Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનિકાહના 14 દિવસ બાદ જ સબા ખાતૂને સાસરું છોડી દીધું, કારણ- ઇન્સ્ટાગ્રામ...

    નિકાહના 14 દિવસ બાદ જ સબા ખાતૂને સાસરું છોડી દીધું, કારણ- ઇન્સ્ટાગ્રામ ચલાવવાની ના પાડતો હતો પતિ ઈલિયાસ: વાત પોલીસ સુધી પહોંચી

    તેને મોબાઈલની લત લાગી હતી અને જેના કારણે સાસરિયાં ટોકતાં રહેતા હતા અને ઝઘડો કરતા હતા. જેના કારણે તેણે તેમને છોડી દેવાનું જ મુનાસિબ માન્યું. 

    - Advertisement -

    બિહાર ખાતેથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સબા ખાતૂન નામની યુવતીએ તેના નિકાહના થોડા જ દિવસો બાદ પતિને છોડી દીધો હતો. કારણ એ છે કે તેને મોબાઈલની લત લાગી હતી અને જેના કારણે સાસરિયાં ટોકતાં રહેતા હતા અને ઝઘડો કરતા હતા. જેના કારણે તેણે તેમને છોડી દેવાનું જ મુનાસિબ માન્યું. 

    વધુ વિગતો અનુસાર, પંદરેક દિવસ પહેલાં બિહારના હાજીપુરમાં રહેતા ઈલિયાસ નામના એક શખ્સના નિકાહ એ જ ગામની સબા ખાતૂન સાથે થયા હતા. સાસરે આવ્યા બાદ પણ યુવતી મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી હતી, જેના કારણે ઈલિયાસ અને તેના પરિજનો તેની આ આદતના કારણે ત્રાસી ગયા હતા. ઘરનું ધ્યાન રાખવાનું મૂકીને સબાએ ફેસબુક-ઇન્સ્ટાગ્રામ જ ચલાવ્યા કરતાં તેના ઘરના સભ્યોએ ટોકવાનું શરૂ કર્યું હતું. 

    આ પ્રમાણ વધ્યું તો સબા તેના ઘરે જતી રહી અને એટલું જ નહીં બહેનની આંખોમાં આંસુ જોઈને તેના ભાઈએ બનેવી ઈલિયાસ પર બંદૂક પર તાણી દીધી હતી. ત્યારબાદ સ્થળ પર પહોંચેલી પોલીસે હથિયાર જપ્ત કરી લીધું હતું. ઈલિયાસની માતાનું કહેવું છે કે, તેમના પુત્રે સબાને કહ્યું હતું કે, “તું હંમેશા ફોન પાસે રાખે છે અને સોશિયલ મીડિયા પર ફોટો શૅર કર્યા કરે છે. મોબાઈલ ન રાખ.” પરંતુ સબા ન માની અને ઉપરથી ધમાલ કરી હતી. 

    - Advertisement -

    સબાની માતાનું કહેવું છે કે, “ત્રણ દિવસથી મારી પુત્રી ફોન કરી રહી છે. તેનો ફોન સ્વિચ ઑફ કરી દીધો હતો. ત્યારબાદ મેં ઈલિયાસને ફોન કર્યો. તેણે મારી પુત્રી સાથે વાત ન કરાવી. મારી પુત્રીએ રડતાં-રડતાં ફોન કર્યો અને કહ્યું કે મને અહીંથી લઇ જાઓ. અમે અહીં આવ્યા તો ઇલિયાસે મારી પુત્રી સાથ મારપીટ પણ કરી. 

    આ બાબતે પોલીસનું કહેવું છે કે, થોડા દિવસ પહેલાં લાલગંજ બજારમાં ઘરના આંતરિક વિવાદના કારણે યુવતીનો ભાઈ બંદૂક લઈને ધસી આવ્યો હતો. જેની જાણકારી મળ્યા બાદ પોલીસે સ્થળ પર પહોંચીને તેની ધરપકડ કરીને જેલ મોકલી દીધો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે યુવતીના હાલમાં જ નિકાહ થયા હતા અને તે ઇન્સ્ટાગ્રામ ચલાવતી હતી અને જ્યાં પોતાની તસ્વીરો અપલોડ કરતી હતી. મુસ્લિમ પરિવાર હોવાના કારણે તેના પરિજનો રૂઢિવાદી વિચારો ધરાવતા હતા અને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરવાની મનાઈ કરવામાં આવી હતી, જેને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને તેમના પરિજનો સુધી પહોંચ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં