Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરથયાત્રા પૂર્વે સુરક્ષા એજન્સીઓ ઍક્શન મોડમાં: અમદાવાદના ઈસનપુર, શાહઆલમ, ચંડોળા તળાવ, દાણીલીમડામાં...

    રથયાત્રા પૂર્વે સુરક્ષા એજન્સીઓ ઍક્શન મોડમાં: અમદાવાદના ઈસનપુર, શાહઆલમ, ચંડોળા તળાવ, દાણીલીમડામાં ગેરકાયદે રહેતા વધુ 18 બાંગ્લાદેશીઓ ઝડપાયા

    - Advertisement -

    અમદાવાદ શહેરમાં ભવ્ય રથયાત્રા પહેલાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પાછલા દિવસોમાં ત્રણ બાંગ્લાદેશી ધૂસણખોરો ATSના હાથે ઝડપાયા હતા. આ બાંગ્લાદેશીઓ પર અલ-કાયદા માટે ફંડ એકત્રિત કરવાનો અને યુવકોનું બ્રેઈનવોશ કરવાનો આરોપ છે. હવે SOG ટીમ દ્વારા અમદાવાદમાં 18 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે.

    અમદાવાદમાં 18 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તેમને હાલ SOG કચેરીમાં રાખવામાં આવ્યા છે. આ તમામ પાસેથી બાંગ્લાદેશી હોવાના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. કેટલાક બાંગ્લાદેશી યુવકો વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં પણ ગેરકાયદે રહેતા હતા. બાંગ્લાદેશીઓની પૂછપરછ કરીને તેમને પરત બાંગ્લાદેશ ડીપોર્ટ કરવામાં આવશે.

    રથયાત્રા પહેલાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં ઘણાં બાંગ્લાદેશીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. રથયાત્રા પૂર્વે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓઓ એલર્ટ થઈ ગઈ છે. શંકાસ્પદ ગતિવિધિઓ અને વ્યક્તિઓ પર એજન્સીઓ ચાંપતી નજર રાખી રહી છે.

    - Advertisement -

    આ રીતે પહોંચ્યા ગુજરાત

    બાંગ્લાદેશના એજન્ટો 6થી દસ હજાર રૂપિયામાં બોર્ડર ક્રોસ કરાવીને નાગરિકોને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ઘૂસાડવાનું ષડયંત્ર ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બાંગ્લાદેશની બોર્ડર ખુલ્લી હોવાના કારણે ત્યાંના લોકો રોજીરોટી માટે ભારત આવી જતાં હોય છે અને ત્યારબાદ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને રહેતા હોય છે. તેમાંથી કેટલાક લોકો આતંકી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવે છે.

    એસઓજીના એસીપી બી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશીઓને પકડવા માટેની ડ્રાઇવ ચાલી રહી છે. ઝડપાયેલા 18 બાંગ્લાદેશી યુવકોની ઉંમર 25-35 વર્ષ છે. તેઓ ઈસનપુર, શાહઆલમ, ચંડોળા તળાવ, દાણીલીમડા જેવા વિસ્તારોમાં ગેરકાયદે રહેતા હતા અને છૂટક મજૂરી કરતા હતા.

    નારોલમાં ઝડપાયા હતા ચાર બાંગ્લાદેશીઓ, અલ-કાયદાનો કરી રહ્યા હતા પ્રચાર

    21 મે, 2023ના રોજ એટીએસે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી 4 શકમંદોની ધરપકડ કરી હતી. તેમાંથી ત્રણ યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું. આ આરોપીઓ વર્ષ 2016થી પ્રતિબંધિત અલ કાયદાના સક્રિય સભ્ય હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. તેઓ યુવાનોને કટ્ટરપંથનાં પાઠ ભણાવતા હોવાનું અને આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. તેઓ ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવીને ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન અલ કાયદા સાથે સંકળાયેલું સાહિત્ય તેમજ બાંગ્લાદેશી ચલણ પણ મળી આવ્યું હતું.

    હિંમતનગરમાંથી ઝડપાયા હતા ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓ

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સાબરકાંઠાના હિંમતનગરમાં પણ ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 9 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. આ તમામ લોકો શહેરની ખાનગી ફેકટરીમાં કામ કરી રહ્યા હતા. SOGની ટીમે બાતમીના આધારે પડેલા દરોડામાં કારખાનામાંથી 9 બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ ATSની ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. એટલે આગામી દિવસમાં બીજા ઘૂસણખોરો પણ ઝડપાય તેવી આશંકાઓ સેવાઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં