Saturday, July 19, 2025
More
    હોમપેજદેશદિલ્હી રમખાણોમાં દિલબર નેગી હત્યાનો એકમાત્ર આરોપી મહોમ્મદ શાહનવાઝને કોર્ટે જાહેર કર્યો...

    દિલ્હી રમખાણોમાં દિલબર નેગી હત્યાનો એકમાત્ર આરોપી મહોમ્મદ શાહનવાઝને કોર્ટે જાહેર કર્યો નિર્દોષ: કોર્ટે કહ્યું– પૂરતા અને નક્કર પુરાવાનો અભાવ

    શાહનવાઝ સાથે આ કેસના 12 આરોપીઓ નિર્દોષ જાહેર થઈ ચૂક્યા છે. આ મામલે 28 ફેબ્રુઆરીએ એડિશનલ સેશન્સ જજ પુલસ્ત્ય પ્રમાચલાએ સુનાવણી કરી હતી. કોર્ટે શાહનવાઝને નિર્દોષ જાહેર કરતા કહ્યું હતું કે તેની વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી કે તે અન્ય તોફાનીઓ સાથે એ ગોદામમાં પ્રવેશ્યો હતો જ્યાંથી લાશ મળી હતી.

    - Advertisement -

    દિલ્હી કોર્ટે તાજેતરમાં 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો (Delhi Anti Hindu Riots) મામલામાં એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો. જેનું નામ મહોમ્મદ શાહનવાઝ છે. શાહનવાઝ (Mahommad Shahnawaz) ઉર્ફે શોનુ પર આરોપ હતો કે તેણે તોફાનીઓ સાથે મળીને, એક ગોડાઉનમાં આગ લગાવી દીધી હતી, જ્યાંથી 26 ફેબ્રુઆરી, 2020ના રોજ 22 વર્ષીય દિલબર નેગીનો (Dilbar Negi Murder) મૃતદેહ મળી આવ્યો હતો.

    નોંધનીય છે કે શાહનવાઝ સાથે આ કેસના 12 આરોપીઓ નિર્દોષ જાહેર થઈ ચૂક્યા છે. આ મામલે 28 ફેબ્રુઆરીએ એડિશનલ સેશન્સ જજ પુલસ્ત્ય પ્રમાચલાએ સુનાવણી કરી હતી. કોર્ટે શાહનવાઝને નિર્દોષ જાહેર કરતા કહ્યું હતું કે તેની વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી કે તે અન્ય તોફાનીઓ સાથે એ ગોદામમાં પ્રવેશ્યો હતો જ્યાંથી લાશ મળી હતી.

    પુરાવાના અભાવે શાહનવાઝ નિર્દોષ જાહેર

    કોર્ટે કહ્યું હતું કે, “મારી ઉપરોક્ત ચર્ચાઓ, અવલોકનો અને તારણો જોતાં, મને લાગે છે કે આ કેસમાં આરોપી મોહમ્મદ શાહનવાઝ ઉર્ફે શાનુ સામે લગાવવામાં આવેલા આરોપો માત્ર શંકા જ રહી ગયા છે સાબિત થયા નથી.” પુરાવાના અભાવે કોર્ટે  આરોપી મોહમ્મદ શાહનવાઝ ઉર્ફે શાનુને આ કેસમાં તેની સામે લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2023માં, ન્યાયાધીશે આ કેસમાં 11 લોકોને નિર્દોષ જાહેર કર્યા પરંતુ ફક્ત મોહમ્મદ શાહનવાઝ સામે આરોપો ઘડ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે આ સાક્ષીઓમાંથી કોઈએ પણ ઘટના પછી તરત જ પોલીસ સમક્ષ મોહમ્મદ શાહનવાઝનું નામ લીધું નહોતું તથા FIRમાં તેનો ઉલ્લેખ પણ નહોતો.

    કોર્ટે કહ્યું હતું કે, “આમ, આરોપી શાહનવાઝ રાત્રે લગભગ 9 વાગ્યે અન્ય તોફાનીઓ સાથે આ ગોડાઉનમાં પ્રવેશ્યો હતો તે સાબિત કરવા માટે મજબૂત પુરાવાનો અભાવ છે. તેથી ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ઉપરોક્ત પ્રકારના પુરાવા, આરોપી શાહનવાઝને દોષિત ઠેરવવાનો આધાર બની શકે નહીં.”

    શું હતો સમગ્ર મામલો

    સમગ્ર મામલો ફેબ્રુઆરી 2020નો છે. આ દરમિયાન દિલ્હીમાં રમખાણો થયા હતા. જે દરમિયાન દિલબર નેગી નામના 22 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. જે મામલે ગોકલપુરી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 147, 148, 149, 302, 201, 436 અને 427 હેઠળ FIR નોંધવામાં આવી હતી. કેસની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચની SIT ને સોંપવામાં આવી હતી.

    તપાસ દરમિયાન 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 4 જૂન, 2020ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સરકારી સાક્ષીઓના નિવેદનો મુજબ, રમખાણોમાં તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો, હિંદુ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, તોડફોડ કરી હતી અને ઘણી દુકાનો અને ઘરોમાં આગ લગાવી હતી. ઉપરાંત ગોડાઉનમાં ઘૂસીને ત્યાં છૂપાયેલા દિલબર નેગીની હત્યા કરીને તેનું શવ ગોડાઉન સાથે જ સળગાવી દીધું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં