Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમતમિલનાડુની DMK સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને જામીન, દેશભરમાં નોંધાયેલી છે FIR: કહ્યું...

    તમિલનાડુની DMK સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને જામીન, દેશભરમાં નોંધાયેલી છે FIR: કહ્યું હતું- AIDS-ડેન્ગ્યુ જેવો છે સનાતન, તેને ખતમ કરવો પડશે

    બેંગલોર વિશેષ કોર્ટે કોર્ટે ઉદયનિધિને સુનાવણી બાદ તરત જ ₹5000 રોકડમાં જમા કરાવવાનો આદેશ પણ આપ્યો હતો. આ પછી તેમને જામીન મળી ગયા. હવે આ મામલે વધુ સુનાવણી 8 ઓગસ્ટના રોજ થવા જઈ રહી છે.

    - Advertisement -

    સનાતન ધર્મ પર અપમાનજનક નિવેદન આપવાના કેસમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્યની DMK સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને જામીન મળી ગયા છે. બેંગ્લોરની એક કોર્ટ દ્વારા તેમને જામીન આપી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઉદયનિધિ સ્ટાલિને એક સભા દરમિયાન સનાતન ધર્મને લઈને અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ-મેલેરિયા અને HIV-AIDS સાથે કરી હતી અને તેને ખતમ કરી નાખવાની વાત પણ કરી હતી.

    મંગળવારે (25 જૂન, 202) બેંગ્લોરની એક વિશેષ કોર્ટમાં સુનાવણી દરમિયાન તમિલનાડુની DMK સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને સનાતન ધર્મના અપમાનના કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન ઉદયનિધિ વ્યક્તિગત રીતે જ કોર્ટમાં હાજર રહ્યા હતા. આ કેસની સુનાવણી વિશેષ જજ કેએન શિવકુમારે કરી હતી. એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિને ₹50,000ના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.

    બેંગલોર વિશેષ કોર્ટે કોર્ટે ઉદયનિધિને સુનાવણી બાદ તરત જ ₹5000 રોકડમાં જમા કરાવવાનો આદેશ પણ આપ્યો હતો. આ પછી તેમને જામીન મળી ગયા. હવે આ મામલે વધુ સુનાવણી 8 ઓગસ્ટના રોજ થવા જઈ રહી છે. આ કેસમાં, ફેબ્રુઆરી 2024માં ફરિયાદના આધારે, બેંગ્લોરની કોર્ટે તેમની વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં તેમના સિવાય અન્ય પણ ઘણા લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સનાતન ધર્મના અપમાન બાદ દેશભરમાં નોંધાઈ હતી FIR

    ઉલ્લેખનીય છે કે, ઉદયનિધિ સ્ટાલિને સપ્ટેમ્બર 2023માં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત કોન્ફરન્સમાં સનાતનની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના વાયરસ સાથે કરી હતી અને તેને ખતમ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. તેમના આવા અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદનનો દેશભરમાં વિરોધ થયો હતો અને ઘણી જગ્યાએ તેમની વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી.

    ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્રમાં ઉધયનિધિ સ્ટાલિન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમની સામે કાર્યવાહીથી બચવા માટે તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા અને તમામ FIRને એકસાથે જોડીને કેસની સુનાવણી કરવાની માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો . ઉધયનિધિના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે, તેમની ટિપ્પણી સમાજમાં વિભાજનકારી છે. આ પહેલાં કર્ણાટક હાઈકોર્ટે ઉધયનિધિના કેસની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં