Tuesday, July 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઆતંકવાદી સંગઠન અલ કાયદાએ પોતાના મુખપત્ર 'ગઝવા-એ-હિન્દ'માં આપી રામ મંદિર ઉડાવવાની ધમકી,...

  આતંકવાદી સંગઠન અલ કાયદાએ પોતાના મુખપત્ર ‘ગઝવા-એ-હિન્દ’માં આપી રામ મંદિર ઉડાવવાની ધમકી, કહ્યું- અલ્લાહના નામે ત્યાં મોટી મસ્જીદ બનાવીશું

  નોંધનીય છે કે આ ધમકી તેવા સમયે આપવામાં આવી છે જયારે હજુ ગઈ કાલે (5 જાન્યુઆરી, 2023) જ દેશના ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં એક જનસભાને સંબોધતા ઘોષણા કરી હતી કે 1 જાન્યુઆરી, 2024 થી અયોધ્યામાં બનાવવામાં આવી રહેલા ભગવાન રામના ભવ્ય મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે.

  - Advertisement -

  આજે ઈસ્લામિક આતંકવાદથી આખું વિશ્વ ઝઝુમી રહ્યું છે, પરંતુ ભારત હંમેશા તેના નિશાન પર સહુથી પહેલું રહ્યું છે, છેલ્લા ઘણા દશકાઓથી પાકિસ્તાન અને અન્ય કેટલાક મુસ્લિમ દેશોના અનેક આતંકવાદી સંગઠનોનો ડોળો ભારત રહ્યો છે, તેવામાં હવે આંતરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ કાયદાએ રામ મંદિર ઉડાવવાની ધમકી આપી છે. આ ધમકી તેમણે પોતાના મુખપત્ર ‘ગઝવા-એ-હિન્દ’ માં એક લેખ લખીને આપી છે.

  મળતા અહેવાલો અનુસાર ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પર આતંકવાદીઓની નજર છે. તેમના મુખપત્ર ગઝવા-એ-હિંદના તાજેતરના અંકમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથ અલ કાયદાએ રામ મંદિર તોડીને તેની જગ્યાએ મસ્જિદ બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. આ સિવાય જેહાદી ફીડ દ્વારા આ અઠવાડિયે ઓનલાઈન બહાર પાડવામાં આવતી મેગેઝીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે પણ ઝેર ઓક્યું છે. આ સાથે જ તેમાં ભારતીય મુસ્લિમોને જેહાદને સમર્થન આપવાની અપીલ પણ કરવામાં આવી છે.

  ભારતના પરિચિત વ્યક્તિ તરફથી લખવામાં આવ્યો હોઈ શકે છે આ લેખ

  અહેવાલો અનુસાર 110 પેજના આ સંપાદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘બાબરી મસ્જિદના ઢાંચા પર જે રીતે રામ મંદિર બની રહ્યું છે, તેને તોડીને હિંદુ દેવતાઓની મૂર્તિઓની જગ્યાએ અલ્લાહના નામ પર બાબરી મસ્જિદ બનાવવામાં આવશે. આ બધી બાબતો બલિદાન માંગે છે. આ લાખણો જોતા એવી આશંકાઓ જતાવવામાં આવી રહી છે કે મેગેઝિનમાં લખાયેલી સામગ્રી ભારતીય વાતાવરણથી પરિચિત વ્યક્તિ દ્વારા લખવામાં આવી છે.

  - Advertisement -

  ભારતના મુસ્લિમોને જેહાદ કરવા આહ્વાન

  ભારતીય વ્યક્તિના સહયોગથી લખાઈ હોવાની આશંકાઓ વાળી આ પત્રિકામાં અલ કાયદાએ ભારતીય મુસ્લિમોને સંબોધતા કહ્યું છે કે તેઓએ આના કારણે થતા ભૌતિક નુકસાનથી ડરવું જોઈએ નહીં, કારણ કે તેઓ દાયકાઓથી જીવન અને સંપત્તિનું નુકસાન સહન કરતા આવ્યાં છે. જો આ જાન-માલનો ઉપયોગ જેહાદ માટે કરવામાં આવ્યો હોત તો આટલું નુકસાન ન થયું હોત. ઝેર ફેલાવતા આતંકવાદી સંગઠને બિનસાંપ્રદાયિકતાને ભારતીય મુસ્લિમો માટે “નરક” સમાન ગણાવ્યું છે અને ભારપૂર્વક લખ્યું છે કે હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના સૂત્રો માત્ર એક “છેતરપિંડી” છે.

  અલકાયદાની ધમકીમાં ગુજરાતનો ઉલ્લેખ

  રામ મંદિર ઉડાવવાની ખોખલી ધમકી આપતી આ પત્રિકામાં અલ કાયદાએ એમ પણ કહ્યું છે કે, ‘આ બધી માત્ર વાતો નથી. બાબરી મસ્જિદ 30 વર્ષ પહેલા તોડી પાડવામાં આવી હતી. 20 વર્ષ પહેલા ગુજરાતના અમદાવાદમાં સગર્ભા મહિલાઓ અને તેમના બાળકોનું માથું કાપીને સળગાવી દેવામાં આવતું હતું અને આજે બધે બુલડોઝર ચાલી રહ્યા છે. જામિયા મિલિયા (ઈસ્લામિયા) અને અલીગઢથી લઈને જામિયા ઉસ્માનિયા (હૈદરાબાદ ઉપનગર) અને દેવબંદ (શહેર) સુધીના દરેક જગ્યાએ હિંદુઓ છરી, ભાલા અને તલવારો ધારણ કરી રહ્યા છે.

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલી ઘોષણાના બીજા જ દિવસે મળી ધમકી

  નોંધનીય છે કે આ ધમકી તેવા સમયે આપવામાં આવી છે જયારે હજુ ગઈ કાલે (5 જાન્યુઆરી, 2023) જ દેશના ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં એક જનસભાને સંબોધતા ઘોષણા કરી હતી કે 1 જાન્યુઆરી, 2024 થી અયોધ્યામાં બનાવવામાં આવી રહેલા ભગવાન રામના ભવ્ય મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આઝાદી બાદથી કોંગ્રેસ કોર્ટમાં રામ મંદિરના નિર્માણમાં અવરોધ ઉભી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં