Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાવનગરમાં ફરી ઉઠી અશાંત ધારો લાગુ કરવાની માંગ; રેલી કાઢી કલેકટરને આવેદન...

    ભાવનગરમાં ફરી ઉઠી અશાંત ધારો લાગુ કરવાની માંગ; રેલી કાઢી કલેકટરને આવેદન અપાયું, વિધર્મીઓ દ્વારા યોજનાબદ્ધ રીતે વધુ કિંમત આપી મિલકતોની ખરીદી કરવાનો આરોપ

    આ પહેલીવાર નથી કે હિંદુ સંગઠનો દ્વારા અશાંત ધારાની માંગ કરવામાં આવી હોય. આ પહેલા  05 જાન્યુઆરી 2023ના રોજ પણ હિંદુ સંગઠનોએ મોટી સંખ્યામાં રેલી કાઢીને અશાંત ધારાની માંગ કરી હતી. 

    - Advertisement -

    ભાવનગરમાં હિંદુ સંગઠનો દ્વારા અશાંત ધારો લાગુ કરવા માટે હિંદુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે. તેઓનો આરોપ છે કે હિંદુ વિસ્તારોમાં વિધર્મીઓ યોજનાબદ્ધ તરીકે મિલકતોનો વધુ ભાવ આપીને અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. વધુમાં તેમનો આરોપ છે કે આ ઘણા સમયથી થઇ રહ્યું છે. 

    મળતી માહિતી મુજબ, હિંદુ સંગઠનોના આરોપ મુજબ ભાવનગરમાં વિધર્મીઓ દ્વારા હિંદુ વિસ્તારોને ટાર્ગેટ કરીને ઊંચા ભાવે મિલકતો ખરીદવામાં આવી રહી છે. આ બાબતને લઈને હિંદુ સમાજ આક્રોશિત છે. જેમાં વિશ્વ હિંદુ પરિષદ જેવા હિંદુ સંગઠનોએ પણ ભાગ લીધો છે. સૌ સંગઠનોની સરકાર પાસે માંગ છે કે ટાર્ગેટેડ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવે. 

    હિંદુ સંગઠનો સાથે મળીને ભીડભંજન મહાદેવ મંદિર ખાતેથી રેલી યોજી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેમની માંગ હતી કે વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવે. તેમનું કહેવું છે કે આ અમારી આજની માંગ નથી વર્ષો જૂની માંગ છે. યોજનાબદ્ધ તરીકે હિંદુ મિલકતો ખરીદવાનું ષડ્યંત્ર પણ આજનું નથી, વર્ષોથી થઇ રહ્યું છે. સરકાર તેમની વાત સાંભળી નથી તેવો પણ આરોપ તેમના દ્વારા મુકવામાં આવ્યો હતો. આવેદનપત્ર આપવા જતા પહેલા તેઓએ કલેકટર પરિસરમાં રામધુન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હિંદુ સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે જે પણ કોઈ હિંદુ વિધર્મીને લાલચમાં આવીને મિલકત વેચશે, તો તેના ઘર આગળ જઈને પ્રદર્શન કરીશું.   

    - Advertisement -

    આ પહેલીવાર નથી કે હિંદુ સંગઠનો દ્વારા અશાંત ધારાની માંગ કરવામાં આવી હોય. આ પહેલા  05 જાન્યુઆરી 2023ના રોજ પણ હિંદુ સંગઠનોએ મોટી સંખ્યામાં રેલી કાઢીને અશાંત ધારાની માંગ કરી હતી.  તે સમયે ભાવનગર શહેરના જશુનાથ સર્કલ પરથી કલેકટર કચેરી સુધી જય શ્રી રામના સૂત્રોચાર સાથે મહિલાઓ અને બાળકો સહિત 5,000 વધુ હિંદુઓ રેલીમાં જોવા મળ્યા હતા. જોકે આવેદન પત્ર પાઠવતા સમયે એડિશનલ કલેકટર સાથે શાબ્દિક ઘર્ષણ થતા હિંદુ સંગઠનના યુવાઓએ સતત 30 મિનિટ સુધી કલેકટર કચેરીનો રોડ બ્લોક કરી રાખ્યો હતો અને આ સાથે જ રામધુન ગાઈ હતી. આખરે ડેપ્યુટી કલેકટર અશાંત ધારાની રજુઆત અને આવેદન પત્ર સ્વીકારી લીધા અને ઓફિસ પરથી નીચે જઈ મામલો શાંત કર્યો હતો.

    શું છે અશાંત ધારો?

    અશાંત ધારો એ એક એવો કાયદો છે કે જે વિસ્તારમાં થતી મિલકતોની લે-વેચ પર નજર રાખે અને જરૂર પડે તો અટકાવે છે. આ કાયદો મોટા ભાગે એવા વિસ્તારોમાં લગાવવામાં આવે છે જ્યાં કોઈ એક સમુદાય ડેમોગ્રાફીમાં બદલાવ કરી રહ્યો હોય અને જેનાથી અન્ય સમુદાયો જોખમમાં મુકતા હોય છે.

    જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો હોય ત્યાં મિલકતોના લે-વેચમાં અમુક નિયંત્રણો લગાવવામાં આવે છે. મિલકતના માલિકે તેને વેચતા પહેલા કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે જ એ મિલકત વેચવાનું યોગ્ય કારણ તથા તે મિલકત કોણ ખરીદી રહ્યું છે તેની પુરી જાણકારી આપવી પડે છે. જે બાદ સ્થાનિક કલેક્ટર આ જાણકારીઓ ક્રોસ ચેક કરે છે. કલેક્ટરને જો આ જાણકારીઓ યોગ્ય લાગે અને તેનાથી વિસ્તારની ડેમોગ્રાફીમાં બદલાવ ન થતો હોય તો જ તેઓ આ સોદાને મંજૂરી આપતા હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં