હોમપેજમિડિયાભાવનગરની હિંદુ મહિલાના હત્યારા ફૈઝલને વિક્ટિમ ચીતરવા મેદાને 'ધ વાયર' અને PUCL

ભાવનગરની હિંદુ મહિલાના હત્યારા ફૈઝલને વિક્ટિમ ચીતરવા મેદાને ‘ધ વાયર’ અને PUCL

ફૈઝલને પોલીસે માર્યો એ પહેલાં તેની ધરપકડ કેમ થઈ હતી, ધરપકડ થઈ એ પહેલાં તેણે ભાવનગરના બસ સ્ટેન્ડ પર શું કર્યું હતું– આનો કોઈ ઉલ્લેખ નહીં. જાણે પોલીસ ફૈઝલને આમ જ ઉંચકી લાવી હોય અને અચાનક જાહેરમાં માર માર્યો હોય એ રીતે રિપોર્ટની શરૂઆત કરવામાં આવી છે. આ જ પ્રોપગેન્ડા આગળ પણ ચલાવવામાં આવ્યો છે.

- Advertisement -

જ્યારે-જ્યારે કોઈ ગુનામાં કોઈ મુસ્લિમ વ્યક્તિની ધરપકડ થાય, સંડોવણી બહાર આવે તેના ગુના અને કૃત્યો પર ઢાંકપિછોડો કરીને ગુનેગારને જ વિક્ટિમ ચીતરવા મંડી પડવું એ વામી-ઇસ્લામી ઇકોસિસ્ટમની પ્રિય પ્રવૃત્તિ છે. ‘આતંકવાદ કા મજહબ નહીં હોતા’ કહેનારાઓને ગુનેગારનો મજહબ જોઈને તેને કવર ફાયર પૂરું પાડવા માંડે છે. ભાવનગર બસ સ્ટેન્ડ પર ધોળા દહાડે હિંદુ લિવ ઇન પાર્ટનરને નિર્મમ રીતે માર મારીને મારી નાખનારા ફૈઝલ ઉર્ફે ખાટકીની ધરપકડ થઈ પછી ફરી એક વખત આ જ થઈ રહ્યું છે.

વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ પર એક રિપોર્ટ પ્રકાશિત થયો છે– ‘ગુજરાત પોલીસ ફ્લોગ્સ મુસ્લિમ મેન ઇન બ્રોડ ડે લાઇટ, પીયુસીએલ સેન્ડ્સ ગવર્નમેન્ટ લીગલ નોટિસ.’

ગુજરાતીમાં– ‘ગુજરાત પોલીસે ધોળા દહાડે એક મુસ્લિમ શખ્સને ફટકાર્યો, પીયુસીએલએ સરકારને મોકલી લીગલ નોટિસ.’

- Advertisement -

રિપોર્ટમાં ‘ધ વાયર’ લખે છે કે ગુજરાત પોલીસે ભાવનગરમાં એક મુસ્લિમ શખ્સને જાહેરમાં અને ધોળા દહાડે માર માર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વ્યક્તિની ઓળખ ફૈઝલ તરીકે થઈ છે. આગળ કહેવાયું છે, ‘ફૈઝલ પીડાના કારણે સતત રડતો રહ્યો અને દયા માટે આજીજી કરતો રહ્યો પણ પોલીસ લાઠીઓ વરસાવતી રહી.’

ફૈઝલને પોલીસે માર્યો એ પહેલાં તેની ધરપકડ કેમ થઈ હતી, ધરપકડ થઈ એ પહેલાં તેણે ભાવનગરના બસ સ્ટેન્ડ પર શું કર્યું હતું– આનો કોઈ ઉલ્લેખ નહીં. જાણે પોલીસ ફૈઝલને આમ જ ઉંચકી લાવી હોય અને અચાનક જાહેરમાં માર માર્યો હોય એ રીતે રિપોર્ટની શરૂઆત કરવામાં આવી છે. આ જ પ્રોપગેન્ડા આગળ પણ ચલાવવામાં આવ્યો છે.

PUCL એટલે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝની ગુજરાત શાખાએ મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને મોકલેલી નોટિસને ટાંકીને ‘ધ વાયર’ રિપોર્ટમાં લખે છે કે ભાવનગર પોલીસ ફૈઝલને પૂછપરછ માટે ઉપાડી લાવી હતી અને ત્યારબાદ તેને ગુનાના સ્થળે લઈ જવામાં આવ્યો હતો ત્યાં આ ‘ટોર્ચર’ કરવામાં આવ્યું.

‘ધ વાયર’ અને PUCL બંનેની બદમાશી જુઓ. ભાવનગર પોલીસ ફૈઝલને આમ જ નહોતી ઉપાડી લાવી. ફૈઝલે તેના આગલા દિવસે ભાવનગર બસ સ્ટેન્ડ પર ધોળા દહાડે તેની લિવ ઇન પાર્ટનર કાજલ બારૈયાની હત્યા કરી નાખી હતી. ફૈઝલ સામે પહેલાં કાજલની માતાની ફરિયાદ પર ગુનો દાખલ થયો અને ત્યારબાદ FIR દાખલ કરીને પોલીસે કાયદેસરની ધરપકડ કરી હતી. પરંતુ આ બધી હકીકતો જણાવવાનું ‘ધ વાયર’ને ઠીક ન લાગ્યું, કારણ કે તો એજન્ડા ન ચાલી શક્યો હોત.

ફૈઝલ ખાટકી અને કાજલ વચ્ચે પ્રેમસંબંધ હતો. અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો ફૈઝલ એક ગુનામાં જેલમાં બંધ હતો અને તાજેતરમાં જ જેલની બહાર આવ્યો હતો. તેને જેલમાંથી છોડાવવા માટે દોડધામ કરનારી કાજલ હતી. બહાર આવીને તેણે કાજલની જ હત્યા કરી નાખી. આ ઘટના પછી તેની ધરપકડ થઈ અને પછી જ પોલીસે સર્વિસ પણ કરી.

‘ધ વાયર’ના રિપોર્ટમાં આવી કોઈ વિગત નથી. આગળના ફકરામાં માત્ર એટલું લખ્યું છે કે, ‘અહેવાલો કહે છે કે તેણે (ફૈઝલ) કાજલ બેન નામની એક મહિલા, જે આઠ વર્ષથી તેની પાર્ટનર હતી, તેની કથિત રીતે હત્યા કરી નાખી હતી.’ સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના જોવા મળે છે, અનેક પુરાવાઓ ઉપલબ્ધ છે તેમ છતાં ‘ધ વાયર’ અહીં બહુ ચાલાકીપૂર્વક ‘કથિત રીતે’ (અંગ્રેજીમાં– એલેજેડલી) શબ્દો વાપરી રહ્યું છે.

ફૈઝલને ફટકારવા સામે PUCLને શું વાંધો પડ્યો?

જે સ્થળે કાજલ બારૈયાની હત્યા કરી હતી એ જ સ્થળે પોલીસે ફૈઝલને લઈ જઈને જાહેરમાં ફટકાર્યો પછી તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને ભાવનગર પોલીસની વાહવાહી પણ થઈ. પણ પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ– PUCL નામના આ NGOને વાંધો પડ્યો છે. આ સંગઠને ગુજરાત સરકારના મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા અને જિલ્લા પોલીસ વડા વગેરે અધિકારીઓને લીગલ નોટિસ મોકલી છે.

નોટિસ મોકલનારા PUCLની ગુજરાત શાખાના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી મુજાહિદ નફીસનું કહેવું છે કે આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી કરવા માટે અમુક નિયમો અને પ્રક્રિયાઓ હોય છે અને પોલીસ લોકોને કસ્ટડીમાં લઈને ગુનાની તપાસ કરી શકે પણ આ રીતે જાહેરમાં માર ન મારી શકે કે ‘અત્યાચાર’ ન ગુજારી શકે અને કોર્ટના આદેશોનું ઉલ્લંઘન ન કરી શકે.

PUCLની નોટિસમાં લખવામાં આવ્યું છે કે પોલીસે કોઈ પણ તપાસ કર્યા વગર જાહેરમાં આરોપીને દોરડા વડે બાંધીને નિર્દયતાથી માર માર્યો હતો અને ચાર મિનિટ સુધી ‘બર્બર’ અને ‘ગેરબંધારણીય’ રીતે ભાવનગર પોલીસ આ હિંસા આચરતી રહી. સાથે લખ્યું કે, ‘તેને (ફૈઝલ) કપડાં ફાટી જાય ત્યાં સુધી એને તે નીચે પડી જાય ત્યાં સુધી નિર્મમતાથી માર મારવામાં આવ્યો અને આ દરમ્યાન તેને દોરડા વડે બાંધી રાખવામાં આવ્યો હતો.

PUCLએ કાજલ બારૈયાની હત્યા કેટલી નિર્મમતાથી થઈ હતી તે વિશે ક્યાંય લખ્યું હોવાનું ધ્યાનમાં નથી.

નોટિસમાં સાથે ગુજરાત પોલીસ પર પોતાના જ આદેશો અને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને PUCLએ અધિકારીઓ સામે ન માત્ર કાયદેસરની કાર્યવાહીની પણ ગુનાહિત તપાસની પણ માંગણી કરી છે.

PUCL અને અર્બન નક્સલી ગતિવિધિઓ

આ નોટિસ મોકલનાર સંસ્થાનો ઇતિહાસ જોઈએ તો તાજેતરમાં જ સપ્ટેમ્બર 2026ના બુલેટિનમાં આ સંસ્થાએ પોતાને ‘દિમાગી નક્સલો’ ગણાવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટના સંબોધનમાં ‘દિમાગી નક્સલો’ શબ્દોનો ઉપયોગ કર્યો અને કહ્યું કે નક્સલવાદ ભલે ખતમ થઈ ગયો છે પરંતુ આ વિચારધારાને શહેરોમાં પ્રસરાવવાના પ્રયાસ થાય છે અને આ કામ ‘દિમાગી નક્સલો’ કરી રહ્યા છે. મોદીએ આ શબ્દો વહેતા મૂક્યા પછી આખી એક ઇકોસિસ્ટમ રડારોળ કરી રહી છે અને તેમાં PUCL પણ છે, જેણે મોદીની ભરપૂર ટીકા કરીને સપ્ટેમ્બરના બુલેટિનના સંપાદકીયમાં પોતાને ‘પ્રાઉડ દિમાગી નક્સલો’ ગણાવ્યા છે.

જુલાઈ 2026માં કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં પ્રદર્શન કર્યું ત્યારબાદ અન્ય અમુક ઠેકાણે પણ આવાં પ્રદર્શનો થયાં હતાં. આવાં પ્રદર્શનોમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ વગેરેનાં પોસ્ટરો લહેરાવવામાં આવ્યાં હતાં. દિલ્હી, ગોવા અને બેંગલુરુ સહિતનાં સ્થળોએ આવા કેસો નોંધાયા હતા.

આવા જ એક કેસમાં બેંગ્લુરુ પોલીસે એક મહિલા સામે FIR દાખલ કરી હતી જે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામનાં પોસ્ટરો લઈને આવી હતી અને સાથે અન્ય એક પોસ્ટર પણ હતું, જેમાં લખ્યું હતું– ‘બેંગલુરુ પોલીસ ઉખાડ લે.’ આ મામલે જ્યારે પોલીસે FIR દાખલ કરી તો તેમાં પણ PUCLને વાંધો પડ્યો હતો.

PUCLએ ન માત્ર FIRનો વિરોધ કર્યો પણ સાથે એમ પણ કહી દીધું કે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ વિરુદ્ધ એક પણ આરોપ સિદ્ધ થયો નથી અને તેમની ધરપકડ ગેરકાયદેસર હતી અને હવે મુક્ત કરી દેવા જોઈએ તેમ કહેવું એ ગુનો નથી. હકીકત એ છે કે આ કેસમાં હજુ ટ્રાયલ બાકી છે અને કોર્ટનો ચુકાદો પણ. PUCL આ બંનેને ‘સ્કૉલર’ અને ‘એક્ટિવિસ્ટ’ ગણાવે છે.

PUCL કાયમ ઉમર ખાલિદના સમર્થનમાં પ્રોપગેન્ડા આગળ વધારતું રહ્યું છે. જેના માટે લેખો લખાય છે, બુક ડિસ્કશનના નામે કાર્યક્રમો થાય છે, આવા લેખો ‘ધ વાયર’ જેવાં પોર્ટલોમાં પ્રકાશિત થતા રહે છે. આ જ રીતે ઇકોસિસ્ટમ કામ કરે છે.

આવા જ એક લેખમાં ઉંમર ખાલિદને ‘પોલિટિકલ પ્રિઝનર’ (રાજકીય કેદી) ગણાવીને, ક્રાંતિવીર ગણાવીને તેનું ભરપૂર મહિમામંડન કરવામાં આવ્યું હતું અને સરકારે તેને ખોટી રીતે જેલમાં ગોંધી રાખ્યો હોવાનો પ્રોપગેન્ડા ચલાવ્યો હતો. હકીકત એ છે કે એન્ટી સીએએ પ્રોટેસ્ટના નામે થયેલાં દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોમાં ઉમર ખાલિદ અને તેની ગેંગનો મોટો હાથ હતો એ વાત પોલીસ ચાર્જશીટમાં જણાવી ચૂકી છે.

આ સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારાઓ સામે થયેલી કાર્યવાહીનો પણ વિરોધ કર્યો હતો.

ઑક્ટોબર 2025માં મુંબઈના ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સ્ટડીઝ (TISS) કેમ્પસમાં જી. એન સાઇબાબાની ડેથ એનિવર્સરી મનાવનારા વિદ્યાર્થીઓ સામે FIR દાખલ કરવામાં આવી અને તેમના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા ત્યારે પણ PUCL તેમના સમર્થનમાં દોડી આવ્યું હતું અને કોર્ટના આદેશોનો પણ વિરોધ કર્યો હતો.

PFI પર સરકારે મૂકેલા પ્રતિબંધનો પણ વિરોધ કર્યો હતો

આ જ PUCLએ અગાઉ જ્યારે કેન્દ્ર સરકારે કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા પર પ્રતિબંધ મૂકી દીધો અને તેના માણસોની દેશભરમાં ધરપકડ કરવામાં આવી ત્યારે પણ બહુ હાયતોબા મચાવી હતી અને ન માત્ર ધરપકડોનો વિરોધ કર્યો પણ PFI પરથી પ્રતિબંધ હટાવી દેવાની પણ વકાલત કરી હતી.

2047 સુધીમાં ભારતને ‘ઇસ્લામી રાષ્ટ્ર’ બનાવવા માગતા PFI પર જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો આ PUCL સરકારને ઇસ્લામી સંગઠન સાથે વાટાઘાટો કરવાની સલાહ આપતું હતું અને કહેતું હતું કે મુસ્લિમ યુવાનોને PFIમાં સામેલ થવા બદલ પકડવા ન જોઈએ. સાથે એ પણ માંગ કરી કે તમામ પર લાગેલા UAPAના આરોપો હટાવી દેવામાં આવવા જોઈએ.

ઑક્ટોબર 2023માં જ્યારે ચાઇનીઝ ફન્ડિંગ લિન્ક મામલે પ્રોપગેન્ડા પોર્ટલ ‘ન્યૂઝક્લિક’ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે પણ PUCL તેના બચાવમાં અને સમર્થનમાં આવ્યું હતું અને કહ્યું હતું કે આ પત્રકારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવા સમાન છે અને દિલ્હી પોલીસની કાર્યવાહી ગેરકાયદેસર છે.

હવે આ જ PUCLને ભાવનગરના ફૈઝલને માર મારવા સામે વાંધો પડ્યો છે. પરંતુ તેમણે ક્યારેય ન દિલ્હીના એ નિર્દોષ હિંદુઓની વાત કરી જેઓ રમખાણોમાં માર્યા ગયા હતા કે ન એ કાજલ બારૈયાનો ઉલ્લેખ કર્યો જેમની ભાવનગરના સ્ટેશન પર ફૈઝલે હત્યા કરી નાખી હતી. ઉપરથી ફૈઝલને વિક્ટિમ ચીતરી દેવામાં આવ્યો જાણે પોલીસ તેને આમ જ ઉપાડી લાવી હોય અને ઢોર માર માર્યો હોય.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં