પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધના બહાને હિંદુવિરોધી હિંસા આચરવામાં આવી હતી, જે મુદ્દે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi in West Bengal) પહેલી વખત જાહેરમાં નિવેદન આપ્યું છે. તેમણે મમતા સરકારને (Mamata Government) આડેહાથ લઈને કહ્યું કે તુષ્ટિકરણના ચક્કરમાં રાજ્ય સરકારે પણ આ ઉત્પાત મચવા દીધો હતો.
પીએમ મોદીએ કહ્યું, “અહીં મુર્શિદાબાદમાં જે કંઈ થયું, માલદામાં જે થયું, એ અહીંની સરકારની નિર્મમતાનું ઉદાહરણ છે. રમખાણોમાં ગરીબ માતાઓ-બહેનોની જીવનભરની પૂંજી રાખ કરી દેવામાં આવી. તુષ્ટિકરણના નામે ગુંડાગિરીને ખુલ્લી છૂટ આપવામાં આવી. જ્યારે સરકાર ચલાવનારા એક પાર્ટીના લોકો, ધારાસભ્ય, કોર્પોરેટર જ લોકોનાં ઘરોને ચિહ્નિત કરીને સળગાવી દે અને પોલીસ તમાશો જોયા કરે, તો એ ભયાવહ સ્થિતિની કલ્પના કરી શકાય છે.”
#WATCH | Alipurduar, West Bengal | PM Narendra Modi says, "Whatever happened in Murshidabad and Malda was an example of the government's ruthlessness here… In the name of appeasement, hooliganism was given a free hand. Imagine the horrific situation when the people of a party… pic.twitter.com/mUVL0xEp49
— ANI (@ANI) May 29, 2025
તેમણે ઉમેર્યું, “હું બંગાળની ભદ્ર જનતાને પૂછી રહ્યો છું– શું સરકાર આ રીતે ચાલે છે? બંગાળની જનતા પર થઈ રહેલા અત્યાચારોથી અહીંની નિર્મમ સરકારને કોઈ ફેર પડી રહ્યો નથી. અહીં વારંવાર કોર્ટે હસ્તક્ષેપ કરવો પડી રહ્યો છે. કોર્ટ વચ્ચે ન આવે ત્યાં સુધી કોઈ મામલો ઉકેલાતો નથી. બંગાળની જનતાએ હવે TMC સરકારની સિસ્ટમ પર કોઈ વિશ્વાસ નથી. અહીંની જનતા પાસે હવે માત્ર કોર્ટનો આશરો જ છે. એટલે જ આખું બંગાળ કહી રહ્યું છે– ‘બંગાલ મેં મચી ચીખ પુકાર, નહીં ચાહિયે નિર્મમ સરકાર.’”
માત્ર હિંદુઓના જ ઘરો કરાયા હતા ટાર્ગેટ- સમિતિનો રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુર્શિદાબાદ હિંસા પર કલકત્તા હાઇકોર્ટ દ્વારા નીમવામાં આવેલી એક સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે હિંસામાં હિંદુ સમુદાયનાં ઘરોને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં અને આ દરમિયાન પશ્ચિમ બંગાળની પોલીસ નિષ્ક્રિય રહી હતી. એ પણ જણાવવામાં આવ્યું કે સ્થાનિક TMC નેતા આવીને ગયા બાદ હિંદુઓનાં ઘરોને ચિહ્નિત કરીને સળગાવી દેવામાં આવ્યાં હતાં.
મુર્શિદાબાદ હિંસા બાદ એ પણ સામે આવ્યું હતું કે હિંદુઓનાં ઘરો પર પહેલાં કાળી સ્યાહી લગાવવામાં આવી હતી, જેથી ચિન્હિત કરી શકાય. ત્યારબાદ હિંસા દરમિયાન આ જ ઘરોને ટાર્ગેટ કરવામાં આવ્યાં. રિપોર્ટમાં સામે આવ્યું કે હિંસામાં TMCના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ સામેલ હતા, પરંતુ તેમ છતાં સત્તાધારી TMC અને મમતા બેનર્જી સરકારે આ નેતાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી અને આરોપો નકારતી રહી.