
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ પાર્ટીના નેતાઓ ઠેકઠેકાણે પ્રજાના આક્રોશનો ભોગ બની રહ્યા છે. અનેક ઠેકાણે ટીએમસી નેતાઓ પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હોવાની ઘટનાઓ બની છે. તાજા કિસ્સામાં સાંસદ મહુઆ મોઈત્રા પર ઇંડાં ફેંકવામાં આવ્યાં છે.
મહુઆએ સોશિયલ મીડિયા પર અમુક વિડીયો અપલોડ કર્યા છે, જેમાં તેમના કાર્યાલયની નીચે ભીડ એકઠી થયેલી જોવા મળે છે. તેમાંથી અમુક મહુઆ તરફ ઈંડાં ફેંકતા જોવા મળે છે. વળી કોઈએ રીંગણાં પણ ફેંક્યાં હતાં.
Currently being attacked by @bjp4india goons with @wbpolice watching on.@MamataOfficial @RahulGandhi @akhliesh @supriya_sule @mkstalin @ArvindKejriwal pic.twitter.com/eD2gYU0NPx
— Mahua Moitra (@MahuaMoitra) July 1, 2026
મોઈત્રાએ વિડીયો પોસ્ટ કરીને આરોપ ભાજપ પર લગાવી દીધો અને કહ્યું કે ભાજપના ગુંડાઓ તેમને પરેશાન કરી રહ્યા છે. સત્તાપક્ષે આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આરોપોનો કોઈ જવાબ આપ્યો નથી.
વિડીયોમાં મહુઆ કહે છે કે ભાજપના માણસો તેમની ઉપર હુમલો કરી રહ્યા છે અને પોલીસ મૂકદર્શક બનીને જોઈ રહી છે. પોતે અનેક ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોસ્ટમાં તેમણે INDI ગઠબંધનના નેતાઓને પણ ટેગ કર્યા હતા. આ વિડીયો દરમ્યાન પણ મહુઆ મોઈત્રા પર ઇંડાં ફેંકાતાં જોવા મળે છે.
થોડીવારમાં મહુઆ મોઇત્રાએ બીજો એક વિડીયો બનાવ્યો, જેમાં તેમણે જણાવ્યું કે તેઓ પોતાના મતવિસ્તારમાં એક પ્રાઇવેટ પ્રોપર્ટીમાં પાર્ટીની બેઠક લઈ રહ્યાં હતાં ત્યારે ભાજપના માણસો બહાર એકઠા થઈ ગયા અને ઈંડાં ફેંકવાનાં શરૂ કરી દીધાં.
Hello @DGPWestBengal @WBPolice past 2 hours & your police is watching the fun & not dispersing the mob. They want me to flee & they will pelt eggs /stones while I enter my car. Please do your job. Disperse the mob. Am in NH Dhaba Plassey. pic.twitter.com/PWmjuJEnaH
— Mahua Moitra (@MahuaMoitra) July 1, 2026
મહુઆએ આરોપ લગાવ્યો કે પહેલાં તેમણે ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હોવા છતાં પોલીસ પહોંચી ન હતી અને આવી તો મૂકદર્શક બની રહી. ત્યારબાદ તેઓ પોલીસ અધિકારીને કાર્યવાહી કરવા માટે કહે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં બંગાળમાં અનેક ટીએમસી નેતાઓ પર ઈંડાં ફેંકવામાં આવી ચૂક્યાં છે અને તેમાંથી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પણ બાકાત નથી. અભિષેક બેનર્જી પર પણ લોકોએ ઈંડાં ફેંક્યાં હતાં અને પથ્થરમારો પણ થયો હતો. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે એક દાયકા સુધી ટીએમસીએ બંગાળમાં જે કાળો કેર વર્તાવ્યો હતો તેનો ગુસ્સો હવે આ રીતે નીકળી રહ્યો છે.

