રમઝાનને ઇસ્લામમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. મુસ્લિમો દાવો કરે છે કે આ મહિનો ઇબાદત, ધીરજ, ઝકાત (દાન) અને સૌથી વધુ તો પરસ્પરની દુશ્મની ભૂલીને ભાઈચારાથી રહેવાનો છે. પરંતુ મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે – જ્યારે ‘શાંતિ’ અને ‘રહેમત’નો આ પવિત્ર મહિનો ચાલી રહ્યો હોય છે, ત્યારે હિંસા, સંઘર્ષ અને લોહીલુહાણની ઘટનાઓમાં મુસ્લિમોની સંડોવણી કેમ સામે આવે છે?
એક તરફ મજહબી મંચો પરથી સંદેશ આપવામાં આવે છે કે રમઝાનમાં માત્ર પુણ્યના કામો થવા જોઈએ તો બીજી તરફ સોશિયલ મીડિયા ઉશ્કેરણીજનક નિવેદનોથી ભરેલું જોવા મળે છે. 2026માં પણ આવું જ કંઈક બન્યું. આ વર્ષે માત્ર ઇસ્લામી કટ્ટરપંથીઓએ જ નહીં, પરંતુ ઇસ્લામી દેશોએ પણ આ મહિનાની મર્યાદા જાળવી નહીં. માત્ર 30 દિવસમાં અગણિત હત્યા, લૂંટફાટ, રમખાણો, હિંસા અને બળાત્કારની ઘટનાઓ બની.
આજે ઑપઇન્ડિયા તે ઘટનાઓ પૈકીની 50 ઘટનાઓને તમારા માટે સૂચિબદ્ધ કરી રહ્યું છે. જેમાં દિલ્હીમાં થયેલી તરુણની હત્યાનો કેસ પણ સામેલ છે અને અફઘાનિસ્તાનની હોસ્પિટલમાં માર્યા ગયેલા 400 લોકોની માહિતી પણ છે. વાંચો અને નિર્ણય કરો કે શું ખરેખર ઇસ્લામી કટ્ટરપંથીઓ રમઝાનના મહિનાને ઇબાદત, ધીરજ અને ઝકાતનો મહિનો માને છે?
મિડિલ-ઈસ્ટ: દારૂગોળાના ઢગલા પર રમઝાન અને ઘેરાતું માનવીય સંકટ
રમઝાનના આ સમયગાળામાં મિડિલ-ઈસ્ટની સ્થિતિ અત્યંત નાજુક અને તણાવપૂર્ણ બનેલી છે. ખાસ કરીને ઈરાનમાં સત્તાના ઉચ્ચસ્તરે મચેલી ઉથલપાથલ અને ત્યાં થઈ રહેલા મોટા હુમલાઓએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ સૈન્ય પ્રહારોએ ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાંને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે દેશની અંદર અસ્થિરતાનો માહોલ વધુ ઘેરો બન્યો છે. નવાઈની વાત એ છે કે શાંતિના આ મહિનામાં પણ હિંસાનું ચક્ર અટકવાને બદલે વધુ તેજ બન્યું છે.
ઈરાને આ હુમલાઓના ગણતરીના કલાકોમાં જ આક્રમક વલણ અપનાવીને વળતી કાર્યવાહી કરી અને વિસ્તારના અનેક દેશો પર મિસાઈલો તથા ડ્રોન વડે હુમલો કરી દીધો. આ વળતી કાર્યવાહીની અડફેટે માત્ર સૈન્ય હરીફો જ નહીં, પરંતુ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતર અને કુવૈત જેવા અનેક મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પણ આવ્યા. યુદ્ધ અને હુમલાઓના આ દોરે આ પવિત્ર મહિના (રમઝાન) દરમિયાન આ ક્ષેત્રમાં એક ગંભીર માનવીય સંકટ ઊભું કર્યું છે, જ્યાં પરસ્પર અથડામણ અને સૈન્ય વર્ચસ્વની જંગ ઈબાદતના સુકૂન પર હાવી થતી દેખાઈ રહી છે.
1. બાગલકોટમાં બબાલ: શિવાજી જયંતીની યાત્રા પર મસ્જિદમાંથી પથ્થરમારો
કર્ણાટકના બાગલકોટથી કોમી તણાવની એક ભયાનક ઘટના સામે આવી છે, જેણે કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે કાઢવામાં આવી રહેલા ગૌરવશાળી સરઘસને તે સમયે નિશાન બનાવવામાં આવ્યું, જ્યારે તે ‘પંકા મસ્જિદ’ સામેથી પસાર થઈ રહ્યું હતું. આરોપ છે કે ત્યાં હાજર કટ્ટરપંથીઓએ મસ્જિદ તરફથી સરઘસ પર અચાનક ચપ્પલ અને પથ્થરો વરસાવવાનું શરૂ કરી દીધું, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.
આ હુમલાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તોફાનીઓએ ડ્યુટી પર તહેનાત જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સિદ્ધાર્થ ગોયલને પણ છોડ્યા નહોતા. હુમલામાં તેમને માથા અને ગરદનના ભાગે ઈજાઓ થઈ હતી. તેમની વર્દી પર લાગેલા લોહીના ડાઘા એ વાતની સાક્ષી પૂરી રહ્યા હતા કે હુમલાખોરોના મનમાં ન તો વહીવટીતંત્રનો કોઈ ડર છે અને ન તો કાયદા પ્રત્યે સન્માન. શાંતિપૂર્ણ સરઘસ પર થયેલા આ સુનિયોજિત હુમલાએ ફરી એકવાર વધતા કટ્ટરવાદ અને બગડતા સામાજિક સૌહાર્દનું ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે.
2. જબલપુરમાં તણાવ: મંદિરની આરતી અને કટ્ટરપંથી હુમલો
મધ્ય પ્રદેશના જબલપુરના સંવેદનશીલ સિહોરા તાલુકામાંથી કટ્ટરપંથી માનસિકતાની એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. 19 ફેબ્રુઆરી 2026ની રાત્રે, જ્યારે હિંદુ સમાજ પોતાની પરંપરા અનુસાર દુર્ગા મંદિરમાં સાંજની આરતી કરી રહ્યો હતો, તે જ સમયે નજીકની મસ્જિદમાં નમાજનો સમય પણ હતો. શાંતિપૂર્ણ વાતાવરણ ત્યારે અચાનક તણાવમાં ફેરવાઈ ગયું જ્યારે એક યુવકે કથિત રીતે મંદિરની ગ્રીલને નુકસાન પહોંચાડ્યું. આ માત્ર મિલકતનું નુકસાન નહોતું, પરંતુ સીધી રીતે હિંદુઓની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા પર કરવામાં આવેલો પ્રહાર હતો.
જેવા સ્થાનિક લોકોએ આ હરકતનો વિરોધ કર્યો, ત્યાં હાજર કટ્ટરપંથી સમૂહે હિંસક વલણ અપનાવીને ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલાએ સમગ્ર વિસ્તારને કોમી તણાવની આગમાં હોમી દીધો હતો. મંદિર પરિસરમાં થયેલી આ તોડફોડ અને ત્યારબાદ શરૂ થયેલી હિંસાએ સ્થાનિક વહીવટીતંત્ર સામે મોટો પડકાર ઉભો કર્યો છે, જે સ્પષ્ટપણે એક સુનિયોજિત કટ્ટરપંથી વિચારધારાનું પરિણામ જણાય છે.
3. હૈદરાબાદમાં તણાવ: શિવાજી જયંતીના નારા પર અંબરપેટમાં ભારે બબાલ
હૈદરાબાદના અંબરપેટ વિસ્તારમાંથી પણ કટ્ટરપંથી માનસિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શિવાજી જયંતીના સરઘસને નિશાન બનાવવામાં આવ્યું હતું. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે શોભાયાત્રા એક સ્થાનિક મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી અને ત્યાં હાજર કટ્ટરપંથી તત્વોએ વાગી રહેલા સંગીત અને ‘મંદિર બનાયેંગે’ જેવા ગીતો પર સખત વાંધો ઉઠાવ્યો. જોતજોતામાં આ વિરોધ ઉગ્ર દલીલો અને પછી હિંસક ધક્કામુક્કીમાં ફેરવાઈ ગયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો.
અવારનવાર જોવા મળ્યું છે કે ‘ઇબાદતમાં ખલેલ’નો તર્ક આપીને હિંદુ સાંસ્કૃતિક અને ધાર્મિક અભિવ્યક્તિને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને અહીં પણ એ જ પેટર્ન જોવા મળી. પરિસ્થિતિને બેકાબૂ થતી જોઈને વહીવટીતંત્રે તાત્કાલિક દખલગીરી કરવી પડી અને વિસ્તારમાં આગામી ચાર દિવસ માટે કલમ 144 (કર્ફ્યુ જેવી પાબંદી) લાગુ કરી દેવામાં આવી હતી. પોલીસે આ મામલે 8 તોફાનીઓની ધરપકડ કરી છે. આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે એક ઉત્સવને મજહબી કટ્ટરતા દ્વારા કોમી તણાવમાં હોમી દેવામાં આવ્યો.
4. મહબૂબનગરમાં ભયાનક ઘટના: સોશિયલ મીડિયા પોસ્ટ પર હિંદુ યુવક પર મોબ લિંચિંગનો પ્રયાસ
તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાંથી કટ્ટરપંથી હિંસાની એક એવી ઘટના સામે આવી છે, જેણે સૌને હચમચાવી દીધા છે. અહીં સંતોષ નામના એક હિંદુ યુવક પર આશરે 20-25 લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ માત્ર એટલા માટે જીવલેણ હુમલો કરી દીધો કારણ કે તેણે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનાં મૃત્યુ સાથે જોડાયેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 1 માર્ચના રોજ મૂકવામાં આવેલી આ સ્ટોરી સ્થાનિક ગ્રુપોમાં વાયરલ થઈ ગઈ, જેનાથી નારાજ થઈને કટ્ટરપંથીઓ રાત્રે અંદાજે 9 વાગ્યે સંતોષની દુકાને પહોંચી ગયા અને તેને લાત-મૂક્કાથી નિર્દયતાપૂર્વક માર મારવાનું શરૂ કરી દીધું.
પીડિત સંતોષનું કહેવું છે કે ટોળાએ તેને જમીન પર પાડીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને જો સામેવાળા દુકાનદારે હિંમત બતાવીને તેને બહાર ન કાઢ્યો હોત તો તેનો જીવ પણ જઈ શકત. હુમલાખોરોની હિંમત એટલી હતી કે તેઓ અડધી રાત પછી પણ તેને ફરીથી મારવાના ઈરાદે તેની દુકાનની આસપાસ આંટા ફેરા કરી રહ્યા હતા. આ મામલે પોલીસે 11 લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાંથી 9ની ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેમને જામીન મળી ગયા હતા.
5. બેંગલુરુમાં સનસનીખેજ ઘટના: રમઝાન દરમિયાન મંગેતરની ગળું કાપીને હત્યા
કર્ણાટકની રાજધાની બેંગલુરુથી પણ રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં રમઝાનના મહિનાની વચ્ચે 20 વર્ષીય મોહમ્મદ સબીલે પોતાની જ સગીર મંગેતર ઝોયાની નિર્દયતાથી હત્યા કરી નાખી. આ ભયાનક ઘટના ડીજે હાલી વિસ્તારમાં 16 માર્ચ 2026ની સવારે અંદાજે 6 વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઝોયા સગીર હોવા છતાં બંનેની સગાઈ થઈ ચૂકી હતી અને તેઓ ટૂંક સમયમાં જ નિકાહ કરવાનાં હતાં. ઘટનાના દિવસે સબીલ ઝોયાને તેના એક સંબંધીના ઘરે લઈ ગયો હતો, જ્યાં કોઈ વાતને લઈને બંને વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થઈ હતી.
વિવાદ એટલો વધ્યો કે સબીલે ગુસ્સામાં એક ધારદાર હથિયારથી ઝોયાની ગરદન કાપી નાખી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપીને સબીલ તરત જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અંદાજે એક કલાક પછી જ્યારે સબીલના સંબંધીઓ ઘરે પરત ફર્યા, ત્યારે તેમને જમીન પર ઝોયાનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો હતો. પરિવારની જાણકારી પર પહોંચેલી પોલીસે મામલાની તપાસ શરૂ કરી અને ફરાર આરોપી સબીલની સઘન શોધખોળ હાથ ધરી હતી. પવિત્ર મહિનામાં (રમઝાન) થયેલી આ ક્રૂર હત્યાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી છે.
6. દિલ્હીમાં હોળી પર લોહિયાળ ખેલ: ફુગ્ગાના સામાન્ય વિવાદમાં તરુણની હત્યા
દેશની રાજધાની દિલ્હીના ઉત્તમ નગરમાં (હસ્તસાલ પુનર્વસન કોલોની) એક હૃદયદ્રાવક ઘટના બની, જ્યાં હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. વિવાદની શરૂઆત એક અત્યંત સામાન્ય બાબતથી થઈ હતી, જ્યારે હિંદુ પીડિત તરુણના પરિવારની 11 વર્ષની બાળકી છત પરથી હોળી રમી રહી હતી. તેણે નીચે ઉભેલા પોતાના પિતા તરફ પાણીનો ફુગ્ગો ફેંક્યો, જે ભૂલથી રસ્તા પર પડ્યો અને તેનું પાણી પડોશની એક મુસ્લિમ મહિલા પર પડ્યું. પરિવારનું કહેવું છે કે તેમણે તરત જ માફી પણ માંગી હતી, પરંતુ મુસ્લિમ સમુદાયની તે મહિલા અને તેના પરિવારે વાત સાંભળવાને બદલે ઝઘડો શરૂ કર્યો અને પોતાના સંબંધીઓને બોલાવી લીધા હતા.
ઘટનાના આશરે એક કલાક પછી જ્યારે 26 વર્ષીય તરુણ તેના મિત્ર સાથે હોળી રમીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે 15-20 લોકોના ઇસ્લામી ઉશ્કેરાયેલા ટોળાએ તેને રસ્તામાં ઘેરી લીધો હતો. ટોળાએ તરુણ પર લોખંડના સળિયા, ઇંટો અને પથ્થરોથી આડેધડ હુમલો કરી દીધો હતો. તરુણના દાદા માન સિંઘે ભારે હૈયે જણાવ્યું કે હુમલાખોરોએ તેને નિર્દયતાથી માર માર્યો અને જ્યારે તે અધમૂવો થઈને રસ્તા પર પડી ગયો ત્યારે તેના છાતીના ભાગે એક ભારે પથ્થર માર્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તરુણે દમ તોડ્યો હતો. એક નાનકડા ફુગ્ગાથી શરૂ થયેલો આ વિવાદ કટ્ટરપંથી માનસિકતાના કારણે એક હસતા-રમતા યુવકનો જીવ લઈ બેઠો.
7. એટામાં હોળી પર લોહિયાળ સંઘર્ષ: રંગ પડવાના બહાને દલિત યુવકને અધમૂવો કર્યો
દિલ્હીના ઉત્તમ નગર જેવી જ એક અન્ય હૃદયદ્રાવક ઘટના ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં હોળીની ખુશીઓ વચ્ચે કટ્ટરપંથી હિંસાએ એક દલિત યુવકના પરિવારને નિશાન બનાવ્યો હતો. 4 માર્ચ 2026ની રાત્રે આશરે 8 વાગ્યે 22 વર્ષીય આકાશ પોતાના ઘરની બહાર હોળી રમી રહ્યો હતો. આ દરમિયાન મહોલ્લાના ત્રણ સગા ભાઈઓ ‘અરબાઝ, શાહબાઝ અને મુસ્તફા’ ત્યાંથી પસાર થયા અને તેમના કપડાં પર ભૂલથી રંગ પડી ગયો. આ સામાન્ય બાબત પર ત્રણેયે આકાશની માતા અને બહેનને બિભત્સ ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે આકાશે વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ તેને જમીન પર પાડીને લાકડીઓ અને ડંડા વડે નિર્દયતાથી માર મારવાનું શરૂ કર્યું હતું.
હુમલાની ક્રૂરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અરબાઝે પોતાની પાસે રહેલી પિસ્તોલના બટ વડે આકાશના માથા પર જોરદાર પ્રહાર કર્યો, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. જ્યારે આકાશની બહેન બીના અને ભાભી વર્ષા તેને બચાવવા દોડી, ત્યારે મુસ્તફા અને અરબાઝે તેમની સાથે પણ મારપીટ કરી હતી. જતી વખતે આરોપીઓએ પીડિત પરિવારને જ્ઞાતિસૂચક શબ્દો કહીને અપમાનિત કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું કે ‘તમને અહીં રહેવા નહીં દઈએ.’
8. દિલ્હીમાં દરિંદગી: હલાલ મીટ શોપના શટર પાછળ માસૂમ સાથે હેવાનિયત
દેશની રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી રમઝાન દરમિયાન જ માનવતાને શરમાવે તેવી એક જઘન્ય ઘટના સામે આવી છે. ગોયલા ડેરી પાસે એક 65 વર્ષીય મુસ્લિમ વ્યક્તિએ 6થી 9 વર્ષની એક માસૂમ હિંદુ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ ઘટના 16 માર્ચ 2026ના રોજ બની હતી, જ્યારે બાળકી પોતાની નાની બહેન સાથે સ્કૂલ પાસે રમી રહી હતી. ત્યારે જ નજીકમાં હલાલ મીટની દુકાન ચલાવતા આરોપીએ બાળકીને કંઈક આપવાના બહાને લલચાવી અને પોતાની હલાલ મીટ શોપની અંદર લઈ ગયો હતો. ત્યાં દુકાનનું શટર પાડીને તેણે માસૂમ સાથે જઘન્ય કૃત્ય કર્યું હતું.
આ ભયાનક ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળકીની માતા અને એક સંબંધીએ આરોપીને રંગેહાથ પકડ્યો, જેના પછી વિસ્તારમાં ભારે હોબાળો અને ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. બાળકીએ રડતાં-રડતાં એ પણ જણાવ્યું કે તે મુસ્લિમ શખ્સે પહેલાં પણ તેની સાથે ખોટું કામ કર્યું હતું. સ્થાનિક લોકોના વિરોધ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
9. કુવૈતમાં કોહરામ: દૂતાવાસ પર હુમલો અને ઈરાનનું ‘રમઝાન ઓફેન્સિવ’
2 માર્ચ 2026ના રોજ કુવૈત એ સમયે ધ્રૂજી ઊઠ્યું જ્યારે ઈરાનના કથિત ‘રમઝાન ઓફેન્સિવ’ (રમઝાન આક્રમણ) હેઠળ અમેરિકાના દૂતાવાસને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં મિસાઈલો અને ઘાતક ડ્રોનના (UAV) તાલમેલ દ્વારા આકાશમાંથી મોત વરસાવવામાં આવ્યું, જેના કારણે શહેરનું આકાશ કાળા ધુમાડાના ગોટાથી ભરાઈ ગયું હતું. જોકે કુવૈતની સંરક્ષણ પ્રણાલીએ સતર્કતા દાખવીને અનેક ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા, તેમ છતાં આ ભીષણ હુમલાએ એક વ્યક્તિનો જીવ લીધો અને અન્ય 32 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કોઈ દેશના રાજદ્વારી મિશન (Diplomatic Mission) પર આ પ્રકારનો સીધો પ્રહાર માત્ર આંતરરાષ્ટ્રીય કાયદાઓના સરેઆમ લીરેલીરા જ નથી ઉડાવતો, પરંતુ એ પણ સ્પષ્ટ કરે છે કે ઈરાન હવે તેના પડોશી આરબ દેશોમાં હિંસા ફેલાવતા અચકાતું નથી. શાંતિના આ મહિનામાં (રમઝાન) કરવામાં આવેલી આ સૈન્ય કાર્યવાહીએ સમગ્ર ખાડી વિસ્તારને એક ખતરનાક યુદ્ધના મેદાનમાં ફેરવી દીધો છે.
10. તેલ અવીવમાં કોહરામ: રહેણાંક વિસ્તારો પર ઈરાની બેલેસ્ટિક મિસાઈલોનો કહેર
1 માર્ચ 2026ના રોજ ઈરાન દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા મોટાપાયાના બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓએ પ્રાદેશિક સંઘર્ષની આગને વધુ ભડકાવી છે. જોકે ઇઝરાયેલની ‘આયર્ન ડોમ’ સંરક્ષણ પ્રણાલીએ અનેક મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી, પરંતુ હુમલાઓની ભારે સંખ્યાને કારણે એક મિસાઈલ સુરક્ષા કવચને ભેદીને સીધી ‘બીટ શેમેશ’ ના રહેણાંક વિસ્તારમાં જઈ પડી. આ ભીષણ ધડાકાએ પળભરમાં તબાહી મચાવી દીધી, જેમાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં અને કુલ મૃત્યુઆંક 12 સુધી પહોંચી ગયો.
આ હુમલાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. જે રીતે મિસાઈલ રહેણાંક વિસ્તારમાં પડી તે સ્પષ્ટપણે દર્શાવે છે કે નિશાન સૈન્ય મથકો નહીં પરંતુ નિર્દોષ સામાન્ય નાગરિકો હતા. રમઝાન જેવા મહિનામાં કરવામાં આવેલી આ હિંસક કાર્યવાહી માત્ર માનવીય સંવેદનાઓને જ નથી હચમચાવતી, પરંતુ ઈરાન દ્વારા કરવામાં આવતા શાંતિના દાવાઓ પર પણ ગંભીર સવાલો ઉભા કરે છે.
11. અફઘાનિસ્તાનના ખોસ્ત અને પક્તિકા પર પાકિસ્તાની હવાઈ હુમલા
28 ફેબ્રુઆરી 2026ના રોજ પાકિસ્તાન એરફોર્સના લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનની સરહદ ઓળંગીને ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં ભીષણ બૉમ્બમારો કર્યો. પાકિસ્તાને આ હુમલાઓને આતંકી ઠેકાણાં વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી, પરંતુ તેની ભારે કિંમત નિર્દોષ લોકોને ચૂકવવી પડી. આ સૈન્ય ઑપરેશનમાં ઘણા નાગરિકોના જીવ ગયા, જેમાં મહિલાઓ અને માસૂમ બાળકો પણ સામેલ છે.
આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે, અફઘાન તાલિબાને આને પોતાની સંપ્રભુતાનું સીધું ઉલ્લંઘન ગણાવીને વળતી કાર્યવાહી શરૂ કરી દીધી. રમઝાનના આ પવિત્ર મહિનામાં છેડાયેલા આ જંગે સરહદી વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે, જેના કારણે હજારો પરિવારોને પોતાનો જીવ બચાવવા માટે ઘરબાર છોડીને પલાયન કરવા મજબૂર થવું પડ્યું છે. આ ઉપરાંત કાબુલની એક હોસ્પિટલમાં પાકિસ્તાને કરેલા હુમલાથી લગભગ 400થી વધુ લોકોનાં પણ મોત થયાં છે.
અન્ય ઘટનાઓની માહિતી મેળવવા અહીં ક્લિક કરો.


