Thursday, October 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્સ્ટાગ્રામ લાઈવમાં હિંદુ દેવતાઓ, મહિલાઓ અને ગૌમાતા વિશે અભદ્ર ટિપ્પણી, સુરતના બજરંગ...

    ઇન્સ્ટાગ્રામ લાઈવમાં હિંદુ દેવતાઓ, મહિલાઓ અને ગૌમાતા વિશે અભદ્ર ટિપ્પણી, સુરતના બજરંગ દળ કાર્યકર્તાઓએ પોલીસ સાથે મળીને એકને દબોચ્યો: FIR બાદ અન્ય બેની શોધખોળ ચાલુ

    બજરંગ દળ કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવ્યા બાદ ત્રણ સામે ગુનો, એક સગીરને પકડીને છોડી મૂકાયો.

    - Advertisement -

    સુરતના એક બજરંગ દળ કાર્યકર્તાએ ત્રણ ઈસમો સામે ઇન્સ્ટાગ્રામ લાઈવમાં હિંદુ ધર્મ અને ગૌમાતા વિશે અભદ્ર ભાષા વાપરવાના આરોપસર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી તો બીજી તરફ બજરંગ દળ કાર્યકર્તાઓએ તેમાંથી એકને શોધી કાઢીને પોલીસને હવાલે કર્યો હતો. 

    સુરતના બજરંગ દળ કાર્યકર્તા ફેનિલ દૂધવાળાએ સચિન GIDC પોલીસ મથકે લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમના બજરંગ દળના વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો જોવા મળ્યો હતો, જેમાં ત્રણ ઈસમો ઇન્સ્ટાગ્રામ લાઈવ પર વાતચીત કરતા જોવા મળ્યા હતા. વિડીયોમાં તેઓ હિંદુ ધર્મ અને ગૌમાતા વિશે અભદ્ર ભાષા વાપરીને અણછાજતી ટિપ્પણીઓ કરતા જોવા મળે છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    ઇન્સ્ટાગ્રામ પર વાતચીત દરમિયાન કરી હતી અભદ્ર ટિપ્પણીઓ 

    બજરંગ દળ કાર્યકર્તાએ વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, dz_dz_dz નામનું એક આઈડી ચલાવનાર વ્યક્તિ 30 મેના રોજ બપોરે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ હતો અને તેની સાથે બીજા બે ઈસમો પણ જોડાયા હતા. આ દરમિયાન તેમણે આ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. વધુ તપાસમાં લાઈવ કરનાર ઈસમ સુરતનો જ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે બીજો એક વડોદરાનો હોવાનું સામે આવ્યું છે. ત્રીજાનો આ લખાય રહ્યાની ક્ષણ સુધી કોઈ પત્તો મળ્યો નથી. 

    - Advertisement -

    બજરંગ દળ કાર્યકર્તાઓએ પોલીસ સાથે મળીને દબોચ્યો 

    સુરત બજરંગ દળનાં સૂત્રો અનુસાર, સ્થાનિક સ્તરે તેમણે તપાસ કરતાં આ ઈસમ સુરતના ઉન વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે ત્યાંથી આરોપીને દબોચી લીધો હતો અને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. જ્યાંથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી સગીર હોવાના કારણે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ, વડોદરાના ઈસમની ધરપકડ માટે કાર્યવાહી હાલ ચાલી રહી છે તથા ત્રીજા વ્યક્તિની પણ હાલ શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. 

    બીજી તરફ, આ ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ ચાલી રહી છે અને યુઝર્સ હિંદુઓની લાગણી દુભાવનારા ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં