હોમપેજગુજરાતઅમદાવાદના રામોલમાં હિંદુ સગીરાઓની છેડતી, પોલીસ સ્ટેશનમાં મુસ્લિમોની ધમકીઓ, હિંદુ-જૈન પરિવારોનું પલાયન...

અમદાવાદના રામોલમાં હિંદુ સગીરાઓની છેડતી, પોલીસ સ્ટેશનમાં મુસ્લિમોની ધમકીઓ, હિંદુ-જૈન પરિવારોનું પલાયન અને ડેમોગ્રાફી ચેન્જ: ઑપઇન્ડિયા Exclusive ગ્રાઉન્ડ રિપોર્ટ 

ઑપઇન્ડિયાના આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જનતા નગરના રહેવાસીઓએ પોતાની સાથે બનેલી ઘટનાઓ વિશે શું જણાવ્યું, CCTV ફૂટેજમાં શું જોવા મળ્યું હોવાનો દાવો છે અને વિસ્તારના સામાજિક વાતાવરણ અંગે સ્થાનિક લોકો કઈ ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે. શું આ કોઈ રેન્ડમ ઘટના છે કે આની પાછળ કોઈ પેટર્ન છે– સમજીએ.

- Advertisement -

ગુજરાતમાં શાંત અને સુરક્ષિત ગણાતા શહેરોમાં પણ હવે કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા પ્લાનિંગ સાથે વસ્તીના સંતુલન બગાડવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. તાજેતરમાં અમદાવાદના રામોલ વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. શરૂઆતમાં વાત માત્ર એક હિંદુ યુવતીની મુસ્લિમ દ્વારા છેડતીની લાગી રહી હતી, પરંતુ જ્યારે ઑપઇન્ડિયા ગ્રાઉંડ પર પહોંચ્યું ત્યારે તપાસમાં જે સામે આવ્યું અને સ્થાનિક હિંદુઓ દ્વારા જે જણાવવામાં આવ્યું તે ખરેખર આંખ ખોલનારું હતું.

રામોલની જય અંબે કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી (જનતાનગર) ખાતે ઑપઇન્ડિયાની ટીમે રૂબરૂ જઈને એક એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં જે હકીકતો સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી અને કાયદા-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરનારી છે. સ્થાનિક રહેવાસીઓએ કેટલાક મુસ્લિમ યુવકો પર હિંદુ યુવતીઓની છેડતી, પીછો કરવા, ધમકીઓ આપવા અને વિરોધ કરનાર પરિવારોને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, સોસાયટીમાં એક મુસ્લિમ પરિવારના મકાન ખરીદ્યા બાદ પડોશીઓ સાથે તણાવ વધ્યો હોવાની વાત પણ સ્થાનિક લોકોએ કરી છે.

ઑપઇન્ડિયાના આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જનતા નગરના રહેવાસીઓએ પોતાની સાથે બનેલી ઘટનાઓ વિશે શું જણાવ્યું, CCTV ફૂટેજમાં શું જોવા મળ્યું હોવાનો દાવો છે અને વિસ્તારના સામાજિક વાતાવરણ અંગે સ્થાનિક લોકો કઈ ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે. શું આ કોઈ રેન્ડમ ઘટના છે કે આની પાછળ કોઈ પેટર્ન છે– સમજીએ.

- Advertisement -

હિંદુ સગીરાઓની છેડતી અને પોલીસ સ્ટેશનમાં મુસ્લિમોની ખુલ્લી ધમકીઓ

સૌથી પહેલાં અમે તાજી ઘટનાના પીડિત હિંદુ પરિવાર પાસે પહોંચ્યા. હિંદુ પીડિત યુવતીની માતાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમની દીકરીને સામેના મકાનમાં રહેતો એક મુસ્લિમ યુવક અવારનવાર હેરાન કરતો હતો. દીકરીને આ ત્રાસ છેલ્લા બે મહિનાથી સહન કરવો પડતો હતો, પરંતુ છેલ્લા 15-20 દિવસથી આ હેરાનગતિ એટલી બધી વધી ગઈ હતી કે છોકરીનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું.

માતાએ પીડિતાની આપવીતી જણાવતાં કહ્યું કે, જ્યારે છોકરી જમીને નીચે ચાલવા જતી ત્યારે પેલો યુવક તેના પગ પર થૂંકતો, બહાર આવીને અશ્લીલ ગીતો ગાતો, છોકરી જ્યારે ચાલતી હોય ત્યારે તેની અંદર બાઈક ઘુસાડી દેતો અને ગંદા ઈશારા કરીને આંખો મારતો. આ બધું એટલી હદે વધી ગયું કે દીકરી ઘરે આવીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી અને તેણે પોતાની માતાને આ બધી હરકતો જણાવી.

જ્યારે પરિવારજનો આ અંગે ફરિયાદ નોંધાવવા રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે મામલો વધુ ગંભીર બની ગયો. પીડિત માતાના જણાવ્યા મુજબ, પોલીસ સ્ટેશનના રાઇટર રૂમમાં પોલીસની ઉપસ્થિતિમાં જ એક મુસ્લિમ અસામાજિક તત્વએ (જે આરોપી મુસ્લિમ યુવકનો જ સગો થાય છે) પીડિતાના પિતાને સીધી ધમકી આપી હતી કે, “જો ફરિયાદ પાછી નહીં ખેંચે તો ફરિયાદ ફાડીને ફેંકી દઈશ અને તને પણ કાપી નાખીશ.” આ ભય અને આઘાતના કારણે પીડિત સગીરા અને તેનો પરિવાર સતત ભયના સાયા હેઠળ જીવી રહ્યો છે.

માત્ર એક યુવતીનો મામલો નહીં, અન્ય યુવતીઓની છેડતીના પણ આક્ષેપો

ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે વિસ્તારમાં હિંદુ યુવતીઓની છેડતીની આ એકમાત્ર ઘટના નથી. તેમણે અગાઉ અન્ય યુવતીઓ સાથે પણ આવી ઘટનાઓ બની હોવાના આક્ષેપો કર્યા હતા. તેમાં કેટલીક સગીરાઓ પણ સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

સ્થાનિક લોકોએ કેટલીક ઘટનાઓના CCTV ફૂટેજ પણ બતાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, આ ફૂટેજમાં મુસ્લિમ યુવકો હિંદુ સગીરાનો પીછો કરતા અને તેમના ઘરના દરવાજા સુધી પહોંચતા જોવા મળે છે. રહેવાસીઓના દાવા અનુસાર, કેટલીક ઘટનાઓમાં યુવતીઓને તેમના ઘરની નજીક રોકીને હેરાન કરવામાં આવી હતી. સ્થાનિક પરિવારો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતા ગંભીર છે.

સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિને કારણે પરિવારજનોને પોતાની દીકરીઓને બહાર મોકલતાં પહેલાં પણ વિચારવું પડે છે. કેટલાક પરિવારોને દિવસના સમયે પણ દીકરીઓની સુરક્ષાની ચિંતા સતાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

સોસાયટીનું બદલાતું વાતાવરણ અને પડતી હાલાકીઓ

આ વિસ્તારમાં અગાઉ હિંદુ પરિવારો સાથે 8થી 9 જેટલા જૈન પરિવારો પણ રહેતા હતા. પરંતુ મુસ્લિમ પરિવારોના આગમન બાદ શરૂ થયેલા ત્રાસ અને અસામાજિક પ્રવૃત્તિઓના કારણે તે તમામ જૈન પરિવારો પોતાના મકાનો ખાલી કરીને અન્યત્ર જતા રહ્યા છે.

તેમના જણાવ્યા મુજબ, સોસાયટીમાં એક મુસ્લિમ પરિવારે મકાન ખરીદ્યા બાદ સ્થાનિક હિંદુ પરિવારોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે ત્યારબાદ ગાળાગાળી, ધમકીઓ અને અન્ય પ્રકારના વિવાદોને કારણે સોસાયટીનું વાતાવરણ બગડ્યું.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે જૈન પરિવારો લસણ-ડુંગળી પણ સાત્વિક રીતે વાપરતા હોય છે, ત્યારે તેમની સોસાયટીની બિલકુલ બાજુમાં નોન-વેજ (બકરા કાપવા વગેરે) રાંધવાની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ શરૂ કરવામાં આવી. જ્યારે હિંદુ પરિવારોએ આ અંગે વિરોધ કર્યો ત્યારે તેમને સમજાવવાને બદલે ધમકાવવામાં આવ્યા કે, “તમારે રહેવું હોય તો આ જ વાતાવરણમાં રહેવું પડશે.”

આ વાતચીત દરમિયાન કેટલીક મહિલાઓ ભાવુક થઈ ગઈ હતી. તેમના જણાવ્યા અનુસાર, પોતાના જ ઘરમાં શાંતિથી રહેવાની અને પરિવાર સાથે સુરક્ષિત જીવન જીવવાની તેમની અપેક્ષા સામે રોજિંદા તણાવ અને ભયની સ્થિતિ ઊભી થઈ છે.

સરકારી શાળામાં મુસ્લિમ યુવકોનો અડ્ડો!

સોસાયટીની બિલકુલ બાજુમાં જ એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. સ્થાનિક મહિલાઓ અને નાગરિકોના જણાવ્યા મુજબ, સવારે શાળાનો સમય પૂરો થયા બાદ બપોર પછી આ શાળા પરિસર અને તેની આસપાસનો વિસ્તાર મુસ્લિમ યુવકો માટે અડ્ડાબાજીનું સ્થળ બની જાય છે.

બપોરના સમયે અહીં નશો કરવો, અશ્લીલ ભાષાનો પ્રયોગ કરવો અને હિંદુ મહિલાઓ તથા દીકરીઓ સામે અશોભનીય ઈશારા કરવા એ રોજબરોજની વાત બની ગઈ છે. જો કોઈ મહિલા કે વડીલ આનો વિરોધ કરે તો તેમને ગાળો ભાંડવામાં આવે છે અને ઘરો પર પથ્થરમારો પણ કરવામાં આવે છે.

મહિલાએ રડતાં-રડતાં જણાવ્યું કે, “મારી નાનાઈ દીકરી મને પૂછે છે કે આ લોકો જે બોલે છે એનો અર્થ શું થાય? આ લોકો આપણા પર પથ્થર કેમ ફેંકે છે? હું મારી દીકરીને આનો શું જવાબ આપું?” તેમણે આગળ જણાવ્યું કે આ ત્રાસ એટલો વધી ગયો છે કે તેઓ પોતાની દીકરીઓને ખરા બપોરે પણ ઘરની બહાર મોકલતા ડરે છે.

ડેમોગ્રાફિક ચેન્જ અને હિંદુ-જૈન પરિવારોનું પલાયન

જનતા નગરની પરિસ્થિતિ અંગે વાત કરતાં સ્થાનિક રહેવાસીઓએ એક વધુ ગંભીર દાવો કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં હેરાનગતિ અને અસુરક્ષાની લાગણીને કારણે આશરે આઠ જૈન પરિવારો પોતાનાં મકાન વેચીને અન્યત્ર સ્થળાંતર કરી ચૂક્યા છે. કેટલાક અન્ય પરિવારો પણ મકાન વેચીને વિસ્તાર છોડવા માગતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

તેઓએ ચિંતા પણ વ્યક્ત કરી કે મુસ્લિમોની આ હેરાનગતિઓના કારણે થઈ રહેલા પલાયનના લીધે હવે વિસ્તારની ડેમોગ્રાફી પણ બદલાઈ રહી છે. જો સ્થાનિક લોકો દ્વારા વર્ણવવામાં આવેલી સ્થિતિને કારણે પરિવારો પોતાનું ઘર છોડવા મજબૂર અનુભવતા હોય તો તે વિસ્તારના સામાજિક વાતાવરણ અને નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતાનો વિષય બને છે.

નવરાત્રિના ગરબાનું સ્થળ પણ બદલવું પડ્યું?

જનતા નગરના રહેવાસીઓએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં નવરાત્રીના ગરબા અંગે પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

તેમના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં આવેલા એક ચોકમાં વર્ષોથી આખી રાત ગરબાનું આયોજન થતું હતું. પરંતુ સ્થાનિક હિંદુ પરિવારોનો આક્ષેપ છે કે હેરાનગતિ અને મહિલાઓની સુરક્ષાને લઈને વધેલી ચિંતાઓને કારણે વર્ષો પહેલા તેમને ગરબાનું સ્થળ બદલવાની ફરજ પડી હતી.

ગરબા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ અને નવરાત્રિની પરંપરાનો મહત્વનો ભાગ છે. કોઈ વિસ્તારના રહેવાસીઓ પોતાની પરંપરાગત ઉજવણીનું સ્થળ સુરક્ષાની ચિંતાને કારણે બદલવી પડતી હોય, તો તેમની ફરિયાદોને ગંભીરતાથી સાંભળવી જરૂરી છે.

સ્થાનિક મહિલાઓની વેદના અને પ્રશાસન સામે સવાલ

કૃષ્ણા રેસિડેન્સી અને જનતાનગર વિસ્તારની મહિલાઓએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આંસુ સાથે જણાવ્યું કે તેમની દીકરીઓની સુરક્ષા ભગવાન ભરોસે છે. તેમણે જણાવ્યું કે મુસ્લિમ યુવાનો તેમની બિલ્ડિંગની સામે જ બેસી રહે છે, ગાળો બોલે છે અને તેમના ઘર સામે જોયે રાખે છે અને ક્યારેક તો વિડીયો પણ ઉતારે છે.

અશાંતધારો લાગુ કરવાની સ્થાનિકોની માંગ

રામોલના જનતા નગરમાં સ્થાનિકો સાથેની વાતચીત દરમિયાન અશાંતધારા અંગેની માંગ પણ સામે આવી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ઊભી થયેલી સુરક્ષા, બદલાતી ડેમોગ્રાફી અને સામાજિક તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં અશાંતધારો લાગુ કરવાની જરૂર છે. રહેવાસીઓની માંગ છે કે તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવે અને વિસ્તારમાં શાંતિ તથા સુરક્ષા જળવાય તે માટે તંત્ર યોગ્ય પગલાં ભરે.

જનતા નગરના રહેવાસીઓની ફરિયાદોનો ઉકેલ કોણ લાવશે?

ઑપઇન્ડિયાના આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં સ્થાનિક રહેવાસીઓએ અનેક મુદ્દાઓ રજૂ કર્યા છે– યુવતીની છેડતીની ફરિયાદ, પીડિતાના પિતાને ધમકી આપ્યાનો આક્ષેપ, અન્ય યુવતીઓની છેડતી અંગેના દાવા, CCTV ફૂટેજ, સરકારી શાળાના પરિસરમાં અસામાજિક પ્રવૃત્તિઓ, પથ્થરમારા અને ધમકીઓની ફરિયાદો તથા પરિવારોના સ્થળાંતર અને ગરબાનું સ્થળ બદલવા પાછળની ચિંતાઓ.

રામોલ પોલીસ અને સંબંધિત વહીવટી તંત્રએ ફરિયાદોની તપાસ કરીને જ્યાં ગુનો બન્યો હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ખાસ કરીને મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા, ધમકીના આક્ષેપો તથા જાહેર મિલકતના દુરુપયોગ અંગે સ્પષ્ટતા જરૂરી છે. જનતા નગરના રહેવાસીઓની મુખ્ય માંગ એટલી જ છે કે તેઓ પોતાના ઘરમાં, પોતાની સોસાયટીમાં અને જાહેર સ્થળોએ ભય વિના રહી શકે. સાથે આગળ જતા આવા પ્રશ્નો સતત ઊભા ના થાય તે માટે તેઓએ વિસ્તારમાં અશાંતધારો લગાવવાની માંગ પણ કરી છે. તેમની ફરિયાદોની નિષ્પક્ષ તપાસ અને કાયદા મુજબની કાર્યવાહીથી જ આ સવાલોના જવાબ મળી શકે.

અમદાવાદના રામોલ વિસ્તારની આ ઘટના માત્ર એક સોસાયટી કે એક દીકરીનો પ્રશ્ન નથી, પરંતુ ગુજરાતના શહેરોમાં બદલાઈ રહેલા સામાજિક સમીકરણો અને હિંદુ-જૈન બહુસંખ્યક વિસ્તારોમાં ઊભી થઈ રહેલી ઘૂસણખોરી તથા અસુરક્ષાની ગંભીર તસવીર રજૂ કરે છે. પ્રશાસન અને પોલીસે જો આ મામલે સખત પગલાં નહીં લીધા, તો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

દરમ્યાન અમદાવાદ પોલીસે જણાવ્યું હતું કે વિડીયો ધ્યાનમાં આવતાં પોલીસની એક ટીમે સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક આગેવાનો સાથે પણ બેઠક કરી હતી. પોલીસે દાવો કર્યો કે સ્થળ પર હાલ કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન નથી અને સ્થાનિકોને કોઈ ફરિયાદ હશે તો પોલીસને જાણ કરશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં