ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બીજીવાર અમેરિકાના (USA) રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છે. આ જ ક્રમમાં ટ્રમ્પે અન્ય એક જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના ધનિક લોકોને અમેરિકામાં સ્થાયી કરવા માટે એક ખાસ યોજના બનાવી છે. ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ (Gold Card) પ્રોગ્રામ જાહેર કર્યો છે. જે અંતર્ગત $5 મિલિયનમાં એટલે કે $50 લાખ અમેરિકી નાગરિકતા આપવામાં આવશે. તેમણે 25 ફેબ્રુઆરીના રોજ આ જાહેરાત કરી હતી.
President Trump wants to offer wealthy immigrants “gold cards,” offering to sell them the possibility of citizenship for $5 million. Commerce Secretary Howard Lutnick suggested the program would begin in two weeks and replace the existing EB-5 immigrant investor program. pic.twitter.com/SSNMLPjtln
— The Associated Press (@AP) February 26, 2025
ગોલ્ડ કાર્ડ એ ગ્રીન કાર્ડનું પ્રિમીયમ વર્ઝન છે એમ કહી શકાય. જેના માધ્યમથી વિશ્વભરના ધનિક લોકો અમેરિકન નાગરિકતા મેળવી શકશે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહ્યું કે આ કાર્ડ $5 મિલિયન એટલે કે ₹43,58,82,549માં ઉપલબ્ધ થશે. જેમને આ કાર્ડ જોઈતું હશે તેઓ તેને ખરીદી શકશે. આ પછી, તેમને ‘ગ્રીન કાર્ડના ફાયદા અને તેનાથી પણ વધુ સુવિધાઓ’ મળશે.
2 અઠવાડિયામાં જાહેર કરશે વધુ વિગતો
ઓવલ ઓફિસમાં ગોલ્ડ કાર્ડની જાહેરાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “અમે ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ.” તેમણે કહ્યું, “તમારી પાસે માત્ર ગ્રીન કાર્ડ છે. પણ આ ગોલ્ડ કાર્ડ છે. અમે તે કાર્ડની કિંમત લગભગ $5 મિલિયન રાખવા જઈ રહ્યા છીએ અને તે તમને ગ્રીન કાર્ડના લાભો આપશે, ઉપરાંત તે નાગરિકતા મેળવવાનો માર્ગ બનશે. શ્રીમંત લોકો આ કાર્ડ ખરીદીને અમારા દેશમાં આવશે.”
નોંધનીય છે કે ટ્રમ્પે એવા કોઈપણ વ્યક્તિ કે સમૂહના નામ નથી આપ્યા જેમને આગામી પ્રોગ્રામ હેઠળ મંજૂરી નહીં આપવામાં આવે, તેમણે માત્ર એટલો જ સંકેત આપ્યો છે કે આ ગોલ્ડ કાર્ડ ધનિક લોકો માટે જ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, નવી ગોલ્ડ કાર્ડ યોજનાની વિગતો બે અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.
🚨NEW: Trump says in the next two weeks the United States will be selling a "Gold Card". A $5M purchasable green card that will allow you to work in this country and have a route to citizenship.
— Autism Capital 🧩 (@AutismCapital) February 25, 2025
This would be replacing the EB-5 program. Gold Card recipients would be vetted.… pic.twitter.com/3SiNacOroR
રશિયન અલીગાર્ક્સને ગોલ્ડ કાર્ડ વેચશે કે કેમના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, “હા, કદાચ. હું કેટલાક રશિયન અલીગાર્કોને ઓળખું છું જે ખૂબ જ સારા લોકો છે.” આ અંગે કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે, “EB-5 કાર્યક્રમ… તે સંપૂર્ણપણે બકવાસ, બનાવટી અને છેતરપિંડીભર્યો હતો, તે ઓછા ખર્ચે ગ્રીન કાર્ડ મેળવવાનો એક માર્ગ હતો… તેથી અમે આ પ્રકારના હાસ્યાસ્પદ EB-5 પ્રોગ્રામનો અંત લાવવા જઈ રહ્યા છીએ… અમે તેને ટ્રમ્પ ગોલ્ડ કાર્ડથી બદલવા જઈ રહ્યા છીએ.”
ઉલ્લેખનીય છે કે EB-5 વિદેશી રોકાણકારોને નોકરીઓનું સર્જન કરતા યુએસ પ્રોજેક્ટ્સમાં નાણાં રોકવા, યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કરવા માટે વિઝા માટે અરજી કરવાની મંજૂરી આપે છે. લુટનિકે આગળ કહ્યું કે, “તેઓ ‘વંડરફુલ વર્લ્ડ-ક્લાસ ગ્લોબલ સિટીઝન’ છે કે કેમ તેની ખાતરી કરવા માટે તેમને ચકાસણીમાંથી પસાર થવું પડશે.”
શું છે EB-5 વિઝા
યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ વેબસાઇટ અનુસાર, 1992માં અમેરિકન કોંગ્રેસે EB-5 પ્રોગ્રામ બનાવ્યો હતો. આ પ્રોગ્રામ એવા ઇમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ આપી શકે છે જેઓ અમેરિકાના લોકો માટે રોજગારીનું સર્જન કરવા માટે ઓછામાં ઓછા $1,050,000 અથવા લક્ષ્ય રોજગાર ક્ષેત્રો તરીકે ઓળખાતા આર્થિક રીતે સંકટગ્રસ્ત ક્ષેત્રોમાં $800,000નું રોકાણ કરે છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન કોંગ્રેસના કાયદા ઘડનારાઓ તરફથી આ કાર્યક્રમની દ્વિપક્ષીય ટીકા થઈ હતી, જેમાં ઘણા લોકોએ ચેતવણી આપી હતી કે હવે આ પ્રોગ્રામમાં સુધારાની જરૂર છે.
આ ઉપરાંત ટ્રમ્પ વહીવટીતંત્રે 2019માં લક્ષિત આર્થિક ક્ષેત્રો માટે લઘુત્તમ રોકાણ રકમ $900,000 અને અન્ય સ્થળો માટે $1.8 મિલિયન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે 2021માં એક ફેડરલ ન્યાયાધીશે આ ફેરફારને રદ્દ કરી દીધો હતો અને કારણ આપ્યું હતું કે આ નિયમને અધિકૃત કરનાર કાર્યકારી હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીની નિમણૂક યોગ્ય રીતે કરવામાં આવી નથી.