Friday, October 18, 2024
More
    હોમપેજગુજરાત'ઈદના દિવસે સવારે વહેલા ઉઠીને નમાજ પઢવી, રસોઇમાં બિરિયાની બનાવવી': જામનગરની આંગણવાડીનો...

    ‘ઈદના દિવસે સવારે વહેલા ઉઠીને નમાજ પઢવી, રસોઇમાં બિરિયાની બનાવવી’: જામનગરની આંગણવાડીનો વિડીયો વાયરલ, બાળકો પાસે લગાવાયા ‘યા હુસૈન’ના નારા

    વાયરલ વિડીયોમાં મહિલા સંચાલક બાળકોને ઈદ વિશે માહિતી આપતા જોવા મળી રહ્યા છે. તેઓ બાળકોને ઈદ પર નવા કપડાં પહેરવાથી લઈને મીઠાઈઓ ખાવા સુધીનું શિક્ષણ આપી રહ્યા છે. તેઓ બાળકો પાસે બોલાવી રહ્યા છે કે, "ઈદના દિવસે વહેલા ઊઠીને નવા કપડાં પહેરી, નમાજ પઢવી."

    - Advertisement -

    જામનગરમાં સ્થિત સોનલનગરની આંગણવાડીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, આંગણવાડી સંચાલકે બાળકો પાસે ‘યા હુસૈન, યા હુસૈન’ના નારા લગાવડાવ્યા છે. આટલું જ નહીં, પરંતુ બાળકોને નમાજ પઢતા પણ શીખવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઈદ વિશે પણ ભણાવવામાં આવી રહ્યું છે. વિડીયો વાયરલ થયા બાદ હિંદુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હિંદુઓએ જવાબદાર કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગણી કરી છે.

    જામનગરમાં આવેલા સોનલનગરની એક આંગણવાડીનો વિડીયો વાયરલ થયો છે. તે વિડીયો આંગણવાડીના સંચાલક દ્વારા જ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે વિડીયોને વોટ્સએપ ગ્રુપમાં નાખવામાં આવ્યો હતો. જ્યાંથી વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ ફેલાઈ ગયો છે. સોનલનગરની આંગણવાડીનો આ વિડીયો વાયરલ થયા બાદ હવે ઘટનાએ વધુ તૂત પકડ્યું છે. વાયરલ વિડીયોમાં મહિલા સંચાલક બાળકોને ઈદ વિશે માહિતી આપતા જોવા મળી રહ્યા છે. તેઓ બાળકોને ઈદ પર નવા કપડાં પહેરવાથી લઈને મીઠાઈઓ ખાવા સુધીનું શિક્ષણ આપી રહ્યા છે. તેઓ બાળકો પાસે બોલાવી રહ્યા છે કે, “ઈદના દિવસે વહેલા ઊઠીને નવા કપડાં પહેરવા જોઈએ.” આ સાથે જ તેઓ રસોઈમાં બિરિયાની બનાવવાનું પણ કહી રહ્યા છે.

    આટલું જ નહીં, પરંતુ તેઓ બાળકોને મસ્જિદમાં જઈને નમાજ પઢવા માટે પણ પ્રેરી રહ્યા છે. તેઓ બાળકોને ઈદ મુબારક પણ શીખવી રહ્યા છે. ત્યારબાદ તેમણે બાળકોને ‘તાજિયા ઉપાડે ત્યારે શું બોલે’ કહીને ‘યા હુસૈન, યા હુસૈન’ના નારા લગાવડાવ્યા હતા. બધા બાળકો પણ તેમની સાથે ‘યા હુસૈન, યા હુસૈન’ બોલતા નજરે પડી રહ્યા હતા. ત્યારબાદ બાળકોને નમાજ પઢતા પણ શીખવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ હિંદુઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. હિંદુઓએ આ મામલે કાર્યવાહી હાથ ધરવાની માંગણી કરી છે.

    - Advertisement -

    બીજી તરફ આંગણવાડીના સંચાલકનું નિવેદન પણ સામે આવ્યું છે. આંગણવાડીના મહિલા સંચાલકે આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, તેમનું નામ ઈન્દુબેન રાઠોડ છે અને તેઓ 21 વર્ષથી સોનલનગર આંગણવાડી કેદ્રમાં ફરજ બજાવે છે. તેમણે આ વિશે વધુમાં કહ્યું કે, તેમને 2 વર્ષથી વોટ્સએપ દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે અને તે થીમ અનુસાર તહેવારો ઉજવવાનું કહેવામાં આવે છે. જે અંતગર્ત ઈદના તહેવારની ઉજવણી માટે પણ થીમ આપવામાં આવી હતી. જેમાં બાળકોને 1થી 2 મિનિટ સુધી ઈદ વિશે સમજાવવામાં આવ્યું હતું.

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “ઈદ વિશે બોલી રહેલાં બાળકો લઘુમતી સમાજનાં છે. બધાં બાળકો રસપૂર્વક તહેવારોમાં ભાગ લે છે.” પરંતુ નોંધવું જોઈએ કે ‘યા હુસૈન’ના નારા તમામ બાળકો લગાવતાં જોવા મળે છે, ઉપરાંત નમાજ પણ ઘણાં બાળકો પઢતાં જોવા મળે છે. આ જ કારણ છે કે હિંદુ સંગઠનો વિરોધ કરી રહ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં