Saturday, April 20, 2024
More
    હોમપેજરાજકારણવિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય: બોરસદ, પેટલાદ બાદ...

    વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય: બોરસદ, પેટલાદ બાદ હવે ધંધુકામાં અશાંતધારો લાગુ; ચાલો જાણીએ આ કાયદા વિષે

    તાજેતરમાં ધંધુકા શહેરમાં મુસ્લિમ સમુદાયની વસ્તી અનિયંત્રિત રીતે વધી રહેલી જોવા મળી હતી અને જેને કારણે કોમી છમકલાઓ પણ અવાર નવાર જોવા મળ્યા હતા. જેમાં સૌથી મુખ્ય છે કિશન ભરવાડની હત્યા.

    - Advertisement -

    હવે જયારે ટૂંક જ સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની તારીખો જાહેર થવાની છે ત્યારે ગુજરાત સરકાર ફૂલ ફોર્મમાં બેટિંગ કરતી જોવા મળી રહી છે. પહેલા કોમન સિવિલ કોડ માટે સમિતિની જાહેરાત અને હવે અમદાવાદ જિલ્લાના વધુ એક શહેર ધંધુકામાં અશાંત ધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

    તાજેતરમાં ધંધુકા શહેરમાં મુસ્લિમ સમુદાયની વસ્તી અનિયંત્રિત રીતે વધી રહેલી જોવા મળી હતી અને જેને કારણે કોમી છમકલાઓ પણ અવાર નવાર જોવા મળ્યા હતા. જેમાં સૌથી મુખ્ય છે કિશન ભરવાડની હત્યા. કિશનની માત્ર એક ફેસબુક પોસ્ટને કારણે કટ્ટરવાદી મિસલીમોએ તેની જાહેરમાં કરપીણ હત્યા કરી દીધી હતી જે બાધ શહેરનું વાતાવરણ વધુ તંગ બન્યું હતું.

    હવે શનિવાર (29 ઓક્ટોબર)ના રોજ ગુજરાત સરકારે ધંધુકાના ઘણા વિસ્તારોનો સમાવેશ અશાંત ધારા અંતર્ગત કરતી જાહેરાત કરી છે. આ સાથે જ સરકારના મહેસુલ વિભાગે સંપૂર્ણ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

    - Advertisement -
    સરકારી નોટિફિકેશન

    સરકારી નોટિફિકેશન મુજબ ધંધુકામાં અશાંત ધારો લાગુ પડ્યો હોય તેમાં મોઢવાડા, લુહારફળી, સુથારવાડા, કાળિયાફળી, લીંબડીફળી, વચલીફળી, દેકાવાડા, લવિંગફળી, પારેખફળી, માલીવાડા, નવાપરા, નાનીજોક, મોટીજોક, અંબાપુરા, કુંભારવાડા, સથવારા સોસાયટી, શ્રીનાથ સોસાયટી, પુનીતનગર, ધર્મનગર, વૈષ્ણવ સોસાયટી, મહાત્મા નગર, એકતા સોસાયટી, પ્રોફેસર કોલોની, આઝાદ- નારાયણ નગર, કૈલાશ નગર, યોગીકૃપા સોસાયટી, ખોડિયાર નગર, ક્રિશ્ના રેસીડેન્સી, કૃષ્ણબાગ સોસાયટી, મીરા પાર્ક સોસાયટી અને માધવ બંગલોઝના અમૂક સર્વે નંબરવાળા વિસ્તારોનો સમાવેશ કરાયો છે.

    તા. 29 ઓક્ટોબર 2022 થી 28 ઓક્ટોબર 2027 સુધીના 5 વર્ષના સમયગાળા માટે વિસ્તારોમાં આ ધારો લાગુ કરવામાં આવ્યો છે. ધારામાં સમાવેશ કરાયેલા સંવેદનશીલ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન સ્થાયી મિલ્કતોના વેચાણ પૂર્વે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે.

    શું છે અશાંત ધારો

    અશાંત ધારો એ એક એવો કાયદો છે કે જે વિસ્તારમાં થતી મિલકતોની લે-વેચ પર નજર રાખે અને જરૂર પડે તો અટકાવે છે. આ કાયદો મોટા ભાગે એવા વિસ્તારોમાં લગાવવામાં આવે છે જ્યાં કોઈ એક સમુદાય ડેમોગ્રાફીમાં બદલાવ કરી રહ્યો હોય અને જેનાથી અન્ય સમુદાયો જોખમમાં મુકતા હોય છે.

    જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો હોય ત્યાં મિલકતોના લે-વેચમાં અમુક નિયંત્રણો લગાવવામાં આવે છે. મિલકતના માલિકે તેને વેચતા પહેલા કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે જ એ મિલકત વેચવાનું યોગ્ય કારણ તથા તે મિલકત કોણ ખરીદી રહ્યું છે તેની પુરી જાણકારી આપવી પડે છે. જે બાદ સ્થાનિક કલેક્ટર આ જાણકારીઓ ક્રોસ ચેક કરે છે. કલેક્ટરને જો આ જાણકારીઓ યોગ્ય લાગે અને તેનાથી વિસ્તારની ડેમોગ્રાફીમાં બદલાવ ન થતો હોય તો જ તેઓ આ સોદાને મંજૂરી આપતા હોય છે.

    ધંધુકા સહીત ગુજરાતના ઘણા વિસ્તારોમાં લાંબા સમયથી ઉઠી રહી હતી અશાંત ધારાની માંગ

    નોંધનીય છે કે છેલ્લા ઘણાય સમયથી ધંધુકા, બોરસદ, પેટલાદ અને અંબાજી સહીત ગુજરાતના ઘણાય વિસ્તારોમાંથી અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠી રહી હતી.

    ગત જુલાઈ મહિનામાં વિશ્વપ્રખ્યાત શક્તિ પીઠ અંબાજીમાં સમસ્ત હિન્દૂ સમાજે ‘હિન્દુ હિત રક્ષા સમિતિ’ નામના સંગઠનની આગેવાની હેઠળ વિસ્તારમાં હિન્દુઓ માટે વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને અંબાજીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવા રેલી કાઢી હતી અને સર્કલ ઓફિસરને આવેદન આપ્યું હતું.

    ગુજરાતના આણંદ જિલ્લામાંથી પણ અવાર નવાર આવી માંગણીઓ ઉઠી રહી હતી. જેને અનુલક્ષીને ગુજરાત સરકારે 17 ઓક્ટોબરના રોજ જિલ્લાના બોરસદ અને પેટલાદ બંને શહેરોમાં અશાંત ધારો લાગુ કર્યો હતો.

    એક ફેસબુક પોસ્ટ માટે મુસ્લિમો દ્વારા કિશાન ભરવાડની હત્યા થયા બાદ ધંધુકામાં અશાંત ધારો લાગુ કરવા માટે હિન્દૂ સંગઠનો સ્થાનિકો સાથે મળીને સતત સરકારને દબાણ કરી રહ્યા હતા.

    દેશમાં છેલ્લા ઘણા સમયથી દેશમાં એવા ઘણા કિસ્સાઓ બની રહ્યા છે જેનાથી કોમી વાતાવરણ તંગ બની રહ્યું છે. જેમાં ઉદયપુરની કન્હૈયા લાલની હત્યા અને ધંધુકાના કિશન ભરવાડની હત્યા મુખ્ય છે. જે બાદ દરેક વિસ્તારો કે જ્યાં મુસ્લિમોની વસ્તી વધતા વસ્તી સંતુલન ખોરવાયું છે ત્યાંથી અશાંત ધારો લાગુ કરવાની માંગ સતત ઉઠી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં