Saturday, July 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટભાવનગરમાં અશાંતધારાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ: હિંદુ સંગઠનોની આગેવાનીમાં 5 હજાર...

  ભાવનગરમાં અશાંતધારાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ: હિંદુ સંગઠનોની આગેવાનીમાં 5 હજાર હિંદુઓ રોડ પર ઉતર્યા, કલેક્ટરને આપ્યું આવેદન

  ભાવનગર શહેરના જશુનાથ સર્કલ પરથી કલેકટર કચેરી સુધી જય શ્રી રામના સૂત્રોચાર સાથે મહિલાઓ અને બાળકો સહિત 5,000 વધુ હિંદુઓ રેલીમાં જોવા મળ્યા હતા.

  - Advertisement -

  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવે વસ્તી સંતુલન ખોરવાતા ડેમોગ્રાફી બદલાઈ રહી છે. જેનો સાદો અર્થ એ થાય કે કોઈ એક વિસ્તારમાં જ્યાં પહેલા કોઈ એક ધાર્મિક સમૂહના લોકો રહેતા હતા ત્યાં હવે અનિયંત્રિત રીતે મિલકતોના સોદા થતા એક ધાર્મિક સમૂહની વસ્તી વધવી અને બીજાની ઘટવી જનાથી વિસ્તારનું ધાર્મિક સંતુલન ખોરવાય છે અને ઘર્ષણ વધે છે. આવા જ કારણસર ગુરુવારે હિંદુ સંગઠનોની આગેવાની હેઠળ ભાવનગરમાં અશાંતધારો (Disturbed Area Act) લાગુ કરવાની માંગણી સાથે એક વિશાળ રેલી યોજાઈ હતી.

  નોંધનીય છે કે ભાવનગર શહેરમાં છેલ્લા 10 વર્ષોથી અશાંતધારો લાગુ કરવાની માંગ થતી આવી છે પરંતુ હજુ સુધી આ માંગ સ્વીકારવામાં નથી આવી. અને આ સમયગાળા દરમિયાન ધાર્મિક ઘર્ષણ થવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જેને અનુલક્ષીને એકવાર ફ રીહિંદુ સમાજે ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાની માગ ઉઠાવી છે.

  5 હજાર હિંદુઓ ઉતર્યા રોડ પર

  અહેવાલો અનુસાર ભાવનગર શહેરના જશુનાથ સર્કલ પરથી કલેકટર કચેરી સુધી જય શ્રી રામના સૂત્રોચાર સાથે મહિલાઓ અને બાળકો સહિત 5,000 વધુ હિંદુઓ રેલીમાં જોવા મળ્યા હતા. જોકે આવેદન પત્ર પાઠવતા સમયે એડિશનલ કલેકટર સાથે શાબ્દિક ઘર્ષણ થતા હિંદુ સંગઠનના યુવાઓએ સતત 30 મિનિટ સુધી કલેકટર કચેરીનો રોડ બ્લોક કરી રાખ્યો હતો અને આ સાથે જ રામધુન ગાઈ હતી. આખરે ડેપ્યુટી કલેકટર અશાંત ધારાની રજુઆત અને આવેદન પત્ર સ્વીકારી લીધા અને ઓફિસ પરથી નીચે જઈ મામલો શાંત કર્યો હતો.

  - Advertisement -

  ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ડિસ્ટર્બ એરીયા એકટ લાગુ કરવા માટે દાયકાઓથી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારનો સુખદ અંત નહીં આવતા આખરે વિવિધ હિંદુ સંગઠનો મેદાન પર ઉતર્યા હતા.

  મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી માંગ પહોંચાડાઇ

  સ્થાનિકો અનુસાર ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાંથી હિંદુઓને ફરજીયાત ઘર વેચીને બીજા સ્થળે રહેવા જવુ પડે છે. જેને પરિણામે શહેરની કોમી-એખલાસતા ઘટી રહી છે. આ સંજોગોમાં ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માંગણી કરેલ છે.

  રાજ્યના અમદાવાદ વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પડ્યો છે અને ભાવનગરમાં પણ ઘણા લાંબા સમયથી આ અંગેની માંગણી છે ત્યારે વહેલીતકે આ અંગેનો નિર્ણય લેવાની માંગણી કરવામાં આવેલ છે.

  કયા ખાસ વિસ્તારો માટે આ માંગ ઉઠી?

  ગુજરાતના વિવિધ જિલ્લામાં અશાંત ધારો લાગુ થઈ રહ્યો છે તો ભાવનગરમાં શા માટે નહીં તેવી માંગ  કરી હતી. આ માંગ સાથે રેલીમાં ડેપ્યુટી મેયર તેમજ ભાજપના નગરસેવક સહિતનાઓ જોડાયા હતા. ભાવનગર શહેરના ક્રેસંટ, ગીતાચોક, મેઘાણીસર્કલ, ઘોઘાસર્કલ, અને ઘોઘારોડ સહિતના વિસ્તારોમાં અને કરચલીયા પરા સહિત મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં હાલ જે પ્રમાણે મિલકતના સોદા થઈ રહ્યા છે. તેને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

  રાજ્યના અમદાવાદ વડોદરા,સુરત, રાજકોટ સહિતના શહેરોમાં અશાંતધારો લાગુ પડ્યો છે. અને ભાવનગરમાં પણ ઘણા લાંબા સમયથી આ અંગેની માંગણી છે. ત્યારે વહેલીતકે આ અંગેનો નિર્ણય લેવાની માંગણી કરવામાં આવેલ છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રૂપાણી હિન્દુ એકતા મંચ, સહિતની સંસ્થાઓ ઉપરાંત સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ, તિલકનગર, બોરડીગેટ, ભગાતળાવ સહિત જુદાજુદા આઠ મંડળોએ આ અંગેની સંયુક્ત રજુઆત કરી હતી.

  શું છે અશાંતધારો?

  અશાંત ધારો એ એક એવો કાયદો છે કે જે વિસ્તારમાં થતી મિલકતોની લે-વેચ પર નજર રાખે અને જરૂર પડે તો અટકાવે છે. આ કાયદો મોટા ભાગે એવા વિસ્તારોમાં લગાવવામાં આવે છે જ્યાં કોઈ એક સમુદાય ડેમોગ્રાફીમાં બદલાવ કરી રહ્યો હોય અને જેનાથી અન્ય સમુદાયો જોખમમાં મુકતા હોય છે.

  જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો હોય ત્યાં મિલકતોના લે-વેચમાં અમુક નિયંત્રણો લગાવવામાં આવે છે. મિલકતના માલિકે તેને વેચતા પહેલા કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે જ એ મિલકત વેચવાનું યોગ્ય કારણ તથા તે મિલકત કોણ ખરીદી રહ્યું છે તેની પુરી જાણકારી આપવી પડે છે. જે બાદ સ્થાનિક કલેક્ટર આ જાણકારીઓ ક્રોસ ચેક કરે છે. કલેક્ટરને જો આ જાણકારીઓ યોગ્ય લાગે અને તેનાથી વિસ્તારની ડેમોગ્રાફીમાં બદલાવ ન થતો હોય તો જ તેઓ આ સોદાને મંજૂરી આપતા હોય છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં