NEET UG પેપર લીક સહિતના વિદ્યાર્થીઓના મુદ્દાઓની આડમાં દિલ્હીના જંતર-મંતર પર આંદોલને ચડેલા કોકરોચોએ 20મી જુલાઈએ પરવાનગી વગર સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસે અટકાવ્યા ત્યારે ઉત્પાત અને ઉપદ્રવ મચાવ્યો. આ વાંદાઓના ટાર્ગેટ પર પોલીસ, સુરક્ષાબળો અને જાહેર સંપત્તિ તો પછી આવ્યાં, સૌથી પહેલા હતા પત્રકારો. એ પત્રકારો, જેઓ ઇકોસિસ્ટમના ઢાંચામાં ફિટ બેસતા નથી. જેને આ જ ઇકોસિસ્ટમના અમુક છાપેલાં કાટલાંઓ એટલા ‘ગોદી મીડિયા’ કહીને સંબોધે છે કારણ કે તેઓ વિશેષ ટોળકીના એજન્ડા-પ્રોપગેન્ડા આગળ વધારતા નથી.
મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીઓના બહાને કોકરોચ જનતા પાર્ટી નામના સટાયરિકલ પોલિટિકલ આઉટફિટની સ્થાપના થઈ પછી જૂન મહિનામાં દિલ્હીમાં એક પ્રદર્શન થયું. તેમાં થોડુંઘણું કવરેજ મળ્યું એટલે આ કોકરોચોએ જંતર-મંતર પર કાયમી ધોરણે તંબૂ તાણ્યા. પહેલાંના અને આ, બંને પ્રદર્શનોમાં કોકરોચોને અમુક મીડિયા અને પત્રકારો ખટકતા રહ્યા. આ કોકરોચ ટોળકી સતત આ પત્રકારોને નિશાન બનાવતી રહી.
થોડા પાછળ જઈને યાદ કરીએ તો કોકરોચ જનતા પાર્ટીનું જે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યું હતું તેમાં પણ કથિત ગોદી મીડિયા સાથે કોઈ વાતચીત નહીં કરવામાં આવે એવી ડંફાસો મારવામાં આવી હતી. ટૂંકમાં આ જમાતના ટાર્ગેટ પર અમુક પત્રકારો પહેલેથી હતા, જેને તેઓ ‘ગોદી મીડિયા’ કહે છે. આ ઘૃણા આટલે સુધી સીમિત ન રહી અને જેમ-જેમ આ પ્રદર્શન આગળ ચાલ્યું તેમ તેનું વરવું સ્વરૂપ આ કોકરોચોની ગેંગે દેખાડ્યું.
મહિલા પત્રકારો સહિતના પત્રકારો સાથે જંતર-મંતર પર ગેરવર્તન
તાજેતરના પ્રદર્શન દરમ્યાન અનેક કિસ્સાઓ આવ્યા જેમાં ઉપદ્રવી પ્રદર્શનકારીઓએ મીડિયાના અમુક પત્રકારો સાથે ગેરવર્તણૂક કરી હોય. આમાં મહિલાઓ પણ સામેલ છે. એક મહિલા પત્રકારનો ભયાનક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમની સાથે અત્યંત અભદ્રતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો હતો. કોકરોચોની ટોળકી હોહા કરી રહી હતી અને એક મહિલા પત્રકાર સાથે અભદ્ર વર્તન થતું રહ્યું.
#WATCH | Delhi: On being allegedly assaulted during the CJP Parliament March on 20th July, YouTube journalist Asha Sharma claims, "…As soon as we entered, we encountered certain unruly elements. Specifically, there were very few students; it was evident that many outsiders had… pic.twitter.com/ZZUGaC7Wn3
— ANI (@ANI) July 22, 2026
પછીથી તેમણે મીડિયા સામે આવીને કહ્યું કે ટોળામાં ઘણાં બહારનાં તત્ત્વો માત્ર ઉપદ્રવ મચાવવા જ આવ્યા હતા અને તેમણે પત્રકારોને જોઈને ‘ગોદી મીડિયા…ગોદી મીડિયા’ની બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. એક યુવક તેમની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અન્ય એક શખ્સ ત્યાં આવ્યો અને મહિલા પત્રકાર સાથે અભદ્રતાપૂર્વક વર્તન કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ ટોળું ઘેરી વળ્યું અને હોહા શરૂ કરી દીધી. ગાળો ભાંડવામાં આવી, બૂમો પાડવામાં આવી. આ બધું જાહેરમાં બન્યું.
દેવ કોટક નામના ટાઈમ્સ નાઉના એક રિપોર્ટર પહેલેથી જંતર-મંતર પર પ્રદર્શન કવર કરી રહ્યા હતા. તેઓ હમણાં ભીડના હાથે ચડી ગયા. 100 વાંદાઓની ભીડે તેમની સાથે ઝપાઝપી કરી. માર મારવામાં આવ્યો. છૂટી પાણીની બોટલો મારવામાં આવી. કપડાં ફાડી નાખવામાં આવ્યાં. ‘ગોદી મીડિયા-ગોદી મીડિયા’ની બૂમો પાડવામાં આવી. તેઓ માંડ-માંડ ભીડમાંથી બચી શક્યા. આ સ્પષ્ટ રીતે લિન્ચિંગનો પ્રયાસ હતો.
Dev Kotak, a reporter with Times now, was attacked by a mob of protesters at Jantar Mantar in New Delhi. This is absolutely disgraceful. You can request a reporter to leave the spot if you don't want him/her around but resorting to violence is absolutely unjustified. pic.twitter.com/wCsTEswJ8t
— Piyush Rai (@Benarasiyaa) July 21, 2026
તે પહેલાં પ્રદર્શનના એક-બે દિવસ પહેલાં ઑપઇન્ડિયાના પત્રકાર અનુરાગ મિશ્રા પર એક-બે વખત હુમલાના પ્રયાસો થઈ ચૂક્યા છે. અનુરાગે ન કોઈ કોકરોચને કંઈ કહ્યું હતું, ન બીજી માથાકૂટમાં પડ્યા હતા. તેઓ તેમનું કામ કરતા હતા. સ્થળ પરથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા. પણ છતાં તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા.
આવું જ ઝી, એબીપી, એનડીટીવી વગેરે જેવી અમુક મીડિયા ચેનલો સાથે પણ બન્યું. જ્યાં પ્રદર્શન માટે એકઠી થયેલી ભીડે કોઈ પત્રકારને ઘેરી લીધો, ‘ગોદી મીડિયા-ગોદી મીડિયા’ના નારા લગાવ્યા, કોઈની સાથે ઝપાઝપી કરી અને ગાળો ભાંડી. કારણ? તેઓ માત્ર પોતાનું કામ કરી રહ્યા હતા.
આ બધું કેમ થાય છે? પત્રકારોને, ખાસ કરીને અમુક જ પત્રકારોને ટાર્ગેટ કરવાનું શૂરાતન ક્યાંથી ચડે છે? તેની પાછળ ચાલકબળ કયું કામ કરે છે?
‘ગોદી મીડિયા’નો નરેટિવ ઘડનારા કુંઠિત રવીશ કુમારોની કરતૂતનાં આ પરિણામ
વાસ્તવિકતા એ છે કે મીડિયાના જ એક વર્ગે વર્ષોથી જે ‘ગોદી મીડિયા’નો પ્રોપગેન્ડા ચલાવ્યો તેનાં આ પરિણામો દેખાય રહ્યાં છે. કોઈ પણ પત્રકાર, કે મીડિયા આઉટલેટ જે લેફ્ટ-લિબરલોના એજન્ડાથી થોડાઘણા પણ અવળા ચાલે, જેઓ ઇસ્લામિસ્ટ-લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા આગળ ધપાવવાની ભેડચાલમાં જોડાવાની ના પાડી દે તેમને બહુ જલ્દીથી ‘ગોદી મીડિયા’ ઘોષિત કરી દેવામાં આવે છે.
લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડાબાજ પત્રકારોનો આમાં મોટો ફાળો છે. રવીશ કુમાર જેવા મુખ્યધારાના મીડિયામાંથી ફેંકાઈ ગયેલા અને હવે યુટ્યુબ પર પોતાની દુકાન ચલાવતા ‘પત્રકારો’એ વર્ષોથી આ નરેટિવ ઘડવામાં ભૂમિકા ભજવી છે અને હવે તેનાં પરિણામો આવાં ટોળાંમાં દેખાવાનાં શરૂ થઈ ગયાં છે. જ્યાં ટોળું તરત કોઈ પત્રકારને ‘ગોદી મીડિયા’ કહીને તેની ઉપર તૂટી પડે છે.
મીડિયાનો બદલાઈ રહેલો મિજાજ, મુખ્યધારા સાથે ઉગતા સમાનાંતર મીડિયા– આ બધું પચાવી ન શકનારા કુંઠિત રવીશ કુમારોએ સતત ‘ગોદી મીડિયા’નું રટણ ચાલુ રાખ્યું. કોંગ્રેસ અને તેના જેવા વિપક્ષો જેઓ ગ્રાઉન્ડ રિયાલિટીથી જોજનો દૂર જતા રહ્યા છે તેમને પોતાની હારનું, નિષ્ફળતાનું ઠીકરું ફોડવા માટે મીડિયા મળી ગયું અને તેમણે પણ આ નરેટિવને હવા આપી. અલ્ટરનેટિવ મીડિયાના કારણે જે પ્રોપગેન્ડાબાજોનો પ્રોપગેન્ડા ધ્વસ્ત થઈ જાય છે તેમણે પણ પોતાનું કામ કર્યું.
આ બધાની કરતૂતોનું દુષ્પરિણામ એ આવ્યું છે કે હવે કોઈ પણ અસહમતિનો સ્વર દબાવવા માટે, કોઈ પત્રકારને નિશાન બનાવવા માટે ‘ગોદી મીડિયા…ગોદી મીડિયા’ની બૂમો પાડી દેવાય છે અને બાકીનું કામ ભીડ કરી દે છે. કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમ્યાન પત્રકારો પર થયેલા હુમલા આ જ સૂચવે છે.
પત્રકારોના હિતો માટે કામ કરવાનો દાવો કરતી સંસ્થાઓ ચૂપ છે. સામાન્ય ઘટનાઓમાં બુમરાણ મચાવતા પત્રકારો પણ ચૂપ રહે છે. ઉપરથી ગમે તેમ કરીને આ ભીડતંત્રને, તેની હરકતોને જસ્ટિફાય કરવાનો પ્રયાસ કરતા રહે છે અને દોષ પત્રકારો પર જ મઢી દેવામાં આવે છે કે તેમના કામના કારણે આ યુવાઓનો ‘આક્રોશ’ છે!
પરંતુ આ ગેંગ કાયમ ભૂલી જાય છે કે સાપ પાળો તો ક્યારેક એ તમને પણ ડંખ મારે એની શક્યતાઓ કાયમ રહે છે!


