
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) એકવાર ફરી ભારે વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. આ વખતે વિવાદ જાતીય સતામણીના ગંભીર આરોપો અને તેની તપાસમાં થઈ રહેલી નિષ્ક્રિયતાનો છે. સ્કોલર સ્કૂલ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં (SIS/CSSS) ભણાવતા અને મણિપુરથી કોંગ્રેસના વર્તમાન સાંસદ પ્રોફેસર વિમોલ અકોઈજામ સામે 11 વિદ્યાર્થિનીઓએ શોષણના આરોપો લગાવ્યા છે.
ફરિયાદ મુજબ, આરોપી પ્રોફેસરે પરીક્ષામાં વધુ ગુણ આપવાના અને PHD એડમિશન સંબંધિત પ્રક્રિયાઓ સરળ બનાવવાની લાલચ આપીને વિદ્યાર્થિનીઓ પાસે ‘સેક્સ્યુઅલ ફેવર્સ’ માંગ્યા હતા અને અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી. મે મહિનામાં 11 વિદ્યાર્થિનીઓએ એકત્ર થઈને યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પ્લેન્ટ્સ કમિટીમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
120 દિવસ થયા છતાં નથી લેવાયા કોઈ પગલાં
નિયમ મુજબ ICCએ કોઈપણ ફરિયાદનો નિકાલ 90 દિવસમાં કરવાનો હોય છે. પરંતુ 120 દિવસ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં કમિટીએ હજુ સુધી પ્રથમ સુનાવણી પણ હાથ ધરી નથી. એવા આરોપ લાગ્યા છે કે યુનિવર્સિટીએ સમગ્ર મામલાને દબાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મીડિયા રિપોર્ટ્સ દ્વારા મામલો બહાર આવી ગયો.
‘Sexual Favours for Extra Marks’? JNU Professor Row Takes a Political Turn
— OpIndia.com (@OpIndia_com) September 9, 2026
JNU Professor Faces Sexual Harassment Allegations, Why Is AISA-Left Silent? Congress Links Raise Questions | Ground Report @RitikaChandola pic.twitter.com/0BSJm4BhGN
હાલમાં કેમ્પસની વર્તમાન પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. પોતાની ઓળખ છતી થવાના ડરે અને સુરક્ષાના અભાવે પીડિત વિદ્યાર્થિનીઓ વર્ગખંડોમાં જઈ શકતી નથી કે કેમ્પસમાં મુક્તપણે ફરી શકતી નથી. બીજી તરફ, ગંભીર આરોપોનો સામનો કરી રહેલા આરોપી પ્રોફેસર હજુ પણ ખુલ્લેઆમ કેમ્પસમાં ફરી રહ્યા છે અને વર્ગો લઈ રહ્યા છે. યુનિવર્સિટી પ્રશાસન, વાઈસ ચાન્સેલર અને JNU ટીચર્સ એસોસિએશનની (JNUTA) આવી બેદરકારી સામે સામાન્ય વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લેફ્ટના સંગઠનોનું મૌન
આ વિવાદમાં સૌથી વધુ ચર્ચા લેફ્ટ વિદ્યાર્થી સંગઠનો AISA, SFI, DSF અને JNUSUના મૌનની થઈ રહી છે. વધુમાં NSUI પણ નિષ્ક્રિય છે. મહિલા અધિકારો અને ફેમિનિઝમ પર અવાજ ઉઠાવવાનો દાવો ઠોકતાં આ સંગઠનોએ આ મામલે મૌન સેવી લીધું છે. JNUSU દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આને ‘ICCનો આંતરિક મામલો’ અને ‘મીડિયા ટ્રાયલ’ ગણાવવામાં આવ્યો, જેની ભારે ટીકા થઈ રહી છે. ભૂતકાળમાં પણ ડાબેરી કેડરના સભ્યો સામેના આવા કિસ્સા દબાવી દેવાના આરોપો પ્રદર્શનકારીઓ લગાવી રહ્યા છે.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ આ મૌન પાછળ ‘કોંગ્રેસ ફેક્ટર’ અને રાજકીય સ્વાર્થ જોઈ રહ્યા છે. એવા આરોપ લાગી રહ્યા છે કે આરોપી પ્રોફેસર કોંગ્રેસના સાંસદ હોવાથી વિદ્યાર્થી નેતાઓ જો અવાજ ઉઠાવે તો તેમની ભવિષ્યની રાજકીય તકો જોખમમાં મૂકાઈ જશે. ABVP અને પીએચડી સ્કોલર્સ આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓ પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની, કેમ્પસ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની અને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા શિસ્તભંગનાં પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત જો તાત્કાલિક ન્યાય નહીં મળે તો અનિશ્ચિત મુદતના ધરણાની ચેતવણી આપવામાં આવી છે.

