Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાત'રામાયણ ફેક છે, સાળંગપુરમાં પૈસા કમાવા પૂતળું ઉભું કર્યું': વડોદરાની શાળામાં શિક્ષિકાએ...

    ‘રામાયણ ફેક છે, સાળંગપુરમાં પૈસા કમાવા પૂતળું ઉભું કર્યું’: વડોદરાની શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીઓને આપ્યું ‘જ્ઞાન’, બજરંગ દળના વિરોધ બાદ માફી માગી

    વાલીએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર આ શાળામાં સાતમા ધોરણમાં ભણે છે, તેણે ઘરે આવીને તેમને કહ્યું હતું કે, ક્લાસમાં તેમની શિક્ષિકા રામાયણને ફેક કહે છે અને સાળંગપુરમાં તો ખાલી પૂતળું છે અને પૈસા કમાવા માટે ઉભું કર્યું છે તેવી ટિપ્પણીઓ કરે છે.

    - Advertisement -

    હિંદુઓની આસ્થાની મજાક ઉડાવી તેને કાલ્પનિક ગણાવી દેવાનો ટ્રેન્ડ જાણે ચાલી રહ્યો હોય તેમ અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. વડોદરાની એક શાળામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો. અહીં એક શિક્ષિકાએ રામાયણને ‘ફેક’ ગણાવ્યું તો સાળંગપુર સ્થિત ભગવાન હનુમાનજીની પ્રતિમા વિશે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે હિંદુ સંગઠનોએ વચ્ચે પડવું પડ્યું હતું. 

    અહેવાલોના જણાવ્યા અનુસાર વડોદરાના મકરપુરા સ્થિત ‘ન્યુ ઇરા સ્કૂલ’ની શિક્ષિકાએ ધો.7ના ક્લાસમાં વિદ્યાર્થીઓ સામે હિંદુ દેવતાઓ અને ગ્રંથો વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો. જેને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલ પર પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. બજરંગ દળ તરસાલી પ્રખંડના સંયોજક ક્રિષ્ના ઉદેસિંહે જણાવ્યા અનુસાર સાતમા ધોરણનો એક વિદ્યાર્થી શાળાએ ગયો ન હતો. જેથી બીજા દિવસે શિક્ષિકાએ પૂછ્યું કે, તેણે રજા કેમ પાડી હતી? જેથી વિદ્યાર્થીએ પોતે સાળંગપુર દર્શન કરવા ગયો હોવાનું જણાવ્યું હતું. આરોપ છે કે શિક્ષિકાએ ત્યારબાદ સાળંગપુર સ્થિત હનુમાનજીની પ્રતિમા અને રામાયણ વિશે ટિપ્પણી કરી હતી.

    રિપોર્ટ્સ અનુસાર, શિક્ષિકાએ કહ્યું હતું કે, સાળંગપુરમાં માત્ર પૂતળું છે અને પૈસા કમાવા માટે ઉભું કરેલું છે. તેમણે રામાયણને પણ ફેક ગણાવ્યું હતું. જ્યારે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ શિક્ષિકાને સામે ઉભા રાખીને વિદ્યાર્થીને પૂછ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું હતું. ત્યારબાદ શાળા સંચાલકોએ આ બાબતે પગલાં ભરવા માટે બાહેંધરી આપી હતી.

    - Advertisement -

    વાલી દ્વારા સ્કૂલમાં જાણ કરાઈ

    વાલીએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર આ શાળામાં સાતમા ધોરણમાં ભણે છે, તેણે ઘરે આવીને તેમને કહ્યું હતું કે, ક્લાસમાં તેમની શિક્ષિકા રામાયણને ફેક કહે છે અને સાળંગપુરમાં તો ખાલી પૂતળું છે અને પૈસા કમાવા માટે ઉભું કર્યું છે તેવી ટિપ્પણીઓ કરે છે. તેમણે ઉમેર્યું કે, “મેં શાળાએ આવીને ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને પણ પૂછ્યું તો તેમણે પણ મને જણાવ્યું હતું કે, શિક્ષિકાએ આ પ્રકારની વાતો કહી હતી. જેથી મેં ફરિયાદ કરી હતી.” 

    વાલીની ફરિયાદના આધારે શાળા સંચાલકોએ શિક્ષિકા પાસે જવાબ માંગ્યો હતો, જેમાં તેમણે માફી માગી લીધી હતી. માફીપત્ર લખી આપ્યા બાદ સંતોષ થતાં વાલીએ પણ આગળ કોઈ કાર્યવાહી ન કરવાનું જણાવ્યું હતું.

    સ્કૂલ મંડળે સત્ય જાણી કાર્યવાહી કરવાની ખાતરી આપી

    વિવાદ બાદ શાળાના આચાર્યે કહ્યું હતું કે, શિક્ષિકાને પૂછતાં તેમણે કહ્યું હતું કે, તેમના કહેવાનો આશય એ હતો કે ભગવાનની મૂર્તિ પથ્થરની છે અને મહેનત કરીશું તો આગળ વધી શકીશું. મૂર્તિ સામે બાધા રાખવાથી નહીં ભણી શકાય. આ વાતની વિદ્યાર્થીઓના માનસ પર અવળી અસર થઇ હોય તેમ લાગે છે. શાળા મંડળ જે યોગ્ય લાગે એ નિર્ણય કરશે. 

    બીજી તરફ, આ મામલે DEO કચેરીએ પણ સંજ્ઞાન લીધું છે. કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, આ મામલે શાળાના આચાર્ય સાથે ફોન પર વાત થઇ છે અને વાલીઓ સાથે સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેમ છતાં સોમવાર સુધીમાં લેખિતમાં અહેવાલ આપવા માટે આચાર્યને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, DEOએ જણાવ્યું હતું કે, EI શાળાની મુલાકાત પણ લેશે અને ફરિયાદ સાચી જણાય તો કાર્યવાહી પણ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં