‘મહિલાઓએ ઘરમાં જ રહેવું જોઈએ, કુરાનમાં લખ્યું છે’: કેરલમના ગ્રાન્ડ મુફ્તીની ટિપ્પણી

‘ગ્રાન્ડ મુફ્તી’નું ટાઇટલ ધરાવતા શેખ અબુબકર અહમદે કેરળમાં એક કાર્યક્રમ દરમ્યાન મહિલાઓ વિશે કરેલી ટિપ્પણીઓ વિવાદનું કારણ બની છે. મુફ્તીએ કહ્યું કે મહિલાઓએ ઘરમાં જ રહેવું જોઈ અને તેમનું બહાર નીકળવું હિતાવહ નથી. સાથે કહ્યું કે આવું કુરાનમાં પણ કહેવામાં આવ્યું છે.

કાંતાપુરમ એ.પી અબુબકર મુસલિયાર તરીકે પણ ઓળખાતા કેરળના આ મુફ્તીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મુફ્તીએ કોચીમાં આયોજિત એક ઇસ્લામિક કૉન્ફરન્સમાં આ ટિપ્પણીઓ કરી હતી.

આયોજન પહેલાં એક પેમ્ફલેટના કારણે પણ સ્થાનિક સ્તરે વિવાદ સર્જાયો હતો, જેમાં કાર્યક્રમમાં મહિલાઓને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. મુફ્તીએ કાર્યક્રમમાં બોલતી વખતે આ સર્ક્યુલરનું સમર્થન કર્યું અને કહ્યું કે મહિલાઓએ જાહેરમાં ન આવવું જોઈએ અને ઘરમાં જ રહેવું જોઈએ.

‘ગ્રાન્ડ મુફ્તી’એ કહ્યું, “મહિલાઓએ ઘરમાં જ રહેવું જોઈએ. તેમણે જાહેરમાં આવવું ન જોઈએ. કુરાન પણ આમ જ કહે છે.” સાથે કહ્યું કે મહિલાઓ બહાર રહે તેનાથી વિનાશ સર્જાઈ શકે છે અને ઇસ્લામમાં એટલે જ ‘પડદા પ્રથા’ છે.

સાથે મુફ્તીએ સોનાનાં ઘરેણાંનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે જો સોનાના હારને જ્વેલર્સ શોપમાં લેવા જઈએ તો એ કબાટમાંથી સાવચેતીપૂર્વક કાઢવામાં આવે છે, ત્યારબાદ બોક્સમાંથી કાઢીને ગ્રાહકને આપવામાં આવે છે. બીજી તરફ સ્તન ગ્રાઇન્ડર રસ્તાની બાજુ પર પડી રહે છે, આવતા-જતાં તેની ઉપરથી જાય છે. એ જ રીતે સોનાનું ઘરેણું જો રસ્તા પર છોડી દેવામાં આવે તો તેની કિંમત રહેતી નથી.

મુફ્તીએ કહ્યું, “જો સોનાના હારની સુંદરતા જાળવી રાખવી હોય તો તેને બોક્સમાં જ રાખવો પડે. જેથી મહિલાઓએ પણ ઘરની અંદર જ રહેવું જોઈએ. એટલે જ ઇસ્લામમાં પડદા પ્રથા છે અને કુરાનમાં પણ કહેવામાં આવ્યું છે.

સાથે ઇસ્લામિક સ્કોલરે એમ પણ કહ્યું કે આ જ વાત ઇસ્લામી મૌલવીઓ અને નેતાઓ છેલ્લાં 100 વર્ષથી કહેતા આવ્યા છે અને આમ કહેનારા તેઓ પોતે એકલા નથી. વળી કહ્યું કે જેમણે ઇસ્લામનો અભ્યાસ કર્યો હોય તેમને આવી બાબતો પર બોલવાનો અધિકાર પણ છે અને તે તેમની જવાબદારી પણ છે.

મુફ્તીએ કહ્યું, “અમે મઝહબનો અભ્યાસ કર્યો છે. એટલે આમ કહેવું એ અમારી ફરજ છે. અમે કહેતા રહીશું અને કોઈ અમને રોકી શકે તેમ નથી.”

‘મુફ્તી’નો ઇસ્લામમાં અર્થ ઇસ્લામિક કાયદા (શરિયા)નો જાણકાર થાય છે. ભારતમાં બીજા પણ ગ્રાન્ડ મુફ્તી છે. જોકે આ સરકારી ટાઇટલ નથી.

અબુબકર અહમદ ઑલ ઇન્ડિયા સુન્ની જમિયતુલ ઉલેમા અને સમસ્ત કેરાલા જમિયતુલ ઉલેમાના મહાસચિવ તરીકે કાર્યરત છે. ભારતના સુન્ની મુસ્લિમ સમુદાયમાં તેમનું વર્ચસ્વ છે.