હોમપેજક્રાઈમક્યાંક હિંદુઓ સાથે અથડામણો, ક્યાંક ગૌવંશના અવશેષો તો ક્યાંક વહ્યું લોહી: બકરીદ...

ક્યાંક હિંદુઓ સાથે અથડામણો, ક્યાંક ગૌવંશના અવશેષો તો ક્યાંક વહ્યું લોહી: બકરીદ પર કેવી રીતે ઇસ્લામી કટ્ટરપંથીઓ ફેલાવી હિંસા

ક્યાંક આ જ કટ્ટરપંથીઓ દ્વારા હિંસાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તો ક્યાંક કોઈ કારણ વગર નાના બાળકોને માત્ર એટલા માટે માર મારવામાં આવ્યો હતો કે તેમણે રંગોના તહેવાર હોળીના અવસરે પિચકારી મારીને ખુશીઓ વહેંચવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

બકરીદને ઇસ્લામના મુખ્ય તહેવારોમાંના એક તરીકે ગણવામાં આવે છે. મુસ્લિમ સમાજનો એક મોટો વર્ગ તેને ત્યાગ, કુરબાની, ભાઈચારા અને સામાજિક સદભાવનાના પર્વ તરીકે રજૂ કરે છે. દર વર્ષે તહેવાર દરમિયાન એવું પણ કહેવામાં આવે છે કે લોકો શાંતિપૂર્ણ રીતે પોતાની મજહબી પરંપરાઓનું પાલન કરે છે અને કોઈને અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખે છે.

જોકે, 2026ની બકરીદ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી એવી અનેક ઘટનાઓ સામે આવી, જેણે કાયદો અને વ્યવસ્થા, સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને લઈને સવાલો ઉભા કર્યા. ક્યાંક હિંસક અથડામણો થઈ, ક્યાંક હત્યા અને હુમલાના આરોપો લાગ્યા, ક્યાંક ધાર્મિક સ્થળોને લઈને વિવાદ ઊભો થયો, ક્યાંક ગૌવંશના અવશેષો મળવાથી તણાવ ફેલાયો તો ક્યાંક જાહેર સ્થળોએ લોહી અને ગંદકી ફેલાવવાના મુદ્દે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો.

આ ઘટનાઓમાં અનેક મામલાઓની પોલીસ તપાસ ચાલી રહી છે, અનેક સ્થળોએ FIR નોંધાઈ છે અને કેટલાક મામલાઓમાં ધરપકડો પણ કરવામાં આવી છે. આવો ક્રમવાર એવી મુખ્ય ઘટનાઓ પર નજર કરીએ, જ્યાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ બકરીદ દરમિયાન ક્યાંક હિંસા ફેલાવી તો ક્યાંક બિનજરૂરી બખેડો ઉભો કરીને સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો પ્રયાસ કર્યો.

- Advertisement -

મધ્ય પ્રદેશના રતલામમાં ગાયનું કપાયેલું માથું મળતાં તણાવ

મધ્ય પ્રદેશના રતલામમાં ગુરુવારે (28 મે 2026) ગાયનું કપાયેલું માથું અને શરીરના અવશેષો મળતાં તણાવ ફેલાયો હતો. ઘટનાના બાદ સ્થાનિક હિંદુ સંગઠનો અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. વિરોધ પ્રદર્શન કરનારાઓએ રસ્તા પર ચક્કાજામ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો.

પ્રદર્શનકારીઓએ નગર નિગમ પર બેદરકારીનો આરોપ લગાવતા સાત દિવસની અંદર કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન તેજ કરવાની ચેતવણી આપી હતી. પ્રદર્શનમાં સામેલ ગની શક્તાવતે દાવો કર્યો હતો કે ઘટનાસ્થળે માત્ર માથું જ નહીં પરંતુ ગાયના શરીરનો અડધો ભાગ પણ મળ્યો હતો.

માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિને નિયંત્રણમાં લીધી. વહીવટીતંત્રે તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી, ગેરકાયદેસર ઝૂંપડાં દૂર કરવા અને સમગ્ર મામલાની તમામ પાસાઓથી તપાસ કરવાની ખાતરી આપી હતી. કેટલાક લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળ નગર નિગમ અને ખાનગી જમીનનો મિશ્ર વિસ્તાર છે, જ્યાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. હાલ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે.

હરિયાણાના નૂંહમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ વચ્ચે જ અથડામણ

હરિયાણાના નૂંહ જિલ્લામાં ગુરુવારે (28 મે 2026) બકરીદની નમાજ બાદ બે અલગ-અલગ ગામોમાં વિવાદ હિંસક બની ગયો હતો. નિઝામપુર ગામમાં પંચાયત ચૂંટણી સાથે જોડાયેલી જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને બાદમાં પથ્થરમારો, લાકડીઓ, દંડા અને કુહાડીઓનો ઉપયોગ શરૂ થયો. આ ઘટનામાં છ લોકો ઘાયલ થયા હતા.

બીજી ઘટના સિંગાર ગામમાં બની હતી, જ્યાં જૂની દુશ્મનીના કારણે બે પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. અહીં પણ લગભગ છ લોકો ઘાયલ થયા હતા. બંને ઘટનાઓમાં કુલ 12 લોકો ઘાયલ થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજમાં રિફર કરવો પડ્યો હતો. પોલીસે બંને ગામોમાં વધારાની સુરક્ષા ગોઠવી દીધી હતી અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું.

યુપીના ભદોહીમાં નમાજ બાદ યુવકની મારપીટ

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં ગુરુવારે (28 મે 2026) ઇંતેખાબ આલમ નામના યુવક સાથે મારપીટનો મામલો સામે આવ્યો હતો. આરોપ છે કે તેણે મસ્જિદમાં નમાજ પઢાવનારા હાફિઝને શરિયત સંબંધિત એક પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારબાદ વિવાદ વધ્યો અને તેના પર હુમલો કરવામાં આવ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર 12 મનામજોગ અને 20થી વધુ અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

મેરઠના દુર્ગા મંદિર પરિસરમાં માંસ રાંધવાનો આરોપ

મેરઠમાં બકરીદના દિવસે નૌચંડી મેળા મેદાન સ્થિત દુર્ગા મંદિર પરિસરમાં માંસ રાંધવાના આરોપ બાદ તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. પોલીસે આ મામલામાં આરોપી ગાદા ખાનની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

માહિતી અનુસાર ગાદા ખાન રાજસ્થાનનો રહેવાસી છે અને મેળામાં ઝૂલો લગાવીને કામ કરતો હતો. આરોપ છે કે ગુરુવારે (28 મે 2026) તેણે મંદિર પરિસરની અંદર બકરાનું માંસ રાંધવાનું શરૂ કર્યું હતું, જે બાદ સ્થાનિક હિંદુ સંગઠનો અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિને નિયંત્રણમાં લીધી. અધિકારીઓએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. ઘટનાના બાદ વિસ્તારમાં તણાવને ધ્યાનમાં રાખીને પોલીસ દેખરેખ વધારી દેવામાં આવી છે.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં હિંદુ પરિવારના ઘરની બહાર માંસ મળવાનો મામલો

ઉજ્જૈનના ગાંધીનગર વિસ્તારમાં ગુરુવારે (28 મે 2026) એક હિંદુ પરિવારના ઘરની બહાર પોલિથિનમાં માંસનો ટુકડો મળ્યા બાદ તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. ઘટના બકરીદની સવારની હોવાનું જણાવાયું છે, જે બાદ સ્થાનિક લોકોએ તેને વાતાવરણ બગાડવાનો પ્રયાસ ગણાવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પરિવારની સભ્ય સ્નેહલતા ગુપ્તાના જણાવ્યા અનુસાર સવારે સફાઈ કર્યા બાદ થોડા સમય પછી ઘરના ગેટ પાસે માંસના ટુકડાઓ પડેલા જોવા મળ્યા હતા. માહિતી મળતાં જ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા અને પોલીસને જાણ કરવામાં આવી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થિતિને શાંત કરી અને આસપાસ લાગેલા CCTV કેમેરાની તપાસ શરૂ કરી. સ્થાનિક લોકોનું કહેવું છે કે કેટલાક તત્વો જાણીજોઈને સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જોકે, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિવેક કનોડિયાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે માંસનો ટુકડો કોઈ પક્ષી અથવા પ્રાણી દ્વારા પણ ત્યાં લાવવામાં આવ્યો હોય શકે છે. હાલ પોલીસ વિસ્તારમાં દેખરેખ વધારીને તમામ પાસાઓથી તપાસ કરી રહી છે.

બકરીદ પર હૈદરાબાદમાં હિંદુ કોલોનીઓની સડકો પર વહ્યું લોહી

તેલંગાણાના હૈદરાબાદમાં બકરીદ દરમિયાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં પશુઓની કુરબાની બાદ રસ્તાઓ પર લોહી વહેતું જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દૃશ્ય બાંગ્લાદેશ માર્કેટ અને આસપાસની કોલોનીઓ સુધી ફેલાઈ ગયું હતું, જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી વધી ગઈ હતી.

વિડીયોમાં કેટલીક મહિલાઓ ગુસ્સો વ્યક્ત કરતી અને વહીવટીતંત્ર પાસે સફાઈ તેમજ કાર્યવાહી કરવાની માંગ કરતી સાંભળવા મળે છે. ઘટનાના બાદ સોશિયલ મીડિયા પર પણ ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિડીયો સૌથી પહેલાં હૈદરાબાદ BJP લીગલ સેલના એડવોકેટ નીલમ ભાર્ગવ રામ દ્વારા X પર શેર કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે બકરીદ પહેલાં રમજાન દરમિયાન પણ આ જ રીતે ઇસ્લામી કટ્ટરપંથીઓએ હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. રમજાનને ઇસ્લામમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. મુસ્લિમો દાવો કરે છે કે આ મહિનો ઇબાદત, સબ્ર, જકાત (દાન) અને સૌથી મહત્ત્વનું, પરસ્પર દુશ્મની ભૂલીને ભાઈચારાથી રહેવાનો છે.

પરંતુ જ્યારે શાંતિ અને રહેમતનો આ મહિનો ચાલી રહ્યો હોય છે, ત્યારે હિંસા, સંઘર્ષ અને લોહીયાળ ઘટનાઓના સમાચારોમાં મુસ્લિમોની સંડોવણી સામે આવતી રહે છે. વર્ષ 2026ના રમજાન દરમિયાન પણ માત્ર ઇસ્લામી કટ્ટરપંથીઓ જ નહીં, પરંતુ ઇસ્લામી દેશોએ પણ આ મહિનાની પવિત્રતાનું પાલન કર્યું નહોતું.

માત્ર 30 દિવસમાં અસંખ્ય હત્યા, લૂંટફાટ, મારકાટ, હિંસા અને બળાત્કારની ઘટનાઓ બની હતી. ઑપઇન્ડિયાએ આવી 50થી વધુ ઘટનાઓની યાદી તૈયાર કરી હતી. તેમાં ક્યાંક અત્યંત ક્રૂર અને નિર્દયી રીતે હિંદુઓને નિશાન બનાવી તેમની હત્યા કરવામાં આવી હતી, તો ક્યાંક કટ્ટરપંથીઓ પોતે જ એકબીજા સાથે લોહીયાળ સંઘર્ષમાં ઉતરી પડ્યા હતા.

ક્યાંક આ જ કટ્ટરપંથીઓ દ્વારા હિંસાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તો ક્યાંક કોઈ કારણ વગર નાના બાળકોને માત્ર એટલા માટે માર મારવામાં આવ્યો હતો કે તેમણે રંગોના તહેવાર હોળીના અવસરે પિચકારી મારીને ખુશીઓ વહેંચવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં