Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદમાંથી પકડાયેલા અલ-કાયદાના સભ્યોને 7 દિવસના રિમાન્ડ પર મોકલાયા: યુવકોને ભણાવતા હતા...

    અમદાવાદમાંથી પકડાયેલા અલ-કાયદાના સભ્યોને 7 દિવસના રિમાન્ડ પર મોકલાયા: યુવકોને ભણાવતા હતા કટ્ટરપંથના પાઠ, રથયાત્રા હતી ટાર્ગેટ

    રિમાન્ડ માટે ATSએ 11 વિવિધ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. રિપોર્ટ મુજબ, આરોપીએ એક મોબાઈલ નારોલ વિસ્તારમાં ફેંક્યો હોવાની માહિતી મળતા તેની તપાસ થવી જરૂરી છે. આ ઉપરાંત, આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલા 46 હજાર રૂપિયા પણ ક્યાંથી આવ્યા તેની તપાસ પણ જારી છે.

    - Advertisement -

    રવિવારે (21 મે, 2023) ગુજરાત એટીએસે અમદાવાદમાંથી અલ-કાયદાના ચાર શકમંદોની ધરપકડ કરીને મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ મુખ્ય આરોપી મોહમ્મદ સોજીબના 30 મે સુધીનાં રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. હવે મેટ્રો કોર્ટમાં અન્ય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાંથી અલ-કાયદાના સભ્યોને પકડીને એટીએસે આતંકીઓનાં નાપાક ઈરાદા પર પાણી ફેરવ્યું હતું. રથયાત્રા પહેલાં ગુજરાતમાં કોઈ મોટા આતંકી ષડ્યંત્રના ઈન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ એટીએસે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી 4  આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી મુખ્ય આરોપી સોજીબને 30 મે સુધી રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો. તો અન્ય આરોપીઓ જહાંગીર, અઝરૂલ ઈસ્લામ, આકાશ ખાનને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

    આ ત્રણેય શખ્સો બાંગ્લાદેશી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. કોર્ટમાં તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ આરોપીઓ વર્ષ 2016થી પ્રતિબંધિત અલ કાયદાના સક્રિય સભ્ય હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. તેઓ યુવાનોને કટ્ટરપંથનાં પાઠ ભણાવતા હોવાનું અને આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -

    રિમાન્ડ માટે ATSએ 11 વિવિધ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. રિપોર્ટ મુજબ, આરોપીએ એક મોબાઈલ નારોલ વિસ્તારમાં ફેંક્યો હોવાની માહિતી મળતા તેની તપાસ થવી જરૂરી છે. આ ઉપરાંત, આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલા 46 હજાર રૂપિયા પણ ક્યાંથી આવ્યા તેની તપાસ પણ જારી છે.

    યુવાનોને કટ્ટરપંથી બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ

    અમદાવાદમાંથી પકડાયેલા અલ કાયદાના સભ્યો ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવીને પોતાના નાપાક ઈરાદાને અંજામ આપવા માગતા હતા. તેઓ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે યુવકોનું બ્રેઈનવોશ કરીને તેમને કટ્ટરપંથી બનાવતા હતા. આ ઉપરાંત, તેઓ અલ કાયદા સંગઠન માટે ફન્ડિંગ પણ કરતા હતા. અહેવાલ અનુસાર, ATS ટીમને તમામ પાસેથી વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવાના મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. પોલીસને તપાસ દરમિયાન અલ કાયદા સાથે સંકળાયેલું સાહિત્ય તેમજ બાંગ્લાદેશી ચલણ પણ મળી આવ્યું હતું.

    નારોલમાંથી પકડાયા હતા આરોપીઓ, મોટા ષડ્યંત્રને આપવાના હતા અંજામ

    ઉલ્લેખનીય છે કે, રથયાત્રા પહેલાં જ અમદાવાદમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ થયો હતો. IBનાં એલર્ટ બાદ ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી હતી અને નારોલ વિસ્તારમાંથી 3 સંદિગ્ધોની ધરપકડ કરી હતી. શકમંદો બાંગ્લાદેશી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. તો આરોપીઓએ બે વખત બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં