Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોહસિનની હત્યાનો હતો આરોપઃ 09 વર્ષ બાદ કોર્ટે હિંદુ રાષ્ટ્ર સેનાના પ્રમુખ...

    મોહસિનની હત્યાનો હતો આરોપઃ 09 વર્ષ બાદ કોર્ટે હિંદુ રાષ્ટ્ર સેનાના પ્રમુખ ધનંજય દેસાઈ સહિત 20 જણાને આરોપ મુક્ત કર્યા

    09 વર્ષણ કાનૂની લડાઈ બાદ હિંદુ રાષ્ટ્ર સેનાના પ્રમૂખ સહીત 20 જણા નિર્દોષ જાહેર કરાયા.

    - Advertisement -

    મહારાષ્ટ્રની એક અદાલતનો ચુકાદો સામે આવ્યો છે, જેમાં મોહસિન નામના એક મુસ્લિમ યુવાનની હત્યાનો જેમના પર આરોપ હતો તેમને બધાને દોષમુકત જાહેર કર્યા છે. જેમાં હિંદુ રાષ્ટ્ર સેનાના પ્રમુખ ધનંજય દેસાઈ પર પણ આરોપ હતો.

    એક મીડીયા રિપોર્ટ અનુસાર ન્યાયાધીશ એસબી સાલુંકેની અદાલતે ફરિયાદીનો પૂરો પક્ષ સાંભળ્યો હતો. ત્યાર બાદ તેમણે આદેશ કર્યો હતો કે ફરિયાદી પક્ષ આરોપ સાબિત કરી શક્યો નથી અને આરોપ સાબિત કરવા માટે જરૂરી પુરાવા પણ આપી શક્યો નથી. માટે તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કરાયા છે. 

    દોષમુક્ત જાહેર કરાયેલા આરોપીઓમાં એક નામ હિંદુ રાષ્ટ્ર સેનાના પ્રમુખ ધનંજય દેસાઈએ આદેશ આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોર્ટના આદેશને આવકારી, આરોપ લગાડ્યો હતો કે જે પણ આમારા વિરોધમાં કરવામાં આવ્યું તે એક પક્ષને ખુશ કરવા માટે અને તૃષ્ટિકરણની રાજનીતિ કરવા માટે કરવામાં આવ્યું હતું. તેમને તે સમયની કોંગ્રેસ અને એનસીપીની સરકાર પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા, અને કહ્યું હતું કે “તે સમયની સરકાર બાંગ્લાદેશી અને રોહીન્ગ્યાઓને પોષણ આપતી સરકાર હતી. મને એટલા માટે જ ફસાવવામાં આવ્યો કારણ કે હું હિંદુ જાગૃતિનું કામ કરતો હતો. મેં લવ જિહાદ અને લેન્ડ જિહાદ જેવા ઘણા મુદ્દોઓ ઉજાગર કર્યા હતા.” વધુમાં તેમને ઉમેર્યું હતું કે “આ લોકો હિંદુઓને જાતિ જાતિ વચ્ચે વહેચીને હિંદુઓની એકતા તોડવાનું પણ કામ કરતા હતા.”

    - Advertisement -

    મોહસિનની હત્યા પુણેમાં 02 જુન 2014માં થઇ હતી. મોહસિન એક આઈટી કંપનીમાં નોકરી કરતો હતો. તેમના પક્ષનો આરોપ હતો કે તે જ્યારે નમાજ પઢીને વળતો આવી રહ્યો હતો ત્યારે એક ટોળું બાઈક લઈને આવી તેના પર હથિયાર વડે તૂટી પડ્યું હતું. તે ઘાયલ થતા તેને હોસ્પિટલ લઇ જવો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. જો કે ફરિયાદી પક્ષે લગાવેલા એક પણ આરોપ કોર્ટમાં સાબિત થયા નથી. 

    આરોપ લગાવ્યા બાદ પોલીસે આ કેસમાં આઈપીસીની કલમ 302, 307, 143, 147, 148, 120 બી અને 153 એ હેઠળ એફઆઈઆર નોંધી છે. આ કેસમાં હિન્દુ રાષ્ટ્ર સેનાના પ્રમુખ ધનંજય દેસાઈ મુખ્ય આરોપી હતા. ડિસેમ્બર 2018માં મોહસીનના પિતાનું પણ હૃદય બંધ થવાને કારણે નિધન થયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં