદવાર માટે માંગ્યા મત

  ઉદ્યોગપતિ મહેશ સવાણી બોટાદમાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપનો ખેસ અને ટોપી બંને પહેરેલા હતા. તેમણે બોટાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભામાં પણ ભાગ લીધો હતો.

  - Advertisement -

  ગુજરાતમાં હવે વિધાનસભા ચૂંટણીને ખુબ જ જૂજ દિવસો બાકી રહ્યા છે. હવે દરેક મોટા ભજન નેતા કાર્યકર્તાઓનું પક્ષ છોડવા જોડાવાનું કામ પતી ગયેલું ભાસે છે. સાથે જે લોકો હમણાં સુધી કોઈ એક પક્ષ સાથે ખુલીને સામે નહોતા એ પણ હવે પોતાનો મત જણાવતા થયા છે. આવા જ એક કિસ્સામાં પૂર્વ આપ નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે ભાજપનો ખેસ પહેરીને પ્રચાર કરતા જોવા મળ્યા છે.

  રવિવાર, 20 નવેમ્બરના રોજ ઉદ્યોગપતિ મહેશ સવાણી બોટાદમાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપનો ખેસ અને ટોપી બંને પહેરેલા હતા. તેમણે બોટાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભામાં પણ ભાગ લીધો હતો.

  AAPમાંથી આપ્યું હતું રાજીનામુ

  આ વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરીમાં, મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપીને રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

  - Advertisement -

  ઉદ્યોગપતિ મહેશ સવાણીએ જણાવ્યું કે, “મારી ગુજરાતની જનતાને વિનંતી છે, હું સેવાનો માણસ છું, રાજનીતિ અને રાજકારણમાં આપમાં 6-7 મહિનાથી હતી, મને લાગે છે કે સેવામાં, તબિયતમાં પ્રોબ્લેમ હતો. હું તમામ પ્રકારના રાજકારણમાંથી આપમાં નહીં રહીને પાર્ટીનું કામ ન કરતા. હું સેવાનું કામ કરીશ. સમાજ સેવામાં કામ કરવું જોઇએ તેથી સેવાનું કામ કરીશ. પાર્ટીમાં જોડાયા બાદ સેવાનું કામ કરી શકતો નહોતો. તબિયતનું પણ ધ્યાન રાખી શકતો ન હતો. મને લાગતું હતું કે રાજનીતિમાં જઇને સારુ કરું, પરંતુ જે કરતો હતો તેમાં પણ હવે 50 ટકા પણ સમય નથી આપી શકતો.”

  સામાજિક કાર્યોમાં આગળ પડતા છે સવાણી

  ઉદ્યોગપતિ મહેશ સવાણી પોતાના સેવાકાર્યોને લઈને સમગ્ર ગુજરાતમાં એક જાણીતું નામ બન્યા છે. ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં આવ્યા હતા. સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી.

  આજે ડાયમંડ, એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી પી સવાણી ગ્રુપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે. આશરે 2500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ ગ્રુપના એમડી તરીકે કામ કરી રહેલા ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે.

  મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે. એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા. આ ઉપરાંત મહેશભાઈએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં