Friday, April 19, 2024
More
  હોમપેજમંતવ્યકોંગ્રેસે ગુજરાતની અંદર પોતાની ઐતિહાસિક હારના કારણો શોધવા કમિટી બનાવી જેમાં ગુજરાત...

  કોંગ્રેસે ગુજરાતની અંદર પોતાની ઐતિહાસિક હારના કારણો શોધવા કમિટી બનાવી જેમાં ગુજરાત કોંગ્રેસના એક પણ નેતા નથી

  આટલા મોટા પક્ષની આવી ભૂંડી હાર થી હાલ કોંગ્રેસ હાઈ કમાન્ડ સ્થાનિક નેતાઓથી ખૂબજ નારાજ થયું છે અને આ પરિણામો ઉપર મંથન કરવાનો નિર્ણય લીધો છે. આ માટે કોંગ્રેસી 3 સભ્યોવાળી સત્ય શોધક કમિટી બનાવી છે જે ગુજરાતની અંદર થયેલ હારના પરિણામો ના કારણો શોધશે.

  - Advertisement -

  ‘અમે 125 કરતાં વધારે સીટોથી સરકાર બનાવીશું,’ ‘2/3 થી અમારી બહુમતી વાળી સરકાર બનશે’. ચૂંટણી પહેલા મોટા મોટા દાવા કરવાવાળી કોંગ્રેસના ગુજરાતની  જનતાએ સુપડા સાફ કરી નાખ્યા હતા. 182માંથી માત્ર 17 સીટો જીતીને કોંગ્રેસના હાલ ભૂંડા થયા છે. ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ શોધ્યા નથી મળી રહ્યા. 2017 ચૂંટણી પરિણામોમાં ભાજપની સારી એવી ટક્કર આપ્યા બાદ 2022માં રીતસરનું તેમનું ધોવાણ થયું છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધ પક્ષનો નેતા બનાવાની સ્થિતીમાં પણ નથી. 125નો દાવો કરવાવાળી કોંગ્રેસને ખાલી 25 સીટો પણ નથી મળી ત્યારે ચૂંટણી પરિણામો આવ્યાના લગભગ એક મહિના બાદ કોંગ્રેસ હવે પોતાની ઐતિહાસિક હારના કારણો શોધવા નીકળી છે.

  પોતાની ઐતિહાસીક હારના કારણો શોધવા કોંગ્રેસ હવે સત્ય શોધક કમીટીની રચના કરી છે. આ કમીટી ગુજરાત વિધાનસભાની અંદર થયેલી પોતાની હારના કારણો શોધી દિલ્હી રીપોર્ટસ મોકલશે. પણ દરેક વખતની જેમ આ વખતે નહિ થાય, આ વખતે આ કમિટીમાં સ્થાનિક નેતાઓને સમાવેશ કરવામાં આવ્યો નથી. દેખીતી રીતેજ કોંગ્રેસને હવે સ્થાનિક નેતાઓ પર ભરોસો રહ્યો જ ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના અંદરો અંદરના વિખવાદોને લીધે જ રાહુલ ગાંધીની સભાઓ સંબોધવાના આવ્યા ન હતા. હાલ હાઈ કમાન્ડ ગુજરાત કોંગ્રેસના નેતાઓથી સખત નારાજ મનાઈ રહ્યું છે અને એટલે જ આ સત્ય શોધક કમિટીમાં ગુજરાત કોંગ્રેના સ્થાનિક નેતાઓને આ કમિટીમાં સ્થાન મળ્યું નથી અને તેમને બદલે અન્ય નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ભાજપે આ વખતે 157 બેઠકો જીતીને એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી 50થી વધુ બેઠકો પર જીત મેળવતી હતી. પણ આ વખતે પ્રજાના મનમાં કંઈક બીજું જ હોઈ કોંગ્રેસની સાવ હાંસીયામાં ધકેલી દીધી છે. 2017માં 77 બેઠકો સુધી પહોંચેલી કોંગ્રેસ આ વખતે 17 સીટો પર પહોંચતા પહોંચતા આંખે અંધારા આવી ગયા હતા. આટલા મોટા પક્ષની આવી ભૂંડી હાર થી હાલ કોંગ્રેસ હાઈ કમાન્ડ સ્થાનિક નેતાઓથી ખૂબજ નારાજ થયું છે અને આ પરિણામો ઉપર મંથન કરવાનો નિર્ણય લીધો છે. આ માટે કોંગ્રેસી 3 સભ્યોવાળી સત્ય શોધક કમિટી બનાવી છે જે ગુજરાતની અંદર થયેલ હારના પરિણામોનાં કારણો શોધશે.

  - Advertisement -

  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના પરાજય બાદ સત્ય શોધક કમિટીની રચના કરી છે. જેમાં ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના ચેરમેન તરીકે નીતિન રાઉત, ડો. શકિલ અહેમદ ખાન તથા સપ્તગિરી શંકર ઉલાકાની સભ્ય તરીકે નિમણુંક કરાઈ છે. આ કમિટી કોંગ્રેસ પ્રમુખને ગુજરાતની હારના કારણો અને પરિણામો અંગેનો રીપોર્ટ એક સપ્તાહમાં સોંપશે. ત્યાર બાદ કોંગ્રેસનો હાઈકમાન્ડ ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. દેખીતી રીતેજ આ કમીટીમાં ગુજરાત કોંગ્રેસના એક પણ નેતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

  વિરોધ પક્ષમાં બેસવા માટે પણ ગુજરાત કોંગ્રેસના 17 ધારસભ્યો વચ્ચે અંદરો અંદર ખેંચતાણ ચાલુ હોવાનું મનાઈ રહ્યું છે જેના પગલે હજી સુધી કોંગ્રેસ વિરોધ પક્ષના નેતાનું નામ પણ નક્કી નથી કરી શકી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં