Thursday, April 2, 2026
More
    Home Blog Page 864

    રથયાત્રા પૂર્વે સુરક્ષા એજન્સીઓ ઍક્શન મોડમાં: અમદાવાદના ઈસનપુર, શાહઆલમ, ચંડોળા તળાવ, દાણીલીમડામાં ગેરકાયદે રહેતા વધુ 18 બાંગ્લાદેશીઓ ઝડપાયા

    અમદાવાદ શહેરમાં ભવ્ય રથયાત્રા પહેલાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પાછલા દિવસોમાં ત્રણ બાંગ્લાદેશી ધૂસણખોરો ATSના હાથે ઝડપાયા હતા. આ બાંગ્લાદેશીઓ પર અલ-કાયદા માટે ફંડ એકત્રિત કરવાનો અને યુવકોનું બ્રેઈનવોશ કરવાનો આરોપ છે. હવે SOG ટીમ દ્વારા અમદાવાદમાં 18 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે.

    અમદાવાદમાં 18 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તેમને હાલ SOG કચેરીમાં રાખવામાં આવ્યા છે. આ તમામ પાસેથી બાંગ્લાદેશી હોવાના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. કેટલાક બાંગ્લાદેશી યુવકો વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં પણ ગેરકાયદે રહેતા હતા. બાંગ્લાદેશીઓની પૂછપરછ કરીને તેમને પરત બાંગ્લાદેશ ડીપોર્ટ કરવામાં આવશે.

    રથયાત્રા પહેલાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં ઘણાં બાંગ્લાદેશીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. રથયાત્રા પૂર્વે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓઓ એલર્ટ થઈ ગઈ છે. શંકાસ્પદ ગતિવિધિઓ અને વ્યક્તિઓ પર એજન્સીઓ ચાંપતી નજર રાખી રહી છે.

    આ રીતે પહોંચ્યા ગુજરાત

    બાંગ્લાદેશના એજન્ટો 6થી દસ હજાર રૂપિયામાં બોર્ડર ક્રોસ કરાવીને નાગરિકોને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ઘૂસાડવાનું ષડયંત્ર ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બાંગ્લાદેશની બોર્ડર ખુલ્લી હોવાના કારણે ત્યાંના લોકો રોજીરોટી માટે ભારત આવી જતાં હોય છે અને ત્યારબાદ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને રહેતા હોય છે. તેમાંથી કેટલાક લોકો આતંકી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવે છે.

    એસઓજીના એસીપી બી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશીઓને પકડવા માટેની ડ્રાઇવ ચાલી રહી છે. ઝડપાયેલા 18 બાંગ્લાદેશી યુવકોની ઉંમર 25-35 વર્ષ છે. તેઓ ઈસનપુર, શાહઆલમ, ચંડોળા તળાવ, દાણીલીમડા જેવા વિસ્તારોમાં ગેરકાયદે રહેતા હતા અને છૂટક મજૂરી કરતા હતા.

    નારોલમાં ઝડપાયા હતા ચાર બાંગ્લાદેશીઓ, અલ-કાયદાનો કરી રહ્યા હતા પ્રચાર

    21 મે, 2023ના રોજ એટીએસે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી 4 શકમંદોની ધરપકડ કરી હતી. તેમાંથી ત્રણ યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું. આ આરોપીઓ વર્ષ 2016થી પ્રતિબંધિત અલ કાયદાના સક્રિય સભ્ય હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. તેઓ યુવાનોને કટ્ટરપંથનાં પાઠ ભણાવતા હોવાનું અને આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. તેઓ ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવીને ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન અલ કાયદા સાથે સંકળાયેલું સાહિત્ય તેમજ બાંગ્લાદેશી ચલણ પણ મળી આવ્યું હતું.

    હિંમતનગરમાંથી ઝડપાયા હતા ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓ

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સાબરકાંઠાના હિંમતનગરમાં પણ ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 9 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. આ તમામ લોકો શહેરની ખાનગી ફેકટરીમાં કામ કરી રહ્યા હતા. SOGની ટીમે બાતમીના આધારે પડેલા દરોડામાં કારખાનામાંથી 9 બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ ATSની ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. એટલે આગામી દિવસમાં બીજા ઘૂસણખોરો પણ ઝડપાય તેવી આશંકાઓ સેવાઈ છે.

    ગૃહ મંત્રી અમિત શાહની એક જ ચેતવણી બાદ મણિપુરના તોફાનીઓમાં ફફડાટ: શસ્ત્રાગારોમાંથી લૂંટાયેલા 140થી વધુ હથિયારો કર્યા સરેન્ડર

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ગુરુવારે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે – શસ્ત્રાગારમાંથી શસ્ત્રો લૂંટનારાઓને – તેમને સરેન્ડર કરી દેવાની અપીલને પગલે 140 જેટલા શસ્ત્રો મણિપુર વહીવટીતંત્રને સમર્પણ કરવામાં આવ્યા છે. પોલીસના સૂત્રો તરફથી મીડિયાને જણાવાયું હતું.

    રાજ્યની તેમની ચાર દિવસીય મુલાકાતના અંતે, અમિત શાહે નાગરિકોને, જેમણે 3 મે થી 29 મે વચ્ચે પોલીસ સ્ટેશનો અને સુરક્ષા દળના કેમ્પમાંથી શસ્ત્રો લૂંટી લીધા હતા, તેઓને ગુરુવારના અંત સુધીમાં આત્મસમર્પણ કરવા માટે અપીલ કરી હતી. મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે અમિત શાહે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે ત્યારબાદ સુરક્ષા દળોની કાર્યવાહી શરૂ થશે. શુક્રવારે કોમ્બિંગ ઓપરેશન અને જે પણ હથિયારો સાથે મળી આવશે તેની સાથે કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    “ગૃહમંત્રીની અપીલ બાદ 140 જેટલા હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા છે. અમે આશા રાખીએ છીએ કે યોગ્ય સમયે વધુ આત્મસમર્પણ કરવામાં આવશે,” મણિપુરના એક અધિકારીએ જણાવ્યું હતું.

    2,000 હથિયારો ચોરાયા હતા

    અગાઉ, સત્તાવાળાઓએ પુષ્ટિ કરી હતી કે 3 મેના રોજ મુખ્યત્વે મેઇટી અને કુકી સમુદાયો વચ્ચે પ્રથમ વખત હિંસા ફાટી નીકળી ત્યારથી કેટલાક સરકારી શસ્ત્રાગારોમાંથી ટોળા દ્વારા ઓછામાં ઓછા 2,000 શસ્ત્રોની ચોરી કરવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 605 હથિયારો જ ઝડપાયા છે, આગામી દિવસોમાં આ સંખ્યા વધી શકે છે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે.

    અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં Meitei/Meetei ના સમાવેશની માંગ સામે વિરોધ કરવા માટે ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન (ATSU) દ્વારા આયોજિત રેલી દરમિયાન મણિપુરમાં 3 મેના રોજ પ્રથમ વખત હિંસા જોવા મળી હતી. 19 એપ્રિલના મણિપુર હાઈકોર્ટના આદેશના જવાબમાં રાજ્યના મેઈતેઈ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાની માંગણીના જવાબમાં આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ‘શસ્ત્રો છોડો અથવા કાર્યવાહીનો સામનો કરો’- શાહ

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે લોકોને દિવસના અંત સુધીમાં મણિપુર પોલીસ સમક્ષ શસ્ત્રો અને દારૂગોળો સરેન્ડર કરવા જણાવ્યું હતું અને જેઓ તેમ કરવામાં નિષ્ફળ જાય છે તેમની સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. ઉપરાંત તેમણે વંશીય અથડામણોથી હચમચી ગયેલા રાજ્યમાં શસ્ત્રો પુનઃપ્રાપ્ત કરવા માટે કોમ્બિંગ ઓપરેશનની જાહેરાત કરીને.

    હાથમાં ત્રિશૂળ અને ૐનું ટેટૂ, માથું કપાયેલું…: મુંબઈના દરિયાકિનારે એક ટ્રાવેલ બેગમાંથી મળી યુવતીની લાશ, તપાસ શરૂ

    મુંબઈ ખાતેના મીરા-ભાયંદર વિસ્તારના એક બીચ પરથી શુક્રવારે (2 જૂન, 2023) સવારે એક ટ્રાવેલ બેગમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આ મૃતદેહનું માથું ગાયબ છે જ્યારે મહિલાના હાથ પર ત્રિશૂળ અને ૐનું ટેટૂ જોવા મળે છે. મૃતક યુવતીની ઉંમર 25થી 30 વર્ષ વચ્ચેની હોવાનું અનુમાન છે. 

    આ લાશ મુંબઈ મીરા ભાયંદરના ઉત્તન બીચ પર મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતાં જ એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશ કબ્જે કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, એક માછીમારને બેગમાં સંદિગ્ધ ચીજ જોવા મળતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને જોતાં તેમાં એક યુવતીની માથું કપાયેલી લાશ મળી આવી હતી. 

    મહિલા કોણ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી કે ન તેની પાસેથી કોઈ ઓળખપત્ર મળી આવ્યું છે, પરંતુ તેના હાથ પર ૐ અને ત્રિશૂળનું ટેટૂ જોવા મળ્યું હતું. તેની લાશ બે ભાગમાં કાપવામાં આવી હતી. જ્યારે પોશાકમાં તેણે ટી-શર્ટ પહેરી હતી. અનુમાન છે કે કોઈએ તેની હત્યા કરીને લાશ બેગમાં ભરીને સમુદ્રમાં ફેંકી દીધી હતી. જોકે, લાશ બીજે ક્યાંકથી ફેંકવામાં આવી હતી કે અહીં જ ફેંકાઈ એ પણ એક તપાસનો વિષય છે અને હાલ પોલીસ એ જાણવાના પ્રયાસ કરી રહી છે. 

    જાણવા મળ્યા અનુસાર, તેની હત્યા ત્રણથી ચાર દિવસ પહેલાં થઇ હોવાનું અનુમાન છે. પોલીસે આ મામલે હત્યાનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને મૃતદેહની શોધખોળ માટે તજવીજ હાથ ધરી છે. જે માટે પોલીસ આસપાસનાં પોલીસ મથકોમાં તપાસ કરી રહી છે કે આ પ્રકારની કોઈ મહિલા ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે કેમ. 

    આ મામલે ઉત્તન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શૌરાજ રાણાવરેએ મીડિયાને જણાવ્યું કે, મીરા-ભાયંદરના ઉત્તન ક્ષેત્રના પાલીમાં સમુદ્ર કિનારે લાશ ભરેલી એક ટ્રાવેલ બેગ મળી આવી છે. તેની જાણ ત્યારે થઇ જ્યારે રાહગીરોએ મૃતદેહ જોઈને તરત પોલીસને જાણકારી આપી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. પોલીસે IPCની કલમ 302 (હત્યા) અને 201 (ગુનાના સબૂતો ગાયબ કરવા) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. 

    ‘…નહિ તો દિલ્હીની સાક્ષી જેવી હાલત કરીશ’: ઉદયપુરમાં મોહમ્મદ આસિફ અને તેના પરિવારે હિંદુ યુવતીને લગ્ન માટે ધર્મ બદલવા કર્યું દબાણ, વિરોધ કરવા પર આપી ધમકી

    ઉદયપુરમાં પોલીસે આરોપી યુવક મોહમ્મદ આસિફ ભુટ્ટો, તેના ભાઈ ખાલિદ અને પિતા અબ્દુલ રઝાકની હિંદુ યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરી હતી. ગુરુવારે બપોરે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવા અંબામાતા પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે ત્યાં હાજર ભીડે તેમને જોરદાર માર માર્યો હતો. બગડતા વાતાવરણને જોતા કોર્ટ પરિસરમાં વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી હતી. પોલીસની ભારે હાજરી વચ્ચે લોકોથી બચેલા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને એક દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

    અહેવાલો અનુસાર, પોલીસને પહેલાથી જ શંકા હતી, જેના કારણે પોલીસ અધિક્ષક વિકાસ શર્મા, અધિક પોલીસ અધિક્ષક મનજીત સિંહની હાજરીમાં ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા પાંચ પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી હતી.

    આરોપીઓને એસીજેએમ કોર્ટ 2 માં રજૂ કરવા લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે આરોપીએ કોર્ટમાં હાજર પીડિતા પર ટિપ્પણી કરી, જેના કારણે વકીલ અને અસીલ વચ્ચે ઉગ્ર દલીલ થઈ. લોકોએ ત્રણેય પર હાથ સાફ કર્યા અને જોરદાર માર માર્યો. ચુસ્ત ઘેરાબંધી વચ્ચે કોઈક રીતે તેનો માંડ માંડ બચાવ થયો હતો અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

    શું હતો આખો મામલો?

    22 વર્ષીય પીડિતાએ જણાવ્યું કે અયાદના રહેવાસી મોહમ્મદ આસિફ ભુટ્ટો તેને ધર્મ પરિવર્તન કરવા અને લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો. આ અંગે તેણે તેના પિતા અને ભાઈને ફરિયાદ કરતાં તે બંનેએ પણ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરવાની ચેતવણી આપી હતી.

    પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે રાજી ન થઈ ત્યારે તેણે તેને ધમકી આપી અને કહ્યું કે તે તેની લાશને દિલ્હીમાં સાક્ષી હત્યા કેસની જેમ ટુકડા કરીને તેની માતાને મોકલી દેશે. પીડિતાની ફરિયાદના આધારે બુધવારે મોડી રાત્રે આસિફ, તેના પિતા અને ભાઈની ધરપકડ કરવામાં આવી હતી.

    “હું તારા ટુકડા કરીશ અને તારી માતાને સોંપીશ. હું તારી હાલત દિલ્હીની સાક્ષી જેવી કરીશ. 31મી મેના રોજ તને મારી નાખીશ.”

    આરોપી મોહમ્મદ આસિફે પીડિતાને આપેલી ધમકી

    જણાવવામાં આવ્યું હતું કે પીડિતા ચિત્તોડગઢ જિલ્લાની રહેવાસી છે અને ઉદયપુરમાં રહીને હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે. જ્યારે આરોપી ઉદયપુરમાં જ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. પીડિતા જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે તે ધ્રૂજતી હતી.

    પીડિતાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે તે અને આરોપી મોહમ્મદ આસિફ (23) બે વર્ષથી મિત્રો હતા. મિત્રતા પછી તેણે લગ્ન માટે પૂછવાનું શરૂ કર્યું. તે હિંદુ યુવતીને ધર્મ પરિવર્તન માટે પણ વારંવાર દબાણ કરતો હતો. લગ્નની વાત પર તે કહેતો હતો કે તેણે ધર્મ બદલીને લગ્ન કરવા પડશે. આના પર તેણે મિત્રતા તોડી નાખી, પરંતુ આરોપી આસિફે તેને પછી પણ હેરાન કરવાનું ચાલુ રાખ્યું. તેણે આ અંગે કેસ દાખલ કર્યો છે.

    ઇન્સ્ટાગ્રામ લાઈવમાં હિંદુ દેવતાઓ, મહિલાઓ અને ગૌમાતા વિશે અભદ્ર ટિપ્પણી, સુરતના બજરંગ દળ કાર્યકર્તાઓએ પોલીસ સાથે મળીને એકને દબોચ્યો: FIR બાદ અન્ય બેની શોધખોળ ચાલુ

    સુરતના એક બજરંગ દળ કાર્યકર્તાએ ત્રણ ઈસમો સામે ઇન્સ્ટાગ્રામ લાઈવમાં હિંદુ ધર્મ અને ગૌમાતા વિશે અભદ્ર ભાષા વાપરવાના આરોપસર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી તો બીજી તરફ બજરંગ દળ કાર્યકર્તાઓએ તેમાંથી એકને શોધી કાઢીને પોલીસને હવાલે કર્યો હતો. 

    સુરતના બજરંગ દળ કાર્યકર્તા ફેનિલ દૂધવાળાએ સચિન GIDC પોલીસ મથકે લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમના બજરંગ દળના વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો જોવા મળ્યો હતો, જેમાં ત્રણ ઈસમો ઇન્સ્ટાગ્રામ લાઈવ પર વાતચીત કરતા જોવા મળ્યા હતા. વિડીયોમાં તેઓ હિંદુ ધર્મ અને ગૌમાતા વિશે અભદ્ર ભાષા વાપરીને અણછાજતી ટિપ્પણીઓ કરતા જોવા મળે છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    ઇન્સ્ટાગ્રામ પર વાતચીત દરમિયાન કરી હતી અભદ્ર ટિપ્પણીઓ 

    બજરંગ દળ કાર્યકર્તાએ વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, dz_dz_dz નામનું એક આઈડી ચલાવનાર વ્યક્તિ 30 મેના રોજ બપોરે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ હતો અને તેની સાથે બીજા બે ઈસમો પણ જોડાયા હતા. આ દરમિયાન તેમણે આ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. વધુ તપાસમાં લાઈવ કરનાર ઈસમ સુરતનો જ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે બીજો એક વડોદરાનો હોવાનું સામે આવ્યું છે. ત્રીજાનો આ લખાય રહ્યાની ક્ષણ સુધી કોઈ પત્તો મળ્યો નથી. 

    બજરંગ દળ કાર્યકર્તાઓએ પોલીસ સાથે મળીને દબોચ્યો 

    સુરત બજરંગ દળનાં સૂત્રો અનુસાર, સ્થાનિક સ્તરે તેમણે તપાસ કરતાં આ ઈસમ સુરતના ઉન વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે ત્યાંથી આરોપીને દબોચી લીધો હતો અને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. જ્યાંથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી સગીર હોવાના કારણે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ, વડોદરાના ઈસમની ધરપકડ માટે કાર્યવાહી હાલ ચાલી રહી છે તથા ત્રીજા વ્યક્તિની પણ હાલ શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. 

    બીજી તરફ, આ ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ ચાલી રહી છે અને યુઝર્સ હિંદુઓની લાગણી દુભાવનારા ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. 

    ‘ભારતની જમીન કબ્જે કરીને બેઠું છે ચીન’: અમેરિકા જઈને રાહુલ ગાંધીએ ફરી જુઠ્ઠાણું ચલાવ્યું, અહીં જાણો શું છે સત્ય

    કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી હાલ વિદેશ પ્રવાસે ગયા છે. તાજેતરમાં વોશિંગ્ટન ડીસીના નેશનલ પ્રેસ ક્લબમાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. અહીં તેમણે ચીનનો મુદ્દો ફરી ઉછાળ્યો અને આ સંદર્ભે પૂછાયેલા સવાલમાં જુઠ્ઠાણું ચલાવ્યું હતું. તેમણે ચીન અને ભારતને લઈને એવા દાવા કર્યા જે ભારત સરકાર અને સેના પહેલેથી જ નકારી ચૂકી છે. 

    પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીને ચીનને લઈને સવાલ પૂછવામાં આવ્યો. પત્રકારે કહ્યું કે, ચીને એક ઇંચ પણ જમીન પર કબ્જો ન કર્યો હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર તેમની (રાહુલની) શું પ્રતિક્રિયા હશે? આગળ કહ્યું કે, “તમે ભારતના ચીન સાથેના સબંધો વિશે જણાવી શકો કે તેમાં કેટલો બદલાવ આવ્યો છે?” 

    જવાબમાં રાહુલ ગાંધી કહે છે કે, “હકીકત એ છે કે ચીન અમારી જમીન કબ્જે કરીને બેઠું છે. એ સર્વસ્વીકાર્ય વાસ્તવિકતા છે. 1500 સ્કવેર કિલોમીટર, એટલે કે દિલ્હી જેટલો વિસ્તાર તેમણે (ચીને) કબ્જે કરી લીધો છે. આ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે, પણ વડાપ્રધાન કંઈ જુદું માનતા હશે. બની શકે કે તેઓ એવું કંઈ જાણતા હોય જે વિશે આપણને નથી ખબર.”

    આ પહેલી વખત બન્યું નથી કે રાહુલ ગાંધીએ ચીન વિશે જુઠ્ઠાણું ચલાવ્યું હોય. જોકે હવે તેઓ વૈશ્વિક મંચ પર આ બાબતને લઇ ગયા છે તો વાસ્તવિકતા જાણવી પણ જરૂરી બને છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે અવારનવાર આ બાબતે સ્પષ્ટતા કરી છે કે ભારતની એક ઇંચ જમીન પણ ચીનના કબ્જામાં નથી અને અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે. 

    હમણાં નહીં 1962માં ચીને પચાવી પાડી હતી જમીન

    ગત જાન્યુઆરીમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ બાબતે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે, ચીને 1962માં જ્યારે જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે ભારતની જમીન કબ્જે કરી હતી, હાલ કોઈ કબ્જો થયો નથી. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો જાણીજોઈને આ પ્રકારની ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. 

    તેમણે કહ્યું હતું, “ઘણી વખત તેઓ (રાજકીય નેતાઓ) જાણીજોઈને આ પ્રકારના સમાચાર ફેલાવે છે જે તેઓ પણ જાણતા હોય કે સાચા નથી. ઘણી વખત તેઓ જમીન મુદ્દે વાત કરે છે, જે ખરેખર ચીન દ્વારા 1962માં પચાવી પાડવામાં આવી હતી. પણ તેઓ આ વાત તમને નહીં કહે. તેઓ એવી રીતે વાત કરશે કે જાણે આ હમણાં બન્યું હોય. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 1962ના યુદ્ધ બાદ ચીને ભારતની કેટલીક જમીન પચાવી પાડી હતી, જે અત્યાર સુધી તેના કબ્જામાં છે. રાહુલ ગાંધી કે કોંગ્રેસના નેતાઓ જમીન કબ્જે કરી હોવાની વાતો તો મોટેમોટેથી કરે છે પણ એ જણાવતા નથી કે આ હમણાં નહીં પણ 1962માં બન્યું હતું. 

    અરૂણાચલનો કોઈ ભાગ ચીને કબ્જે કર્યો નથી: સેના

    વિદેશ મંત્રાલય ઉપરાંત ભારતીય સેના પણ આ બાબતની સ્પષ્ટતા કરી ચૂકી છે. ડિસેમ્બર 2022માં ભારતીય સેનાના ઇસ્ટર્ન કમાન્ડરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ચીને ભારતની કોઈ જમીન પર કબ્જો કર્યો નથી. અરૂણાચલ પ્રદેશમાં ચીની સેનાએ કોઈ ભાગ કબ્જે કર્યો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતનો કોઈ ભાગ ચીને હાલ કબ્જે કર્યો નથી કે ડોકલામમાં ચીનની બાજુએ કોઈ બાંધકામ ચાલી રહ્યું હોવાના દાવા પણ તેમણે નકારી દીધા હતા. 

    ‘મુસ્લિમ લીગ સંપૂર્ણપણે સેક્યુલર છે’- ઝીણાની પાર્ટીની શાખા વિશે બોલ્યા રાહુલ ગાંધી; કોમી હિંસામાં સામેલ, શરિયાની હિમાયતી આ પાર્ટીનો ઇતિહાસ શું છે? જાણીએ

    કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના 10 દિવસીય પ્રવાસે છે. ભારતમાં અટપટાં નિવેદનો આપવા માટે જાણીતા રાહુલ ગાંધીનો વિદેશમાં પણ એ જ પ્રકારનો વ્યવહાર જોવા મળી રહ્યો છે. 1 જૂનના રોજ વોશિંગ્ટન ખાતે નેશનલ પ્રેસ ક્લબમાં તેમણે એક વિચિત્ર નિવેદન આપ્યું હતું. ઇન્ટરવ્યૂઅરે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને ‘સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક’ કહી હતી. મુસ્લિમ લીગ એ રાજકીય પાર્ટી હતી જેણે ભારતના વિભાજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    ઇન્ટરવ્યૂઅરે રાહુલ ગાંધીને કહ્યું કે, “તમે હિંદુ પક્ષ ભાજપનો વિરોધ કરતી વખતે બિનસાંપ્રદાયિકતા અને લોકશાહીની વાત કરી. પરંતુ જ્યાંના તમે સાંસદ હતા એ કેરળમાં કોંગ્રેસ ‘મુસ્લિમ લીગ’ સાથે ગઠબંધન કરી રહી છે.” આના જવાબમાં રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને સંપૂર્ણપણે સેક્યુલર પાર્ટી કહી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, “મુસ્લિમ લીગ સંપૂર્ણ સેક્યુલર પાર્ટી છે. મુસ્લિમ લીગમાં નોન-સેક્યુલર કંઈ નથી. જો કોઈ આવા આરોપ લગાવે તો હું માનું છું કે વ્યક્તિએ મુસ્લિમ લીગનો અભ્યાસ કર્યો નથી.”

    આ રહ્યો રાહુલ ગાંધીના એ ઇન્ટરવ્યૂનો અંશ, જેમાં તેઓ મુસ્લિમ લીગ વિશે વાત કરે છે:

    આમ તો રાહુલ ગાંધી વિવાદાસ્પદ નિવેદન આપવા માટે જાણીતા છે પરંતુ ભારતના ઇતિહાસને જોતાં તાજેતરનું નિવેદન અત્યંત ઘૃણાસ્પદ ગણી શકાય.

    ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ની સ્થાપના ભારતની આઝાદી બાદ 1948માં થઈ હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે પાકિસ્તાનના સ્થાપક અને ઇસ્લામવાદી મોહમ્મદ અલી ઝીણાની ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ (AIML)ની જ એક શાખા છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ પાકિસ્તાનમાં મુસ્લિમ લીગ અને ભારતમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની અનુગામી બની હતી. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) તેની વેબસાઈટ પર દાવો કરે છે કે તેનું સૂત્ર ધર્મનિરપેક્ષતા અને સાંપ્રદાયિક સૌહાર્દ છે પરંતુ, આ લીગ ઘણી વખત ખુલ્લેઆમ એવાં કામ કરે છે જે તેમના આ સૂત્રથી તદ્દન વિપરીત હોય.

    મુસ્લિમ લીગે એક અલગ મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યની સ્થાપના માટે ભારપૂર્વક હિમાયત કરી હતી, જે બાદ 1947માં બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવતા ભારતનું વિભાજન થયું હતું અને પાકિસ્તાન બન્યું હતું. ત્યારબાદ ડિસેમ્બર 1947માં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)નો ઉદ્ભવ ઓલ-ઇન્ડિયા મુસ્લિમ લીગના ઉદ્દેશોને આગળ લઈ જવાના હેતુથી થયો હતો.

    ઝીણાની મુસ્લિમ લીગમાંથી અલગ થયા બાદ બનેલી IUMLના પ્રથમ પ્રમુખ મુહમ્મદ ઈસ્માઈલ, જેઓ પાકિસ્તાનની રચનાના પ્રમુખ સમર્થક હતા, તેમણે દેશના વિભાજનની ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. રસપ્રદ વાત એ છે કે, IUML એક બિન-સાંપ્રદાયિક સંગઠન હોવાનો દાવો કરનાર મુહમ્મદ ઇસ્માઇલે ભારતની સ્વતંત્રતા બાદ બંધારણ સભામાં ભારતીય મુસ્લિમો માટે શરિયા કાયદાને જાળવી રાખવા માટે સમર્થન કર્યું હતું.

    ભારતની સ્વતંત્રતા બાદ પહેલી મુસ્લિમ રાજકીય પાર્ટી IUMLના સ્થાપક અને પ્રમુખ મુહમ્મદ ઈસ્માઈલે ‘મુસ્લિમોના એકમાત્ર પ્રતિનિધિ તરીકે લીગને માન્યતા આપવા’ માટે કોંગ્રેસ સાથે સોદો પણ કર્યો હતો. આવી જ નીતિ મોહમ્મદ અલી ઝીણાની હતી જેઓ હંમેશા એવું માનતા કે અવિભાજિત ભારતમાં તેઓ અને તેમની પાર્ટી AIML મુસ્લિમોના એકમાત્ર પ્રતિનિધિ છે.

    ઉલ્લેખનીય છે કે, ભારતના બહુલવાદના કથિત ‘આદર્શ’ જવાહરલાલ નહેરૂની કોંગ્રેસે એકવાર 1937માં મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા માટે ઝીણાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. જોકે, એ જ કોંગ્રેસ પાર્ટીએ આઝાદી બાદ કેરળમાં IUML સાથે હાથ મિલાવ્યા હતા. આ જ કોંગ્રેસે IUML જેવા રાજકીય ઇસ્લામવાદીઓને દેશમાં મુસ્લિમોના હિતોના રક્ષણના નામે સાંપ્રદાયિક રાજકારણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા.

    ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ કેરળમાં સાંપ્રદાયિક ઘટનાઓને ભડકાવવા માટે કુખ્યાત છે. આ પાર્ટી 2003માં કેરળમાં ઘાતકી મરાડ હત્યાકાંડના આયોજન તેમજ તેને અંજામ આપવામાં સંડોવાયેલી હતી એ ખુદ ઘટનાની તપાસ માટે રચાયેલ ન્યાયમૂર્તિ થોમસ પી જોસેફ કમિશનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અહેવાલમાં આ હત્યાકાંડને ‘સ્પષ્ટ સાંપ્રદાયિક ષડ્યંત્ર’ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ‘મુસ્લિમ કટ્ટરપંથી અને આતંકવાદી સંગઠનો’ સામેલ હતાં.

    ઉપરાંત, 2017માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) તપાસ મામલે એક નવી FIR નોંધી હતી, જેમાં IUMLના નેતાઓ પી.પી. મોઈદીન કોયા અને મોઈન હાજી પર રમખાણો માટે ભંડોળ પૂરું પાડવા, કાવતરું ઘડવા અને તેને અંજામ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

    અહીં નોંધનીય છે કે, કોંગ્રેસ નેતાને પૂછવામાં આવેલા પ્રશ્નમાં એ સંદર્ભ હતો કે તેઓ હંમેશા બીજેપીને હિંદુ તરફી, વિભાજનકારી પાર્ટી કહે છે અને તેની ટીકા કરે છે. એના જવાબમાં રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને ‘સેક્યુલર’ કહીને વૈશ્વિક મંચ પર બાફી માર્યું હતું. ઊલટું ભાજપે ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’નું સૂત્ર આપ્યું હતું જેમાં દેશના તમામ નાગરિકોને સાથે રાખવાની વાત કરવામાં આવી છે. ભાજપ એ રીતે હિંદુ તરફી પક્ષ કહેવાય છે કે, તેમણે ક્યારેય હિંદુઓને બદનામ કરવાની હદ સુધી ક્યારેય તુષ્ટિકરણ કર્યું નથી.

    ઉદાહરણ તરીકે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે તે કમ્યુનલ વાયોલન્સ બિલ રજૂ કરવા માગતી હતી, જે કોમી ઘટનાની સ્થિતિમાં તથ્યોની તપાસ કર્યા વગર દરેક હિંદુને હિંસાનો ગુનેગાર અને દરેક મુસ્લિમને પીડિત ઘોષિત કરવાની ક્ષમતા ધરાવતું હતું. એ પણ છૂપું નથી કે કોંગ્રેસે ઘણીવાર મુસ્લિમ વોટ બેંકને ખુશ કરવા માટે આતંકવાદી સંગઠનને રીઝવ્યા છે. બીજી તરફ BJPએ આતંકવાદી સંગઠન PFI પર પ્રતિબંધ મૂક્યો છે. એ સંગઠન, જે કેટલાય હિંદુઓની હત્યામાં સામેલ છે અને અનેક વખત સાંપ્રદાયિક હિંસા ફેલાવવાની યોજના બનાવી ચૂક્યું છે. પીએફઆઈ 2047 સુધીમાં ભારતને શરિયા રાજ્યમાં ફેરવવાના કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતું હતું અને હિંદુઓનો નરસંહાર તેના એજન્ડામાં હતો.

    રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને સેક્યુલર કહી છે ત્યારે એ નિવેદન ઉપરોક્ત હકીકતથી તદ્દન વિપરીત છે. રાહુલ ભાજપ પર સમાજમાં નફરત ફેલાવવાનો આરોપ મૂકે છે પરંતુ સામે કોઈ જ પુરાવા રજૂ નથી કરતા. જ્યારે મુસ્લિમ લીગ વિરુદ્ધ તો કોમી હિંસા ફેલાવવાના અનેક પુરાવા છે. તાજેતરના નિવેદન પરથી એ સ્પષ્ટ થાય છે કે, રાહુલ ગાંધી એવું માને છે કે જે પક્ષ હિંદુઓના સક્રિય વિરોધી નથી તે ‘વિભાજનકારી અને બિનસાંપ્રદાયિક’ છે. જ્યારે જે પક્ષ ઇસ્લામિક રાષ્ટ્રની તરફેણમાં હોય, જેણે કોમી હિંસાનું કાવતરું કર્યું હોય અને શરિયાની હિમાયત કરી હોય તે ‘સાંપ્રદાયિક’ છે અને તેની સાથે ગઠબંધન પણ કરવું જોઈએ.

    મહેન્દ્ર સિંહ ધોની ઘૂંટણની સર્જરી પહેલા ભગવદ ગીતા વાંચતા જોવા મળ્યા: ઓપરેશન થયું સફળ, જલ્દી હોસ્પિટલથી રજા આપવામાં આવશે

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઘૂંટણની સર્જરી સફળ રહી છે. ગુરુવારે (01 જૂન 2023) મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમની સર્જરી થઈ હતી. સર્જરી પહેલા ધોની કારમાં ભગવદ ગીતાનો પાઠ કરતો જોવા મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની બુધવારે (31 મે) ના રોજ હોસ્પિટલ પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેને પણ 1-2 દિવસમાં રજા મળી જશે.

    IPL 2023ની પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ મહેન્દ્ર સિંહ ધોની માટે આખી સિઝન પીડાદાયક રહી હતી. ઘણી મેચોમાં તે વિકેટ પાછળ લંગડાતો જોવા મળ્યો હતો. ફાઈનલ મેચમાં પણ ધોની ઘૂંટણ પર પટ્ટી બાંધેલો જોવા મળ્યો હતો. ફાઈનલ મેચ જીત્યા બાદ તરત જ, એમએસે પોતાના ઘૂંટણની સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.

    ધોનીને બુધવારે (31 મે) સાંજે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ધોની સાથે તેની પત્ની સાક્ષી પણ હાજર હતી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એમએસ ધોની ઘૂંટણના ઓપરેશન પહેલા ભગવત ગીતા વાંચી રહ્યો હતો. ધોનીનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં ધોની હાથમાં ભગવત ગીતા સાથે કારમાં બેઠો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમનો આ ફોટો ઓપરેશન પહેલાનો છે.

    મહેન્દ્ર સિંહ ધોનીના ઘૂંટણની સર્જરી મુંબઈના પ્રખ્યાત ઓર્થોપેડિક ડોક્ટર દિનશા પારડીવાલાએ કર્યું છે. દિનશા પારડીવાલાએ ક્રિકેટર ઋષભ પંતનું ઓપરેશન કર્યું હતું. પારડીવાલા બીસીસીઆઈની મેડિકલ પેનલનો પણ ભાગ છે. CSKના CEO કાસી વિશ્વનાથને દાવો કર્યો છે કે ઓપરેશન બાદ તેમણે એમએસ ધોની સાથે વાત કરી છે. તેણે કહ્યું છે કે ધોનીના ઘૂંટણની સર્જરી સફળ રહી છે અને તેની સ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

    ટાટા આઈપીએલ 2023ની ફાઈનલ મેચ જીત્યા બાદ ધોનીએ તેના ચાહકો માટે આઈપીએલની વધુ એક સીઝન રમવાની આશા વ્યક્ત કરી હતી. હવે તેની પાસે ફિટ થવા માટે પૂરતો સમય હશે.

    ‘ભારતમાં ઇસ્લામ સુરક્ષિત છે, પરંતુ લોકોએ વિદેશી જોડાણો વિશે ભૂલી જવાની જરૂર છે’-મોહન ભાગવત: નાગપુરમાં તૃતીય વર્ષ સમાપન સમારોહમાં બોલ્યા RSSના વડા

    ગુરુવારે નાગપુરમાં સંઘના તૃતીય વર્ષ પ્રશિક્ષણ વર્ગના સમાપન કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ભારતમાં ઇસ્લામ અને તેની પૂજા સુરક્ષિત છે. આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે “વિદેશી શક્તિઓ આપણને વિભાજિત કરવા માંગે છે અને આપણને લડાવવા માંગે છે પરંતુ આપણે તેમને જીતવા ન દઈએ.”

    ભાગવતે કહ્યું કે ઇસ્લામે ઘણા દેશો પર આક્રમણ કર્યું – સ્પેનથી મોંગોલિયા સુધી – પરંતુ આ દેશોના લોકો જાગી જતાં તેણે પીછેહઠ કરવી પડી. જો કે ભારતમાં ઇસ્લામ અને તેની પૂજા સલામત અને સુરક્ષિત હતી. પરંતુ, તેમણે કહ્યું કે, લોકોએ એ સમજવાની જરૂર છે કે તેઓએ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાઈ જવું પડશે અને દેશના હિતમાં ‘વિદેશી જોડાણો’ વિશે ભૂલી જવું પડશે.

    બંધારણમાં સમજાવ્યા મુજબ “ભાવનાત્મક એકીકરણ” વિશે વાત કરતા, તેમણે કહ્યું, “ઐસા ક્યૂં લગતા હૈ કી ઉનકે સાથ મિલ્કે રહેંગે તો યે લોગ તો હમ લોગોં કો ખા લેંગે (આપણામાંથી કેટલાક એવું કેમ વિચારે છે કે જો આપણે સાથે રહેવાનું શરૂ કરીશુ, તમને ખાઈ જવામાં આવશે)? ના, આવું ક્યારેય નહીં બને. ‘ભારત’ એવું કદી કરતો નથી. યહૂદીઓ કે પારસીઓ જેવા સમુદાયોએ પણ ‘ભારત’માં આશ્રય લીધો અને આ દેશે તેમને સુરક્ષિત રાખ્યા. પણ આપણે બધા આ દેશના છીએ, આ સંકોચ શા માટે? આપણે બધાએ ઓળખના નાના મુદ્દાઓને છોડી દેવા પડશે અને માત્ર ભારતીય તરીકે જ જોવું પડશે.”

    આરએસએસના વડાએ તમામ રાજ્યોમાં થઈ રહેલા ‘બિનજરૂરી સંઘર્ષો’ વિશે વાત કરી હતી જ્યારે ‘ભારત’ (ભારત) અન્યથા નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના સંદર્ભમાં આગળ વધી રહ્યું હતું.

    “સમજદારી પક્કી હોતી તો અલગ દિખતે હૈં ઇસ વિચાર સે દેશ નહીં તૂટતાં હમારા (જો સમજદારી અને સારી સમજ હોત તો આપણે સાથે હોત). આપણો દેશ આ રીતે તૂટ્યો ન હોત,” તેમણે કહ્યું.

    તેમણે ઉમેર્યું: “આપણે જુદા દેખાઈએ છીએ અને તેથી જ આપણને જુદા જુદા દેશોની જરૂર છે – આ આપણી વિચાર પ્રક્રિયા હતી અને તેથી જ આપણા દેશને વિભાજનનું સાક્ષી બનવું પડ્યું. પૂજાની રીતો ભલે જુદી હોય પણ આપણી સંસ્કૃતિ અને પૂર્વજો એક જ છે. આપણે આપણી માતૃભૂમિ ‘ભારત’ના છીએ.”

    જાતિ આધારિત ‘અન્યાય’

    ભાગવતે કહ્યું કે દેશમાં જ્ઞાતિ ભેદભાવ પ્રચલિત છે અને જાતિ આધારિત ‘અન્યાય’ થાય છે. તેના અસ્તિત્વ વિશે કોઈ અસ્વીકાર ન હોવો જોઈએ, એમ તેમણે કહ્યું. “જાતિ આધારિત ભેદભાવ હતો જ. અન્યાય થયો જ છે. આપણે તે સ્વીકારવું જોઈએ અને આપણે તે બધી ભૂલોને સુધારવા માટે પગલાં લેવા જોઈએ. આપણે આ તમામ મુદ્દાઓ પર વિભાજિત હતા અને તેથી જ, આક્રમણકારો હિન્દુ કુશને પાર કરીને આવ્યા હતા. પરંતુ થોડા સમય પછી પણ અમારી પાસે તેમનો ભગાડી મુકવાની તાકાત હતી, ” તેમણે કહ્યું.

    “બહારના લોકો દાયકાઓ પહેલા ચાલ્યા ગયા. જેઓ રોકાયા તે આપણા લોકો છે, અંદરના લોકો છે. તો પછી શા માટે આપણે એકબીજા સાથે લડીએ છીએ? શા માટે આપણે ક્ષુલ્લક બાબતો પર એકબીજાના માથા તોડીએ છીએ? આપણે સાથે રહેવાનું છે અને મજબૂત રહેવાનું છે. ત્યાં વિદેશી શક્તિઓ છે જે ઇચ્છે છે કે આપણે લડીએ. આપણે તેમને જીતવા ન દઈએ અને તેમની જાળમાં ફસાઈને બચવું જોઈએ. આપણે એકબીજાને પૂછવાનું બંધ કરવું પડશે કે કોણે શું કર્યું. આ રીતે શાંતિનો વેપાર કરી શકાતો નથી. આપણે સાથે આવવું પડશે અને શાંતિ લાવવી પડશે,” તેમણે ઉમેર્યું.

    ઉત્તરાખંડમાં સાક્ષી હત્યાકાંડ જેવી ઘટના: હિંદુ મહિલાને ધક્કો મારી મોતને ઘાટ ઉતારીને શેવિંગ બ્લેડથી કાપી નાખ્યું ગળું, આરોપી નૂર હસન પોલીસ સકંજામાં

    દિલ્હીમાં ચકચારી સાક્ષી હત્યાકાંડ બાદ ઉત્તરાખંડમાં પણ કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં મુસ્લિમ યુવકે હિંદુ યુવતીની નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટના ઉધમ સિંઘ નગરમાં બની હતી. નરાધમે શેવિંગ બ્લેડથી મહિલાનું ગળું રહેંસી નાખ્યું હતું. આ મામલે આરોપી નૂર હસનની ધરપકડ કરવામાં આવી છે.

    ઉધમ સિંહ નગરના ગ્રામ કનૌરી નિવાસી મહિલા સાવિત્રી દેવીનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણકારી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે ડોગ સ્ક્વૉડ અને ફોરેન્સિક ટીમ પણ પહોંચી હતી. જોકે, પોલીસને સફળતા મળી ન હતી. એ પછી પોલીસે શંકાના આધારે સુલતાનપુર પટ્ટીના શિવનગરમાં રહેતા નૂર હસનને દબોચી લીધો હતો. પૂછપરછમાં નૂર હસને મહિલાની હત્યાનો ગુનો કબૂલી લીધો છે. વાસ્તવમાં નૂર હસને મહિલાના મૃત્યુને છુપાવવા માટે તેનું ગળું રહેંસી નાખ્યું હતું.

    મહિલાને ધક્કો મારતા તેનું મૃત્યુ થયું, બાદમાં તેનું ગળું કાપી નાખ્યું

    અહેવાલ અનુસાર, આરોપી નૂર હસન અને સાવિત્રી આઠ વર્ષથી મૈત્રી કરારમાં હતા. બંને સાથે મજૂરી કામ કરતા હતા. એક દિવસ બંને વચ્ચે બોલાચાલી થયા બાદ નૂર હસને મહિલાને ધક્કો માર્યો હતો જેથી મહિલાના માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેને છુપાવવા માટે આરોપી નૂર હસને મહિલાનું ગળું શેવિંગ બ્લેડથી કાપીને મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હતો.

    પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલભેગો કરી નાખ્યો છે. તેની પાસે મહિલાનો સામાન ઉપરાંત, હત્યામાં ઉપયોગમાં લેવાયેલ શેવિંગ બ્લેડ પણ મળી આવી હતી. SP અભય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને આરોપી યુવક સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

    દિલ્હીમાં સાહિલ ખાને હિંદુ કિશોરીને નિર્દયતાથી રહેંસી નાખી

    ઉલ્લેખનીય છે કે, દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં રવિવારે (28 મે, 2023) સાહિલ ખાન નામના નરાધમે 16 વર્ષીય કિશોરીની છરીના ઘા ઝીંકીને જઘન્ય હત્યા કરી હતી. બાદમાં સાહિલે મોટા પથ્થર વડે યુવતીને છૂંદી નાખી હતી. સાહિલ ખાનને સાક્ષી હિંદુ સમજતી હતી તેવું સાક્ષીની સહેલીએ જણાવ્યું હતું. જ્યારે પોલીસે ઉત્તર પ્રદેશથી સાહિલની ધરપકડ કરી હતી ત્યારે તેના હાથમાં એક રક્ષા સૂત્ર બાંધેલો પણ જોવા મળ્યો હતો, જેથી કેસમાં લવ જેહાદનો એન્ગલ હોવાની શક્યતા છે.