Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાવનગરમાં હિંદુઓની મોટી જીત: અનેક રેલીઓ અને આવેદનો બાદ 27 વર્ષે અશાંતધારાની...

    ભાવનગરમાં હિંદુઓની મોટી જીત: અનેક રેલીઓ અને આવેદનો બાદ 27 વર્ષે અશાંતધારાની માંગ સંતોષાઈ, હિંદુ સંગઠનોએ આપ્યું હતું 10 દિવસનું અલ્ટીમેટમ

    ભાવનગરના કેટલાક મહત્વના અને સંવેદનશીલ વિસ્તારોમાં મુસ્લિમો દ્વારા ઊંચા ભાવે મિલકતો ખરીદીને ડેમોગ્રાફી બદલવાનું ષડયંત્ર ચાલતું હોવાનો હિંદુ સંગઠનોનો આરોપ હતો. જેને લઈને છેલ્લા અનેક વર્ષોથી સંગઠનો પ્રદર્શનો કરીને આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા.

    - Advertisement -

    ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. લગભગ 27 વર્ષથી વિવિધ હિંદુ સંગઠનો દ્વારા આ માંગ સાથે કરવામાં આવેલા પ્રદર્શનોનું ફળ અંતે તેમને મળી ગયું છે. તાજેતરમાં દસ દિવસના અલ્ટીમેટમ સાથે કરવામાં આવેલી માંગ બાદ પ્રશાસન દ્વારા ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલ બાદ ભાવનગરના પૂર્વ વિસ્તારના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરી મિલકતોની લે-વેચ પર નજર રાખવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ભાવનગરના ભગાતળાવ, રાણીકા, બોરડીગેઇટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલકનગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદ નગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદાર નગર, ભરતનગર, શિશુવિહાર, કરચલિયા પરા, ખેડૂત વાસ, શિવાજી સર્કલ જેવા મહત્વના અને સંવેદનશીલ વિસ્તારોમાં મુસ્લિમો દ્વારા ઊંચા ભાવે મિલકતો ખરીદીને ડેમોગ્રાફી બદલવાનું ષડયંત્ર ચાલતું હોવાનો હિંદુ સંગઠનોનો આરોપ હતો. જેને લઈને છેલ્લા અનેક વર્ષોથી સંગઠનો પ્રદર્શનો કરીને આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા.

    તેવામાં તાજેતરમાં જ આ પડતર માંગને લઈને ફરી એક વાર હિંદુ સંગઠનો દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ આપી અશાંતધારો લાગુ કરવાની માંગ કરી હતી. આ દરમિયાન આપવામાં આવેલી સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ હિંદુ સંગઠનોએ ધારાસભ્ય સેજલ પંડ્યાના ઘર બહાર રામધુન કરી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે તે પહેલા જ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા. પરંતુ પોતાના નિર્ણય પર દ્રઢ એવા હિંદુ સંગઠનોએ તેમની અન્ય એક ટીમને કોઈ રીતે ધારાસભ્યના ઘર બહાર પહોંચાડી સુત્રોચ્ચાર કર્યા હતા.

    - Advertisement -

    હિંદુ સંગઠનો 27 વર્ષથી કરી રહ્યા હતા માંગ

    હિંદુ સંગઠનોના જણાવ્યા અનુસાર ભાવનગર અનેક કોમી રમખાણોનું સાક્ષી રહી ચુક્યું છે. છેલ્લા 27 વર્ષથી અશાંતધારાની માંગ તેઓ કરી રહ્યા છે. શહેરના સંવેદનશીલ ગણાતા ક્રેસન્ટ વિસ્તાર, હલુંરીયા ચોક, ગીતા ચોક, ઘોઘા સર્કલ, ગૌરીશંકર, મોખડા જી સર્કલ, વડવા સહિતના વિસ્તારોમાં હિંદુઓને પલાયન કરવું પડ્યું છે. આ વિસ્તારોમાં મુસ્લિમો યેનકેન પ્રકારે મિલકતો ખરીદી પોતાનો દબદબો બનાવી રહ્યા છે. આમાંથી મોટાભાગના વિસ્તારોની અનેક સોસાયટીઓમાં ‘હિંદુ સિવાય અન્ય કોઈ લોકોએ પ્રવેશ ન કરવો’ તેવા બેનરો પણ મારવામાં આવ્યા છે.

    તેવામાં હિંદુ સંગઠનોની ઉગ્ર માંગ બાદ તંત્ર દ્વારા એક નોટિફિકેશન જાહેર કરી ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભગાતળાવ, રાણીકા, બોરડીગેઇટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલકનગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદ નગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદાર નગર, ભરતનગર, શિશુવિહાર, કરચલિયા પરા, ખેડૂત વાસ, શિવાજી સર્કલ સહિતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ મામલે વધુ માહિતી મળતા જ અમે આ સમાચારને અપડેટ કરીશું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં