Thursday, November 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘RSS-બજરંગ દળ દર વર્ષે 10 લાખ મુસ્લિમ છોકરીઓને કાફિર બનાવે છે': ઈન્દોરમાં...

    ‘RSS-બજરંગ દળ દર વર્ષે 10 લાખ મુસ્લિમ છોકરીઓને કાફિર બનાવે છે’: ઈન્દોરમાં મસ્જિદ બહાર હિંદુ વિરોધી પેમ્ફલેટ વહેંચાતા વિવાદ, 10 લોકો સામે FIR

    પેમ્ફલેટ પર તેને છપાવનારનો કે પ્રિન્ટિંગ પ્રેસનો કોઈ ઉલ્લેખ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, 10 અજાણ્યા લોકો સામે આઈપીસીની કલમ 153-A હેઠળ FIR નોંધવામાં આવી છે અને આરોપીઓની ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક દિવસોમાં દેશના જુદા-જુદા ભાગોમાંથી એવી ઘટનાઓ સામે આવી છે જેમાં મુસ્લિમ છોકરીઓ સાથે હિંદુઓને જોઈને તેમને ઇસ્લામી કટ્ટરપંથી સમૂહ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હોય. હવે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક મસ્જિદ પાસે હિંદુ વિરોધી પેમ્ફલેટ વહેંચવાનો મામલો સામે આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને બજરંગ દળ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ મુસ્લિમ છોકરીઓને કાફિર બનાવવાનું ષડ્યંત્ર ચલાવે છે. પેમ્ફલેટમાં આ ષડ્યંત્રને ‘ભગવા લવ ટ્રેપ’ નામ આપવામાં આવ્યું છે.

    આ હિંદુ વિરોધી પેમ્ફલેટ મુસ્લિમ છોકરીઓને ઉદ્દેશીને છાપવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “તારા ઈમાનની કિંમત 7 જમીન અને 7 આકાશ કરતાં પણ વધારે છે. તારી ઈજ્જત આખી દુનિયાના મુસલમાનોના જીવથી પણ કિંમતી છે. તું પોતાના વાલિદ અને ભાઈનું ગૌરવ છે. તું પોતાના ખાનદાનની ઈજ્જત છે. તું કોઈ મામૂલી નથી બહેન, પણ તું ઈસ્લામની રાજકુમારી છે.”

    એ પછી પેમ્ફલેટમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, RSS અને બજરંગ દળ દર વર્ષે 10 લાખ મુસ્લિમ છોકરીઓને કાફિર બનાવીને તેમની ઈજ્જતના ધજાગરા ઉડાડવા માગે છે. તો મહારાષ્ટ્રના અમરાવતીમાં 800થી વધુ મુસ્લિમ છોકરીઓ કાફિર થયાનો દાવો પણ તેમાં કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    પેમ્ફલેટમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે)ના માધ્યમથી શાળા અને કોલેજોમાં મુસ્લિમ છોકરીઓને ફસાવવામાં આવે છે. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “બહેન તું આનો શિકાર ન બનજે. તું ભગવા લવ ટ્રેપમાં ન પડજે. થોડા દિવસોનો ખોટો આનંદ, ભેટ-સોગાદો અને પૈસાની લાલચમાં આવીને પોતાની દુનિયા અને આખિરતને ખરાબ ન કરજે. જો તારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પાછી આવી જા, તારો ભાઈ મદદ માટે તૈયાર છે. અલ્લાહ તારા ઈમાન, ઈજ્જત અને આબરૂની રક્ષા કરે, આમીન.”

    દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, મંગળવાર 23 મે, 2023ની રાત્રે એક મહિલા હિંદુ સંગઠનના લોકો સાથે પેમ્ફલેટ લઈને રાવજી બજાર પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેમણે પોલીસને જણાવ્યું કે, હિંદુઓને કાફિર કહીને રાવજી બજાર ક્ષેત્રમાં કલાલકુઈ મસ્જિદ પાછળ આ પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    પેમ્ફલેટ પર તેને છપાવનારનો કે પ્રિન્ટિંગ પ્રેસનો કોઈ ઉલ્લેખ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, 10 અજાણ્યા લોકો સામે આઈપીસીની કલમ 153-A હેઠળ FIR નોંધવામાં આવી છે અને આરોપીઓની ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં