હોમપેજક્રાઈમ'હિંદુત્વ' ખતમ કરવા માંગતી હતી બેંગલુરુથી પકડાયેલી અલ-કાયદા આતંકી શમા, પાક. આર્મી...

‘હિંદુત્વ’ ખતમ કરવા માંગતી હતી બેંગલુરુથી પકડાયેલી અલ-કાયદા આતંકી શમા, પાક. આર્મી ચીફ મુનીરનું પણ કનેક્શન

મુનીરના ફોટા સાથેની ફેસબુક પોસ્ટમાં શમાએ લખ્યું, "તમારી પાસે એક સુવર્ણ તક છે... ઇસ્લામનો પ્રચાર કરવા, મુસ્લિમ ભૂમિને એક કરવા અને હિન્દુત્વ અને યહૂદીઓને નાબૂદ કરવા માટે ખિલાફત યોજના અપનાવો... તો આગળ વધો."

- Advertisement -

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) તાજેતરમાં બેંગલુરુથી (Bengaluru) શમા પરવીન અંસારી (Shama Parveen Ansari)  નામની 30 વર્ષની મહિલાની ધરપકડ કરી છે, જે અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનન્ટ (AQIS) સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ધરપકડે ભારતની આંતરિક સુરક્ષા માટે એક ગંભીર જોખમનો પર્દાફાશ કર્યો છે, જેમાં શમા પરવીન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ભારત વિરોધી પ્રચાર અને ગઝવા-એ-હિન્દના નામે હિંસક જેહાદને પ્રોત્સાહન આપી રહી હતી. આ સિવાય તપાસમાં જાણવા મળ્યું છે કે, શમા પરવીનનો પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે સીધો સંબંધ હતો.

તાજેતરમાં જ ગુજરાત ATSએ અલ-કાયદા સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદથી એજન્સી તમામની તપાસ કરી રહી છે. આ તપાસમાં આગળ વધતાં શમા પરવીનનું નામ પણ ખૂલ્યું હતું અને તે પણ આતંકી ગતિવિધિઓમાં સ્પષ્ટપણે જોડાયેલી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ ગુજરાત ATSએ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી અને બેંગલુરુથી શમા પરવીનની ધરપકડ કરી લીધી હતી. હાલ તેની તપાસ ચાલી રહી છે અને તે દરમિયાન તેના વિશે અનેક ઘટસ્ફોટ પણ થયા છે.

શમા પરવીન અંસારી મૂળ ઝારખંડની રહેવાસી છે, જે બેંગલુરુના આર.ટી. નગર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતી હતી. બાહ્ય રીતે તે એક સામાન્ય નાગરિકની જેમ જીવન જીવતી હતી, પરંતુ ગુજરાત ATSની તપાસમાં જાણવા મળ્યું કે તે અલ-કાયદાના એક મોડ્યૂલની મુખ્ય સાજિશકર્તા હતી. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકનો ઉપયોગ કરીને યુવાનોને ઉશ્કેરણીજનક અને ભડકાઉ સામગ્રી દ્વારા ઇસ્લામી કટ્ટરપંથ તરફ દોરી રહી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં મજહબી તણાવ અને હિંસા ફેલાવવાનો હતો.

- Advertisement -

સોશિયલ મીડિયા દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ’ને (AQIS) પ્રોત્સાહન આપવાના આરોપસર 29 જુલાઈના રોજ શમાની તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATSએ 6 ઑગસ્ટે જણાવ્યું હતું કે શમા AQIS અને કેટલાક અન્ય કટ્ટરપંથી ઇસ્લામવાદીઓની ઉશ્કેરણીજનક, જેહાદી અને ભારતવિરોધી સામગ્રી શેર કરવા માટે 10,000 ફોલોઅર્સ ધરાવતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, જેમ કે ‘strangers_nation02’ અને ફેસબુક પેજીસ ‘Strangers Of The Nation’ અને ‘Strangers Of The Nation 2’ ચલાવતી હતી.

પાકિસ્તાનના આર્મી ચીફને ભારત પર હુમલો કરવા અપીલ

તેણે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાની માંગ કરી હતી. ATS દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર, 9 જુલાઈના રોજ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) આતંકવાદી છાવણીઓ વિરુદ્ધ ઑપરેશન સિંદૂર શરૂ કર્યાના બે દિવસ પછી શમાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ અપલોડ કરી, જેમાં જનરલ મુનીરને ભારત પર હુમલો કરવાની સુવર્ણ તકનો લાભ લેવા અપીલ કરી હતી.

મુનીરના ફોટા સાથેની ફેસબુક પોસ્ટમાં શમાએ લખ્યું, “તમારી પાસે એક સુવર્ણ તક છે… ઇસ્લામનો પ્રચાર કરવા, મુસ્લિમ ભૂમિને એક કરવા અને હિન્દુત્વ અને યહૂદીઓને નાબૂદ કરવા માટે ખિલાફત યોજના અપનાવો… તો આગળ વધો.”

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, શમા પરવીન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને અન્ય આતંકવાદી સંગઠનોના સંપર્કમાં હતી. તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મળેલા પુરાવાઓથી પાકિસ્તાન સાથે તેના સીધા સંબંધોની પુષ્ટિ થઈ છે. શમાએ અલ-કાયદાના ભૂતપૂર્વ વડા મૌલાના અસીમ ઉમર અને લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝના ભડકાઉ નિવેદનો સોશિયલ મીડિયા પર શેર કરીને ભારતમાં મજહબી તણાવ અને હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાત ATSના ઑપરેશન દરમિયાન આ આતંકવાદી મોડ્યૂલનો પર્દાફાશ થયો. આ ઑપરેશનમાં ATSએ દિલ્હી, નોઇડા, અમદાવાદ અને સુરતમાં દરોડા પાડીને ચાર અન્ય આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક મોહમ્મદ ફૈકની પૂછપરછ દરમિયાન શમા પરવીનનું નામ સામે આવ્યું હતું. ફૈકે જણાવ્યું હતું કે, તેને શમાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ભડકાઉ વિડીયો મળ્યા હતા, જેના આધારે ATS બેંગલુરુમાં શમાના ઘર સુધી પહોંચી અને તેની ધરપકડ કરી હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં