Sunday, May 5, 2024
More
    હોમપેજક્રાઈમભડકાઉ ભાષણ આપનાર મુફ્તી અઝહરી સામે ગુજરાતમાં ત્રીજો ગુનો, હવે અરવલ્લી પોલીસ...

    ભડકાઉ ભાષણ આપનાર મુફ્તી અઝહરી સામે ગુજરાતમાં ત્રીજો ગુનો, હવે અરવલ્લી પોલીસ એક્શનમાં: ભચાઉથી જામીન મળે તો ફરી ધરપકડ કરવાની તૈયારી

    કચ્છ પોલીસે મુફ્તીની ધરપકડ કરીને ગુરુવારે (8 ફેબ્રુઆરી, 2024) કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ જો ભચાઉ કોર્ટમાંથી તેને જામીન મળે તો અરવલ્લી પોલીસ તેની ધરપકડ કરશે તેવું જાણવા મળ્યું છે.

    - Advertisement -

    ભડકાઉ ભાષણ મામલે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરતા મુફ્તી સલમાન અઝહરી સામે હવે ગુજરાતમાં ત્રીજો ગુનો નોંધાયો છે. તેની વિરુદ્ધ અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેણે ગત ડિસેમ્બર મહિનામાં મોડાસામાં એક સભા કરી હતી, જેમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપસર તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    અઝહરીએ ગત 24 ડિસેમ્બર, 2023ના રોજ મોડાસામાં એક ભાષણ આપ્યું હતું, જેને લઈને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તેની વિરુદ્ધ એટ્રોસિટીની પણ કલમ ઉમેરવામાં આવી છે. ફરિયાદી પોલીસ સ્વયં ફરિયાદી બની છે અને આરોપીઓમાં આયોજક ઇશાક નામના શખસનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

    ઑપઇન્ડિયાએ આ અંગે મોડાસા ટાઉન પોલીસ મથકનો સંપર્ક કરતાં મુફ્તી અઝહરી સામે FIR નોંધાઈ હોવાની વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળ્યું કે DySPની દેખરેખ હેઠળ મામલાની તપાસ હાલ ચાલી રહી છે.

    - Advertisement -

    આ કેસમાં મુફ્તી અઝહરી વિરુદ્ધ ST/SC એક્ટ હેઠળ પણ કલમો દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં, પોલીસને જાણવા મળ્યું કે ગત ડિસેમ્બર મહિનામાં અઝહરીએ મોડાસામાં પણ એક ભાષણ આપ્યું હતું. જેનો વિડીયો મેળવીને જોતાં તેમાં પણ અમુક ભડકાઉ વાતો કહેવામાં આવી હોવાનું ધ્યાને આવ્યા બાદ FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવી. તેણે SC સમુદાય વિશે પણ અમુક ટિપ્પણીઓ કરી હોવાનું ધ્યાને આવતાં ST/SC એક્ટની કલમો પણ લગાડવામાં આવી છે.

    મુફ્તી અઝહરી વિરુદ્ધ જૂનાગઢ અને કચ્છમાં ભડકાઉ ભાષણના ગુના નોંધાઈ ચૂક્યા છે. બુધવારે (7 ફેબ્રુઆરી) જૂનાગઢ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ કચ્છ પોલીસે તેની ધરપકડ કરી હતી. જે રાત્રે જૂનાગઢમાં તેણે ભડકાઉ ભાષણ આપ્યું હતું, તે જ દિવસે તે કચ્છના સામખિયાળી પણ પહોંચ્યો હતો, જ્યાં પણ તેણે ભડકાઉ ભાષણ આપતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

    કચ્છ પોલીસે મુફ્તીની ધરપકડ કરીને ગુરુવારે (8 ફેબ્રુઆરી, 2024) કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ જો ભચાઉ કોર્ટમાંથી તેને જામીન મળે તો અરવલ્લી પોલીસ તેની ધરપકડ કરશે તેવું જાણવા મળ્યું છે. ત્યારબાદ તેને ફરીથી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે. 

    મુફ્તી અઝહરીનું ભડકાઉ ભાષણ અને સંપૂર્ણ કેસ 

    મુફ્તી સલમાન અઝહરીએ 31 જાન્યુઆરી, 2024ના રોજ જૂનાગઢમાં એક ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ આ મામલે પોલીસે સંજ્ઞાન લઈને જૂનાગઢ B ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

    ગુનો દાખલ થયા બાદ ગુજરાત ATS મુફ્તીની ધરપકડ માટે મુંબઈ પહોંચી હતી અને ઘાટકોપર સ્થિત તેના ઘરેથી પકડી લેવામાં આવ્યો હતો. જ્યાંથી જૂનાગઢ લાવીને રજૂ કરવામાં આવ્યા બાદ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ ફરી રજૂ કરવામાં આવતાં કોર્ટે જામીન આપ્યા હતા. જોકે તે દરમિયાન તેની વિરુદ્ધ કચ્છમાં ગુનો નોંધાઇ ચૂક્યો હોવાથી કચ્છ પોલીસ તેને પકડીને લઇ ગઈ હતી. હવે વધુ એક FIR થઈ છે. 

    બીજી તરફ, ગુજરાત ATS તેનાં ટ્રસ્ટથી માંડીને તેને ભંડોળ ક્યાંથી મળે છે અને કોઇ આતંકવાદી કનેક્શન છે કે કેમ તે બાબતની તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં