Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતભચાઉની કોર્ટમાંથી મુફ્તી સલમાન અઝહરીને મળ્યા જામીન, પણ હવે અરવલ્લી પોલીસ ધરપકડ...

    ભચાઉની કોર્ટમાંથી મુફ્તી સલમાન અઝહરીને મળ્યા જામીન, પણ હવે અરવલ્લી પોલીસ ધરપકડ કરી શકે: મોડાસામાં પણ નોંધાયો છે ભડકાઉ ભાષણનો ગુનો

    મુફ્તી અઝહરી સામે તાજેતરમાં જ અરવલ્લીના મોડાસામાં પણ એક FIR દાખલ કરવામાં આવી હતી. ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન મોડાસા પોલીસે આ બાબતની પુષ્ટિ કરી હતી તેમજ જણાવ્યું હતું કે DySPની દેખરેખ હેઠળ મામલાની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    સામખિયાળીમાં આપેલા ભડકાઉ ભાષણના કેસમાં ભચાઉની કોર્ટે મુફ્તી સલમાન અઝહરીના જામીન મંજૂર કર્યા છે. રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે શરતી જામીન આપ્યા હતા. જોકે, હજુ તેની મુશ્કેલીઓ ઓછી થઈ નથી કારણ કે તેની વિરુદ્ધ મોડાસા પોલીસ મથકે પણ એક કેસ નોંધાયો છે. જેથી હવે મોડાસા પોલીસ તેને કસ્ટડીમાં લઇ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. 

    ભડકાઉ ભાષણ મામલે જૂનાગઢમાં નોંધાયેલા કેસમાં જામીન મળ્યા બાદ સામખિયાળીમાં નોંધાયેલી FIRના કેસમાં કચ્છ પોલીસે મુફ્તીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેને 3 દિવસ માટે રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. જે રવિવારે (11 ફેબ્રુઆરી, 2024) પૂર્ણ થતાં ફરીથી રજૂ કરવામાં આવ્યો, જ્યાં સરકારે રિમાન્ડ ન માગ્યા પરંતુ જામીનનો વિરોધ કર્યો હતો. પરંતુ બંને પક્ષે દલીલો થયા બાદ કોર્ટે ₹30 હજારના બોન્ડ પર તેને જામીન આપ્યા હતા. 

    ભચાઉ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ હવે અરવલ્લી પોલીસ અઝહરીની ધરપકડ કરશે. આ માટે એક ટીમ કચ્છ જવા રવાના થઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. ત્યાંથી કસ્ટડી લઈને તેને મોડાસા લાવવામાં આવશે.

    - Advertisement -

    મોડાસામાં દાખલ થઈ છે FIR

    નોંધનીય છે કે મુફ્તી અઝહરી સામે તાજેતરમાં જ અરવલ્લીના મોડાસામાં પણ એક FIR દાખલ કરવામાં આવી હતી. ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન મોડાસા પોલીસે આ બાબતની પુષ્ટિ કરી હતી તેમજ જણાવ્યું હતું કે DySPની દેખરેખ હેઠળ મામલાની તપાસ ચાલી રહી છે.

    તેણે ગત ડિસેમ્બરમાં મોડાસામાં એક સંબોધન કર્યું હતું. જૂનાગઢનો મામલો સામે આવતાં પોલીસે તેના ભાષણનો વિડીયો મંગાવીને જોતાં તેમાં પણ અમુક ભડકાઉ વાતો કહી હોવાનું ધ્યાને આવતાં પોલીસે સ્વયં ફરિયાદી બનીને અઝહરી સામે FIR નોંધી હતી. તેની સાથે કાર્યક્રમના આયોજક ઇશાક નામના શખસને પણ આરોપી બનાવવામાં આવ્યો, જેને પછીથી પકડીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 4 દિવસ માટે રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. 

    અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ આ મામલે જણાવ્યું હતું કે, અઝહરી અને ઈશાક વિરુદ્ધ IPCની 153B અને 505(2) તથા 298 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મુફ્તીએ SC સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હોવાનું સામે આવતાં પોલીસે આ કેસમાં ST/SC એક્ટની પણ કલમો લગાડી છે. તેમણે ઉમેર્યું હતું કે, કચ્છમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ મોડાસા પોલીસ અઝહરીની કસ્ટડી મેળવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં