20 જુલાઇના રોજ જંતર-મંતર પર યોજાયેલા કોકરોચોના પ્રદર્શન દરમિયાન પ્રદર્શકરીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે એક વિદ્યાર્થીને ગોળી વાગી છે. હવે દિલ્હી પોલીસ આ અહેવાલોને ફગાવીને સ્પષ્ટતા કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી આ માહિતી તથ્યહીન અને ભ્રામક છે.
તબીબી તપાસ રિપોર્ટની માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે સંબંધિત વ્યક્તિના જમણા કાનના આગળના ભાગે ઈજા થઈ હતી. આ ઈજા કોઈ બુઠ્ઠી કે ધાર વગરની વસ્તુ વાગવાથી થઈ હોવાનું ડોક્ટરોના તબીબી નિષ્કર્ષમાં સામે આવ્યું છે.
FACT CHECK
— Delhi Police (@DelhiPolice) July 29, 2026
Claims circulating on social media that a protester sustained gunshot injuries during the July 20, 2026 protest in Central Delhi are not corroborated by the MLC findings.
MLC records a lacerated wound in front of the right tragus, with the nature of injury described…
ડોક્ટરોના સત્તાવાર અભિપ્રાય મુજબ, આ એક સામાન્ય ઈજા છે અને તબીબી તપાસમાં ફાયરઆર્મ કે ગોળી વાગી હોવાના કોઈ જ પુરાવા મળ્યા નથી. પોલીસે સ્પષ્ટ કર્યું છે હોસ્પિટલના તબીબી રિપોર્ટના આધારે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલો ગોળીબારનો દાવો ખોટો છે.
આ ઘટના બાદ પોલીસે જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી આવી સંવેદનશીલ માહિતીને સાચી માનતાં પહેલાં અને તેને આગળ શેર કરતા પહેલાં સત્તાવાર અને પ્રમાણભૂત સ્ત્રોતો દ્વારા તેની ચકાસણી જરૂર કરી લેવી.

