Thursday, April 2, 2026
More
    Home Blog Page 865

    નિકાહના 14 દિવસ બાદ જ સબા ખાતૂને સાસરું છોડી દીધું, કારણ- ઇન્સ્ટાગ્રામ ચલાવવાની ના પાડતો હતો પતિ ઈલિયાસ: વાત પોલીસ સુધી પહોંચી

    બિહાર ખાતેથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સબા ખાતૂન નામની યુવતીએ તેના નિકાહના થોડા જ દિવસો બાદ પતિને છોડી દીધો હતો. કારણ એ છે કે તેને મોબાઈલની લત લાગી હતી અને જેના કારણે સાસરિયાં ટોકતાં રહેતા હતા અને ઝઘડો કરતા હતા. જેના કારણે તેણે તેમને છોડી દેવાનું જ મુનાસિબ માન્યું. 

    વધુ વિગતો અનુસાર, પંદરેક દિવસ પહેલાં બિહારના હાજીપુરમાં રહેતા ઈલિયાસ નામના એક શખ્સના નિકાહ એ જ ગામની સબા ખાતૂન સાથે થયા હતા. સાસરે આવ્યા બાદ પણ યુવતી મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી હતી, જેના કારણે ઈલિયાસ અને તેના પરિજનો તેની આ આદતના કારણે ત્રાસી ગયા હતા. ઘરનું ધ્યાન રાખવાનું મૂકીને સબાએ ફેસબુક-ઇન્સ્ટાગ્રામ જ ચલાવ્યા કરતાં તેના ઘરના સભ્યોએ ટોકવાનું શરૂ કર્યું હતું. 

    આ પ્રમાણ વધ્યું તો સબા તેના ઘરે જતી રહી અને એટલું જ નહીં બહેનની આંખોમાં આંસુ જોઈને તેના ભાઈએ બનેવી ઈલિયાસ પર બંદૂક પર તાણી દીધી હતી. ત્યારબાદ સ્થળ પર પહોંચેલી પોલીસે હથિયાર જપ્ત કરી લીધું હતું. ઈલિયાસની માતાનું કહેવું છે કે, તેમના પુત્રે સબાને કહ્યું હતું કે, “તું હંમેશા ફોન પાસે રાખે છે અને સોશિયલ મીડિયા પર ફોટો શૅર કર્યા કરે છે. મોબાઈલ ન રાખ.” પરંતુ સબા ન માની અને ઉપરથી ધમાલ કરી હતી. 

    સબાની માતાનું કહેવું છે કે, “ત્રણ દિવસથી મારી પુત્રી ફોન કરી રહી છે. તેનો ફોન સ્વિચ ઑફ કરી દીધો હતો. ત્યારબાદ મેં ઈલિયાસને ફોન કર્યો. તેણે મારી પુત્રી સાથે વાત ન કરાવી. મારી પુત્રીએ રડતાં-રડતાં ફોન કર્યો અને કહ્યું કે મને અહીંથી લઇ જાઓ. અમે અહીં આવ્યા તો ઇલિયાસે મારી પુત્રી સાથ મારપીટ પણ કરી. 

    આ બાબતે પોલીસનું કહેવું છે કે, થોડા દિવસ પહેલાં લાલગંજ બજારમાં ઘરના આંતરિક વિવાદના કારણે યુવતીનો ભાઈ બંદૂક લઈને ધસી આવ્યો હતો. જેની જાણકારી મળ્યા બાદ પોલીસે સ્થળ પર પહોંચીને તેની ધરપકડ કરીને જેલ મોકલી દીધો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે યુવતીના હાલમાં જ નિકાહ થયા હતા અને તે ઇન્સ્ટાગ્રામ ચલાવતી હતી અને જ્યાં પોતાની તસ્વીરો અપલોડ કરતી હતી. મુસ્લિમ પરિવાર હોવાના કારણે તેના પરિજનો રૂઢિવાદી વિચારો ધરાવતા હતા અને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરવાની મનાઈ કરવામાં આવી હતી, જેને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને તેમના પરિજનો સુધી પહોંચ્યો હતો. 

    વિપક્ષો રોદણાં રડતા રહ્યા અને દેશ આગળ વધતો રહ્યો: 7.2 ટકા રહ્યો GDP ગ્રોથ, 2013થી સૌથી સારી સ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થા

    બુધવારે (31 મે, 2023) નાણાકીય વર્ષ 2022-23ના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના આંકડા જાહેર કરવામાં આવ્યા. આ વર્ષનો GDP ગ્રોથ 7.2 ટકા જેટલો નોંધાયો, જે રિઝર્વ બેન્કના અનુમાન (7) કરતાં પણ વધારે છે. અધિકારીક ડેટા અનુસાર, જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટર દરમિયાન GDP ગ્રોથમાં નોંધપાત્ર 6.1 ટકાનો વધારો જોવા મળ્યો. તેનાથી આગલા ક્વાર્ટરમાં આ ગ્રોથ 4.4 ટકા જેટલો હતો. જેથી અંતિમ ત્રિમાસિક ગાળામાં આ ગ્રોથમાં સારો એવો વધારો થયાનું કહી શકાય. 

    એક તરફ નરેન્દ્ર મોદી સરકાર હેઠળ ભારતની GDPમાં સતત ગ્રોથ થતો જાય છે ત્યારે એ પણ જાણવું જરૂરી બને છે કે કઈ રીતે વિપક્ષો અત્યાર સુધી દેશમાં તથાકથિત ‘આર્થિક કટોકટી’નાં રોદણાં રડતા રહ્યા અને દેશમાં ભયનું વાતાવરણ બનાવીને આર્થિક મોરચે સરકારને નિષ્ફ્ળ ઠેરવવા માટે જાતજાતના આરોપો લગાવતા રહ્યા હતા. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત શપથ લીધાંની સાથે જ તેમના શાસન હેઠળ અર્થવ્યવસ્થા કેવી રહેશે તેની ‘ભવિષ્યવાણી’ વિપક્ષી નેતાઓએ શરૂ કરી દીધી હતી. 4 જુલાઈ, 2019ના એક ટ્વિટમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, સંસદમાં રજૂ કરવામાં આવેલો ઇકોનોમિક સરવે આપણી અર્થવ્યવસ્થા માટે ચિંતા સર્જાવનારો છે. GDP ગ્રોથ સ્થિર થઇ ગયો છે અને તમામ આંકડા ઈશારો કરે છે કે આપણે મંદી તરફ જઈ રહ્યા છીએ.

    31 ઓગસ્ટ, 2019ના ટ્વિટમાં  પ્રિયંકા ગાંધીએ ‘ઇકોનોમિક સ્લોડાઉન’ અને ‘ઈકોનોમી ક્રાઈસિસ’ જેવાં હેશટેગ વાપરીને મોદી સરકાર પર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે, સરકારના શાસનમાં ન GDP ગ્રોથ છે કે ન રૂપિયો મજબૂત થઇ રહ્યો છે.  

    30 નવેમ્બર, 2019ના રોજ અખિલેશ યાદવે એક કાર્ટૂન ટ્વિટ કરીને કેન્દ્રની ભાજપ સરકાર પર કટાક્ષ કરતાં લખ્યું કે, ભાજપની સરકાર GDPમાં ઘટાડાને લઈને કીર્તિમાન સ્થાપિત કરશે. 

    7મી સપ્ટેમ્બર, 2020ના રોજ TMC સાંસદ મહુઆ મોઈત્રાએ એક ટ્વિટ કર્યું, જેમાં પણ તેમણે અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર અને નાણામંત્રી પર નિશાન સાધ્યું હતું. 

    10 સપ્ટેમ્બર, 2020ના રોજ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “મોદી સરકારની નીતિઓના કારણે કરોડો નોકરીઓ ગુમાવવી પડી છે અને GDPમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. સરકારે દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે.”

    25 ફેબ્રુઆરી, 2021ના રોજ શશિ થરૂરે ટ્વિટ કરીને કહ્યું કે, મોદી સરકારમાં માત્ર ગેસ અને ઇંધણમાં જ GDP ગ્રોથ જોવા મળી રહ્યો છે. 

    1 સપ્ટેમ્બર, 2021ના રોજ શિવસેના (ઉદ્ધવ જૂથ) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરીને આંકડાઓ રજૂ કર્યા અને કહ્યું કે, સરકારે પોતાની વાહવાહી કરવાનું બંધ કરવું જોઈએ. 

    2022માં પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને રાહુલ ગાંધી સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો ભારત 2022-23માં વાર્ષિક 5 ટકા GDP ગ્રોથ પણ મેળવે તો આપણું ભાગ્ય કહેવાશે.

    હવે મૂળ વાત આવે છે. આ તમામ ‘ભવિષ્યવાણીઓ’ ખોટી ઠરી છે અને તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા બહુ સારી સ્થિતિમાં છે અને જે અનુમાન હતું તેના કરતાં ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. 

    ગત 29 મે, 2023ના રોજ અમેરિકી ફર્મ મોર્ગન સ્ટેનલીએ પ્રકાશિત કરેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કઈ રીતે છેલ્લાં 10 વર્ષમાં ભારતે આર્થિક મોરચે ઘણી સફળતા મેળવી છે અને સકારાત્મક પરિણામો મેળવીને વિશ્વમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2013થી ‘23 દરમિયાન આવેલાં મોટા બદલાવોને ટાંકીને રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કઈ રીતે ભારતમાં કોર્પોરેટ ટેક્સ 15 ટકા પર સ્થિર છે અને કઈ રીતે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. હાઇવે નિર્માણ, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ, રિન્યુએબલ એનર્જી પ્રોડક્શન, રેલવે ઇલેક્ટ્રિફિકેશન અને અન્ય અમુક ક્ષેત્રો પર મોદી સરકાર છેલ્લાં 9 વર્ષથી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ જ પ્રયાસોનાં પરિણામ આર્થિક વિકાસમાં જોવા મળી રહ્યાં છે. 

    આ ઉપરાંત, રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે કઈ રીતે ભારતમાં હાલ રેકોર્ડ GST સંગ્રહ થઇ રહ્યો છે અને UPI ક્રાંતિના કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ પણ વધી રહ્યું છે. 

    રિપોર્ટમાં આગામી દાયકામાં ભારતના આર્થિક વિકાસનું અનુમાન પણ લગાવવામાં આવ્યું અને નિષ્કર્ષરૂપે જણાવવામાં આવ્યું કે ભારત એશિયા અને ગ્લોબલ ગ્રોથ માટે એક કી-ડ્રાઈવર તરીકે ઉભરી આવશે અને આગામી દાયકામાં ભારતનો ગ્રોથ 2007થી 2011માં જે રીતે ચીનનો વિકાસ થયો હતો એ પ્રમાણેનો રહેશે. ઉપરાંત, એ પણ જણાવવામાં આવ્યું કે GDP અને અન્ય પ્રોડક્ટિવિટી ગ્રોથ અંતર ભારતના પક્ષમાં રહેશે. 

    વિપક્ષના આરોપો-પ્રહારોની વચ્ચે પણ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય અર્થવ્યવસ્થા ઘણું સારું પ્રદર્શન કરી રહી છે અને તેમાં પણ તેમના બીજા કાર્યકાળમાં નોંધપાત્ર પરિણામો જોવા મળ્યાં છે. એપ્રિલમાં GST કલેક્શન રેકોર્ડબ્રેક 1.87 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું જ્યારે મેમાં આ આંકડો 1.57 લાખ કરોડ રહ્યો. છેલ્લા 14 મહિનાથી GST કલેક્શનનો આંકડો 1.4 લાખ કરોડથી નીચે આવ્યો નથી. 

    બીજી તરફ, ભારતનો એક્સપોર્ટ પણ 14 ટકા જેટલો વધ્યો છે અને મેન્યુફેક્ચરિંગ PMI (પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ) 58.7 ટકા જેટલો નોંધાયો, જે છેલ્લા 31 મહિનામાં સૌથી વધુ છે. એપ્રિલના અંત સુધીમાં ભારતનો ફોરેક્સ રિઝર્વ 10 મહિનાના સર્વોચ્ચ સ્તરે (588.78 બિલિયન ડોલર) હતો. જ્યારે દેશનો ફુગાવાનો દર 4.7 ટકા જેટલો નોંધાયો, જે છેલ્લા 18 મહિનામાં સૌથી નીચો આંકડો છે. 

    પેસેન્જર વાહનોનો નિકાસ પણ આર્થિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. ભારતમાં વાહન ડીસ્પેચમાં એપ્રિલ 2023માં વાર્ષિક ધોરણે 13 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે કોલસા ઉપાદનનના આંકડા પણ દેશના ઔદ્યોગિક વિકાસના સૂચક છે. કોલસાનું ઉપ્તાદન ગયા વર્ષે 12 ટકા વધ્યું હતું જ્યારે મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરેરાશ 23 ટકા જેટલું વધ્યું છે. 

    દેશનો આ આર્થિક વિકાસ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા લવાયેલી આર્થિક નીતિઓ અને તેના બારીકાઇથી થતા અમલીકરણને આભારી છે. વિપક્ષો સતત ભારતમાં આર્થિક કટોકટીની આશાએ બેઠા રહ્યા અને બીજી તરફ ભારત સતત વિકાસપથ પર આગળ વધતું રહ્યું. 

    પેસેન્જર પાસેથી બળજબરીથી રિક્ષા ભાડું વસૂલ્યું, પૈસા ઝૂંટવીને મારામારી કરી: વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદના રિક્ષાચાલક અકબર ખલીફાની અટકાયત, લાયસન્સ રદ કરાશે

    અમદાવાદ શહેરમાં ભાડા માટે પેસેન્જર સાથે માથાકૂટ કરતા રિક્ષાચાલકો અવારનવાર જોવા મળે છે. પરંતુ, તાજેતરમાં એક રિક્ષાચાલકે હદ પાર કરી નાખી હતી અને પેસેન્જર સાથે મારામારી પર ઉતરી આવ્યો હતો. મુસાફરને માર મારીને બળજબરીપૂર્વક પૈસા કઢાવનારા એ અમદાવાદના રિક્ષાચાલકની અટકાયત કરવામાં આવી છે. શહેરની ટ્રાફિક પોલીસે ડ્રાઈવરની રિક્ષા ડિટેઈન કરીને ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરી છે. ડ્રાઈવરની ઓળખ અકબર મુમતાઝ હુસૈન ખલીફા તરીકે થઈ છે.

    સોશિયલ મીડિયામાં વિડીયો થયો હતો વાયરલ

    વાસ્તવમાં અમદાવાદના રિક્ષચાલકનીઅટકાયત પાછળ એક વાયરલ વિડીયોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગઈકાલે બુધવારે (1 જૂન, 2023) સોશિયલ મીડિયા પર એક વિડીયો શૅર કરવામાં આવ્યો હતો જેમાં રિક્ષાચાલકની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી હતી.

    વિડીયોમાં દેખાય છે કે, કાલુપુર રેલવે સ્ટેશનથી પેસેન્જર લઈને નીકળેલો રિક્ષા ડ્રાઈવર તેને રસ્તામાં ઉતારી બળજબરીપૂર્વક પૈસા પડાવે છે. એટલું જ નહીં, પેસેન્જરના હાથમાંથી પૈસા ઝૂંટવીને તેને માર મારે છે. આ વાયરલ વિડીયો પોલીસના હાથે લાગ્યા બાદ ડ્રાઈવર તેમજ રિક્ષાની ડીસીપી ટ્રાફિક પૂર્વ સ્કવોડના માણસો દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ડ્રાઈવર મોહનલાલની ચાલી રાજપુર ગોમતીપુરનો હોવાનું માલૂમ પડ્યું હતું.

    રિક્ષાચાલકનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી

    પોલીસ રિક્ષાચાલકના ઘરે પહોંચી હતી જ્યાં અકબર મુમતાઝ હુસૈન મળી આવ્યો હતો. ત્યારબાદ રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી તેમજ તેનું ડ્રાઈવિંગ લાયસન્સ અને પરમિટ રદ કરવા માટે આર.ટી.ઓ. અધિકારીને રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આરોપી વિરુદ્ધ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે અટકાયતના પગલાં પણ લેવામાં આવ્યા છે. બીજી તરફ વિડીયોમાં દેખાતા પેસેન્જરની પણ પોલીસ તપાસ કરી રહી છે.

    અન્ય એક કિસ્સામાં હર્ષ સંઘવીએ કરી હતી ટ્વીટ

    ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલમાં પણ રીક્ષાચાલકની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો હતો જેની નોંધ ખુદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી હતી. અમદાવાદના રીક્ષાચાલકે એક ટુરિસ્ટ પાસેથી સાડા પાંચ કિમીની મુસાફરીનું રૂ. 647 ભાડું વસૂલ્યું હતું અને ધમકી પણ આપી હતી. જે બાદ ટુરિસ્ટે પોતાનો કડવો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ટ્વીટના રિપ્લાયમાં હર્ષ સંઘવીએ માફી માગતા તપાસની ખાતરી આપી હતી.

    મણિપુર હિંસાની તપાસ માટે ખાસ સમિતિની રચના, રિટાયર્ડ હાઈકોર્ટ જજના હાથમાં રહેશે કમાન: ગૃહમંત્રી અમિત શાહનું મહત્વનું નિવેદન, કહ્યું- ‘રાજ્યમાં સ્થિતિ હવે નિયંત્રણમાં’

    ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં બે જૂથો વચ્ચેની હિંસાને પગલે છેલ્લા કેટલાય દિવસોથી અજંપાભર્યો માહોલ સર્જાયો છે. હવે મણિપુર હિંસા મામલે ગૃહમંત્રી અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું છે કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સ્તરના રિટાયર્ડ જજ હિંસાની તપાસ કરશે. તો કેન્દ્રીય ગૃહમંત્રીએ પીડિત પરિવારોને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

    મણિપુર હિંસા મામલે ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે (1 જૂન, 2023) ઇમ્ફાલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મણિપુરમાં હિંસા મામલે સ્પેશિયલ CBIની ટીમ તપાસ કરી રહી છે અને તેમના પર દેખરેખ રાખવા માટે કેન્દ્ર સરકારે રિટાયર્ડ હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ એક શાંતિ સમિતિની રચના પણ કરવામાં આવશે.”

    અમિત શાહે કહ્યું કે, “મણિપુરમાં હિંસાની ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ઘણી એજન્સીઓ કામ કરી રહી છે. તો હિંસાની છ ઘટનાઓ એવી છે, જેમાં ષડ્યંત્ર હોવાની આશંકા છે. આ મામલે ઉચ્ચ સ્તરીય CBIની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. આ તપાસ નિષ્પક્ષ હોય એની અમે ખાતરી કરશું.”

    પીડિત પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળશે 5-5 લાખની સહાય

    હિંસામાં ભોગ બનેલા પીડિતોના પરિવારને વળતર આપવાની પણ ગૃહમંત્રીએ ખાતરી આપી હતી. તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 5-5 લાખનું વળતર આપવામાં આવશે. આ દરમિયાન ગૃહમંત્રીએ તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અફવાઓ પર ધ્યાન ન આપો. હવે રાજ્યમાં સ્થિતિ સામાન્ય છે.

    પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે જણાવ્યું હતું કે, “રાજ્યમાં જે લોકો હિંસાનો ભોગ બન્યા છે તેમના માટે 20 ડોક્ટરો સહિત તબીબી નિષ્ણાતોની આઠ ટીમો મોકલવામાં આવી છે.”

    ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં હિંસાથી પ્રભાવિત લોકો રસ્તા પર આવી ગયા છે અને ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ગૃહમંત્રીએ આ અંગે કહ્યું હતું કે, 15 પેટ્રોલ પંપ દિવસ-રાત ખુલ્લા રહેશે અને રેલવે દ્વારા પણ મણિપુરમાં સપ્લાય શરુ કરી દેવામાં આવશે. ખોંગસાંગ રેલવે સ્ટેશન પર એક કામચલાઉ પ્લેટફોર્મ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે એટલે રેલવે સેવા પુનઃ શરુ થઈ જશે. આ રીતે રાજ્યમાં જે પણ વસ્તુઓની અછત સર્જાઈ છે તે પૂર્ણ થશે.”

    રાજ્યની ચાર દિવસીય મુલાકાતે પહોંચેલા અમિત શાહે કહ્યું હતું કે, “29 એપ્રિલ, 2023ના રોજ મણિપુર હાઈકોર્ટના નિર્ણયને કારણે રાજ્યમાં બે જૂથો વચ્ચે હિંસા શરૂ થઈ હતી, જોકે હવે બધું નિયંત્રણમાં છે.” અધિકારીઓના જણાવ્યા મુજબ, હિંસામાં અત્યાર સુધીમાં 80 થી વધુ લોકો માર્યા ગયા છે.

    MPમાં દમોહની ગંગા જમના સ્કૂલ, જ્યાં હિંદુ-જૈન વિદ્યાર્થિનીઓને ‘હિજાબ’ પહેરાવાયો, ત્યાં પ્રાર્થનામાં પણ થાય છે ‘દુઆ’: મધ્યપ્રદેશ સરકારે તપાસના આદેશ આપ્યા

    આજકાલ મધ્યપ્રદેશના દમોહમાં એક ખાનગી શાળા વિવાદમાં છે. આ શાળાનું નામ છે- ગંગા જમના સ્કૂલ. આ શાળાના ટોપર બાળકોનું એક પોસ્ટર વાયરલ થયું છે. જેમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પણ હિજાબમાં જોવા મળી છે. આ કથિત ‘સ્કાર્ફ’ સ્કૂલ ડ્રેસનો ભાગ હોવાનું કહેવાય છે. આ વિવાદ બાદ મધ્યપ્રદેશ સરકારે તપાસના આદેશ આપ્યા છે. સાથે જ હિંદુવાદી સંગઠનો શાળાનું રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ કરી રહ્યા છે.

    મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ 31 મે, 2023ના રોજ ભોપાલમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું હતું કે, “દમોહની ગંગા જમના સ્કૂલમાં હિંદુ છોકરીઓને હિજાબમાં બતાવવાના મામલાની જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી છે. મામલાની ગંભીરતાને જોતા પોલીસ અધિક્ષકને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.”

    પ્રાર્થનામાં કરાય છે દુઆ

    દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, આ શાળાની પ્રાર્થનામાં ‘દુઆ’ પણ સામેલ છે. તેના ગીતો આ પ્રમાણે છે- ‘લબ પે આતી હૈ દુઆ બનકર તમન્ના મેરી, ઝિંદગી હો શમા કી સૂરત ખુદાયા મેરી.’ સંબંધીઓને દુઆ વિશે ખબર નથી. પરંતુ શાળાના ડાયરેક્ટરનું કહેવું છે કે આ એક સામાન્ય પ્રક્રિયા છે અને આ પ્રાર્થના બાળકો માટે છે.

    રિપોર્ટમાં વાયરલ પોસ્ટરમાં જોવા મળેલી વિદ્યાર્થિની રૂપાલી સાહુને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સ્કૂલના ડ્રેસ કોડમાં સલવાર, કુર્તા અને સ્કાર્ફનો સમાવેશ થાય છે. આ સ્કાર્ફને હિજાબ કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું છે કે શાળામાં શિક્ષણ અન્ય સ્થળો જેવું છે. કોઈ ચોક્કસ ધર્મનો ઉલ્લેખ નથી. પ્રાર્થનામાં રાષ્ટ્રગીતની સાથે સાથે દુઆ પણ કરવામાં આવે છે. રૂપાલીની માતા લીલાવતી સાહુ પણ કહે છે કે ડ્રેસમાં દુપટ્ટો સામેલ છે. પરંતુ પહેરવું ફરજિયાત નથી. તેમના કહેવા પ્રમાણે, તેમણે પેરેન્ટ્સ મીટિંગમાં ક્યારેય કોઈ ધાર્મિક મુદ્દો જોયો નથી.

    દમોહની ગંગા જમના સ્કૂલ સંકુલના ડાયરેક્ટર ઈદ્રેશ ખાનનું કહેવું છે કે હિજાબ માથાથી પગ સુધી છે. જેને હિજાબ કહેવામાં આવે છે તે સ્કાર્ફ છે. ડ્રેસ કોડને કારણે બાળકો તેને પહેરીને આવે છે. પરંતુ તેને પહેરવું ફરજિયાત નથી. નિયામકનું એમ પણ કહેવું છે કે 2010થી ચાલતી આ શાળા લઘુમતી ક્વોટાથી માન્ય છે. પરંતુ તેઓ બધા ધર્મના બાળકોને પ્રવેશ આપે છે.

    NCPCR અધ્યક્ષ પ્રિયંકા કાનુન્ગોએ તપાસની કરી માંગ

    30 મે, 2023ના રોજ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના અધ્યક્ષ પ્રિયંકા કાનુન્ગોએ પણ આ બાબતે ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં એક સ્કૂલ દ્વારા હિંદુ અને અન્ય બિન-મુસ્લિમ છોકરીઓને સ્કૂલ યુનિફોર્મના નામે બળજબરીથી બુરખા અને હિજાબ પહેરાવવાની ફરિયાદ મળી છે. આ અંગે સંજ્ઞાન લેવામાં આવી રહ્યું છે અને જરૂરી કાર્યવાહી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દમોહ અને પોલીસ અધિક્ષક દમોહને સૂચના મોકલવામાં આવી રહી છે.”

    અહેવાલોમાં, દમોહ જિલ્લા મેજિસ્ટ્રેટ મયંક અગ્રવાલને કહેવામાં આવ્યું છે કે શાળાના પોસ્ટરોને લઈને કરવામાં આવી રહેલા દાવાઓની તપાસ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કોતવાલી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. તેમણે પોતાનો રિપોર્ટ આપ્યો છે. રાજ્યના ગૃહમંત્રીની સૂચના બાદ દમોહના તહસીલદારની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે.

    વધતી મુસ્લિમ વસ્તી, બાંગ્લાદેશી ઘૂસણખોરો, દારૂ-ડ્રગ્સનો ગેરકાયદે ધંધો: સાહિલ ખાને સાક્ષીની નિર્મમ હત્યા કરી એ શાહબાદ ડેરી વિસ્તારની ચોંકાવનારી વાસ્તવિકતા

    દેશમાં શ્રદ્ધા હત્યાકાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં દિલ્હીમાં 16 વર્ષીય કિશોરી સાક્ષીની હત્યાએ ફરી લોકોને હચમચાવી નાખ્યા છે. સાક્ષી હત્યાકાંડ સામે આવ્યા બાદ આખો સમાજ આરોપી સાહિલ ખાન પર ફિટકાર વરસાવી રહ્યો છે. હત્યા કેટલી ક્રૂરતાથી કરવામાં આવી હતી એ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. જે સ્થળે આ નિર્મમ હત્યા કરવામાં આવી ત્યાં કેવો માહોલ છે? આસપાસનો સમાજ કેવો છે? પોલીસ-વહીવટદારોનું આ અંગે શું કહેવું છે? આ તમામ વિગતો જાણવા ઑપઇન્ડિયાની ટીમ શાહબાદ ડેરી પહોંચી હતી.

    સાક્ષી હત્યાકાંડ સામે આવ્યા બાદ અમે શાહબાદ ડેરીના એ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં સાહિલે સાક્ષીની હત્યા કરી હતી. ત્યાં આસપાસ નજર કરતાં એક ગેરકાયદેસર મઝાર પર અમારું ધ્યાન ગયું. આ ઉપરાંત, હત્યાના સ્થળની બિલકુલ સામે 200 મીટરના અંતરે આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું કાર્યાલય છે.

    ગેરકાયદેસર મઝાર ઉપરાંત આસપાસના માહોલને જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે અહીં સરકારી તંત્ર નબળું છે. સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં અમને જાણવા મળ્યું કે સરકાર કઈ-કઈ જગ્યાએ નિષ્ફળ રહી છે. આ વિસ્તારમાં ખુલ્લેઆમ થતા ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સના ધંધાને લઈને સ્થાનિકો સરકાર અને પોલીસ પર રોષે ભરાયા છે. આ વિસ્તારમાંથી જ અમને એક સ્થાનિક પત્રકાર મળ્યા જેમનું નામ છે- દેવ સિંહ.

    પત્રકાર દેવ સિંહ ‘તેજ T24 ન્યૂઝ’ માટે કામ કરે છે. જ્યાં સાક્ષીની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી દેવ સિંહનું ઘર લગભગ 2 કિલોમીટર દૂર છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં દેવે સાક્ષીની હત્યા ઉપરાંત આ વિસ્તારમાં લવ જેહાદના અન્ય મામલાથી લઈને મુસ્લિમ વસ્તી અને ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોની માહિતી આપી હતી.

    દેવ સિંહે કહ્યું કે, “અહીં ધીમે-ધીમે મુસ્લિમોની વસ્તી વધી રહી છે. આ લોકો જે મસ્જિદ અને મદરેસામાં નમાજ પઢવા જાય છે, ત્યાં તેમને આ બધી તાલીમ અપાય છે. આ વિસ્તારમાં ગેરકાયદે થતા ધંધામાં બાંગ્લાદેશી મુસ્લિમો પણ સામેલ છે.”

    સરકારી જમીન-પાર્ક પર ગેરકાયદેસર કબજો

    દેવ સિંહે કહ્યું કે, શાહબાદ ડેરી વિસ્તારના અડધાથી વધુ બગીચાઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. લોકો માટે ચાલવાની કે ફરવાની કોઈ જગ્યા બચી નથી. આ વિસ્તારમાં ઘણાં મોટા-મોટા બગીચાઓ છે, પરંતુ ગેરકાયદેસર કબજાને કારણે લોકોને તેનો ફાયદો નથી મળતો. તેમને ફરવા માટે દૂર સુધી જવું પડે છે.

    પત્રકારે એવું પણ જણાવ્યું કે, જ્યારે આ વિસ્તારની યુવતીઓ બહાર હરવાફરવા જાય છે ત્યારે તેમની છેડતી કરવામાં આવે છે. નજીકમાં આવેલા બગીચાઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું છે એટલે આવી સ્થિતિમાં બાળકો ક્યાં રમવા જાય?

    ગેરકાયદેસર દારૂ, ડ્રગ્સ, અફીણનો અડ્ડો બન્યો છે શાહબાદ ડેરી વિસ્તાર

    દેવ સિંહે પોલીસ અને વહીવટતંત્ર પર નિશાન સાધતા કહ્યું કે, “શાહબાદ ડેરી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂથી લઈને ડ્રગ્સ, અફીણ બધું જ સરળતાથી મળી રહે છે. સ્થાનિક લોકો ઉપરાંત બાંગ્લાદેશી ઘૂસણખોરો પણ ડ્રગ્સ અને દારૂના ધંધામાં સામેલ છે.”

    દેવનું કહે છે કે, મીડિયામાં આ ગેરકાયદે ધંધાના સમાચાર આવે તો એક-બે જગ્યાએ દરોડા પડે છે, પણ આ ધંધો તો ચાલુ જ રહે છે. શાહબાદ ડેરીથી લઈને રોહિણી સેક્ટર-25, સેક્ટર-26, સેક્ટર-27 અને તમામ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો ગેરકાયદે દારૂ, ડ્રગ્સ અને સટ્ટાબાજીનો ધંધો કરે છે. થોડા દિવસો પહેલાં નાર્કોટિક્સ સેલ દ્વારા આ વિસ્તારમાંથી 35 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

    માત્ર સાક્ષી જ નહીં, અન્ય યુવતીઓ પણ બની છે લવ જેહાદનો શિકાર

    સાક્ષી હત્યાકાંડ અંગે એવી જાણકારી સામે આવી છે કે સાહિલ ખાન ઘણીવાર હાથ પર રક્ષા સૂત્ર બાંધતો હતો જેથી સાક્ષી તેને હિંદુ સમજતી હતી. દેવે એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે સાક્ષીને બાદમાં સાહિલના ધર્મ વિશે ખબર પડી ગઈ હશે. એ પછી સાક્ષીએ સાહિલથી દૂર રહેવાનું શરુ કર્યું હશે જેથી ઉશ્કેરાયેલા સાહિલે સાક્ષીની નિર્મમ હત્યા કરી નાખી.

    સાક્ષી ઉપરાંત શાહબાદ ડેરી વિસ્તારમાં લવ જેહાદની બીજી ઘટનાઓ થઈ છે કે નહીં એ પ્રશ્નના જવાબમાં દેવ સિંહે બે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ કેસ જૂના છે એટલે દેવને પીડિતા કે આરોપીઓના નામ યાદ નથી પરંતુ આ ઘટનાઓ સેક્ટર-25 (રોહિણી) અને સેક્ટર-27માં બની હતી. જ્યાં એક કિસ્સામાં લવ જેહાદનો એન્ગલ સામે આવ્યો હતો તો બીજા કિસ્સામાં એકતરફી પ્રેમમાં યુવકે યુવતીની હત્યા કરી નાખી હતી.

    AAPની કેજરીવાલ સરકાર દિલ્હીને સુરક્ષિત બનાવવામાં નિષ્ફળ

    દિલ્હીમાં શીલા દીક્ષિત મુખ્યમંત્રી હતા ત્યારે અને કેજરીવાલે સરકાર બનાવ્યા બાદ ભ્રષ્ટાચાર અને રેપ કેપિટલ કહેવાતા દિલ્હીમાં કોઈ જ પરિવર્તન નથી આવ્યું તેવું પત્રકાર દેવ સિંહનું કહેવું છે. રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે દેવ સિંહે કહ્યું કે, “દિલ્હીમાં જે સ્થિતિ પહેલાં હતી, તે આજે યથાવત છે. અહીં અવારનવાર ગૌહત્યા થાય છે. આ દેશમાં યોગી રાજ આવે એ સૌથી સારું છે. જ્યાં સુધી દેશમાં બાંગ્લાદેશી અને આવા ગુનાહિત માનસ ધરાવતા લોકો છે, ત્યાં સુધી દેશમાં ગુનાઓની સંખ્યા વધતી રહેશે.”

    બુલેટ ટ્રેન, એનર્જી પાર્ક, એસ્ટોલ પ્રોજેક્ટ, યાત્રાધામોનો વિકાસ….: 9 વર્ષમાં મોદી સરકારે ગુજરાતને આપી અનેક ભેટ, કચ્છથી લઈને ઉમરગામ સુધી હજારો કરોડનાં કામ થયાં

    તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રની ભાજપ સરકારે સત્તામાં 9 વર્ષ પૂર્ણ કર્યાં. 26 મે, 2014ના દિવસે નરેન્દ્ર મોદીએ પહેલી વખત વડાપ્રધાન પદે શપથ લીધા હતા. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ જંગી બહુમતીએ જીત મેળવીને સત્તા ટકાવી રાખી અને 30 મે, 2019ના દિવસે ફરી એક વખત શપથ લીધા. મંગળવારે જ તેમની સરકારના બીજા કાર્યકાળનાં 4 વર્ષ પૂર્ણ થયાં. 

    આમ તો પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે બધાં જ રાજ્યોમાં વિકાસ પહોંચતો કર્યો અને એ જ કારણ છે કે આજે દેશ સામૂહિક રીતે પ્રગતિ કરી રહ્યો છે. પરંતુ ગુજરાતની વાત કરીએ તો અહીં પણ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખાસ્સી અસર પડી અને જે કામો ભૂતકાળની કોંગ્રેસ સરકાર દરમિયાન અટક્યાં હતાં એ તો થયાં જ પરંતુ મોદી સરકાર તરફથી અન્ય પણ અનેક પ્રોજેક્ટ્સ ગુજરાતને મળતા રહ્યા. 

    સરદાર સરોવર ડેમના કામમાં પ્રગતિ 

    પોતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદી સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ માટે સતત લડતા રહ્યા પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકારે પૂરતો સહયોગ આપ્યો ન હતો. 2014માં વડાપ્રધાન બન્યાના 17 દિવસમાં જ પીએમ મોદીએ સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ 2016માં આ તમામ દરવાજા લગાવી દેવાયા અને 15 સપ્ટેમ્બર, 2019ના દિવસે સરદાર સરોવર તેની સંપૂર્ણ સપાટીએ (138.68 મીટર) છલકાયો અને તેની સાથે મોદી સરકારે ગુજરાતને આપેલું એક વચન પણ પૂર્ણ થયું અને ગુજરાતનું અને ગુજરાતીઓનું એક મોટું સપનું સાકાર થયું. 

    દેશની પ્રથમ બુલેટ ટ્રેન પણ ગુજરાતમાં 

    મોદી સરકાર તરફથી ગુજરાતને મળેલી બીજી મોટી ભેટ બુલેટ ટ્રેનની છે. ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન મહારાષ્ટ્રના મુંબઈથી ગુજરાતના અમદાવાદ સુધી દોડશે. 14 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન મોદી અને જાપાનના તત્કાલીન પીએમ શિંજો આબેએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. 

    હાલ આ પ્રોજેક્ટનું કામ તેજગતિથી ચાલી રહ્યું છે અને ગુજરાતમાં મોટાભાગનું જમીન સંપાદન પૂર્ણ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં પણ શિંદે-ફડણવીસ સરકાર આવ્યા બાદ જમીન સંપાદનમાં ઝડપ આવી છે. કોરોનાની મહામારી દરમિયાન પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ મોટાભાગે ચાલુ જ રહ્યું હતું. 

    વંદે ભારત ટ્રેન, અમદાવાદમાં મેટ્રોનો પ્રથમ તબક્કો 

    વંદે ભારત એ ભારતની સૌપ્રથમ સ્વદેશી સેમી હાઈસ્પીડ ટ્રેન છે. ગુજરાતમાં આ ટ્રેન પાટનગર ગાંધીનગરથી મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ સુધી દોડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્ટેમ્બરમાં તેનું લોકાર્પણ કર્યું હતું. મુંબઈથી ગાંધીનગરનું અંતર આ ટ્રેન માત્ર 6 કલાકમાં કાપે છે અને યાત્રીઓને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. 

    આ ઉપરાંત, સપ્ટેમ્બરમાં જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થતાં ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. સુરત શહેરમાં પણ મેટ્રોનું કામ હાલ ચાલી રહ્યું છે. જ્યારે અમદાવાદમાં બીજા તબક્કાનું કામ ગતિમાં છે. 

    સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ત્યાં સુધીની રેલ કનેક્ટિવિટી 

    કેવડિયામાં આધુનિક ભારતના શિલ્પી ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ સ્થાપવામાં આવી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન નકશામાં પોતાનું સ્થાન મેળવી રહ્યું છે અને દર વર્ષે લાખો લોકો અહીં મુલાકાતે આવે છે. જેના કારણે સ્થાનિકોને મળતા રોજગારમાં પણ વધારો થયો છે. 

    ઉપરાંત,અહીં સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે કેવડિયા ખાતે એક રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવ્યું હતું, જેનું વડાપ્રધાન મોદીએ જાન્યુઆરી, 2021માં લોકાર્પણ કર્યું હતું. આ સિવાય SoU ખાતે 12 નવાં પ્રવાસન આકર્ષણો પણ ઉમેરવામાં આવ્યાં છે.

    કચ્છમાં સ્થપાયો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક 

    કચ્છના ખાવડા ખાતે ગુજરાતનો સૌથી મોટો હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણ પામી રહ્યો છે. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર, 2020માં કર્યો હતો. તાજેતરના બજેટમાં ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 108 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આ પાર્ક દ્વારા વર્ષ 2024 સુધીમાં 30 હજાર મેગાવોટ ઉર્જા (પવન+સૌર)નું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક છે. 

    ભાવનગરમાં વિશ્વનો સૌપ્રથમ સીએનજી ટર્નિમલ પોર્ટ 

    ઓક્ટોબર, 2022માં પીએમ મોદીએ ગુજરાતના ભાવનગરમાં વિશ્વના સૌપ્રથમ CNG ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પોર્ટ 4 હજાર કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ્ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

    મોઢેરા સૂર્યગ્રામ

    ઓક્ટોબર, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેરાને દેશનું પહેલું સંપૂર્ણ સૌરઉર્જાથી સંચાલિત સૂર્યગ્રામ જાહેર કર્યું હતું. આ લોકાર્પણ દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, પીએમ મોદીએ સૂર્યગ્રામનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હવે મોઢેરામાં ઘરની ઉપર જ વીજળી પેદા થશે અને સરકારમાંથી પૈસા પણ મળશે. વીજળી મફત જ નહીં, ઉપરાંત પૈસા પણ મળે. હવે વીજળી પેદા કરનાર પણ એ જ વ્યક્તિ અને વાપરનાર પણ એ જ. જરૂરી પૂરતી વીજળી વાપરો અને બાકીની સરકારને વેચી દો. આ રીતે બિલમાંથી પણ છૂટકારો મળશે અને વીજળી વેચીને કમાણી કરીશું. 

    રાજકોટને અનેક વિકાસકામોની ભેટ 

    રાજકોટ શહેરમાં 2,500 હજાર કરોડના ખર્ચે નવું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. ફેબ્રુઆરી, 2019માં મોદી સરકાર દ્વારા આ એરપોર્ટના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષના અંત સુધીમાં તેનું કામ પૂર્ણ થઇ જશે તેવું અનુમાન છે. આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર બની રહ્યું છે. જેનાથી ગુજરાતને અને કરોડો ગુજરાતીઓને સીધો ફાયદો પહોંચશે. 

    રાજકોટમાં જ AIIMS જેવી અદ્યતન મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પણ નિર્માણ પામી રહી છે. તેનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીના હસ્તે ગત 31 ડિસેમ્બર, 2020ના રોજ થયો હતો. તેનું નિર્માણકાર્ય પણ હાલ ચાલી રહ્યું છે અને જલ્દીથી જ પૂર્ણ થઇ જવાનું અનુમાન છે. 

    રાજકોટમાં જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેતલ અનેક મકાન બનાવવામાં આવ્યાં છે. લાઈટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની યોજના છે. જે માટે ગુજરાતમાં રાજકોટને પસંદ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ અહીં 1144 આવાસો બનાવવામાં આવ્યાં છે. ખાસ ટેક્નોલોજીના ઉપયોગ થકી બનેલા આ આવાસો સસ્તાં, મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક છે. 

    યાત્રાધામોનો વિકાસ 

    અંબાજી યાત્રાધામ ખાતે આવતા શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે. આ સાથે જ ગબ્બર ખાતે રૂ.13.35 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમજ સાંસ્કૃતિક વિલેજનું પણ નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ પણ લૉન્ચ કરવામાં આવી છે.  

    પાવાગઢ ખાતે મા કાલિકા માતાના નવનિર્મિત મંદિર પર 500 વર્ષ બાદ સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે થયેલા વિકાસકાર્યોમાં, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, પણ ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ એવું જ રખાયુ છે. આ સાથે જ પાવાગઢ ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે રૂ.121 કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવા રૂપિયા 37 કરોડના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે.

    સૌરાષ્ટ્રને કાંઠે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ ખાતે પ્રવાસીઓને રહેવા માટે સુવિધાયુક્ત સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ધામમાં યાત્રિઓની સુવિધાઓ માટે અનેક વિકાસના કામો થઇ રહ્યાં છે. 

    એસ્ટોલ પ્રોજેક્ટ 

    એસ્ટોલ એ પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાંનો એક છે. જૂન, 2022માં પીએમ મોદીએ વલસાડ જિલ્લામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ એસ્ટોલ પ્રોજેક્ટ લોકાર્પિત કર્યો હતો. આ પ્રોજેક્ટથી વલસાડના પર્વતીય વિસ્તારોના અંતરિયાળ ગામડાંઓમાં રહેતા સાડા ચાર લાખ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. આ પ્રોજેક્ટ થકી દરરોજ મધુબન ડેમના લગભગ સાડા સાત કરોડ લિટર પાણીને 200 માળ જેટલી ઊંચાઈએ પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ વિશે વિગતે અહીંથી વાંચી શકશો. 

    આ સિવાય પણ છેલ્લાં નવ વર્ષમાં કેન્દ્રની મોદી સરકાર તરફથી ગુજરાતને નાની-મોટી ભેટ મળતી રહી અને રાજ્યમાં નાના-મોટા પ્રોજેક્ટ્સના શિલાન્યાસ-લોકાર્પણ અવિરત ચાલુ જ રહ્યાં અને હાલ પણ એ જ ગતિએ ચાલી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. મુખ્યમંત્રી રહેતાં તેમણે જે ‘ગુજરાત મોડેલ’ સ્થાપિત કર્યું હતું એ આજે પણ એ જ ગતિથી આગળ વધી રહ્યું છે. 

    ‘હું મુસ્લિમ છું, તને ખબર છે હું કંઈ પણ કરી શકું છું’: વડોદરાના મહંમદ હુસૈન શેખે હિંદુ પરિણીતાને ધમકાવીને દુષ્કર્મ આચર્યું, દરગાહ પર લઇ જઈને ધર્માંતરણના પ્રયાસ કર્યાનો આરોપ

    વડોદરા શહેરમાં એક હિંદુ પરિણીતાએ એક મુસ્લિમ યુવક સામે અડધી રાત્રે ઘરમાં ઘૂસીને પુત્રને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ દાખલ કરાવી છે. આરોપીની ઓળખ મહંમદ હુસૈન શેખ તરીકે થઇ છે. દુષ્કર્મ ઉપરાંત તેની ઉપર મહિલાને દરગાહ પર લઇ જઈને દાગીના ઉતરાવીને તાવીજ પહેરાવી ધર્માંતરણ કરાવવા માટેના પ્રયાસો કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, મહિલાની પાડોશમાં જ રહેતો મહંમદ હુસૈન તેના એકતરફી પ્રેમમાં પાગલ હતો અને આવતાં-જતાં તેનો પીછો કરતો હતો. તેણે એક નાના બાળક મારફતે ચિઠ્ઠીમાં પોતાનો નંબર પણ મોકલ્યો હતો પરંતુ મહિલાએ મચક ન આપતાં એક દિવસે ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ધમકી આપીને બળાત્કાર કર્યો હતો. તેના થોડા દિવસ બાદ તે મહિલાને ધમકાવીને દરગાહ પણ લઇ ગયો હતો અને ત્યાં તાવીજ પહેરાવીને ગુલાબી પાણી પણ પીવડાવ્યું હતું. 

    મામલાની વધુ વિગતો અનુસાર, આ મામલો વડોદરાના નવાપુરા વિસ્તારનો છે. અહીં અન્સારી મહોલ્લામાં રહેતો મહંમદ હુસૈન પાડોશમાં રહેતી એક પરિણીતાના પ્રેમમાં પાગલ હતો અને જ્યારે તે ઘરની બહાર નીકળતી ત્યારે તેનો પીછો કરતો હતો. તેણે એક ચિઠ્ઠીમાં પોતાનો નંબર લખીને નાના બાળક મારફતે મહિલાને મોકલીને ફોન કરવા માટે કહ્યું હતું. પરંતુ તેમ છતાં મહિલાએ કોઈ દાદ ન આપતાં એક દિવસ તેને રસ્તે રોકીને ‘ફોન નહીં કરે તો તારા પુત્રને મારી નાંખીશ’ તેમ કહીને ધમકી આપી હતી. 

    ધમકીથી ગભરાઈ ગયેલી મહિલાએ પછીથી મહંમદને ફોન કર્યો હતો. ત્યારબાદ આરોપીએ મળવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું અને અવારનવાર ફોન કરીને મહિલાને મળવા આવવા માટે કહેતો હતો અને જો તે આનાકાની કરે તો પુત્રને મારી નાંખવાની ધમકી આપતો હતો. ફરિયાદ અનુસાર, ગત 23 એપ્રિલે મહિલાનો પતિ ઘરમાં ન હોવાનું જાણતાં મહંમદ તેના ઘરે ધસી ગયો હતો અને રાત્રે 2 વાગ્યે જઈને દુષ્કર્મ આચર્યું હતું અને ફરીથી કોઈને કહેવા પર તેનાં સંતાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત, તેણે પીડિતાને એસિડ અટેકની પણ ધમકી આપી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

    દુષ્કર્મ આચર્યાની ઘટનાના 20 દિવસ બાદ મહંમદ પરિણીતાને ધમકાવીને બાઈક પર બેસાડીને વડોદરા નજીક એક દરગાહ પર લઇ ગયો હતો અને ત્યાં પીડિતાને વિશ્વાસમાં લઈને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી અને ચાંદીના ઝાંઝર ઉતરાવીને એક તાવીજ પહેરાવ્યું હતું તેમજ ગુલાબનું પાણી પણ પીવડાવ્યું હતું. આમ કરીને તેણે ધર્માંતરણ કરાવવા માટેના પ્રયાસ કર્યા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ આ ધર્માંતરણનો એન્ગલ નકારી રહી છે. પછીથી આ દાગીના મહંમદે વેચી દીધા હતા, પરંતુ કેસની તપાસ દરમિયાન પોલીસે તેને કબ્જે લઇ લીધાં હતાં. 

    હું મુસ્લિમ છું, કંઈ પણ કરી શકું છું ‘

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં નવાપુરા પોલીસ મથકના પીઆઈ એચ. એલ આહિરને ટાંકીને જણાવવામાં આવ્યું કે, પરિણીત હિંદુ મહિલાએ પોલીસને લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહંમદ હુસૈન શેખ તેને ધમકી આપતો હતો કે, “હું મુસ્લિમ છું અને હું શું કરી શકું એ તને ખબર છે. તને અને તારા છોકરાને પતાવી દઈશ.” 

    મહિલાની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે આરોપી સામે 376, 354(A) (D), 323, 506(2), 406 અને 452 હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. 

    ‘દીન સીખાઓ, બેટી બચાઓ’: વડોદરા બાદ સુરતના ખ્વાજાનગરમાં લાગ્યા વિવાદાસ્પદ બેનરો, ‘મુસ્લિમ છોકરીઓ મોબાઈલના કારણે પડી રહી છે લવ ટ્રેપમાં, મા-બાપ ઇસ્લામની તાલીમ આપે’

    સુરત શહેરના લીંબાયતના ખ્વાજાનગર વિસ્તારમાં મુસ્લિમ છોકરીઓને ટાર્ગેટ કરીને લગાવવામાં આવેલા બેનરો સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બન્યા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા ખ્વાજાનગરમાં લાગેલા બેનરો મુસ્લિમ દીકરીઓને મોબાઈલનો ઉપયોગ ન કરવા દેવાનું જણાવી રહ્યા છે. આ બેનરોમાં મોટા અક્ષરે ‘ક્યા કરતી હૈ બહેન/બેટી મોબાઈલ મેં?’ એવું લખવામાં આવ્યું છે.

    ‘દીન સીખાઓ, બેટી બચાઓ’

    ખ્વાજાનગરમાં લાગેલા બેનરો મુસ્લિમ લોકોને એવું સૂચન આપી રહ્યા છે કે ઘરની બહેન/દીકરીઓને મોબાઈલ ન વાપરવા દેવો કારણ કે, તે દીન એટલે કે મઝહબની વિરુદ્ધ છે. ઘરના મા, બાપ, ભાઈએ ઘરની દીકરીઓને દીન શીખવવો જોઈએ અને દીકરીઓને બચાવવી જોઈએ. બેનરોમાં કહેવામાં આવ્યું છે કે, ‘દીનથી દૂરી છે એટલે જ આપણી દીકરીઓ મુર્તદ (ઇસ્લામ ત્યાગી) બની રહી છે. આ માટે મા, બાપ, ભાઈ જવાબદાર છે જેમણે ક્યારેય ધ્યાન નથી આપ્યું. દીન સીખાઓ, બેટી બચાઓ.’

    બેનરોમાં ‘લવ ટ્રેપ’ શબ્દનો ઉલ્લેખ

    ખ્વાજાનગરમાં લાગેલા બેનરોમાં જોઈ શકાય છે કે, યુવતી મોબાઈલનો ઉપયોગ કરી રહી છે અને તેને ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ન કરવા દેવો એવું કહેવામાં આવ્યું છે. તેની તેની એક બાજુ મુસ્લિમ મા-બાપનું ચિત્ર છે, તો બીજી બાજુ ‘લવ ટ્રેપ’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે, મુસ્લિમ છોકરીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ‘લવ ટ્રેપ’માં ફસાઈ રહી છે તેવું બેનરો કહે છે.

    વડોદરામાં પણ લગાવવામાં આવ્યા હતા આ પ્રકારના બેનરો

    ઉલ્લેખનીય છે કે, બેનરોમાં મુસ્લિમ છોકરીઓ મોબાઈલનો ઉપયોગ કરતી હોવાને કારણે મઝહબથી દૂર જતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મુસ્લિમ મા-બાપને દીકરીઓને દીન અંગેની તાલીમ આપીને તેમને બચાવવાની વાત કરવામાં આવી છે. આ બેનરો કોણે અને ક્યારે લગાડ્યા એ અંગે સ્થાનિકોને કોઈ જાણકારી નથી. અત્રે નોંધનીય છે કે, બે-ત્રણ દિવસ પહેલાં વડોદરાના એક વિસ્તારમાં પણ આ જ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા હતા.

    અહેવાલ અનુસાર, આ બેનર વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘દીનથી દૂરી છે એટલે જ આપણી દીકરીઓ મુર્તદ થઈ રહી છે, પોતાનું ઈમાન ખોઈ બેસે છે. શું કરે છે બહેન/દીકરીઓ મોબાઈલમાં? મા/બાપ/ભાઈ આ માટે જવાબદાર છે કારણકે તેમણે ધ્યાન આપ્યું નથી.’

    એ પછી તુલસીવાડી વિસ્તારમાંથી આ બેનર હટાવી લેવામાં આવ્યું હતું. જોકે, નાગરવાડા અને હાથીખાના વિસ્તારમાં હજુ પણ આવા પોસ્ટરો લાગેલા છે. તેમાં પણ ‘લવ ટ્રેપ’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    ઇન્દોરમાં ‘ભગવા લવ ટ્રેપ’ અંગેના પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા

    પાછલા દિવસોમાં મધ્ય પ્રદેશમાં ઇન્દોરની એક મસ્જિદ બહાર વિવાદાસ્પદ પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા હતા, જેમાં મુસ્લિમ યુવતીઓને સંબોધિત કરતું લખાણ વાંચવા મળ્યું હતું. પેમ્ફલેટમાં ઇસ્લામી યુવતીઓને ‘ભગવા લવ ટ્રેપ’માં ન ફસાવાની સલાહ આપવામાં આવી હતી. તેમાં આરએસએસ અને બજરંગ દળ પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ દર વર્ષે દસ લાખ મુસ્લિમ છોકરીઓને કાફિર બનાવે છે. આ મામલે 10 લોકો સામે એફઆઈઆર થઈ હતી.

    વાપીમાં રીક્ષાચાલક આરીફ મોહંમદે મહિલાની કરી છેડતી અને કહ્યું- ‘પોલીસ કાંઈ ઉખાડી નહિ લે’: વલસાડ પોલીસે ઝડપી પાડતા 4 વાર પાટલુન કરી ભીની, વિડીયો વાઇરલ

    હાલમાં સોશિયલ મીડિયામાં વાપીથી બે વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યા છે. જેમાં એક વિડીયો બુધવાર, 31 મે 2023 નો છે. જેમાં એક રીક્ષાચાલક આરીફ કોઈ સામાન્ય બોલાચાલીમાં એક મહિલાની છેડતી કરે છે અને અભદ્ર ભાષામાં પોલીસ પર પણ ટિપ્પણી કરે છે. જે બાદ 1લી જૂનનો એક વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે પોલીસમાં હાથમાં ઝડપાયેલો જોવા મળી રહ્યો છે.

    અહેવાલો મુજબ વાપીના ગીતાનગરમાં રેલવે સ્ટેશન નજીક બુધવારે રીક્ષામાં પેસેન્જર ભરવાના મુદ્દે ચાલકે મહિલા રીક્ષા ચાલક સાથે બિભત્સ ભાષાનો ઉપયોગ કરી ધાકધમકી આપી હતી. લોકોએ ચાલકને સમજાવવા છતાં ગેરવર્તણૂંક કરતા તેને પોલીસ મથકે લઇ જવાયો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો.

    પ્રાપ્ત માહિતિ અનુસાર બુધવાર સવારે રીક્ષા સ્ટેન્ડ પર મહિલા રીક્ષાચાલક પેસેન્જર ભરી રહ્યા હતા. તે જ સમયે અન્ય રીક્ષાચાલક આરીફ મોહંમદ આબુસાદ સૈયદે પેસેન્જર ભરવાના મુદ્દે તેમની સાથે બોલાચાલી કરી હતી. આરીફે તમામ હદ વટાવી મહિલાને બિભત્સ ગાળો આપી અભદ્ર શબ્દો પણ વાપર્યા હતા.

    મહિલા ચાલકે પોતાના મોબાઈલમાં વિડીયો લેવાનું શરૂ કરતા આરીફ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાનું પેન્ટ નીકળવા માંડ્યો હતો. પેન્ટનું બટન ખોલીને તેણે મહિલાને કહ્યું કે, “લે… આનો પણ વિડીયો લઇ લે. અને બતાવી દેજે પોલીસને. પોલીસ પણ મારુ કાંઈ ઉખાડી નહિ લે. પોલીસવાળા તો કાંઈ બહુ મોટી ટોપ છે?”

    એટલામાં લોકો ભેગા થઇ જતા આરીફને નજીકના પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જ્યાં મહિલા રિક્ષાચાલકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

    પોલીસે ધરપકડ કરતા આરીફે ત્રણવાર પાટલુન ભીંજવ્યું

    પોલીસે ધરપકડ કર્યા બાદ આરીફ સામે કાર્યવાહી કરી હતી. જે બાદ પોલીસ તેને ફરી ઘટનાસ્થળે લઇ આવી હતી જ્યાં તેને જાહેરમાં કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવીને માફી મંગાવી હતી. આ વખતનો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

    આ વખતે એક મહિલા પત્રકાર આરોપી આરીફ પાસે આવે છે અને તેને પૂછે છે કે, “આરીફ કેવો લાગ્યો પોલીસનો એક્શન મોડ? તમે તો કહેતા હતા કે પોલીસ તમારું કાંઈ નહિ બગાડી શકે? અમે સાંભળ્યું છે કે તમે 4 વાર પોતાની પાટલુન ભીનું કરી દીધું હતું.” આ સવાલો પાર આરીફ કોઈ જવાબ નથી આપતો માત્ર પોતાનું માથું હલાવ્યા કરે છે.

    મહિલા પત્રકાર આગળ પૂછે છે કે, “વલસાડ પોલીસ વિશે શું કહેવું છે તમારું? ક્યારેય કોઈ મહિલાની છેડતી કરશો? ક્યારેય કોઈ પોલીસવાળાને અંડરએસ્ટિમેટ કરશો?” જેના જવાબમાં આરીફે માત્ર “ના” માં જ જવાબ આપ્યો હતો.

    હાલમાં આ બંને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યા છે. નેટિઝન્સ તેના પર પોતાના વિચારો પણ મૂકી રહ્યા છે.