Thursday, October 10, 2024
More
    હોમપેજગુજરાતમુફ્તી અઝહરીના ભડકાઉ ભાષણના કેસમાં ટેરર એન્ગલથી પણ તપાસ કરશે ગુજરાત ATS:...

    મુફ્તી અઝહરીના ભડકાઉ ભાષણના કેસમાં ટેરર એન્ગલથી પણ તપાસ કરશે ગુજરાત ATS: ટ્રસ્ટને ક્યાંથી મળે છે ફંડ, સોશિયલ મીડિયાની ગતિવિધિઓ- તમામની થશે તપાસ

    ATS અધિકારીએ એ પણ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર અઝહરી અને તેમના ટ્રસ્ટ તેમજ તેની સાથે સંકળાયેલા લોકોની પ્રવૃત્તિઓ અંગે પણ તપાસ કરવામાં આવશે.

    - Advertisement -

    જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે પકડાયેલા મુફ્તી સલમાન અઝહરીના કેસમાં હવે ગુજરાત ATS ટેરર એન્ગલથી પણ તપાસ કરવા જઈ રહી છે. સ્વયં ATSના અધિકારીએ આ બાબતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, મુફ્તીના ટ્રસ્ટના ફન્ડિંગથી માંડીને અન્ય બાબતોની પણ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે અને જરૂર જણાય તો હાલના કેસમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. 

    ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટીવી સાથેની વાતચીત દરમિયાન ગુજરાત ATSના SP ઓમપ્રકાશ જાટે આ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, આ મુફ્તીનો ગુનાહિત ઈતિહાસ પણ રહ્યો છે અને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. 2 કેસ ગુજરાતમાં નોંધાયા છે. તેમના બેકગ્રાઉન્ડ વિશે પણ સોશિયલ મીડિયામાં સુફી ખાનકાહ એસોશિએશનના અધ્યક્ષ મોહમ્મદ કૌસર હસને એક નિવેદન આપ્યું છે, જેનું પણ અમે સંજ્ઞાન લીધું છે. 

    નોંધનીય છે કે મોહમ્મદ કૌસર હસને એક નિવેદનમાં કહ્યું હતું કે મુફ્તી અઝહરી ‘ગઝવા-એ-હિન્દ’ના એજન્ડા પર કામ કરી રહ્યા છે. 

    - Advertisement -

    ATS અધિકારીએ કહ્યું કે, મુફ્તીનું બહારના કોઇ આતંકી સંગઠન સાથે કોઇ કનેક્શન છે કે નહીં તે મામલે પણ તપાસ કરવામાં આવશે. આગળ જણાવ્યું કે, “અઝહરીનું ટ્રસ્ટ તેમજ તેને ભંડોળ ક્યાંથી મળે છે અને શું પ્રવૃત્તિ કરે છે તે બાબતની પણ અમે તપાસ કરીશું. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.” તેમણે એમ પણ જણાવ્યું કે, તપાસમાં જો વધુ વિગતો સામે આવે તો તેને સુસંગત કલમો પણ કેસમાં ઉમેરવામાં આવશે.

    આ ઉપરાંત ATS અધિકારીએ એ પણ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર અઝહરી અને તેમના ટ્રસ્ટ તેમજ તેની સાથે સંકળાયેલા લોકોની પ્રવૃત્તિઓ અંગે પણ તપાસ કરવામાં આવશે.

    ગુજરાતમાં અઝહરી સામે નોંધાઈ ચૂક્યા છે 2 કેસ

    ઉલ્લેખનીય છે કે મુફ્તી અઝહરી સામે ગુજરાતમાં 2 કેસ નોંધાઈ ચૂક્યા છે અને ગુજરાત ATSની પણ કેસમાં એન્ટ્રી થઈ છે. 31 જાન્યુઆરીએ અઝહરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો વાયરલ થઈ ગયા બાદ પોલીસે સંજ્ઞાન લઈને FIR નોંધી હતી. ત્યારબાદ ગુજરાત ATS મુફ્તીની ધરપકડ માટે મુંબઈ પહોંચી હતી. જ્યાં ઘાટકોપરથી તેના ઘરેથી અઝહરીને પકડી લેવામાં આવ્યો હતો. જ્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. 

    જૂનાગઢ લાવવામાં આવ્યા બાદ એક તરફ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવી તો બીજી તરફ કચ્છમાં તેની વિરુદ્ધ એક FIR નોંધાઈ હતી. વાસ્તવમાં અઝહરીએ તે જ દિવસે કચ્છના સામખિયાળીમાં પણ એક ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેને લઈને ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે આયોજકની ધરપકડ થઈ ચૂકી છે. 

    મુફ્તી અઝહરીના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે રિમાન્ડની માગ ન કરી પરંતુ જામીનનો વિરોધ કર્યો હતો. જોકે, કોર્ટે તેને શરતી જામીન આપ્યા હતા, પરંતુ હજુ તેને રાહત મળી નથી. કારણ કે કચ્છ પોલીસ હવે તેનો કબ્જો મેળવશે અને વધુ તપાસ કરશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં