આંબેડકરવાદી ‘એક્ટિવિસ્ટ’ નિશુ આઝાદે દાવો કર્યો છે કે ગાઝિયાબાદમાં તેના ઘરને પથ્થરો અને ઈંટોથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે, હવે તેના જ સોસાયટીના પાડોશીઓએ આ દાવાને ફગાવી દીધો છે અને ઘટનાની તેની વાતને ખોટી ગણાવી છે. સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ બાદ તેને ટાર્ગેટ કરવામાં આવી રહી હોવાનો તેણે દાવો કર્યો હતો. જોકે તેના પાડોશીઓએ જ તેની પોલ ખોલી નાખી છે.
આઝાદે 5 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 10:48 વાગ્યે X પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેણે કહ્યું હતું કે કેટલાક લોકો તેના ઘરને ઘેરીને પથ્થરો અને ઈંટો ફેંકી રહ્યા હતા. તેણે દિલ્હી અને ગાઝિયાબાદ પોલીસ પાસે પોતાના માતા-પિતા તથા પરિવારની સુરક્ષાની માંગ પણ કરી હતી. તેણે પૂછ્યું હતું કે, ‘મારા માતા-પિતાને કંઈ થશે તો જવાબદાર કોણ હશે?’
अगर आज रात हमारे साथ कुछ हुआ तो इसका जिम्मेदार कौन होगा??.. pic.twitter.com/MTjKP8llFO
— Nishu Aazad (@Nishuazad11) September 5, 2026
આ ઘટના ગાઝિયાબાદના શાલીમાર ગાર્ડન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું કહેવાય છે. નિશુ આઝાદે હાલ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે પરિવાર તરફથી ઔપચારિક ફરિયાદ કરવામાં આવશે તો સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. અધિકારીઓ આઝાદે શેર કરેલા વિડીયોની પણ તપાસ કરી રહ્યા છે.
પાડોશીઓએ પથ્થરમારાની વાત નકારી
સોસાયટીના અનેક રહેવાસીઓએ નિશુ આઝાદના પથ્થરમારાના દાવાને ફગાવી દીધો છે. પાડોશી સુમને જણાવ્યું કે શનિવારે સોસાયટીના મંદિરમાં એક કાર્યક્રમ હતો અને રહેવાસીઓ રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ત્યાં હાજર હતા. તેમના જણાવ્યા અનુસાર આ દરમિયાન ન તો કોઈ પથ્થરમારો થયો કે ન તો કોઈ પ્રકારની અશાંતિ જોવા મળી. તેમણે પોલીસને હકીકતોના આધારે તપાસ કરવાની અપીલ કરી.
અન્ય પાડોશી છાયા સોનીએ જણાવ્યું કે નિશુ આઝાદ એક મહિના પહેલાં અહીં રહેતી પણ નહોતી અને તેમણે હુમલાના દાવા પર સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે સિક્યુરિટી ચેક વગર કોઈ બહારની વ્યક્તિ સોસાયટીમાં પ્રવેશી શકતી નથી અને CCTV કેમેરામાં પણ કંઈ અસામાન્ય જોવા મળ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે આઝાદના ઘરની બારીઓ પણ તૂટેલી નથી. સોનીના જણાવ્યા અનુસાર સોસાયટીના રહેવાસીઓને લાગે છે કે તેમની સોસાયટી, તેમનો ધર્મ અને મા સરસ્વતીને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
પાડોશી નેહા મિશ્રાએ પણ કહ્યું કે તે રાત્રે રહેવાસીઓ જાગતા હતા, પરંતુ તેમણે કોઈ અસામાન્ય ઘટના જોઈ કે સાંભળી નહોતી. તેમને આઝાદના ઘર પર હુમલો થયાની જાણ બાદમાં થઈ હતી. મિશ્રાએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી અનેક વાહનો આઝાદ અને તેના પરિવારને મળવા માટે સોસાયટીમાં આવતાં હતાં. તેમણે પોલીસને સિક્યુરિટી ગાર્ડથી લઈને ફ્લેટ સુધીની તમામ બાબતોની તપાસ કરવા અને CCTV ફૂટેજ ચેક કરવાની માંગ કરી.
આઝાદના ઘરની બાજુમાં રહેતા પ્રદીપ સોનીએ જણાવ્યું કે સોસાયટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા છે. મુખ્ય ગેટ પર ગાર્ડ ઉપરાંત દરેક બિલ્ડિંગમાં પણ સુરક્ષાકર્મીઓ તહેનાત છે. બહારની કોઈ વ્યક્તિ રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા વગર અંદર જઈ શકતી નથી. તેમના જણાવ્યા અનુસાર જો આઝાદના ઘર પર પથ્થરો મારવામાં આવ્યા હોત તો તેનો અવાજ સૌથી પહેલાં તેના ઘરમાં સંભળાયો હોત. તેમણે કહ્યું કે સોસાયટીમાં શાંતિ હતી.
અગાઉ પણ પિતા પર હુમલાનો કર્યો હતો દાવો
નિશુ આઝાદ અને તેના પરિવારને લઈને આ પહેલીવાર વિવાદ થયો નથી. જંતર-મંતર ખાતે CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન તેણે દાવો કર્યો હતો કે તેના પિતા સંજય આઝાદ સાથે મારપીટ કરવામાં આવી હતી. આ મામલે કન્ટેન્ટ ક્રિએટર સ્વતંત્ર ભારદ્વાજની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ભારદ્વાજે સંજય આઝાદના માથા પર જાણીજોઈને માર માર્યો હોવાનો ઇનકાર કર્યો છે.
હવે નિશુ આઝાદ અને તેના પિતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઈને પણ વિવાદ સામે આવ્યો છે. બે વકીલોએ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં હિંદુ દેવી-દેવતાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

વકીલ અમિતા સચદેવાએ ANIને જણાવ્યું કે તેમને X પર નિશુ આઝાદની જૂની પોસ્ટ્સ મળી હતી, જેમાં તેણે મા દુર્ગા માટે વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને મા સરસ્વતીની મજાક ઉડાવી હતી. સચદેવાએ જણાવ્યું કે તેમણે શનિવારે બપોરે 1 વાગ્યા સુધીમાં આઝાદ અને તેના પિતાને આ પોસ્ટ્સ હટાવવા કહ્યું હતું, પરંતુ બંનેએ પોસ્ટ્સ હટાવી નહોતી. ત્યારબાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
હિંદુ દેવી-દેવતાઓ વિશે નિશુ આઝાદની જૂની ટિપ્પણીઓ
નિશુ આઝાદ અગાઉ પણ સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મ અને તેની માન્યતાઓને લઈને ટિપ્પણીઓ કરી ચૂકી છે.

નવેમ્બર 2024ની એક પોસ્ટમાં તેણે જાતિ અને દલિત મહિલાઓ સાથેના વ્યવહાર અંગે લખતી વખતે હિંદુ દેવી-દેવતાઓને કાલ્પનિક ગણાવ્યા હતા.

અન્ય એક વિડીયોમાં નિશુ આઝાદે કહ્યું હતું કે મા સરસ્વતીને બદલે સાવિત્રીબાઈ ફુલેને જ્ઞાનની દેવી માનવા જોઈએ.

તેણે X પર Grokને ટેગ કરીને રામ, હનુમાન અને કૃષ્ણ કાલ્પનિક છે કે નહીં અથવા તેમના અસ્તિત્વના કોઈ પુરાવા છે કે નહીં તે અંગે પણ સવાલ કર્યો હતો.

તેની સોશિયલ મીડિયા પોસ્ટસમાં અલગ-અલગ ધર્મ-મજહબ પ્રત્યેના અભિગમને લઈને પણ ટીકા થઈ છે. એક તરફ તે હિંદુ દેવી-દેવતાઓના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતી રહી છે તો બીજી તરફ તેણે રમજાનની શુભેચ્છા આપતી પોસ્ટ કરીને અલ્લાહ તેની દુઆઓ સ્વીકારે અને પ્રેમ તથા ભાઈચારો જાળવી રાખે તેવી આશા વ્યક્ત કરી હતી.
‘મોદીનું બારમું’નો વિવાદ
જૂનમાં નિશુ આઝાદનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરતી અને તેમના મૃત્યુ પર 13મા દિવસના અંતિમ સંસ્કારના ભોજન માટે લોકોને આમંત્રણ આપતી જોવા મળી હતી.
Modi ji ki Terahvi ka khana bantati Masoom ladki 😭 pic.twitter.com/Hr2WkKspjM
— GarudEyeIntel | OSINT 🇮🇳 (@GarudEyeIntel) September 4, 2026
બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે ‘મોદી કે તેરહવી કા ખાના’ શબ્દસમૂહ તેણે પોતે બનાવ્યો નહોતો, પરંતુ માત્ર એક બોર્ડ પર લખેલું વાંચ્યું હતું. જોકે, વિડીયોમાં તે આ વાંધાજનક પોસ્ટર વાંચતી જોવા મળી નહોતી.
હાલમાં નિશુ આઝાદના ઘર પર પથ્થરમારો થયાના દાવાની ગાઝિયાબાદ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ, સોસાયટીના અનેક રહેવાસીઓએ જાહેરમાં આ ઘટનાને લઈને કરવામાં આવેલા દાવા પર સવાલ ઉઠાવ્યા છે.

