હોમપેજદુનિયાPOK-બલૂચિસ્તાનમાં હાલત ખરાબ, પણ દિવસ-રાત ભારતમાં 'સત્તાપલટા'નાં સપનાં જોતું પાકિસ્તાની મીડિયા: CJP...

POK-બલૂચિસ્તાનમાં હાલત ખરાબ, પણ દિવસ-રાત ભારતમાં ‘સત્તાપલટા’નાં સપનાં જોતું પાકિસ્તાની મીડિયા: CJP પ્રદર્શન પર પળેપળના સમાચાર આપી રહી છે ચેનલો

પાકિસ્તાનનાં અગ્રણી મીડિયા હાઉસ જંતર-મંતર પર ચાલી રહેલા CJPના પ્રદર્શનની પળપળની અપડેટ રાખી રહ્યાં છે. ત્યાંની ન્યૂઝ ચેનલો પર લાંબી-લાંબી ડિબેટ થઈ રહી છે અને ભારતની અર્થવ્યવસ્થાની વાતો કરવામાં આવી રહી છે. વિશ્લેષકોને બેસાડીને આ પ્રદર્શનના બહાને ભારતની મોદી સરકારને નીચી બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

- Advertisement -

પાકિસ્તાન પોતે ગંભીર આર્થિક અને સામાજિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે પણ ત્યાંનું મીડિયા પોતાના દેશના આંતરિક મુદ્દાઓ છોડીને ભારતની આંતરિક રાજનીતિ અને નકારાત્મક છબી ઉપસાવવામાં મશગૂલ છે. હાલમાં જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનું કવરેજ પણ પાકિસ્તાની મીડિયા ભારત સરકાર અને વડા પ્રધાન મોદીની છબી ખરડવાના અને પોતાના સ્વાર્થ પૂરા કરવાના હેતુથી અતિશય ઉત્સાહપૂર્વક કરી રહ્યું છે. પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલાં પ્રદર્શનોની વાત આવે ત્યારે વલણ બદલાય જાય છે.

છેલ્લા એક મહિનાથી ‘કોકરોચ જનતા પાર્ટી’ના કોકરોચો NEET પેપર લીક અને શિક્ષણ ક્ષેત્રના મુદ્દાઓને લઈને જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા છે. શરૂઆતમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલું આ આંદોલન હવે વડા પ્રધાનના રાજીનામા સુધી પહોંચી ગયું છે. 20 જુલાઈએ સંસદ માર્ચના આહ્વાન બાદ આ પ્રદર્શનમાં લેફ્ટાઓ, વિપક્ષો અને કટ્ટરપંથી જેવા વિવિધ ભારત-વિરોધી તત્વો જોડાતાં આંદોલનનું સ્વરૂપ બદલાઈ ગયું હતું.

સંસદ માર્ચ દરમ્યાન અને ત્યારબાદ છેલ્લા કેટલાક દિવસોથી સેન્ટ્રલ દિલ્હીમાં પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો, પોલીસકર્મીઓ સાથે મારપીટ વગેરે ઘટનાઓને અંજામ આપીને અરાજકતા ફેલાવવામાં આવી રહી છે. એક તરફ સરકારે વિરોધ કરી રહેલા નેતાઓ સાથે વાતચીત કરીને માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપી છે અને વડા પ્રધાને પણ યુવાનો માટે ‘ફાસ્ટ-ટ્રેક’ પ્રક્રિયાનું વચન આપ્યું છે, છતાં જંતર-મંતર પરથી ભીડ હટવાનું નામ નથી લઈ રહી.

- Advertisement -

પાકિસ્તાની મીડિયા હાઉસ રાખી રહ્યાં છે CJP પ્રદર્શનની પળપળની અપડેટ

પાકિસ્તાનનાં અગ્રણી મીડિયા હાઉસ જંતર-મંતર પર ચાલી રહેલા CJPના પ્રદર્શનની પળપળની અપડેટ રાખી રહ્યાં છે. ત્યાંની ન્યૂઝ ચેનલો પર લાંબી-લાંબી ડિબેટ થઈ રહી છે અને ભારતની અર્થવ્યવસ્થાની વાતો કરવામાં આવી રહી છે. વિશ્લેષકોને બેસાડીને આ પ્રદર્શનના બહાને ભારતની મોદી સરકારને નીચી બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પ્રદર્શનનું કવરેજ અત્યંત તીખી અને આક્રમક હેડલાઈનો સાથે કરવામાં આવી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ કવરેજ માત્ર એકતરફી નેરેટિવ સાથે જ થઈ રહ્યું છે, જે આજે દેશમાં દરેક લેફ્ટ વિચારધારા ધરાવતા લોકો ચલાવી રહ્યા છે. કવરેજમાં માત્ર પ્રદર્શનકારીઓ પર પોલીસની કથિત બર્બરતા, વિરોધમાં જોડાયેલી ભારે ભીડ અને મોદી-વિરોધી પોસ્ટરો જ દર્શાવવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનનાં મોટા મીડિયા હાઉસ દ્વારા થમ્બનેલ, હેડલાઇન અને ભડકાઉ ફીચર ઇમેજ બતાવીને વાચકોને પ્રથમ નજરે જ ભારત વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અમુક સમાચારોની હેડલાઇન જોઈએ તો એ આવી છે:

‘કોકરોચ’ આંદોલનના વિરોધ પ્રદર્શનો બાદ વધતા દબાણ વચ્ચે ભારતના શિક્ષણ મંત્રીએ સુધારા અને ચર્ચાનું આપ્યું વચન

‘કોકરોચ’ આંદોલનથી વધેલા દબાણ વચ્ચે શિક્ષણ મંત્રીએ સુધારા અને વ્યાપક ચર્ચાની આપી ખાતરી

‘દિલ્હીમાં સંસદ ઘેરાવ, પ્રદર્શનકારીઓએ કરી મોદીના રાજીનામાની માંગ’

‘શું આ ભારતની GenZ ક્રાંતિ છે?’

‘મોદી સરકાર પર વધતા દબાણ વચ્ચે ભારતમાં યુવા આંદોલને પકડી ગતિ’

‘ભારતીય સુરક્ષાબળોએ પ્રદર્શનકારીઓ પર કર્યો લાઠીચાર્જ’

‘સમગ્ર ભારતમાં ફેલાયું વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, નવી દિલ્હીમાં ધરણાં ચાલુ’

‘જંતર-મંતર પર CJPનું વિરોધ પ્રદર્શન: મોદી સરકાર પર વધતો તણાવ’

‘પોલીસ કાર્યવાહીથી ગુસ્સો વધ્યો, વિદ્યાર્થી આંદોલન ફેલાયું; પ્રદર્શનકારીઓ વડા પ્રધાન મોદીના આવાસ સુધી પહોંચ્યા’

પાકિસ્તાની મીડિયાનો ભારત-વિરોધી પ્રચાર

માત્ર મોટાં સમાચાર માધ્યમો જ નહીં, પણ પાકિસ્તાનની સ્થાનિક મીડિયા અને યુટ્યુબ ચેનલો પણ ભારત વિરુદ્ધ માહોલ બનાવવામાં વ્યસ્ત છે. તેમના પ્રાઇમ ટાઇમ શો અને ડિબેટ્સમાં પૂર્વ રાજદ્વારીઓ તેમજ પ્રોફેસરોને બેસાડીને ભારતની આંતરિક રાજનીતિ, અર્થવ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા અને બેરોજગારી પર કલાકો સુધી ચર્ચાઓ કરવામાં આવી રહી છે. એકતરફી નેરેટિવ ચલાવીને ભારત સરકારને આ આંદોલનની ‘વિલન’ તરીકે ચિત્રિત કરવાનો અને ભારતની નાની-મોટી ઘટનાઓ પર ખુશી મનાવવાનો પાકિસ્તાની મીડિયાનો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે.

પાકિસ્તાની મીડિયા એવો દાવો કરી રહ્યું છે કે આંદોલનના દબાણમાં આવીને મોદી સરકાર ઝૂકી ગઈ છે, જ્યારે વાસ્તવિકતા અલગ છે. સરકારે હંમેશાં વિદ્યાર્થીઓની યોગ્ય માંગણીઓનો ઉકેલ લાવવાની વાત કરી છે; NEET પેપર લીક બાદ તુરંત RE-NEET પરીક્ષા યોજવામાં આવી, જેના પરિણામોથી વાસ્તવિક વિદ્યાર્થીઓને સંતોષ છે. જોકે, આ મુદ્દાનો ઉકેલ લાવવાની ખાતરી આપવા છતાં લેફ્ટ અને વિપક્ષી વિચારધારાથી ભડકેલા અરાજક તત્વો હજુ પણ જંતર-મંતર પર હિંસા અને અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કંગાળ પાકિસ્તાન બન્યું ભારતનું ‘હમદર્દ’

સૌથી મોટી વિડંબના એ છે કે પાકિસ્તાની મીડિયા ભારતના વિદ્યાર્થી આંદોલન પર પ્રાઇમ ટાઇમ ચર્ચાઓ કરી રહ્યું છે, પરંતુ પોતાના દેશની ગંભીર સ્થિતિ પર મૌન છે. PoKમાં ચાલી રહેલાં પ્રદર્શનોમાં 58થી વધુ નાગરિકો માર્યા ગયા છે અને 1460થી વધુ લોકો ગુમ કે કસ્ટડીમાં છે. ભારતની પોલીસ કાર્યવાહીને ‘અત્યાચાર’ ગણાવતું આ મીડિયા પોતાના જ દેશમાં પ્રદર્શનકારીઓ પર થતી હિંસા સામે આંખ આડા કાન કરી રહ્યું છે.

આર્થિક દ્રષ્ટિએ પાકિસ્તાનની હાલત અત્યંત ખરાબ છે. દેશની લગભગ 40% વસ્તી ગરીબીમાં જીવી રહી છે અને એક તૃતીયાંશ બાળકો કુપોષણથી પીડિત છે. 1958થી અત્યાર સુધીમાં 24 વખત IMF પાસેથી લોન લઈ ચૂકેલું પાકિસ્તાન આ વર્ષે પણ જૂના દેવાની ભરપાઈ કરવા માટે જ $27.2 અબજનું દેવું વાપરી ચૂક્યું છે. જે દેશ પોતે રોટી, પાણી અને આર્થિક સ્થિરતા માટે બીજા પર નિર્ભર છે, તે ભારતની મજબૂત અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરવાનો ઢોંગ કરી રહ્યો છે.

નાપાક સરકાર સામે બલૂચિસ્તાન, TTPના હુમલા, PoKનો આક્રોશ અને વિપક્ષનો વિરોધ ચરમસીમા પર છે. પાકિસ્તાન પોતાના દેશના આ આંતરિક વિદ્રોહ અને નિષ્ફળતા પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ભારત વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવી રહ્યું છે. પોતાના દેશના વિરોધ પ્રદર્શનોને ‘દેશદ્રોહ’ ગણાવીને દબાવી દેતું પાકિસ્તાન ભારતમાં થતાં પ્રદર્શનોને ‘જનક્રાંતિ’ બતાવીને માત્ર પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં