Friday, April 26, 2024
More
    હોમપેજસંપાદકની પસંદવાપીમાં રીક્ષાચાલક આરીફ મોહંમદે મહિલાની કરી છેડતી અને કહ્યું- 'પોલીસ કાંઈ ઉખાડી...

    વાપીમાં રીક્ષાચાલક આરીફ મોહંમદે મહિલાની કરી છેડતી અને કહ્યું- ‘પોલીસ કાંઈ ઉખાડી નહિ લે’: વલસાડ પોલીસે ઝડપી પાડતા 4 વાર પાટલુન કરી ભીની, વિડીયો વાઇરલ

    પોલીસે ધરપકડ કર્યા બાદ આરીફ સામે કાર્યવાહી કરી હતી. જે બાદ પોલીસ તેને ફરી ઘટનાસ્થળે લઇ આવી હતી જ્યાં તેને જાહેરમાં કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવીને માફી મંગાવી હતી. આ વખતનો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

    - Advertisement -

    હાલમાં સોશિયલ મીડિયામાં વાપીથી બે વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યા છે. જેમાં એક વિડીયો બુધવાર, 31 મે 2023 નો છે. જેમાં એક રીક્ષાચાલક આરીફ કોઈ સામાન્ય બોલાચાલીમાં એક મહિલાની છેડતી કરે છે અને અભદ્ર ભાષામાં પોલીસ પર પણ ટિપ્પણી કરે છે. જે બાદ 1લી જૂનનો એક વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે પોલીસમાં હાથમાં ઝડપાયેલો જોવા મળી રહ્યો છે.

    અહેવાલો મુજબ વાપીના ગીતાનગરમાં રેલવે સ્ટેશન નજીક બુધવારે રીક્ષામાં પેસેન્જર ભરવાના મુદ્દે ચાલકે મહિલા રીક્ષા ચાલક સાથે બિભત્સ ભાષાનો ઉપયોગ કરી ધાકધમકી આપી હતી. લોકોએ ચાલકને સમજાવવા છતાં ગેરવર્તણૂંક કરતા તેને પોલીસ મથકે લઇ જવાયો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો.

    પ્રાપ્ત માહિતિ અનુસાર બુધવાર સવારે રીક્ષા સ્ટેન્ડ પર મહિલા રીક્ષાચાલક પેસેન્જર ભરી રહ્યા હતા. તે જ સમયે અન્ય રીક્ષાચાલક આરીફ મોહંમદ આબુસાદ સૈયદે પેસેન્જર ભરવાના મુદ્દે તેમની સાથે બોલાચાલી કરી હતી. આરીફે તમામ હદ વટાવી મહિલાને બિભત્સ ગાળો આપી અભદ્ર શબ્દો પણ વાપર્યા હતા.

    - Advertisement -

    મહિલા ચાલકે પોતાના મોબાઈલમાં વિડીયો લેવાનું શરૂ કરતા આરીફ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાનું પેન્ટ નીકળવા માંડ્યો હતો. પેન્ટનું બટન ખોલીને તેણે મહિલાને કહ્યું કે, “લે… આનો પણ વિડીયો લઇ લે. અને બતાવી દેજે પોલીસને. પોલીસ પણ મારુ કાંઈ ઉખાડી નહિ લે. પોલીસવાળા તો કાંઈ બહુ મોટી ટોપ છે?”

    એટલામાં લોકો ભેગા થઇ જતા આરીફને નજીકના પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જ્યાં મહિલા રિક્ષાચાલકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

    પોલીસે ધરપકડ કરતા આરીફે ત્રણવાર પાટલુન ભીંજવ્યું

    પોલીસે ધરપકડ કર્યા બાદ આરીફ સામે કાર્યવાહી કરી હતી. જે બાદ પોલીસ તેને ફરી ઘટનાસ્થળે લઇ આવી હતી જ્યાં તેને જાહેરમાં કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવીને માફી મંગાવી હતી. આ વખતનો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

    આ વખતે એક મહિલા પત્રકાર આરોપી આરીફ પાસે આવે છે અને તેને પૂછે છે કે, “આરીફ કેવો લાગ્યો પોલીસનો એક્શન મોડ? તમે તો કહેતા હતા કે પોલીસ તમારું કાંઈ નહિ બગાડી શકે? અમે સાંભળ્યું છે કે તમે 4 વાર પોતાની પાટલુન ભીનું કરી દીધું હતું.” આ સવાલો પાર આરીફ કોઈ જવાબ નથી આપતો માત્ર પોતાનું માથું હલાવ્યા કરે છે.

    મહિલા પત્રકાર આગળ પૂછે છે કે, “વલસાડ પોલીસ વિશે શું કહેવું છે તમારું? ક્યારેય કોઈ મહિલાની છેડતી કરશો? ક્યારેય કોઈ પોલીસવાળાને અંડરએસ્ટિમેટ કરશો?” જેના જવાબમાં આરીફે માત્ર “ના” માં જ જવાબ આપ્યો હતો.

    હાલમાં આ બંને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યા છે. નેટિઝન્સ તેના પર પોતાના વિચારો પણ મૂકી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં