હોમપેજગુજરાતશું જામસાહેબે અદાણી જૂથની કંપનીને હજારો કરોડની કિંમત નજીવા ભાવે ‘વેચી દીધી’?– વાંચો...

શું જામસાહેબે અદાણી જૂથની કંપનીને હજારો કરોડની કિંમત નજીવા ભાવે ‘વેચી દીધી’?– વાંચો શું છે આ ડીલ અને સાચી હકીકત શું છે

વાસ્તવમાં આ એક ડીલ છે, જેના હેઠળ રજવાડાનાં લગભગ સાત જેટલાં લેન્ડ પાર્સલ અદાણીની કંપનીને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવશે. બદલામાં જામસાહેબ ડોક્યુમેન્ટેશનનો ઉપયોગ કરીને તેમના અન્ય પ્રોજેક્ટ્સ માટે ફંડ એકત્ર કરી શકશે.

- Advertisement -

જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા અને અદાણી જૂથની કંપની હાઇવુડ્સ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે એક કરાર થયા છે, જે અનુસાર જામસાહેબે પોતાની માલિકીની અમુક સંપત્તિ કંપનીને સોંપી છે. બીજી તરફ આ ડીલને લઈને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી પણ ઘણી ફેલાવવામાં આવી રહી છે અને ‘અદાણી’ જૂથનું નામ જોઈને અમુક સરકારને અને મોદીને પણ તેમાં જોડી રહ્યા છે. જામસાહેબે હજારો કરોડની કિંમતની મિલકત નજીવા ભાવે અદાણીને વેચી દીધી હોવાનું ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ આમાં હકીકત જુદી છે.

જુલાઈ 2025માં જ જામસાહેબે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ આ સંપત્તિ વેચી રહ્યા નથી, પરંતુ નજીવી કિંમતે કંપનીને ડેવલપમેન્ટ કરવા માટે હકો આપવામાં આવ્યા છે. ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને અદાણી જૂથ પર વિશ્વાસ છે કે તેઓ જામનગરના વિકાસ માટે આ જમીનનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું હતું કે, “મેં અદાણી જૂથને વિનંતી કરી હતી કે તેઓ જામનગરની મારી અમુક સંપત્તિ લઈને તેની ઉપર ડેવલપમેન્ટ માટેનાં કામો કરે, જેથી જામનગરનો વિકાસ થઈ શકે. તેમણે આ વિચાર પર સહમતિ દર્શાવી છે અને જેથી મેં આ સંપત્તિ તેમને આપી છે.”

તાજેતરમાં આ ડીલ થયા બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં ફરી મુદ્દો ગાજ્યો અને ‘અંબાણી-અદાણી’ના નામે ભડકી ઉઠતા અમુક પત્રકારો અને સોશિયલ મીડિયા યુઝરોએ ફરીથી હોબાળો મચાવવાનો શરૂ કર્યો.

- Advertisement -

આવા જ એક તથાકથિત પત્રકાર દિલીપ પટેલે એક પોસ્ટમાં લખ્યું, ‘જામનગરના પૂર્વ રાજાની ₹10,000 કરોડના બજાર મૂલ્યની મિલકતો માત્ર 3 ટકામાં ખરીદી. 6692 કરોડની મિલકતો ₹219 કરોડમાં ખરીદી. બીજી 7 મિલકતોનો સોદો ‘હાઇવુડ્સ ઇન્ફ્રાસ્પેસ’ કરી રહી છે. અનંત મુકેશ અંબાણીના જન્મદિવસની ભેટ.’ આગળ લખ્યું, ‘યાદ છે, મોદી પૂર્વ રાજાને પેજ લાગવા થોડા મહિના પહેલાં ગયા હતા.’

દિલીપ પટેલના દાવામાં અનેક ખામી છે, પણ સૌથી મોટી ખામી એ છે કે આમાં ક્યાંય અંબાણી વચ્ચે નથી. હાઇવુડ્સ ઇન્ફ્રાસ્પેસ અદાણીની કંપની છે.

આ સિવાય પણ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ જોવા મળી, જેમાં જમીન નજીવા ભાવે અદાણીને વેચી દીધી હોવાના દાવા કરવામાં આવ્યા છે. આમ તો આ જામસાહેબની અંગત માલિકીની સંપત્તિ છે, જેની ઉપર તેમનો પૂરેપૂરો અધિકાર છે. તેઓ સંપત્તિ કાયદાની હદમાં રહીને જેને સોંપવી હોય એને સોંપી શકે છે. મીડિયા કે બીજું કોઈ પણ એવું પૂછી શકે નહીં કે આને કેમ આપી અને પેલાને કેમ નહીં. પરંતુ આ સામાન્ય સંપત્તિનું ખરીદ-વેચાણ નથી. એ સ્પષ્ટતા પછીથી સ્વયં જામસાહેબે કરવી પડી.

વાસ્તવમાં આ એક ડીલ છે, જેના હેઠળ રજવાડાનાં લગભગ સાત જેટલાં લેન્ડ પાર્સલ અદાણીની કંપનીને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવશે. બદલામાં જામસાહેબ ડોક્યુમેન્ટેશનનો ઉપયોગ કરીને તેમના અન્ય પ્રોજેક્ટ્સ માટે ફંડ એકત્ર કરી શકશે. એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફંડ રેઝિંગ સિસ્ટમ અને તેનું મેકેનિઝમ ક્યાંય પણ હાઇવુડ્સ ઇન્ફ્રાસ્પેસના ડેવલપમેન્ટ કામોમાં હસ્તક્ષેપ કરશે નહીં એટલે કે બંને કામ સમાનાંતરે થશે. ઉપરાંત આ ફંડ રેઝિંગ ઑપરેશનનો બોજો પણ કંપની પર નાખવામાં આવશે નહીં.

દસ્તાવેજોમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જમીનનું વ્યાવસાયિક વેચાણ નથી અને જામસાહેબે માત્ર ડેવલપમેન્ટ માટે જમીન અદાણીની કંપનીને સોંપી છે. જે વિના કિંમતે સોંપવામાં આવી છે, પરંતુ કાનૂની વિધિ અને દસ્તાવેજો માટે માર્કેટ વેલ્યૂના 3% કિંમત મૂકીને ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી છે. જમીનની કુલ કિંમત ₹6692 કરોડ જેટલી થાય, પણ 3%ના દરે ₹220 કરોડમાં આ ડીલ કરવામાં આવી છે. આગળ કહેવામાં આવ્યું કે, આ સંપત્તિ સામાન્ય રીતે જે વેચાણ થાય છે એ રીતે અપાઈ નથી અને આ પ્રોસેસ માત્ર લીગલ રિક્વાયરમેન્ટ છે.

જામસાહેબ જણાવે છે કે તેઓ અદાણી જૂથ સાથે પૈસા માટે જોડાયા નથી પરંતુ હેતુ જામનગરના વિકાસનો છે. એમ પણ સ્પષ્ટતા કરી કે દસ્તાવેજોમાં શું લખવામાં આવ્યું છે તેનાથી તેમને કોઈ નિસ્બત નથી, તેમને પોતે જેમની સાથે કામ કરી રહ્યા છે તેમની ઉપર પૂરતો વિશ્વાસ છે અને આગળ શું કરવું તેની પણ પૂરતી સ્પષ્ટતા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં