Sunday, September 15, 2024
More
    હોમપેજક્રાઈમઉત્તરાખંડમાં સાક્ષી હત્યાકાંડ જેવી ઘટના: હિંદુ મહિલાને ધક્કો મારી મોતને ઘાટ ઉતારીને...

    ઉત્તરાખંડમાં સાક્ષી હત્યાકાંડ જેવી ઘટના: હિંદુ મહિલાને ધક્કો મારી મોતને ઘાટ ઉતારીને શેવિંગ બ્લેડથી કાપી નાખ્યું ગળું, આરોપી નૂર હસન પોલીસ સકંજામાં

    આરોપી નૂર હસન અને સાવિત્રી આઠ વર્ષથી મૈત્રી કરારમાં હતા. બંને સાથે મજૂરી કામ કરતા હતા. એક દિવસ બંને વચ્ચે બોલાચાલી થયા બાદ નૂર હસને મહિલાને ધક્કો માર્યો હતો જેથી મહિલાના માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    દિલ્હીમાં ચકચારી સાક્ષી હત્યાકાંડ બાદ ઉત્તરાખંડમાં પણ કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં મુસ્લિમ યુવકે હિંદુ યુવતીની નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટના ઉધમ સિંઘ નગરમાં બની હતી. નરાધમે શેવિંગ બ્લેડથી મહિલાનું ગળું રહેંસી નાખ્યું હતું. આ મામલે આરોપી નૂર હસનની ધરપકડ કરવામાં આવી છે.

    ઉધમ સિંહ નગરના ગ્રામ કનૌરી નિવાસી મહિલા સાવિત્રી દેવીનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણકારી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે ડોગ સ્ક્વૉડ અને ફોરેન્સિક ટીમ પણ પહોંચી હતી. જોકે, પોલીસને સફળતા મળી ન હતી. એ પછી પોલીસે શંકાના આધારે સુલતાનપુર પટ્ટીના શિવનગરમાં રહેતા નૂર હસનને દબોચી લીધો હતો. પૂછપરછમાં નૂર હસને મહિલાની હત્યાનો ગુનો કબૂલી લીધો છે. વાસ્તવમાં નૂર હસને મહિલાના મૃત્યુને છુપાવવા માટે તેનું ગળું રહેંસી નાખ્યું હતું.

    મહિલાને ધક્કો મારતા તેનું મૃત્યુ થયું, બાદમાં તેનું ગળું કાપી નાખ્યું

    અહેવાલ અનુસાર, આરોપી નૂર હસન અને સાવિત્રી આઠ વર્ષથી મૈત્રી કરારમાં હતા. બંને સાથે મજૂરી કામ કરતા હતા. એક દિવસ બંને વચ્ચે બોલાચાલી થયા બાદ નૂર હસને મહિલાને ધક્કો માર્યો હતો જેથી મહિલાના માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેને છુપાવવા માટે આરોપી નૂર હસને મહિલાનું ગળું શેવિંગ બ્લેડથી કાપીને મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હતો.

    - Advertisement -

    પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલભેગો કરી નાખ્યો છે. તેની પાસે મહિલાનો સામાન ઉપરાંત, હત્યામાં ઉપયોગમાં લેવાયેલ શેવિંગ બ્લેડ પણ મળી આવી હતી. SP અભય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને આરોપી યુવક સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

    દિલ્હીમાં સાહિલ ખાને હિંદુ કિશોરીને નિર્દયતાથી રહેંસી નાખી

    ઉલ્લેખનીય છે કે, દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં રવિવારે (28 મે, 2023) સાહિલ ખાન નામના નરાધમે 16 વર્ષીય કિશોરીની છરીના ઘા ઝીંકીને જઘન્ય હત્યા કરી હતી. બાદમાં સાહિલે મોટા પથ્થર વડે યુવતીને છૂંદી નાખી હતી. સાહિલ ખાનને સાક્ષી હિંદુ સમજતી હતી તેવું સાક્ષીની સહેલીએ જણાવ્યું હતું. જ્યારે પોલીસે ઉત્તર પ્રદેશથી સાહિલની ધરપકડ કરી હતી ત્યારે તેના હાથમાં એક રક્ષા સૂત્ર બાંધેલો પણ જોવા મળ્યો હતો, જેથી કેસમાં લવ જેહાદનો એન્ગલ હોવાની શક્યતા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં