Friday, April 25, 2025
More
    હોમપેજદુનિયાબિડેને તેમના કાર્યકાળના અંતિમ કલાકોમાં આપેલા ‘ક્ષમાદાન’ને ટ્રમ્પે કર્યા રદબાતલ: કહ્યું- ઓટોપેનનો...

    બિડેને તેમના કાર્યકાળના અંતિમ કલાકોમાં આપેલા ‘ક્ષમાદાન’ને ટ્રમ્પે કર્યા રદબાતલ: કહ્યું- ઓટોપેનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા હસ્તાક્ષર

    કે બિડેને પદ છોડતા પહેલાં અનેક વિવાદાસ્પદ માફીપત્રો પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે તેમના પુત્ર હન્ટર બિડેન, ડૉ. તેમના ભાઈ-બહેનો સહિત તેમના પરિવારના સભ્યોને માફી આપી હતી. તેમના પરિવાર ઉપરાંત, બિડેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. એન્થોની ફૌસી અને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ભૂતપૂર્વ ચેરમેન નિવૃત્ત જનરલ માર્ક મિલી જેવા ઉચ્ચ પ્રોફાઇલ વ્યક્તિઓને પણ માફી આપી હતી.

    - Advertisement -

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) જો બિડેન (Joe Biden)  દ્વારા તેમના કાર્યકાળના અંતિમ કલાકોમાં જારી કરાયેલા ક્ષમાદાનને (Pardons) રદબાતલ જાહેર કર્યા છે. ટ્રમ્પે દલીલ કરી હતી કે ઓટોપેનનો ઉપયોગ કરીને જો બિડેનની સહી કરીને માફી આપવામાં આવી હતી. જે બિડેનની મંજૂરી વિના કરવામાં આવ્યું હતું. ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને ટ્રમ્પે આ અંગેની જાહેરાત કરી હતી. ટ્રમ્પે 6 જાન્યુઆરીએ કેપિટોલ પર થયેલા હુમલાની તપાસ કરનાર હાઉસ કમિટીના સભ્યોને આપવામાં આવેલી માફીની નિંદા કરી હતી.

    નોંધનીય છે એક ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “સ્લીપી જો બિડેને રાજકીય ગુંડાઓ અને અન્ય ઘણા લોકોની બિન ચૂંટાયેલી સમિતિને આપેલી માફી આપી હતી, જે હવે કોઈ અસર ધરાવતી નથી, તેને રદબાતલ જાહેર કરવામાં આવે છે. કારણ કે તેના પરની સહી ઓટોપેન દ્વારા કરવામાં આવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો, જો બિડેને તેમના પર સહી કરી ન હતી, તેમને તેમના વિશે કંઈ ખબર નહોતી!” નોંધનીય છે કે ઓટોપેન એ એવું ઉપકરણ છે જેનાથી કોઈ વ્યક્તિના હસ્તાક્ષર કોપી કરી શકાય છે.

    તેમણે વધુમાં દાવો કર્યો હતો કે બિડેનને માફી અંગે યોગ્ય રીતે માહિતી આપવામાં આવી ન હતી. “જરૂરી માફીના દસ્તાવેજો બિડેનને સમજાવવામાં આવ્યા ન હતા, અથવા તેમણે તેને મંજૂરી આપી ન હતી. તેઓ તેના વિશે કંઈ જાણતા ન હતા. જે લોકો આ અંગે કંઈ જાણતા હશે તેમણે કોઈ ગુનો કર્યો હશે.” ટૂંકમાં તેમણે જો બિડેને પદ છોડતા પહેલાંના થોડાક કલાકો દરમિયાન આપેલ દરેક ક્ષમાદાનને રદબાતલ જાહેર કર્યું હતું.

    - Advertisement -

    નોંધનીય છે કે બિડેને પદ છોડતા પહેલાં અનેક વિવાદાસ્પદ માફીપત્રો પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે તેમના પુત્ર હન્ટર બિડેન, ડૉ. તેમના ભાઈ-બહેનો સહિત તેમના પરિવારના સભ્યોને માફી આપી હતી. તેમના પરિવાર ઉપરાંત, બિડેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. એન્થોની ફૌસી અને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ભૂતપૂર્વ ચેરમેન નિવૃત્ત જનરલ માર્ક મિલી જેવા ઉચ્ચ પ્રોફાઇલ વ્યક્તિઓને પણ માફી આપી હતી.

    આ ઉપરાંત 6 જાન્યુઆરીના રોજ થયેલા કેપિટોલ હુમલાની તપાસ કરી રહેલી હાઉસ કમિટીના સભ્યોને પણ માફી આપવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે ડૉ. એન્થોની ફૌસી પર શપથ લઈને ખોટું બોલવાનો અને ખોટી જુબાની આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. યુએસ સેનેટર રેન્ડ પોલ આ માટે ફૌસી સામે ઔપચારિક આરોપોની માંગ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં