ટેક્સાસના એક રિપબ્લિકન પાર્ટીના નેતાએ અમેરિકામાં સ્થાપિત ભગવાન હનુમાનજીની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિયન’ને લઈને અપમાનજનક ટિપ્પણી કરી છે. શગર લેન્ડ, ટેક્સાસના અષ્ટલક્ષ્મી મંદિરમાં વર્ષ 2024માં 90 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા લગાવવામાં આવી હતી. આ મામલે ટેક્સાસના રિપબ્લિક નેતા એલેક્ઝાન્ડર ડંકને સોશિયલ મીડિયા પોસ્ટ કરીને બફાટ કર્યો છે. તેણે લખ્યું છે કે, “આપણે ટેક્સાસમાં એક ખોટા હિંદુ ભગવાનની ખોટી મૂર્તિ કેમ લગાવવા દઈ રહ્યા છીએ? આપણે એક ઈસાઈ રાષ્ટ્ર છીએ.”
બાયબલનો હવાલો આપીને આ નેતાએ અન્ય એક પોસ્ટ પણ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, “તમારો મારા (સંભવતઃ ઈસુ ખ્રિસ્તી) સિવાય કોઈ અન્ય ઈશ્વર ન હોવો જોઈએ. તમારે પોતાના માટે કોઈ પણ પ્રકારની મૂર્તિ કે આકાશ, પૃથ્વી અથવા તો સમુદ્રમાંથી કોઈપણ વસ્તુની છબી ન બનાવવી જોઈએ.” આ ઉપરાંત બાયબલને ટાંકીને તેણે બીજી પણ ઘણી વાતો કરી છે.
Why are we allowing a false statue of a false Hindu God to be here in Texas? We are a CHRISTIAN nation!pic.twitter.com/uAPJegLie0
— Alexander Duncan (@AlexDuncanTX) September 20, 2025
રિપબલિકન નેતાની આવી વાંધાજનક ટિપ્પણીને લઈને ભારે વિરોધ શરૂ થયો છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને (HAF) ડંકનની ટિપ્પણીની ટીકા કરતાં તેને હિંદુવિરોધી અને ભડકાઉ ગણાવી છે. સંગઠને ડંકનની આ ટિપ્પણીનો રિપોર્ટ રિપબ્લિકન પાર્ટીને મોકલ્યો છે અને આ ઘટનાની આંતરિક સમીક્ષાની અપીલ કરી છે. HTFએ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે.
Hello @TexasGOP, will you be disciplining your senate candidate from your party who openly contravenes your own guidelines against discrimination—displaying some pretty sordid anti-Hindu hate—not to mention disrespect for the 1st Amendment’s Establishment Clause? https://t.co/5LItlu7Zu2 pic.twitter.com/oqZkZozUBR
— Hindu American Foundation (@HinduAmerican) September 22, 2025
HAFએ રિપબ્લિકન પાર્ટીને સંબોધીને X પર પોસ્ટ કરતા લખ્યું છે કે, “નમસ્કાર, ટેક્સાસ રિપબ્લિકન પાર્ટી, શું તમે તમારા પક્ષના સેનેટ ઉમેદવારને અનુશાસિત કરી શકશો? તે તમારી જ ભેદભાવવિરોધી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને ખુલ્લેઆમ હિંદુવિરોધી ઘૃણા ફેલાવે છે, ઉપરાંત પ્રથમ સંશોધનની સ્થાપનાની કલમનું ઉલ્લંઘન પણ કરવામાં આવી રહ્યું છે.”
Just because you’re not Hindu, doesn’t make it false. The Vedas were written almost 2000 years before Jesus walked the earth and are extraordinary texts. And there’s obvious influences on Christianity…so it would be wise to honor and research the ‘religion’ that predates and…
— Jordan Crowder (@digijordan) September 21, 2025
અન્ય ઘણા યુઝર્સે પણ આ ટિપ્પણીનો વિરોધ કર્યો છે અને પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, અમેરિકી બંધારણ તમામને પોતાના ધર્મ, મજહબનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. અન્ય એક યુઝર જૉર્ડન ક્રાઉડરે લખ્યું કે, પોતે હિંદુ ન હોવાથી મૂર્તિ મૂકવી ખોટું નથી ગણાતું. તેમણે કહ્યું કે, “ઈસા મસીહના ધરતી પર આવ્યાના પહેલાં અંદાજે 2000 વર્ષ પૂર્વે વેદ લખાઈ ચૂક્યા હતા અને તે અસાધારણ ગ્રંથો છે. તેથી તમારા પંથ પહેલાંના અસ્તિત્વમાં રહેલા તે ધર્મનું સન્માન કરવું જ સમજદારીનું કામ છે.”
Hindus aren't promoting j*had. Focus on the actual problem of violent foreign nationals who h8 us. Hindu gods depict facets of the ultimate god consciousness. They are all connected and promote the development of virtue. Read up a bit. This is not the problem.
— DrTracy (@hackettholistic) September 20, 2025
અન્ય એક યુઝરે લખ્યું છે કે, “હિંદુઓ જેહાદ નથી ફેલાવતા. મૂળ સમસ્યા પર ધ્યાન આપો. એવા હિંસક વિદેશી લોકો પર ધ્યાન આપો જે આપણને નફરત કરે છે. હિંદુ દેવતાઓ પરમાત્માનાં જુદાં-જુદાં રૂપ છે. આ બધાં એકબીજા સાથે જોડાયેલાં છે અને સારા ગુણોને પ્રોત્સાહન આપે છે. થોડું જાણો, આ સાચી સમસ્યા નથી.”
શું છે સ્ટેચ્યુ ઑફ યુનિયન?
ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા જેને ‘સ્ટેચ્યુ ઑફ યુનિયન’ તરીકે ઓળખવામાં આવે છે, તે શગર લેન્ડ, ટેક્સાસમાં આવેલ શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં સ્થાપિત છે. 90 ફૂટ ઊંચી આ પ્રતિમા અમેરિકામાં સ્થિત સૌથી ઊંચી પ્રતિમાઓ પૈકીની એક છે. પ્રતિમાનું નિર્માણ વિશ્વભરના ભક્તો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે અને તેને ‘Statue of Union’ એટલે કે ‘એકતાનું પ્રતીક’ નામ આપવામાં આવ્યું છે. પ્રતિમા રામાયણમાં ભગવાન રામ અને માતા સીતાના પુનર્મિલનને દર્શાવે છે.
18 ઑગસ્ટ, 2024ના રોજ આ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા વૈદિક વિધિ સાથે કરવામાં આવી હતી. દુનિયાભરના હજારો ભક્તોએ આ પ્રસંગે હાજરી આપી હતી અને સોશિયલ મીડિયા પર પણ તેની ખાસ્સી ચર્ચા થઈ હતી. આ પ્રતિમાની પરિકલ્પના શ્રી ચિન્નાજીયર સ્વામીએ કરી હતી.


